Java/C2/Hello-World-Program-in-Eclipse/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 HelloWorld in Java on Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, Eclipse નાં ઉપયોગ વડે Java માં સરળ Hello World પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:13 આ ટ્યુટોરીયલ માટે, આપણે એક્લીપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ.
00:25 અને તમને એક્લીપ્સ માં ફાઈલ કેવી રીતે બનાવવી, સંગ્રહીત કરવી અને રન કરવી એની જાણ હોવી જોઈએ.
00:30 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.
00:36 અહીં જાવા કોડની લાઈન છે જે Hello World મેસેજ પ્રીંટ કરે છે
00:44 હવે ચાલો તેને એક્લીપ્સ પર પ્રયાસ કરીએ.
00:46 Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં eclipse ટાઈપ કરો અને enter દબાવો.
00:56 વર્કસ્પેસ પર Okઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે.
01:09 ચાલો નવો પ્રોજેક્ટ ને ઉમેરીએ.
01:12 File New પર ક્લિક કરો અને Project પસંદ કરો.
01:19 પ્રોજેક્ટની યાદીમાં Java Project પસંદ કરો અને Nextપર ક્લિક કરો.
01:26 project name માં; DemoProject ટાઈપ કરો (નોંધ લો કે Demo અને Project વચ્ચે અંતર નથી D અને P મોટા અક્ષરોમાં છે)
01:40 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
01:46 DemoProject બની ગયું છે.
01:49 હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ.
01:52 Project પર જમણું ક્લિક કરો New Class પસંદ કરો.

New Java Class પોર્ટલેટ ખોલે છે

01:59 ક્લાસ નેમ માં DemoProgram ટાઈપ કરો અને મેથડ સ્ટબ માં Public Static Void main પસંદ કરો.
02:13 વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ Finish પર ક્લિક કરો.
02:20 આપણે જોઈ શકીએ છીએ કે ડેમોપ્રોજેક્ટ માં સોર્સ ડાયરેક્ટ્રી અને Demo program.Java નામની એક ફાઈલ છે,
02:27 કારણ કે જાવા માં દરેક ક્લાસ તેમની પોતાની ફાઈલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત Demo program.Java ફાઈલમાં જ હોઈ શકે છે
02:40 આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડીટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દૃશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજાં પોર્ટીલેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડીટર છે.
02:55 નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે જેનો અર્થ એ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કઈપણ કરવાની જરૂર નથી.
03:05 ચાલો આ લાઈનને રદ્દ કરીએ. એજ રીતે દરેક વસ્તુ જે slash Astrix અને Astrix slash વચ્ચે છે તે પણ સાથે છે.
03:17 તો ચાલો આ કમેન્ટો પણ રદ્દ કરીએ.
03:22 અહીં આપણી પાસે કોડનું bare bone છે.
03:27 હવે ચાલો પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ, System. .
03:35 નોંધ લો કે એક્લીપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે.
03:38 હમણાં માટે આપણે કમાંડ જાતે ટાઈપ કરવાં જઈ રહ્યા છીએ;
03:43 Out.println. કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં, HelloWorld ટાઈપ કરો
03:56 જાવા માં દરેક સ્ટેટમેંટ અર્ધવિરામથી અંત થવું જોઈએ.
03:59 તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ.
04:03 અહીં Java માં આ સંપૂર્ણ HelloWorld પ્રોગ્રામ છે.
04:06 સંગ્રહીત કરવા માટે Ctrl + S દબાવો
04:11 Run as java application પર જમણું ક્લિક કરો. કોડ Run કરો.
04:19 જેવું કે આપણે આઉટપુટ કંસોલ પર જોઈ શકીએ છીએ, HelloWorld મેસેજ પ્રીંટ થાય છે.
04:24 હવે ચાલો World ને Java માં બદલીએ
04:30 તેને Ctrl + S થી સંગ્રહીત કરીએ અને Run કરીએ.
04:41 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણા પ્રીંટ થયો છે તે Hello Java છે
04:45 હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે?
04:48 પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ DemoProgram છે અને તે Public class છે
04:55 બીજી લાઈન દર્શાવે છે કે આ main method છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરુ થાય છે.
05:04 આપણે જાણીએ છીએ આ પ્રીંટ સ્ટેટમેંટ છે.
05:07 અને આ રીતે જાવામાં "HelloWorld" પ્રોગ્રામ લખી શકાય છે.
05:14 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:17 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં કે જાવા માં 'HelloWorld' પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડ માં દરેક કોડનો ભાગ શું કરે છે.
05:27 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
05:29 Greet નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે Program Successful આવવું જોઈએ.
05:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે.
05:39 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1]
05:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
05:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
05:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:53 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
05:55 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
05:59 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
06:09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:14 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
06:19 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble