Difference between revisions of "Health-and-Nutrition/C2/Breast-crawl/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border = 1 | ''' Time ''' | '''Narration''' |- | 00:00 | '''Breast crawl''' ની રીતના '''spoken tutorial ''' માં સ્વાગત છે. |-...") |
|||
Line 343: | Line 343: | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | + | | '''IIT Bombay''' તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
જોડાવાબદ્દલ આભાર. | જોડાવાબદ્દલ આભાર. | ||
− | + | |- | |
|} | |} |
Latest revision as of 18:11, 25 August 2020
Time | Narration |
00:00 | Breast crawl ની રીતના spoken tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, બ્રેસ્ટ ક્રોવ્લ શું છે |
00:10 | બ્રેસ્ટ ક્રોવ્લ માટેની રીત અને |
00:13 | બ્રેસ્ટ ક્રોવ્લનું મહત્વ |
00:18 | ચાલો પહેલા સમજીએ, કે breast crawl શું છે? |
00:23 | બાળક સાહજિક આહાર લેવાનાં વર્તન સાથે જન્મ લે છે. |
00:28 | પ્રસુતિનાં તુરત બાદ, માતાનાં ખુલ્લા પેટ પર બાળકને મુકવાથી તે તેનાં માતાની છાતી શોધી શકે છે અને ધાવણની શરુઆત કરી શકે છે. |
00:40 | આ સમગ્ર પ્રક્રિયાને 'Breast Crawl’ કહેવાય છે. |
00:46 | આ વાતની નોંધ લો કે, Breast crawl પ્રાકૃતિક અથવા સિઝેરિયન બંનેમાંથી કોઈપણ પ્રસુતિ દ્વારા પુરા માસે જન્મ લીધેલ સ્થિર બાળકો માટે કરી શકાવાય છે. |
00:58 | અને જે જન્મનાં તુરત પછી ખુબ રડ્યા હોય છે. |
01:03 | ઓછા વજન ધરાવતા અસ્થિર બાળકોને બ્રેસ્ટ ક્રોવ્લ કરવામાં આવતું નથી, કારણ કે તે શ્વસન સંબંધી સમસ્યાથી પીડાતા હોઈ શકે છે જેમ કે શ્વાસોચ્છવાસની અડચણ. |
01:15 | હવે, આપણે પ્રક્રિયા શીખીશું અને પછીથી બ્રેસ્ટ ક્રોવ્લ માટે મહત્વ જાણીશું. |
01:22 | પહેલા, ખાતરી કરી લો કે- પ્રસુતિ ગૃહનું તાપમાન લગભગ ૨૬ અંશ સેલ્સીઅસ હોય. |
01:29 | આગળ આવે છે બાળકને તેની માતાનાં ખુલ્લા પેટ પર મુકીને સ્વચ્છ કરવું. |
01:35 | ચોખ્ખા સુકા કપડા વડે બાળકનાં હાથને છોડીને સંપૂર્ણ શરીરને સાફ કરવું. |
01:42 | યાદ રાખો- બાળકનાં હાથ ભિના રાખવા જોઈએ. |
01:46 | સાફ કરતી વખતે બાળકની ચામડી પરથી રક્ષણાત્મક સફેદ આવરણને નીકાળવું નહી. |
01:53 | તાપમાન ઠંડુ હોવા પર તે બાળકને રક્ષણ આપે છે. |
01:56 | બાળકને સાફ કર્યા બાદ ભિનું કપડું કાઢી દો. |
02:01 | બાળકને સુકાવ્યા બાદ જન્મ પરિચારકને નાળનાં ધબકારાનો અનુભવ થવો જોઈએ. |
02:08 | ધબકારા બંધ થયા પછીથી, તેણે નાળ કાપવી જોઈએ. |
02:13 | આગળ, બાળકને તેની માતાનાં ખુલ્લા પેટ પર એ રીતે મુકો કે બાળકનું પેટ માતાનાં પેટ સાથે અડેલું હોય. |
02:22 | તેનું માથું માતાની વણધોવાયેલી છાતી વચ્ચે મુકવું જોઈએ. |
02:26 | તેનું મોઢું તેની માતાની છાતી નીચે હોવું જોઈએ. |
02:30 | હવે બાળક breast crawl માટે યોગ્ય રીતે ગોઠવાયું છે. |
02:37 | જો કે નવજાત બાળક માટે આગળ વધવું એ અત્યંત પ્રાકૃતિક છે તેથી, તે સરળતાથી માતાની છાતી તરફ આગળ સરકી શકે છે. |
02:46 | આગળ જે વસ્તુ કરવી છે તે- બાળક અને માતાને ચોખ્ખું સુકું કપડું ઓઢાવવું જેથી તેમને હુંફ મળે, |
02:54 | બાળકનાં માથે ટોપી નાખવી. |
02:57 | કૃપા કરી નોંધ લો- આગળ આવનાર ચિત્રોમાં અમે ટોપી અને કપડા દર્શાવ્યા નથી. |
03:04 | આનાથી અમને breast crawl દરમ્યાન બાળકની સ્થિતીનું સ્પષ્ટપણે અવલોકન કરવામાં મદદ મળશે. |
03:10 | બાળકને કપડા વડે સુકવ્યા બાદ- માતાએ બાળકની પીઠને તેના હાથ વડે આધાર આપવો જોઈએ. |
03:18 | ચાલો બાળકની ક્ષમતાઓની ચર્ચા કરીએ જે બ્રેસ્ટ ક્રોવ્લમાં મદદ કરે છે, |
03:24 | પ્રસુતિ બાદ બાળક અત્યંત સચેત તથા નાજુક હોય છે. |
03:29 | તેનાં અસ્વચ્છ હાથનાં ગંધથી તેની લાળ પડે એટલું તે ઉત્તેજિત થાય છે. |
03:35 | સાથે જ એ બાળક, જેની દૃષ્ટિ મર્યાદિત હોય છે, છતાં પણ તેની માતાનો ચહેરો અને એરીઓલા જોઈ શકે છે. |
03:43 | એરીઓલા એ ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે. |
03:47 | આખરે, બાળક ખસવાનું શરુ કરે છે- તેનાં હાથ અને પગનો ઉપયોગ કરીને, તે ધીમે ધીમે તેની માતાની છાતી તરફે સરકે છે. |
03:57 | જો કે, કેટલાક બાળકો ક્રોવ્લ કરવાનું તુરત ચાલુ કરી દે છે અને કેટલાક સમય લે છે. |
04:04 | છાતી પર પહોંચ્યા બાદ, બાળક પહેલા તેનાં હાથ વડે છાતીને પકડવાનો પ્રયાસ કરે છે. |
04:12 | જ્યાં સુધી બાળક તેનું પહેલું ધાવણ ના કરે ત્યાં સુધી તેને અને માતાને ખલેલ ન પહોંચાડો. |
04:20 | જન્મ પરિચારક અને માતા, બંનેએ આ પ્રક્રિયા દરમ્યાન ધીરજ રાખવવી જોઈએ. |
04:27 | બાળક તેનાં પહેલા ધાવણ માટે માતાની છાતી સુધી પહોંચવા માટે ૩૦-૬૦ મિનીટનો સમય લઇ શકે છે. |
04:35 | ધવડાવવાની શરૂઆત કરતી વખતે- બાળક તેનું મોઢું મોટુ ખોલશે અને તેની માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાશે. |
04:45 | ધાવણ પૂર્ણ કર્યા બાદ, બાળકને એ સ્થિતીમાં એક કલાક જેટલું રહેવા દો. |
04:52 | આવું કરવાથી, બાળક અને માતા વચ્ચેનાં સંબંધમાં સુધારો કરવામાં મદદ મળે છે. |
04:58 | જો કે માતાએ જો કોઈપણ દવાઓ લીધી હોય તો કૃપા કરી તેનાં દાકતરની સલાહ લો. |
05:05 | કેટલીકવાર કદાચિત એવું થઇ શકે છે કે પ્રસુતિ પછી, માતાને પ્રસુતિ ગૃહમાંથી અન્ય ગૃહમાં ખસેડવામાં આવી શકે છે. |
05:13 | આવા કિસ્સામાં, માતાને બીજા ગૃહમાં ખસેડ્યા પછીથી- માતા અને બાળકને ચામડીથી ચામડી તુરત સંપર્ક કરવો, જે માટે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે બાળકને માતાનાં ખુલ્લા પેટ પર મુકો. |
05:29 | હવે ચાલો સિઝેરિયન વિભાગ દ્વારા જન્મ લીધેલ બાળકો માટે breast crawl ચર્ચા કરીએ- |
05:35 | આવું કરવા માટે: બાળકને તેની માતાના પેટની બદલે છાતી પર એ રીતે મુકવું જોઈએ કે- બાળકનાં પગ માતાનાં માથાની તરફે હોવા જોઈએ. |
05:47 | છાતી અને પેટ માથાનાં ખભા પર હોવા જોઈએ અને મોઢું છાતી પર હોવું જોઈએ. |
05:54 | ઓપરેશન થિયેટરમાં બાળકને શક્ય તેટલા લાંબા સમય સુધી છાતીથી દૂધ પીવા દો. |
05:59 | યાદ રાખો- પ્રસુતિ બાદ ચામડીથી ચામડીનો સંપર્ક ખુબ મહત્વનો છે ત્યારબાદ બીજી અન્ય નવજાત સંભાળ. |
06:09 | નોંધ લો- breast crawl નાં પૂર્ણ થયા પછીથી જ, પ્રસુતિ પછીની નવજાત સંભાળ આપવી જોઈએ. |
06:17 | હવે, ચાલો નવજાત બાળક માટે breast crawl ના મહત્વની ચર્ચા કરીએ. |
06:23 | બ્રેસ્ટ ક્રોવ્લ બાળકને માતાનું પહેલું દૂધ જેને colostrum કહેવાય છે તે મેળવવામાં સક્રિય કરે છે. |
06:29 | તેનો રંગ પીળાશ પડતો હોય છે અને ઘટ્ટ હોય છે. |
06:33 | નોંધ લો, પ્રસુતિ પછી- જેમ જેમ બાળક કોલોસ્ટ્રમ્પ ધાવશે તેમ તેમ તેની માત્રા વધશે. |
06:43 | બાળક આ પ્રમાણે ઉપભોગ ધાવશે પહેલા દિવશે 5 મિલીલીટર, |
06:47 | બીજા દિવશે ૧૦ મિલીલીટર, |
06:50 | ત્રીજા દિવશે ૨૫ મિલીલીટર, |
06:53 | ચોથા દિવશે ૪૦ મિલીલીટર અને પાંચમાં દિવશે ૫૫ મિલીલીટર, જે દરેક ધાવણ વખતે દરેક છાતીમાંથી આવશે. |
07:05 | નવજાત બાળક માટે આ પુરતું છે. |
07:09 | તેથી બાળકને કોલોસ્ટ્રમ્પ સિવાય અતિરિક્ત કંઈપણ આપવું ન જોઈએ. |
07:15 | કોલોસ્ટ્રમ્પ એ બાળક માટે પહેલી રસી સમાન છે, અને ચેપ સામે લડત આપનાર પ્રોટીન ધરાવે છે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. |
07:27 | માતાની પ્રસુતિ બાદ બાળક માટે તે ઉર્જાનો પ્રથમ સ્ત્રોત છે, |
07:33 | સાથે જ Colostrum લોહીનાં નીચા glucose સ્તરથી બચાવે છે. |
07:37 | તે બાળકની અન્ય શરીર પ્રક્રિયાઓને જાળવી રાખવામાં મદદ કરે છે. |
07:42 | તે સ્વસ્થ બુદ્ધિના વિકાસને આધાર આપે છે. |
07:46 | તે બાળકને તેનાં પ્રથમ મળત્યાગ માટે મદદ કરે છે. |
07:50 | Breast crawl સાથે જ બાળકને તેની માતા સાથેનાં ચામડીથી ચામડીના સંપર્ક લીધે હુંફ આપે છે. |
07:57 | માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાવાનું બાળક પોતેથી શીખી લે છે. |
08:04 | Breast crawl વડે માતાનાં સ્વસ્થ સૂક્ષ્મજીવાણું તેનાં બાળકમાં પસાર થાય છે, |
08:08 | આ સૂક્ષ્મજીવાણું બાળકનાં આંતરડામાં પ્રવેશે છે અને ચેપ સામે લડત આપે છે. |
08:13 | જેથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. |
08:18 | Breast crawl સાથે જ પ્રેમની અનુભૂતિ અને બાળકની સુરક્ષા પ્રદાન કરે છે અને માતા અને તેનાં બાળક વચ્ચે તેમનાં સંબંધનું બંધાણ પ્રારંભ કરે છે. |
08:29 | breast crawl નાં ફાયદાઓ માતાને પણ થાય છે |
08:34 | બાળકનાં પગનાં હલનચલન વડે માતાનાં ગર્ભાશય પર દબાણ પડે છે, આ દબાણ વડે ગર્ભાશયનાં સંકોચનમાં અને પ્લાસેંટાનાં નિકાલમાં મદદ મળે છે. |
08:45 | ધાવણની શરૂઆતથી માતાનાં શરીરમાં oxytocin વધે છે. |
08:51 | oxytocin માં વધારો થવાથી પણ પ્લાસેંટાનાં નિકાલમાં મદદ મળે છે. |
08:56 | આમ, breast crawl લોહી નો પ્રવાહ ઓછો કરે છે અને માતામાં anaemia થતો અટકાવે છે. |
09:03 | Anaemia એક એવી સ્થિતી છે જેમાં લોહીના લાલ કણોની સંખ્યા ઓછી થઇ જાય છે. |
09:08 | આનાથી માતાને થાક અને અશક્તિનો અનુભવ થાય છે. |
09:13 | તેથી, breast crawl એ ઉચ્ચ ફાયદાકારક પ્રાકૃતિક પ્રક્રિયા છે જે માતા અને તેનાં બાળક બંને માટે છે, |
09:21 | breast crawl પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
09:26 | IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |