Java/C2/Strings/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:40, 23 June 2014 by Pratik kamble (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે,
00:08 સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું.
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે

ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને

Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે.
00:32 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:40 જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે.
00:44 સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું.
00:50 ચાલો હવે eclipse ઉપર જઈએ.
00:55 આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:00 આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે.
01:07 main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks
01:19 આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે.
01:25 તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે.
01:28 ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ.
01:33 char લાઈન રદ કરો અને ટાઇપ કરો,
01:36 char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c
01:43 char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a
01:49 char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r
01:55 આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે.
01:59 હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ.
02:02 ટાઇપ કરો,
02:04 System.out.print(c1);
02:12 System.out.print(c2);
02:22 System.out.print(c3);
02:31 નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે.
02:39 ફાઈલ સંગ્રહો અને રન કરો.
02:43 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે.
02:46 પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી.
02:50 શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું.
02:54 ચાલો તેનો પ્રયાસ કરીએ.
02:57 મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો,
03:03 String greet ઇકવલ ટુ Hello Learner :
03:16 નોંધ લો કે String શબ્દમાં S અપરકેસમાં છે.
03:19 અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ.
03:25 આ સ્ટેટમેન્ટ greet વેરિયેબલ બનાવે છે જે String ટાઇપનું છે.
03:31 હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ.
03:33 System.out.println(greet);
03:44 ફાઈલ સંગ્રહો અને રન કરો.
03:51 આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે.
03:57 જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે.
04:00 ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય.
04:04 હું મેસેજમાંથી Learner રદ કરું છું.
04:08 આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું.
04:14 String name ઇકવલ ટુ “Java”;
04:22 હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું.
04:28 String msg ઇકવલ ટુ greet plus name ;
04:42 પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો.
04:56 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે.
05:00 પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી.
05:02 તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ.
05:08 char SPACE ઇકવલ ટુ ' સિંગલ અવતરણ ચિહ્ન અંદર space
05:17 નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય.
05:23 તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો.
05:26 હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ.
05:29 greet plus SPACE plus name
05:36 ફાઈલ સંગ્રહો અને રન કરો.
05:40 હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે.
05:45 ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ.
05:50 હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ.
06:05 ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે.
06:11 તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો.
06:18 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી.
06:22 તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ.
06:27 ટાઇપ કરો, greet ઇકવલ ટુ greet.toLowerCase();
06:41 આ સ્ટેટમેન્ટ greet સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે.
06:47 name ઇકવલ ટુ name.toUpperCase();
06:58 આ સ્ટેટમેન્ટ name સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે.
07:03 ફાઇલ સાચવો અને તે રન કરો.
07:08 આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે.
07:13 આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ.
07:18 અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને
07:19 આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું.
07:26 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:29 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:31 સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું,
07:33 અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું.
07:39 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે.
07:41 જાવામાં સ્ટ્રીંગ્સની concat મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ.
07:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07:55 * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:58 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:05 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:07 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:17 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:21 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:28 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:33 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble