Health-and-Nutrition/C2/Breast-crawl/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Breast crawl ની રીતના spoken tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું, બ્રેસ્ટ ક્રોવ્લ શું છે
00:10 બ્રેસ્ટ ક્રોવ્લ માટેની રીત અને
00:13 બ્રેસ્ટ ક્રોવ્લનું મહત્વ
00:18 ચાલો પહેલા સમજીએ, કે breast crawl શું છે?
00:23 બાળક સાહજિક આહાર લેવાનાં વર્તન સાથે જન્મ લે છે.
00:28 પ્રસુતિનાં તુરત બાદ, માતાનાં ખુલ્લા પેટ પર બાળકને મુકવાથી તે તેનાં માતાની છાતી શોધી શકે છે અને ધાવણની શરુઆત કરી શકે છે.
00:40 આ સમગ્ર પ્રક્રિયાને 'Breast Crawl’ કહેવાય છે.
00:46 આ વાતની નોંધ લો કે, Breast crawl પ્રાકૃતિક અથવા સિઝેરિયન બંનેમાંથી કોઈપણ પ્રસુતિ દ્વારા પુરા માસે જન્મ લીધેલ સ્થિર બાળકો માટે કરી શકાવાય છે.
00:58 અને જે જન્મનાં તુરત પછી ખુબ રડ્યા હોય છે.
01:03 ઓછા વજન ધરાવતા અસ્થિર બાળકોને બ્રેસ્ટ ક્રોવ્લ કરવામાં આવતું નથી, કારણ કે તે શ્વસન સંબંધી સમસ્યાથી પીડાતા હોઈ શકે છે જેમ કે શ્વાસોચ્છવાસની અડચણ.
01:15 હવે, આપણે પ્રક્રિયા શીખીશું અને પછીથી બ્રેસ્ટ ક્રોવ્લ માટે મહત્વ જાણીશું.
01:22 પહેલા, ખાતરી કરી લો કે- પ્રસુતિ ગૃહનું તાપમાન લગભગ ૨૬ અંશ સેલ્સીઅસ હોય.
01:29 આગળ આવે છે બાળકને તેની માતાનાં ખુલ્લા પેટ પર મુકીને સ્વચ્છ કરવું.
01:35 ચોખ્ખા સુકા કપડા વડે બાળકનાં હાથને છોડીને સંપૂર્ણ શરીરને સાફ કરવું.
01:42 યાદ રાખો- બાળકનાં હાથ ભિના રાખવા જોઈએ.
01:46 સાફ કરતી વખતે બાળકની ચામડી પરથી રક્ષણાત્મક સફેદ આવરણને નીકાળવું નહી.
01:53 તાપમાન ઠંડુ હોવા પર તે બાળકને રક્ષણ આપે છે.
01:56 બાળકને સાફ કર્યા બાદ ભિનું કપડું કાઢી દો.
02:01 બાળકને સુકાવ્યા બાદ જન્મ પરિચારકને નાળનાં ધબકારાનો અનુભવ થવો જોઈએ.
02:08 ધબકારા બંધ થયા પછીથી, તેણે નાળ કાપવી જોઈએ.
02:13 આગળ, બાળકને તેની માતાનાં ખુલ્લા પેટ પર એ રીતે મુકો કે બાળકનું પેટ માતાનાં પેટ સાથે અડેલું હોય.
02:22 તેનું માથું માતાની વણધોવાયેલી છાતી વચ્ચે મુકવું જોઈએ.
02:26 તેનું મોઢું તેની માતાની છાતી નીચે હોવું જોઈએ.
02:30 હવે બાળક breast crawl માટે યોગ્ય રીતે ગોઠવાયું છે.
02:37 જો કે નવજાત બાળક માટે આગળ વધવું એ અત્યંત પ્રાકૃતિક છે તેથી, તે સરળતાથી માતાની છાતી તરફ આગળ સરકી શકે છે.
02:46 આગળ જે વસ્તુ કરવી છે તે- બાળક અને માતાને ચોખ્ખું સુકું કપડું ઓઢાવવું જેથી તેમને હુંફ મળે,
02:54 બાળકનાં માથે ટોપી નાખવી.
02:57 કૃપા કરી નોંધ લો- આગળ આવનાર ચિત્રોમાં અમે ટોપી અને કપડા દર્શાવ્યા નથી.
03:04 આનાથી અમને breast crawl દરમ્યાન બાળકની સ્થિતીનું સ્પષ્ટપણે અવલોકન કરવામાં મદદ મળશે.
