Java/C2/Hello-World-Program-in-Eclipse/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:03, 14 July 2014 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:01 | HelloWorld in Java on Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, Eclipse નાં ઉપયોગ વડે Java માં સરળ Hello World પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
00:13 | આ ટ્યુટોરીયલ માટે, આપણે એક્લીપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ |
00:20 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:25 | અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ. |
00:30 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ. |
00:36 | અહીં જાવા કોડની લાઈન છે જે Hello World મેસેજ પ્રીંટ કરે છે |
00:44 | હવે ચાલો તેને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ. |
00:46 | Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં eclipse ટાઈપ કરો અને enter દબાવો. |
00:56 | વર્કસ્પેસ પર Okઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે. |
01:09 | ચાલો નવો પ્રોજેક્ટ ને ઉમેરીએ. |
01:12 | File New પર ક્લિક કરો અને Project પસંદ કરો. |
01:19 | પ્રોજેક્ટની યાદીમાં Java Project પસંદ કરો અને Nextપર ક્લિક કરો. |
01:26 | project name માં; DemoProject ટાઈપ કરો (નોંધ લો કે Demo અને Project વચ્ચે અંતર નથી D અને P મોટા અક્ષરોમાં છે) |
01:40 | વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો. |
01:46 | DemoProject બની ગયું છે. |
01:49 | હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ. |
01:52 | Project પર જમણું ક્લિક કરો New Class પસંદ કરો.
આ New Java Class પોર્ટલેટ ખોલે છે |
01:59 | ક્લાસ નેમ માં DemoProgram ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં Public Static Void main પસંદ કરો. |
02:13 | વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો. |
02:20 | આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ માં સોર્સ ડાયરેક્ટ્રી અને Demo program.Java નામની એક ફાઈલ છે, |
02:27 | કારણ કે જાવા માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત Demo program.Java ફાઈલમાં જ હોઈ શકે છે |
02:40 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે. |
02:55 | નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી. |
03:05 | ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે slash Astrix અને Astrix slash વચ્ચે છે તે પણ સાથે છે. |
03:17 | તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ. |
03:22 | અહીં આપણી પાસે કોડનું bare bone છે. |
03:27 | હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, System. . |
03:35 | નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે. |
03:38 | હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ; |
03:43 | Out.println. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, HelloWorld ટાઈપ કરો |
03:56 | જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ. |
03:59 | તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ. |
04:03 | અહીં Java માં આ સંપૂર્ણ HelloWorld પ્રોગ્રામ છે. |
04:06 | સંગ્રહીત કરવા માટે Ctrl + S દબાવો |
04:11 | Run as java application પર જમણું ક્લિક કરો. કોડ Run કરો. |
04:19 | જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, HelloWorld મેસેજ પ્રીંટ થાય છે. |
04:24 | હવે ચાલો World ને Java માં બદલીએ |
04:30 | તેને Ctrl + S થી સંગ્રહીત કરીએ અને Run કરીએ. |
04:41 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે Hello Java છે |
04:45 | હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે? |
04:48 | પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ DemoProgram છે અને તે Public class છે |
04:55 | બીજી લાઈન દર્શાવે છે કે આ main method છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે. |
05:04 | આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે. |
05:07 | અને આ રીતે જાવામાં "HelloWorld" પ્રોગ્રામ લખી શકાય છે. |
05:14 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:17 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં 'HelloWorld' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડ માં દરેક કોડનો ભાગ શું કરે છે. |
05:27 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે. |
05:29 | Greet નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે Program Successful આવવું જોઈએ. |
05:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
05:39 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1] |
05:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
05:45 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
05:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
05:53 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
05:55 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
05:59 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06:09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:14 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
06:19 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |