KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 25 November 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration
|
00.01 | પ્રિય મિત્રો, |
00.02 | KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે |
00.07 | આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00.10 | અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા. |
00.13 | ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે. |
00.18 | યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ, |
00.23 | અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું. |
00.26 | સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ. |
00.33 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ |
00.37 | KiCad 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. |
00.47 | KiCad શરુ કરવા માટે, |
00.49 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે પર જાઓ. |
00.52 | પ્રથમ ચિહ્ન (એટલે કે) ડૅશ હોમ પર ક્લિક કરો. |
00.56 | સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ. |
01.04 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે. |
01.07 | EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો. |
01.17 | એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી. |
01.21 | OK ઉપર ક્લિક કરો. |
01.24 | હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ. |
01.30 | આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
01.37 | હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ. |
01.44 | ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો. |
01.50 | અને Open ઉપર ક્લિક કરો. |
01.55 | આ સર્કિટ યોજનાકીય ખોલશે. |
01.57 | હું માઉસનું સ્ક્રોલ બટન નો ઉપયોગ કરી ઝૂમ કરીશ. |
02.02 | આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે. |
02.07 | ચાલો હવે સ્કીમેટીકમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ ઘટકોનાં જોડાણની પ્રક્રિયા તરફ જોઈએ. |
02.14 | ટપ્રીંટ એ ઘટકની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે. |
02.21 | ઘટકોનું જોડાણ શરૂ કરવા માટે, |
02.24 | 'EEschema વિન્ડોની ઉપરની પેનલ પર જાવ. |
02.28 | Run Cvpcb બટન પર ક્લિક કરો. |
02.33 | આનાથી Cvpcb વિન્ડો ખુલશે. |
02.37 | સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે. |
02.42 | તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02.47 | નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં ઉત્પન્ન કરી હતી. |
02.58 | Cvpcb' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે. |
03.03 | ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે. |
03.07 | બીજી કોલમ સ્કીમેટીકમાં વપરાયેલ ઘટકોની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે. |
03.14 | ત્રીજી કોલમ અનુરૂપ ઘટકોની વેલ્યુઓ દર્શાવે છે. |
03.19 | જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે. |
03.25 | હવે આપણે ઘટકોનું જોડાણ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું. |
03.30 | આપણે પસંદિત ઘટકો માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1 |
03.41 | આપણે હવે પસંદિત ઘટકોનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું. |
03.45 | Cvpcb વિન્ડોની ઉપરની પેનલ પર View selected footprint પર ક્લિક કરો |
03.53 | આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે. |
04.02 | આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ |
04.12 | હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ. |
04.15 | પહેલા ઘટક C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું. |
04.22 | પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો. |
04.27 | જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે. |
04.34 | એજ પ્રમાણે બીજા ઘટક C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું. |
04.43 | આગળનાં ઘટક D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ. |
04.50 | કનેક્ટર P1 માટે આપણે જમણા પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ. |
05.02 | તેને પસંદ કરવા માટે હું જમણા પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ. |
05.09 | R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.13 | R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.17 | R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ. |
05.22 | U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે. |
05.38 | હવે આપણે Cvpcb વિન્ડોની ઉપરની પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું
|
05.48 | આ Save Net and Component List વિન્ડો ખોલશે |
05.54 | સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
|
06.00 | આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે. |
06.13 | હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે. |
06.18 | અહીં ઘટકોનાં જોડાણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. |
06.21 | 'EEschema વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો. |
06.29 | સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો. |
06.35 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06.38 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.40 | Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત ઘટકોનું જોડાણ કરવું
|
06.47 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો |
06.51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07.04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
|
07.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
07.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.23 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.29 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07.32 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.38 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07.41 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |