Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:04 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00:15 આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી.
00:28 આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે?
00:33 પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે ;
00:37 પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે?
00:44 હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે.
00:49 જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
00:57 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01:03 પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી.
01:10 ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ.
01:14 પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે.
01:20 પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો.
01:28 આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
01:33 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ.
01:43 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
01:51 પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો.
01:58 Material panel છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે.
02:05 મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે.
02:10 આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે.
02:15 નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus sign પર ડાબું ક્લિક કરો.
02:24 નવા મટીરીયલ ઉમેરવા માટે new પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે.
02:34 નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus sign પર ડાબું ક્લિક કરો.
02:41 આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ White' આપીએ.
02:46 ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Material પર ડાબું ક્લિક કરો.
02:55 તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો. અને enter દબાવો.
03:01 મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે.
03:06 આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે.
03:12 ID નેમ બારની જમણી બાજુએ plus sign' પર ડાબું ક્લિક કરો.
03:18 મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ red આપો.
03:27 આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે.
03:31 પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ.
03:37 'Surface સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે.
03:44 આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે.
03:48 Wire મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે.
03:55 આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે.
04:00 આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું.
04:09 Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે.
04:15 મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે.
04:20 આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું.
04:26 Halo મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે.
04:32 ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે.
04:36 આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું
04:42 નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી.
04:47 કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે.
04:52 રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ
05:02 Surface પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું.
05:05 નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે.
05:17 જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે.
05:22 Plane
05:24 Sphere
05:26 Cube
05:29 Monkey
05:32 Hair
05:34 અને Sky. હવે ચાલો મટીરીઅલ નો રંગ સફેદથી લાલમાં બદલીએ.
05:42 Diffuse પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો.
05:49 કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ.
05:59 રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો.
06:05 વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો.
06:11 મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે.
06:22 અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો.
06:28 તમે રંગ વર્તુળ નીચે R G અને B નામના ત્રણ બાર જોઈ શકો છો.
06:35 ' R' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '1' ટાઈપ કરો અને enter' દબાવો.
06:43 ' G ' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ' 0' ટાઈપ કરો અને enter' દબાવો.
06:52 ' B' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '0' ટાઈપ કરો અને enter' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે.
07:05 એ જ રીતે specular નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો.
07:14 હું લીલો પસંદ કરું છું.
07:17 તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે.
07:22 હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું?
07:29 Material ID name bar પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે.
07:37 sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Material મેનુ છે.
07:43 સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે Red અને White
07:53 Whiteપર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે.
08:00 Diffuse અને specularબને નીચે Intensityબાર છે.
08:05 મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 0.8 છે અને સ્પેક્યુલ્રર માટે 0.5 છે.
08:15 આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે.
08:21 મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.


08:27 ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે.
08:33 ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી.
08:39 ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે.
08:46 'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે Lambert મૂળભૂત શેડર છે.
08:52 Lambert પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે.
08:57 અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert પસંદ કરી શકીએ છે.
09:08 ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે.
09:19 એ જ રીતે, બ્લેન્ડર માં 'Cooktorr' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે.
09:25 Cooktorrપર ડાબું ક્લિક કરો. આ Specular Shader menu છે.
09:32 Blinn અને phong સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે.
09:40 Hardness' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે.
09:48 'Hardness 50 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો.
09:57 પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે.
10:04 ફરીથી'Hardness 100 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો.
10:13 હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે.
10:20 તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે.
10:25 બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું.
10:29 હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ;
10:33 ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો.
10:39 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
11:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
10:11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
11:14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11:19 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
11:25 જોડાવા બદ્દલ આભાર
11:27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana