Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે ; |
00.37 | પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00.44 | હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.49 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
00.57 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01.03 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.10 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે. |
01.20 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01.28 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.33 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ. |
01.43 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01.51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.58 | આ Material panel છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
02.05 | મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે. |
02.10 | આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. |
02.15 | નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus sign પર ડાબું ક્લિક કરો. |
02.24 | નવા મટીરીયલ ઉમેરવા માટે new પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. |
02.34 | નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus sign પર ડાબું ક્લિક કરો. |
02.41 | આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ White' આપીએ. |
02.46 | ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Material પર ડાબું ક્લિક કરો. |
02.55 | તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો. અને enter દબાવો. |
03.01 | મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે. |
03.06 | આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
03.12 | ID નેમ બારની જમણી બાજુએ plus sign' પર ડાબું ક્લિક કરો. |
03.18 | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ red આપો. |
03.27 | આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે. |
03.31 | પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ. |
03.37 | 'Surface સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. |
03.44 | આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. |
03.48 | Wire મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે. |
03.55 | આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે. |
04.00 | આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું. |
04.09 | Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. |
04.15 | મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે. |
04.20 | આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું. |
04.26 | Halo મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
04.32 | ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. |
04.36 | આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું |
04.42 | નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
04.47 | કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. |
04.52 | રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ |
05.02 | Surface પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. |
05.05 | નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે. |
05.17 | જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે. |
05.22 | Plane |
05.24 | Sphere |
05.26 | Cube |
05.29 | Monkey |
05.32 | Hair |
05.34 | અને Sky. હવે ચાલો મટીરીઅલ નો રંગ સફેદથી લાલમાં બદલીએ. |
05.42 | Diffuse પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો. |
05.49 | કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ. |
05.59 | રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
06.05 | વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો. |
06.11 | મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે. |
06.22 | અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો. |
06.28 | તમે રંગ વર્તુળ નીચે R G અને B નામના ત્રણ બાર જોઈ શકો છો. |
06.35 | ' R' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '1' ટાઈપ કરો અને enter' દબાવો. |
06.43 | ' G ' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ' 0' ટાઈપ કરો અને enter' દબાવો. |
06.52 | ' B' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '0' ટાઈપ કરો અને enter' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે. |
07.05 | એ જ રીતે specular નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો. |
07.14 | હું લીલો પસંદ કરું છું. |
07.17 | તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે. |
07.22 | હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું? |
07.29 | Material ID name bar પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે. |
07.37 | sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Material મેનુ છે. |
07.43 | સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે Red અને White |
07.53 | Whiteપર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે. |
08.00 | Diffuse અને specularબને નીચે Intensityબાર છે. |
08.05 | મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 0.8 છે અને સ્પેક્યુલ્રર માટે 0.5 છે. |
08.15 | આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે. |
08.21 | મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.
|
08.27 | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે. |
08.33 | ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી.
|
08.39 | ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે. |
08.46 | 'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે Lambert મૂળભૂત શેડર છે. |
08.52 | Lambert પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે. |
08.57 | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert પસંદ કરી શકીએ છે. |
09.08 | ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે. |
09.19 | એ જ રીતે, બ્લેન્ડર માં 'Cooktorr' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. |
09.25 | Cooktorrપર ડાબું ક્લિક કરો. આ Specular Shader menu છે. |
09.32 | Blinn અને phong સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે. |
09.40 | Hardness' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે. |
09.48 | 'Hardness 50 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો. |
09.57 | પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે. |
10.04 | ફરીથી'Hardness 100 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો.
|
10.133 | હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે. |
10.20 | તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે. |
10.25 | બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
10.29 | હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ; |
10.33 | ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો. |
10.39 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10.48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
11.08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
10.11 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
11.14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11.19 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
11.25 | જોડાવા બદ્દલ આભાર |
11.27 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |