Difference between revisions of "KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 318: | Line 318: | ||
|- | |- | ||
| 06.40 | | 06.40 | ||
− | |+5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. | + | | +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 11:55, 26 November 2013
Time | Narration
|
00.01 | "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ. |
00.12 | પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00.16 | બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે. |
00.19 | ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે. |
00.22 | અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે. |
00.27 | આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે, |
00.32 | જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00.35 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ, |
00.40 | KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. |
00.49 | આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે. |
00.56 | આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું. |
01.04 | KiCad શરુ કરવા માટે, |
01.05 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ. |
01.08 | પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે. |
01.12 | સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો. |
01.19 | KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે. |
01.22 | નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે. |
01.30 | એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો. |
01.35 | તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1. |
01.42 | નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે. |
01.47 | વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.
|
01.52 | હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો. |
01.58 | Save ઉપર ક્લિક કરો. |
02.01 | સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે. |
02.06 | ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું. |
02.10 | KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે |
02.19 | EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે. |
02.23 | એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી. |
02.28 | Ok ઉપર ક્લિક કરો. |
02.32 | આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ. |
02.35 | EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ. |
02.38 | Place a component બટન પર ક્લિક કરો. |
02.42 | હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો. |
02.46 | component selection વિન્ડો ખુલશે. |
02.49 | હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું. |
02.56 | component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો. |
03.05 | તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે. |
03.11 | આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03.14 | આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે. |
03.19 | તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે. |
03.22 | સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો. |
03.27 | વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો. |
03.35 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો. |
03.39 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો. |
03.46 | તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી. |
03.56 | જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ. |
04.00 | Show hidden pins બટન પર ક્લિક કરો. |
04.04 | હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું. |
04.09 | આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. |
04.13 | તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો. |
04.21 | name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો. |
04.26 | રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે. |
04.32 | સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો. |
04.37 | આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે. |
04.39 | આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ. |
04.42 | પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું. |
04.48 | કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો. |
05.01 | કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે. |
05.05 | સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો. |
05.11 | આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે. |
05.16 | આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો. |
05.22 | ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે. |
05.27 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
05.30 | શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે. |
05.36 | અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે. |
05.40 | આ વિન્ડો બંધ કરો. |
05.43 | component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો. |
05.49 | આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે. |
05.53 | ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06.00 | સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06.06 | આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે. |
06.10 | component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06.17 | હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.
|
06.22 | EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
06.29 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો. |
06.34 | List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો. |
06.40 | +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. |
06.48 | EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો |
06.52 | એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે, |
06.54 | યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો |
07.01 | ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું. |
07.08 | બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે. |
07.14 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો. |
07.19 | List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો. |
07.24 | conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07.31 | નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07.41 | બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે |
07.48 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
07.56 | હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું. |
08.01 | આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું. |
08.04 | કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો. |
08.15 | આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું. |
08.28 | આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું. |
08.40 | હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું. |
08.45 | કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ |
08.48 | EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો. |
08.56 | હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું. |
08.58 | આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું. |
09.11 | હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 મી પિન જોડીશું. |
09.18 | આઇસી 555 ની 7 મી પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો. |
09.30 | નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે. |
09.35 | મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે. |
09.39 | હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ. |
09.44 | હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
09.53 | એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો. |
10.04 | હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ. |
10.18 | ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ. |
10.22 | અને પછી હું Open પર ક્લિક કરીશ. |
10.29 | હું Open પર ક્લિક કરીશ. |
10.33 | અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે. |
10.36 | હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું. |
10.39 | એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે. |
10.43 | ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે. |
10.50 | EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો. |
10.58 | આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે. |
11.02 | આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો. |
11.05 | Annotation બટન પર ક્લિક કરો. |
11.09 | આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે. |
11.13 | OK ઉપર ક્લિક કરો. |
11.15 | Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો. |
11.20 | નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે. |
11.30 | File ઉપર ક્લિક કરો. |
11.37 | અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો. |
11.43 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11.48 | આ EESchema વિન્ડો બંધ કરશે. |
11.50 | હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.
|
11.53 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11.56 | આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે. |
12.01 | ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ, |
12.05 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
12.07 | સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું, |
12.11 | સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન. |
12.15 | નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. |
12.17 | component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો. |
12.24 | શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો. |
12.31 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12.35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12.37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
12.43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12.45 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12.48 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12.52 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12.59 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13.03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.09 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
13.13 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13.20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
13.25 | જોડાવા બદ્દલ આભાર. |