03:10 બાળકને કપડા વડે સુકવ્યા બાદ- માતાએ બાળકની પીઠને તેના હાથ વડે આધાર આપવો જોઈએ.
03:18 ચાલો બાળકની ક્ષમતાઓની ચર્ચા કરીએ જે બ્રેસ્ટ ક્રોવ્લમાં મદદ કરે છે,
03:24 પ્રસુતિ બાદ બાળક અત્યંત સચેત તથા નાજુક હોય છે.
03:29 તેનાં અસ્વચ્છ હાથનાં ગંધથી તેની લાળ પડે એટલું તે ઉત્તેજિત થાય છે.
03:35 સાથે જ એ બાળક, જેની દૃષ્ટિ મર્યાદિત હોય છે, છતાં પણ તેની માતાનો ચહેરો અને એરીઓલા જોઈ શકે છે.
03:43 એરીઓલા એ ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે.
03:47 આખરે, બાળક ખસવાનું શરુ કરે છે- તેનાં હાથ અને પગનો ઉપયોગ કરીને, તે ધીમે ધીમે તેની માતાની છાતી તરફે સરકે છે.
03:57 જો કે, કેટલાક બાળકો ક્રોવ્લ કરવાનું તુરત ચાલુ કરી દે છે અને કેટલાક સમય લે છે.
04:04 છાતી પર પહોંચ્યા બાદ, બાળક પહેલા તેનાં હાથ વડે છાતીને પકડવાનો પ્રયાસ કરે છે.
04:12 જ્યાં સુધી બાળક તેનું પહેલું ધાવણ ના કરે ત્યાં સુધી તેને અને માતાને ખલેલ ન પહોંચાડો.
04:20 જન્મ પરિચારક અને માતા, બંનેએ આ પ્રક્રિયા દરમ્યાન ધીરજ રાખવવી જોઈએ.
04:27 બાળક તેનાં પહેલા ધાવણ માટે માતાની છાતી સુધી પહોંચવા માટે ૩૦-૬૦ મિનીટનો સમય લઇ શકે છે.
04:35 ધવડાવવાની શરૂઆત કરતી વખતે- બાળક તેનું મોઢું મોટુ ખોલશે અને તેની માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાશે.
04:45 ધાવણ પૂર્ણ કર્યા બાદ, બાળકને એ સ્થિતીમાં એક કલાક જેટલું રહેવા દો.
04:52 આવું કરવાથી, બાળક અને માતા વચ્ચેનાં સંબંધમાં સુધારો કરવામાં મદદ મળે છે.
04:58 જો કે માતાએ જો કોઈપણ દવાઓ લીધી હોય તો કૃપા કરી તેનાં દાકતરની સલાહ લો.
05:05 કેટલીકવાર કદાચિત એવું થઇ શકે છે કે પ્રસુતિ પછી, માતાને પ્રસુતિ ગૃહમાંથી અન્ય ગૃહમાં ખસેડવામાં આવી શકે છે.
05:13 આવા કિસ્સામાં, માતાને બીજા ગૃહમાં ખસેડ્યા પછીથી- માતા અને બાળકને ચામડીથી ચામડી તુરત સંપર્ક કરવો, જે માટે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે બાળકને માતાનાં ખુલ્લા પેટ પર મુકો.
05:29 હવે ચાલો સિઝેરિયન વિભાગ દ્વારા જન્મ લીધેલ બાળકો માટે breast crawl ચર્ચા કરીએ-
05:35 આવું કરવા માટે: બાળકને તેની માતાના પેટની બદલે છાતી પર એ રીતે મુકવું જોઈએ કે- બાળકનાં પગ માતાનાં માથાની તરફે હોવા જોઈએ.
05:47 છાતી અને પેટ માથાનાં ખભા પર હોવા જોઈએ અને મોઢું છાતી પર હોવું જોઈએ.
05:54 ઓપરેશન થિયેટરમાં બાળકને શક્ય તેટલા લાંબા સમય સુધી છાતીથી દૂધ પીવા દો.
05:59 યાદ રાખો- પ્રસુતિ બાદ ચામડીથી ચામડીનો સંપર્ક ખુબ મહત્વનો છે ત્યારબાદ બીજી અન્ય નવજાત સંભાળ.
06:09 નોંધ લો- breast crawl નાં પૂર્ણ થયા પછીથી જ, પ્રસુતિ પછીની નવજાત સંભાળ આપવી જોઈએ.
06:17 હવે, ચાલો નવજાત બાળક માટે breast crawl ના મહત્વની ચર્ચા કરીએ.
06:23 બ્રેસ્ટ ક્રોવ્લ બાળકને માતાનું પહેલું દૂધ જેને colostrum કહેવાય છે તે મેળવવામાં સક્રિય કરે છે.
06:29 તેનો રંગ પીળાશ પડતો હોય છે અને ઘટ્ટ હોય છે.
06:33 નોંધ લો, પ્રસુતિ પછી- જેમ જેમ બાળક કોલોસ્ટ્રમ્પ ધાવશે તેમ તેમ તેની માત્રા વધશે.
06:43 બાળક આ પ્રમાણે ઉપભોગ ધાવશે પહેલા દિવશે 5 મિલીલીટર,
06:47 બીજા દિવશે ૧૦ મિલીલીટર,
06:50 ત્રીજા દિવશે ૨૫ મિલીલીટર,
06:53 ચોથા દિવશે ૪૦ મિલીલીટર અને પાંચમાં દિવશે ૫૫ મિલીલીટર, જે દરેક ધાવણ વખતે દરેક છાતીમાંથી આવશે.
07:05 નવજાત બાળક માટે આ પુરતું છે.
07:09 તેથી બાળકને કોલોસ્ટ્રમ્પ સિવાય અતિરિક્ત કંઈપણ આપવું ન જોઈએ.
07:15 કોલોસ્ટ્રમ્પ એ બાળક માટે પહેલી રસી સમાન છે, અને ચેપ સામે લડત આપનાર પ્રોટીન ધરાવે છે જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
07:27 માતાની પ્રસુતિ બાદ બાળક માટે તે ઉર્જાનો પ્રથમ સ્ત્રોત છે,
07:33 સાથે જ Colostrum લોહીનાં નીચા glucose સ્તરથી બચાવે છે.
07:37 તે બાળકની અન્ય શરીર પ્રક્રિયાઓને જાળવી રાખવામાં મદદ કરે છે.
07:42 તે સ્વસ્થ બુદ્ધિના વિકાસને આધાર આપે છે.
07:46 તે બાળકને તેનાં પ્રથમ મળત્યાગ માટે મદદ કરે છે.
07:50 Breast crawl સાથે જ બાળકને તેની માતા સાથેનાં ચામડીથી ચામડીના સંપર્ક લીધે હુંફ આપે છે.
07:57 માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાવાનું બાળક પોતેથી શીખી લે છે.
08:04 Breast crawl વડે માતાનાં સ્વસ્થ સૂક્ષ્મજીવાણું તેનાં બાળકમાં પસાર થાય છે,
08:08 આ સૂક્ષ્મજીવાણું બાળકનાં આંતરડામાં પ્રવેશે છે અને ચેપ સામે લડત આપે છે.
08:13 જેથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
08:18 Breast crawl સાથે જ પ્રેમની અનુભૂતિ અને બાળકની સુરક્ષા પ્રદાન કરે છે અને માતા અને તેનાં બાળક વચ્ચે તેમનાં સંબંધનું બંધાણ પ્રારંભ કરે છે.
08:29 breast crawl નાં ફાયદાઓ માતાને પણ થાય છે
08:34 બાળકનાં પગનાં હલનચલન વડે માતાનાં ગર્ભાશય પર દબાણ પડે છે, આ દબાણ વડે ગર્ભાશયનાં સંકોચનમાં અને પ્લાસેંટાનાં નિકાલમાં મદદ મળે છે.
08:45 ધાવણની શરૂઆતથી માતાનાં શરીરમાં oxytocin વધે છે.
08:51 oxytocin માં વધારો થવાથી પણ પ્લાસેંટાનાં નિકાલમાં મદદ મળે છે.
08:56 આમ, breast crawl લોહી નો પ્રવાહ ઓછો કરે છે અને માતામાં anaemia થતો અટકાવે છે.
09:03 Anaemia એક એવી સ્થિતી છે જેમાં લોહીના લાલ કણોની સંખ્યા ઓછી થઇ જાય છે.
09:08 આનાથી માતાને થાક અને અશક્તિનો અનુભવ થાય છે.
09:13 તેથી, breast crawl એ ઉચ્ચ ફાયદાકારક પ્રાકૃતિક પ્રક્રિયા છે જે માતા અને તેનાં બાળક બંને માટે છે,
09:21 breast crawl પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
09:26 IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki