Advanced-Cpp/C2/Abstract-Class/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:01, 1 October 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | C++ માં abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) અને pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | *Abstract Class (એબસ્ટ્રેક્ટ ક્લાસો) |
00:11 | *Pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) |
00:13 | * આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:19 | *ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10 |
00:23 | *g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:27 | ચાલો abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) નાં પરિચયથી શરૂઆત કરીએ. |
00:31 | abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) હમેશા એક base class (બેઝ ક્લાસ) છે. |
00:35 | તે ઓછામાં ઓછું એક pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) ધરાવે છે. |
00:39 | આપણે abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) નું દ્રષ્ટાંત બનાવી શકતા નથી. |
00:43 | ચાલો pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) જોઈએ. |
00:45 | pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) એ body (બોડી) વિનાનું એક ફંક્શન છે. |
00:49 | તે base class (બેઝ ક્લાસ) માં વ્યાખ્યિત કરાયું નથી. |
00:52 | તે આપેલ રીતે જાહેર થાય છે: |
00:54 | virtual void virtualfunname()=0; |
01:00 | derived class (ડીરાઇવ્ડ ક્લાસ) એ ફંક્શનને ઓવરરાઈડ કરવું જોઈએ. |
01:04 | નહીતર compiler (કમ્પાઈલર) એરર આપશે. |
01:07 | ફંક્શનનું અમલીકરણ કરવું derived class (ડીરાઇવ્ડ ક્લાસ) સુધી મર્યાદિત છે. |
01:11 | ચાલો એક ઉદાહરણ જોઈએ. |
01:13 | એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. |
01:16 | હું તે ખોલીશ. |
01:18 | આપણી ફાઈલનું નામ abstract.cpp છે તેની નોંધ લો. |
01:22 | આ ઉદાહરણમાં સમાવેશ થાય છે બે ક્રમાંકોનો સરવાળો અને બાદબાકી કરવું. |
01:28 | ચાલો કોડ મારફતે જઈએ. |
01:30 | iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે. |
01:33 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ. |
01:36 | આ abstractinterface નામનાં ક્લાસ માટે ડીકલેરેશન છે. |
01:41 | ત્યારબાદ આપણી પાસે છે public specifier (પબ્લિક સ્પેસીફાયર). |
01:44 | આમાં આપણે "numbers" કહેવાતું એક virtual function (વર્ચ્યુઅલ ફંક્શન) જાહેર કર્યું છે. |
01:49 | તેને 0 પર ઈનીશલાઈઝ કરાયું છે. |
01:51 | ત્યારબાદ આપણી પાસે છે non-virtual function (બિન-વર્ચ્યુઅલ ફંક્શન). |
01:55 | અને a અને b તરીકે બે integer variables (ઇન્ટીજર વેરીએબલો). |
01:59 | અહીં આપણે input function (ઈનપુટ ફંક્શન) એક્સેસ કરીએ છીએ. |
02:01 | આમાં આપણે a અને b આ ક્રમાંકો સ્વીકારીએ છીએ. |
02:05 | આ છે add નામનો derived class (ડીરાઇવ્ડ ક્લાસ). |
02:09 | તે બેઝ ક્લાસ abstractinterface નાં પ્રોપર્ટીની વારસાઈ લે છે. |
02:14 | અહીં આપણે ફંક્શન numbers ને ઓવરરાઈડ કરીએ છીએ. |
02:18 | આમાં આપણે a અને b આ બે ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ. |
02:21 | અને પરિણામ ઇન્ટીજર વેરીએબલ sum માં સંગ્રહીએ છીએ. |
02:25 | ત્યારબાદ આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ. |
02:27 | અહીં આપણી પાસે sub તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે. |
02:31 | આ પણ બેઝ ક્લાસ abstractinterface ની વારસાઈ લે છે. |
02:35 | આમાં, ફરીથી, આપણે ફંક્શન numbers ને ઓવરરાઈડ કરીએ છીએ. |
02:39 | અને અહીં આપણે a અને b આ બે ક્રમાંકોની બાદબાકી ગણતરી કરીએ છીએ. |
02:43 | ત્યારબાદ મળેલ તફાવતને પ્રીંટ કરીએ છીએ. |
02:45 | આ આપણું main ફંક્શન છે. |
02:48 | અહીં આપણે obj1 તરીકે ક્લાસ add નો ઓબજેક્ટ બનાવીએ છીએ. |
02:53 | ત્યારબાદ આપણે ઓબજેક્ટ obj1 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો input અને numbers બોલાવીએ છીએ. |
02:59 | આપણે obj2 તરીકે બીજા એક ક્લાસ sub નો ઓબજેક્ટ બનાવીએ છીએ. |
03:04 | ફરીથી, આપણે obj2 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો બોલાવીએ છીએ. |
03:08 | અને આ આપણું return (રીટર્ન) સ્ટેટમેંટ છે. |
03:10 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:13 | તમારા કીબોર્ડ પર, એકસાથે Ctrl, Alt અને T કી દાબીને ને ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:21 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો:
g++ space abstract dot cpp space hypheno space abs |
03:31 | Enter દબાવો. |
03:32 | ટાઈપ કરો:
dot slash abs |
03:34 | Enter દબાવો. |
03:36 | તે આપેલ રીતે દર્શાવે છે
Enter the numbers |
03:38 | હું દાખલ કરીશ 9 અને 4. |
03:42 | આઉટપુટ આ રીતે દેખાય છે Sum is 13 |
03:46 | ફરીથી આપણને દેખાય છે Enter the numbers. |
03:49 | હું દાખલ કરીશ 8 અને 3. |
03:52 | આઉટપુટ આ રીતે દેખાય છે Diff is 5 |
03:56 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
03:59 | આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
04:01 | સારાંશમાં, |
04:03 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
04:04 | Abstract class (એબસ્ટ્રેક્ટ ક્લાસ) ઉ.દા.ક્લાસ abstractinterface.(એબ્સટ્રેક ઇન્ટરફેસ) |
04:09 | Pure virtual function (પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન) ઉ.દા. virtual void numbers()=0; |
04:14 | એસાઇનમેંટ તરીકે
|
04:17 | *Info તરીકે એક પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવો. |
04:20 | *ફંક્શનમાં વિદ્યાર્થીનાં name અને roll no સ્વીકારો. |
04:25 | *બે ડીરાઇવ્ડ ક્લાસ marks અને sports બનાવો. |
04:29 | *marks માં, ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારો. |
04:32 | *sports માં, રમતમાં મેળવેલ ગુણ દાખલ કરો. |
04:35 | *total marks (કુલ ગુણ) ગણતરી કરો. |
04:38 | *ત્યારબાદ result નામનો બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ બનાવો. |
04:41 | *આમાં, વિદ્યાર્થીનાં name, roll-no, total marks દર્શાવો. |
04:47 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
04:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:53 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
04:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05:03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05:07 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
05:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05:18 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
05:25 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
05:30 | IIT Bombay તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છું.
જોવાબદ્દલ આભાર. |