Health-and-Nutrition/C2/Magnesium-rich-vegetarian-recipes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:06, 22 June 2021 by Sakinashaikh (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 “મેગ્નેશિયમ”થી ભરપુર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.


00:06 આ ટ્યુટોરીઅલમાં આપણે:


00:09 “મેગ્નેશિયમના” ફાયદા,


00:11 “મેગ્નેશિયમના” શાકાહારી સ્ત્રોત


00:13 અને “મેગ્નેશિયમથી” ભરપુર શાકાહારી રેસીપીઓ વિશે જાણીશું.


00:18 મેગ્નેશિયમ એક ખનિજ છે જે શરીર માટે આવશ્યક પોષક તત્વ છે.


00:24 તે પ્રકાર 2 ના પોષ્ક તત્વોમાંનું એક છે જેની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે.


00:31 આ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.


00:35 સ્વસ્થ હાડકાં તેમજ દાંત માટે મેગ્નેશિયમ જરૂરી છે.


00:40 ઊર્જાના ઉત્પાદન માટે
00:44 તેમજ DNA ના મિશ્રણ માટે પણ મેગ્નેશિયમની જરૂર પડે છે


00:47 મેગ્નેશિયમના મહત્વ વિશે બીજા ટ્યુટોરીઅલમાં સમજણ આપેલ છે.
00:52 'મેગ્નેશિયમ
00:54 કઠોળ

દાણા,


00:56 બીજ,

લીલાં શાકભાજી


00:59 અને અનાજમાં હોય છે.


01:01 મેગ્નેશિયમનું સેવન તેમજ શરીરમાં તેનું શોષણ થવું બન્ને સમાનપણે મહ્તવનું છે.


01:08 આથો આપી,

શેકી,


01:10 ફણગાવી

અને રાંધવાથી શોષણમાં સુધારો થાય છે.


01:15 કઠોળને રાંધતા પહેલા પલાળવાથી પણ તે થઈ શકે છે.


01:20 ચાલો હવે આપણે આપણી પહેલી રેસીપી, ફણગાવેલા મઠની કટલેસની તૈયારી જોઈએ.


01:27 આ રેસીપી માટે તમને જોઈશે:


01:31 ¼ કપ ફણગાવેલા મઠ,


01:34 1 કપ ધોઈ અને કાપેલી પાલક,


01:37 1 મોટી ચમચી સફેદ ચણાનો લોટ,


01:40 4 થી 5 લસણની કડીઓ,


01:43 1 ચમચી લીંબુનો રસ,


01:45 1 મોટી ચમચી શેકેલા તલ


01:49 અને સ્વાદનુસાર મીઠું.


01:51 તમને જોઈશે:


01:53 1 ચમચી લાલ મરચું પાવડર


01:55 3 ચમચી તેલ


01:58 હવે હું તમને પદ્ધતિ સમજાવીશ:


02:00 ફણગાવવા માટે, મઠને પૂરી રાત પલાળી દો.


02:05 સવારે પાણી કાઢી અને સ્વચ્છ કપડામાં બાંધી લો.


02:10 ફણગાવવા માટે તેને બે દિવસ હૂંફાળી જગાએ રાખી દો.


02:15 એ બાબતની નોંધ લેવી કે અલગ અલગ કઠોળને ફણગાવવામાં અલગ અલગ સમય લાગે છે.


02:20 ફણગાઈ ગયા બાદ, તેમાં લસણ ઉમેરી અને તેની પીસી જાડી પેસ્ટ બનાવવી.


02:27 પીસવા માટે તમે મિક્સર અથવા પથ્થરનો ઉપયોગ કરી શકો છો.


02:32 એક વાસણમાં તલને હલકા સોનેરી રંગના થાય ત્યાર સુધી તેને શેકી લેવા.


02:37 તેને ઠંડા થવા દો.


02:39 કટલેટ્સ બનાવવા, ફણગાની પેસ્ટને એક વાસણમાં કાઢવી.


02:43 તેમાં શેકેલા તલ, પાલક, સફેદ ચણાનો લોટ, મસાલા, મીઠું અને લીંબુનો રસ ઉમેરવો.


02:52 તેને સારી રીતે મેળવી લો.


02:54 પેસ્ટ સુકી હોય તો તેમાં એક મોટી ચમચી પાણી ઉમેરવું.


02:59 મિશ્રણના ચાર ભાગ કરવા


03:01 અને તેને કટલેટ્સનો આકાર આપવો.


03:04 એક વાસણમાં તેલ ગરમ કરો.


03:06 સોનેરી રંગના થાય ત્યાર સુધી મધ્યમ આંચ પર કટલેટ્સને બન્ને બાજુ છિછરા તળી લેવા.


03:12 મઠ પાલની કટલેટ્સ તૈયાર છે.


03:15 4 કટલેટસ આશરે 208 મીલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે.


03:22 આપણી બીજી રેસીપી છે અળસીની ચટણી.


03:26 આ રેસીપી માટે તમને જોઈશે:


03:28 2 મોટી ચમચી અળસીના દાણા


03:32 1 લીલું મરચું

4 થી 5 લસણની કડી


03:36 1 નાનું કાપેલું ટામેટું


03:39 સ્વાદનુસાર મીઠું


03:41 ½ ચમચી તેલ અથવા ઘી


03:44 પદ્ધતિ:

અળસીના દાણાને મધ્યમ આંચ પર હલ્કા સોનેરી રંગના થાય ત્યાર સુધી શેકી લેવા.


03:50 તેને ઠંડા થવા દો.


03:52 એક વાસણમાં તેલ અથવા ધી ગરમ કરો


03:55 અને કાપેલું ટામેટું સાંતળી લો.


03:57 તેને ઠંડુ થવા દો.


04:00 લસણ, મરચા, મીઠું અને પાણી સાથે બન્ને ને પીસી પેસ્ટ બનાવી લો.


04:07 અળસીના દાણાની ચટણી તૈયાર છે.


04:10 આ ચટણીની બે ચમચી આશરે 133 મીલીગ્રામ મેગ્નેશિયમ પૂરૂ પાડે છે.


04:17 બીજી રેસીપી છે ફણગાવેલા ચોળાના પરાઠા.


04:21 ફણગાવવા માટેની પદ્ધતિ આ ટ્યુટોરીઅલમાં અગાઉ સમજાવેલ છે.


04:27 આ રેસીપી માટે તમને જોઈશે:


04:30 1/4 કપ ઘઉંનો લોટ


04:32 2 મોટી ચમચી ફણગાવેલા ચોળા


04:36 1 મોટી ચમચી તલ


04:39 1 લીલું મરચું


04:40 1 ચમચી જીરૂ


04:43 ½ ચમચી હળદર પાવડર


04:46 તમને જોઈશે,

સ્વાદનુસાર મીઠું


04:49 અને બે ચમચી તેલ અથવા ઘી.


04:53 સૌથી પહેલા ફણગાવેલા ચોળામાં લીલું મરચું નાખી, મિક્સરમાં જાડી પેસ્ટ બનાવી લો.


05:00 મિક્સર ઉપલબ્દ્ધ ના હોય તો તમે પથ્થર વડે પણ પીસી શકો છો.


05:05 એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને પછી તલ ઉમેરવા.
05:11 તેનો રંગ બદલાય ત્યાર સુધી સાંતળો.


05:13 તેમાં ચોળાની પેસ્ટ ઉમેરી અને બીજી 2 મિનિટ માટે સાંતળો.


05:19 ત્યારબાદ તેમાં મીઠું અને હળદર પાવડર ઉમેરી 5 મિનિટ માટે પકાવવું.


05:24 ઠંડુ થવા બાજુ પર રાખો.


05:27 પરાઠા બનાવવા માટે એક વાસણમાં લોટ લેવો.


05:31 પર્યાપ્ત પાણી ઉમેરી તેને બાંધી લેવો..


05:35 વેલણ વડે તેને વણો.


05:39 તેના પર ચોળાની પેસ્ટ ઉમેરો.


05:42 બધી બાજુથી તેને વાળી લો.


05:44 કોરો લોટ નાખો
05:46 અને પારાઠો વણી લો.


05:49 વાસણ ગરમ કરી અને પરાઠાને બન્ને બાજુથી ઘી અથવા તેલ નાખી પકાવી લો.


05:55 ફણગાવેલા ચોળાના પરાઠા તૈયાર છે.


05:59 એક પરાઠામાં આશરે 173 મીલીગ્રામ મેગ્નેશિયમ હોય છે.


06:05 બીજી રેસીપી છે ચણાની દાળનું સુકૂ શાક.


06:09 આ રેસીપી માટે તમને જોઈશે::


06:12 ¼ કપ ફણાગાવેલી ચણાની દાળ


06:15 1 એક કપ મેથીના પાન


06:19 1 મધ્યમ કાપેલું ટામેટું


06:21 અને 1 મધ્યમ કાપેલી ડુંગળી


06:25 તમે જોઈશે:


06:27 ½ ચમચી હળદર પાવડર


06:29 ½ ચમચી લાલ મરચું પાવડર,


06:31 1 મોટી ચમચી શેકેલી સીંગનો પાવડર,


06:35 1 ચમચી તેલ


06:37 અને સ્વાદનુસાર મીઠું


06:39 પદ્ધતિ:

ફણગાવેલી ચણાની દાળને કુકરમાં બે સીટી વાગાડી પકાવી લો.


06:45 હવા નિકળે ત્યાર સુધી રાહ જુઓ.


06:47 એક વાસણમાં તેલ ગરમ કરો,


06:49 તેમાં ડુંગળી ઉમેરી અને તેનો રંગ બદલાય ત્યાર સુધી તેને સાંતળી લો.


06:53 તેમાં ટામેટા ઉમેરી અને નરમ થાય ત્યાર સુદી તેને પકાવો.


06:57 મેથીના પાન ઉમેરી તેને 5 મિનિટ સુધી પકાવો.


07:02 હવે તેમાં મસાલા, મીઠું અને ફણાગેવેલી ચણાની દાળ ઉમેરી બરાબર હલાવો.


07:08 તેમાં સીંગનો પાવડર ઉમેરો


07:11 વાસણને ઢાંકી અને તેને 5 થી 10 મિનિટ માટે રંધાવા દો.


07:15 ફણગાવેલી ચણાની દાળનૂં સુકૂ શાક તૈયાર છે.


07:19 આ શાકનો ½ વાટકો આશરે 141 મીલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે.


07:26 છેલ્લી રેસીપી છે તાંદળજાની ભાજીનું શાક.


07:30 આ રેસીપી માટે તમને જોઈશે:


07:33 100 ગ્રામ ધોયેલી તાંદળજાની ભાજી,


07:36 4 લસણની કડી,


07:38 1 નાની ડુંગળી,


07:40 2 ચમચી ખમણેલું ખોપરૂ,


07:43 2 લીલા મરચાં,


07:45 હડદર પાવડર
અને સ્વાદનુસાર મીઠું.


07:49 તમને એક ચમચી તેલ પણ જોઈશે.


07:53 પદ્ધતિ:

એક વાસણમાં તેલ ગરમ કરો.


07:56 તેમાં લસણ, લીલા મરચા અને ડુંગળી ઉમેરો


08:01 તેનો રંગ બદલાય ત્યાર સુધી તેને સાંતળો.


08:03 હવે તેમાં તાંદળજાની ભાજી ઉમેરી બરાબર મેળવો.


08:07 તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે પકાવો.


08:12 હળદર અને મીઠું નાખી તેને 1 મિનિટ સુધી પકાવો.


08:16 તેમાં ખમણેલું ખોપરૂ નાખી 5 મિનિટ માટે પકાવો.


08:21 તાંદળજાની ભાજીનું શાક તૈયાર છે.


08:25 આ શાકનો ½ વાટકો આશરે 209 મીલીગ્રામ મેગ્નેશિયમ પૂરૂ પાડે છે.


08:31 સારી તંદુરસ્તી માટે તમારા રોજીંદા ખોરાકમાં મેગ્નિશ્યમથી ભરપુર આ રેસીપીઓ ઉમેરવી.


08:37 આ સાથે આપણે ટ્યુટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.

જોડાવવા બદલ આભાર

Contributors and Content Editors

Helpgrid, Sakinashaikh