Health-and-Nutrition/C2/Magnesium-rich-vegetarian-recipes/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:00 | “મેગ્નેશિયમ”થી ભરપુર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.
|
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે:
|
00:09 | “મેગ્નેશિયમના” ફાયદા,
|
00:11 | “મેગ્નેશિયમના” શાકાહારી સ્ત્રોત
|
00:13 | અને “મેગ્નેશિયમથી” ભરપુર શાકાહારી રેસીપીઓ વિશે જાણીશું.
|
00:18 | મેગ્નેશિયમ એક ખનિજ છે જે શરીર માટે આવશ્યક પોષક તત્વ છે.
|
00:24 | તે પ્રકાર 2 ના પોષ્ક તત્વોમાંનું એક છે જેની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે.
|
00:31 | આ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
|
00:35 | સ્વસ્થ હાડકાં તેમજ દાંત માટે મેગ્નેશિયમ જરૂરી છે.
|
00:40 | ઊર્જાના ઉત્પાદન માટે |
00:44 | તેમજ DNA ના મિશ્રણ માટે પણ મેગ્નેશિયમની જરૂર પડે છે
|
00:47 | મેગ્નેશિયમના મહત્વ વિશે બીજા ટ્યુટોરીઅલમાં સમજણ આપેલ છે. |
00:52 | 'મેગ્નેશિયમ |
00:54 | કઠોળ
દાણા,
|
00:56 | બીજ,
લીલાં શાકભાજી
|
00:59 | અને અનાજમાં હોય છે.
|
01:01 | મેગ્નેશિયમનું સેવન તેમજ શરીરમાં તેનું શોષણ થવું બન્ને સમાનપણે મહ્તવનું છે.
|
01:08 | આથો આપી,
શેકી,
|
01:10 | ફણગાવી
અને રાંધવાથી શોષણમાં સુધારો થાય છે.
|
01:15 | કઠોળને રાંધતા પહેલા પલાળવાથી પણ તે થઈ શકે છે.
|
01:20 | ચાલો હવે આપણે આપણી પહેલી રેસીપી, ફણગાવેલા મઠની કટલેસની તૈયારી જોઈએ.
|
01:27 | આ રેસીપી માટે તમને જોઈશે:
|
01:31 | ¼ કપ ફણગાવેલા મઠ,
|
01:34 | 1 કપ ધોઈ અને કાપેલી પાલક,
|
01:37 | 1 મોટી ચમચી સફેદ ચણાનો લોટ,
|
01:40 | 4 થી 5 લસણની કડીઓ,
|
01:43 | 1 ચમચી લીંબુનો રસ,
|
01:45 | 1 મોટી ચમચી શેકેલા તલ
|
01:49 | અને સ્વાદનુસાર મીઠું.
|
01:51 | તમને જોઈશે:
|
01:53 | 1 ચમચી લાલ મરચું પાવડર
|
01:55 | 3 ચમચી તેલ
|
01:58 | હવે હું તમને પદ્ધતિ સમજાવીશ:
|
02:00 | ફણગાવવા માટે, મઠને પૂરી રાત પલાળી દો.
|
02:05 | સવારે પાણી કાઢી અને સ્વચ્છ કપડામાં બાંધી લો.
|
02:10 | ફણગાવવા માટે તેને બે દિવસ હૂંફાળી જગાએ રાખી દો.
|
02:15 | એ બાબતની નોંધ લેવી કે અલગ અલગ કઠોળને ફણગાવવામાં અલગ અલગ સમય લાગે છે.
|
02:20 | ફણગાઈ ગયા બાદ, તેમાં લસણ ઉમેરી અને તેની પીસી જાડી પેસ્ટ બનાવવી.
|
02:27 | પીસવા માટે તમે મિક્સર અથવા પથ્થરનો ઉપયોગ કરી શકો છો.
|
02:32 | એક વાસણમાં તલને હલકા સોનેરી રંગના થાય ત્યાર સુધી તેને શેકી લેવા.
|
02:37 | તેને ઠંડા થવા દો.
|
02:39 | કટલેટ્સ બનાવવા, ફણગાની પેસ્ટને એક વાસણમાં કાઢવી.
|
02:43 | તેમાં શેકેલા તલ, પાલક, સફેદ ચણાનો લોટ, મસાલા, મીઠું અને લીંબુનો રસ ઉમેરવો.
|
02:52 | તેને સારી રીતે મેળવી લો.
|
02:54 | પેસ્ટ સુકી હોય તો તેમાં એક મોટી ચમચી પાણી ઉમેરવું.
|
02:59 | મિશ્રણના ચાર ભાગ કરવા
|
03:01 | અને તેને કટલેટ્સનો આકાર આપવો.
|
03:04 | એક વાસણમાં તેલ ગરમ કરો.
|
03:06 | સોનેરી રંગના થાય ત્યાર સુધી મધ્યમ આંચ પર કટલેટ્સને બન્ને બાજુ છિછરા તળી લેવા.
|
03:12 | મઠ પાલની કટલેટ્સ તૈયાર છે.
|
03:15 | 4 કટલેટસ આશરે 208 મીલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે.
|
03:22 | આપણી બીજી રેસીપી છે અળસીની ચટણી.
|
03:26 | આ રેસીપી માટે તમને જોઈશે:
|
03:28 | 2 મોટી ચમચી અળસીના દાણા
|
03:32 | 1 લીલું મરચું
4 થી 5 લસણની કડી
|
03:36 | 1 નાનું કાપેલું ટામેટું
|
03:39 | સ્વાદનુસાર મીઠું
|
03:41 | ½ ચમચી તેલ અથવા ઘી
|
03:44 | પદ્ધતિ:
અળસીના દાણાને મધ્યમ આંચ પર હલ્કા સોનેરી રંગના થાય ત્યાર સુધી શેકી લેવા.
|
03:50 | તેને ઠંડા થવા દો.
|
03:52 | એક વાસણમાં તેલ અથવા ધી ગરમ કરો
|
03:55 | અને કાપેલું ટામેટું સાંતળી લો.
|
03:57 | તેને ઠંડુ થવા દો.
|
04:00 | લસણ, મરચા, મીઠું અને પાણી સાથે બન્ને ને પીસી પેસ્ટ બનાવી લો.
|
04:07 | અળસીના દાણાની ચટણી તૈયાર છે.
|
04:10 | આ ચટણીની બે ચમચી આશરે 133 મીલીગ્રામ મેગ્નેશિયમ પૂરૂ પાડે છે.
|
04:17 | બીજી રેસીપી છે ફણગાવેલા ચોળાના પરાઠા.
|
04:21 | ફણગાવવા માટેની પદ્ધતિ આ ટ્યુટોરીઅલમાં અગાઉ સમજાવેલ છે.
|
04:27 | આ રેસીપી માટે તમને જોઈશે:
|
04:30 | 1/4 કપ ઘઉંનો લોટ
|
04:32 | 2 મોટી ચમચી ફણગાવેલા ચોળા
|
04:36 | 1 મોટી ચમચી તલ
|
04:39 | 1 લીલું મરચું
|
04:40 | 1 ચમચી જીરૂ
|
04:43 | ½ ચમચી હળદર પાવડર
|
04:46 | તમને જોઈશે,
સ્વાદનુસાર મીઠું
|
04:49 | અને બે ચમચી તેલ અથવા ઘી.
|
04:53 | સૌથી પહેલા ફણગાવેલા ચોળામાં લીલું મરચું નાખી, મિક્સરમાં જાડી પેસ્ટ બનાવી લો.
|
05:00 | મિક્સર ઉપલબ્દ્ધ ના હોય તો તમે પથ્થર વડે પણ પીસી શકો છો.
|
05:05 | એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને પછી તલ ઉમેરવા. |
05:11 | તેનો રંગ બદલાય ત્યાર સુધી સાંતળો.
|
05:13 | તેમાં ચોળાની પેસ્ટ ઉમેરી અને બીજી 2 મિનિટ માટે સાંતળો.
|
05:19 | ત્યારબાદ તેમાં મીઠું અને હળદર પાવડર ઉમેરી 5 મિનિટ માટે પકાવવું.
|
05:24 | ઠંડુ થવા બાજુ પર રાખો.
|
05:27 | પરાઠા બનાવવા માટે એક વાસણમાં લોટ લેવો.
|
05:31 | પર્યાપ્ત પાણી ઉમેરી તેને બાંધી લેવો..
|
05:35 | વેલણ વડે તેને વણો.
|
05:39 | તેના પર ચોળાની પેસ્ટ ઉમેરો.
|
05:42 | બધી બાજુથી તેને વાળી લો.
|
05:44 | કોરો લોટ નાખો |
05:46 | અને પારાઠો વણી લો.
|
05:49 | વાસણ ગરમ કરી અને પરાઠાને બન્ને બાજુથી ઘી અથવા તેલ નાખી પકાવી લો.
|
05:55 | ફણગાવેલા ચોળાના પરાઠા તૈયાર છે.
|
05:59 | એક પરાઠામાં આશરે 173 મીલીગ્રામ મેગ્નેશિયમ હોય છે.
|
06:05 | બીજી રેસીપી છે ચણાની દાળનું સુકૂ શાક.
|
06:09 | આ રેસીપી માટે તમને જોઈશે::
|
06:12 | ¼ કપ ફણાગાવેલી ચણાની દાળ
|
06:15 | 1 એક કપ મેથીના પાન
|
06:19 | 1 મધ્યમ કાપેલું ટામેટું
|
06:21 | અને 1 મધ્યમ કાપેલી ડુંગળી
|
06:25 | તમે જોઈશે:
|
06:27 | ½ ચમચી હળદર પાવડર
|
06:29 | ½ ચમચી લાલ મરચું પાવડર,
|
06:31 | 1 મોટી ચમચી શેકેલી સીંગનો પાવડર,
|
06:35 | 1 ચમચી તેલ
|
06:37 | અને સ્વાદનુસાર મીઠું
|
06:39 | પદ્ધતિ:
ફણગાવેલી ચણાની દાળને કુકરમાં બે સીટી વાગાડી પકાવી લો.
|
06:45 | હવા નિકળે ત્યાર સુધી રાહ જુઓ.
|
06:47 | એક વાસણમાં તેલ ગરમ કરો,
|
06:49 | તેમાં ડુંગળી ઉમેરી અને તેનો રંગ બદલાય ત્યાર સુધી તેને સાંતળી લો.
|
06:53 | તેમાં ટામેટા ઉમેરી અને નરમ થાય ત્યાર સુદી તેને પકાવો.
|
06:57 | મેથીના પાન ઉમેરી તેને 5 મિનિટ સુધી પકાવો.
|
07:02 | હવે તેમાં મસાલા, મીઠું અને ફણાગેવેલી ચણાની દાળ ઉમેરી બરાબર હલાવો.
|
07:08 | તેમાં સીંગનો પાવડર ઉમેરો
|
07:11 | વાસણને ઢાંકી અને તેને 5 થી 10 મિનિટ માટે રંધાવા દો.
|
07:15 | ફણગાવેલી ચણાની દાળનૂં સુકૂ શાક તૈયાર છે.
|
07:19 | આ શાકનો ½ વાટકો આશરે 141 મીલીગ્રામ મેગ્નેશિયમ ધરાવે છે.
|
07:26 | છેલ્લી રેસીપી છે તાંદળજાની ભાજીનું શાક.
|
07:30 | આ રેસીપી માટે તમને જોઈશે:
|
07:33 | 100 ગ્રામ ધોયેલી તાંદળજાની ભાજી,
|
07:36 | 4 લસણની કડી,
|
07:38 | 1 નાની ડુંગળી,
|
07:40 | 2 ચમચી ખમણેલું ખોપરૂ,
|
07:43 | 2 લીલા મરચાં,
|
07:45 | હડદર પાવડર
અને સ્વાદનુસાર મીઠું.
|
07:49 | તમને એક ચમચી તેલ પણ જોઈશે.
|
07:53 | પદ્ધતિ:
એક વાસણમાં તેલ ગરમ કરો.
|
07:56 | તેમાં લસણ, લીલા મરચા અને ડુંગળી ઉમેરો
|
08:01 | તેનો રંગ બદલાય ત્યાર સુધી તેને સાંતળો.
|
08:03 | હવે તેમાં તાંદળજાની ભાજી ઉમેરી બરાબર મેળવો.
|
08:07 | તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે પકાવો.
|
08:12 | હળદર અને મીઠું નાખી તેને 1 મિનિટ સુધી પકાવો.
|
08:16 | તેમાં ખમણેલું ખોપરૂ નાખી 5 મિનિટ માટે પકાવો.
|
08:21 | તાંદળજાની ભાજીનું શાક તૈયાર છે.
|
08:25 | આ શાકનો ½ વાટકો આશરે 209 મીલીગ્રામ મેગ્નેશિયમ પૂરૂ પાડે છે.
|
08:31 | સારી તંદુરસ્તી માટે તમારા રોજીંદા ખોરાકમાં મેગ્નિશ્યમથી ભરપુર આ રેસીપીઓ ઉમેરવી.
|
08:37 | આ સાથે આપણે ટ્યુટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.
જોડાવવા બદલ આભાર |