Difference between revisions of "KTouch/S1/Getting-Started-with-Ktouch/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 128: Line 128:
 
|-
 
|-
 
|02.39  
 
|02.39  
|આ Level ફિલ્ડમાં New Characters In This Level તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે.
+
|New Characters In This Level ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે.
  
 
|-
 
|-

Revision as of 09:11, 30 May 2013

Time Narration
00.00 KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો.
00.10 તમે શીખશો કે કેવી રીતે:
00.11 ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
00.18 તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર,
00.20 ટાઇપ કરતા પણ શીખશો.
00.24 KTouch શું છે?
00.27 KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે.
00.33 તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો.
00.36 તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો.
00.43 KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે.
00.50 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.59 તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો.
01.03 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01.11 ચાલો KTouch ખોલીએ.
01.13 પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે.
01.21 સર્ચ બોક્સ દેખાય છે.
01.24 સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો.
01.28 સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો.
01.34 KTouch વિન્ડો દેખાય છે.
01.36 વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો.
01.41 ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો.
01.47 KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો.
01.55 હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ.
01.59 મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે.
02.06 ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો.
02.11 ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો.
02.14 તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો.
02.19 Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે.
02.27 Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે.
02.32 Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે.
02.39 New Characters In This Level ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે.
02.47 Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે.
02.51 Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે.
02.58 કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે.
03.02 કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે.
03.09 લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
03.13 કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે.
03.20 કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે.
03.28 ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો.
03.33 મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો.
03.37 કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
03.45 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
03.52 કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.
03.59 ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.

ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.

04.11 કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.
04.20 હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.
04.29 નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.
04.36 હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.
04.41 આ સ્લાઇડ જુઓ.
04.42 તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે.
04.46 ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:

Little finger,


04.51 Ring finger,

Middle finger,

04.54 Index finger અને

Thumb

04.59 કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.
05.03 ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,
05.07 રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,
05.10 મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,
05.13 તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.
05.17 હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.
05.20 ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,
05.25 રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,
05.28 મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,
05.30 તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.
05.34 સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.
05.37 તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે.
05.44 આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે.
05.51 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું.
05.57 જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો.
06.02 હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ.
06.07 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો.
06.12 Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે.
06.17 આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો

Root->usr->share->kde4->apps->Ktouch

06.31 અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો.
06.36 નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે.
06.41 હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ
06.43 મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે.
06.49 આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે.
06.55 નોંધ લો કે કર્સર Student’s Line માં છે.
06.58 ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ.


07.09 જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે.
07.14 હવે Speed ફિલ્ડ જુઓ.
07.16 જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે.
07.22 જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે.
07.25 હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા.
07.31 Student Line લાલ થઇ ગયી છે.
07.34 શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે.
07.40 ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ.
07.56 જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો.
08.02 નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે.
08.07 Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે.
08.11 ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે.
08.14 Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે.
08.23 આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે!
08.26 પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે.
08.31 એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.
08.37 ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ.
08.40 Start New Session ઉપર ક્લિક કરો.
08.42 Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો.
08.50 તમે શું જુઓ છો?
08.52 Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે.
08.55 Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે.
09.00 ટાઇપિંગ શરૂ કરીએ.
09.05 પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો.
09.09 તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો?
09.12 pause session ઉપર ક્લિક કરો.
09.14 નોંધ લો કે ઝડપ ઘટતી નથી.
09.17 યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ.
09.23 ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો.
09.39 એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે.
09.46 KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09.50 આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા:
09.59 Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો.
10.04 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
10.06 KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો.
10.13 કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો.
10.18 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10.24 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.37 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.43 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10.47 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11.06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble