KTouch/S1/Getting-Started-with-Ktouch/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 KTouch ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલ માં તમે KTouch અને KTouch ઇન્ટરફેસ વિશે શીખશો.
00:10 તમે શીખશો કે કેવી રીતે: ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
00:18 તમે, દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર,
00:20 ટાઇપ કરતા પણ શીખશો.
00:24 KTouch શું છે?
00:27 KTouch એક ટાઇપિંગ ટ્યુટર છે. તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે.
00:33 તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો.
00:36 તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો.
00:43 KTouch માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં, લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે.
00:50 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:59 તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી KTouch સંસ્થાપિત કરી શકો છો.
01:03 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:11 ચાલો KTouch ખોલીએ.
01:13 પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર, ડેશ હોમ ઉપર ક્લિક કરો, જે રાઉન્ડ બટન છે.
01:21 સર્ચ બોક્સ દેખાય છે.
01:24 સર્ચ બોક્સમાં KTouch ટાઇપ કરો.
01:28 સર્ચ બોક્સ નીચે KTouch ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો.
01:34 KTouch વિન્ડો દેખાય છે.
01:36 વૈકલ્પિક રીતે, તમે ટર્મિનલની મદદથી KTouch ખોલી શકો છો.
01:41 ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને T કીઓ એકસાથે દબાવો.
01:47 KTouch ખોલવા માટે, ટર્મિનલ માં, આ આદેશ ટાઇપ કરો: ktouch અને Enter દબાવો.
01:55 હવે, પોતાને આ KTouch ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ.
01:59 મુખ્ય મેનુ File, Training, Settings, અને Help મેનુઓનો સમાવેશ કરે છે.
02:06 ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે Start New Session પર ક્લિક કરો.
02:11 ટાઇપ કરતી વખતે વિરામ માટે Pause Session પર ક્લિક કરો.
02:14 તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે Lecture Statistics પર ક્લિક કરો.
02:19 Level , ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ, જટિલતા સ્તર સૂચવે છે.
02:27 Speed તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે.
02:32 Correctness સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે.
02:39 New Characters In This Level ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે.
02:47 Teacher’s Line ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે.
02:51 Student’s Line તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે.
02:58 કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે.
03:02 કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ, વિશિષ્ટ અક્ષરો, અને બેકસ્પેસ કી દર્શાવે છે.
03:09 લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
03:13 કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને Tab કી નો સમાવેશ કરે છે.
03:20 કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો, કોલોન, અર્ધવિરામ, અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે.
03:28 ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો.
03:33 મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો.
03:37 કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
03:45 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
03:52 કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.
03:59 ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.

ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.

04:11 કીબોર્ડની પાંચમી લીટી Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.
04:20 હવે KTouch કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.
04:29 નોંધ લો કે KTouch કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.
04:36 હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.
04:41 આ સ્લાઇડ જુઓ.
04:42 તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે.
04:46 ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:

Little finger,


04:51 Ring finger,

Middle finger,

04:54 Index finger અને

Thumb

04:59 કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.
05:03 ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,
05:07 રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,
05:10 મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,
05:13 તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.
05:17 હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.
05:20 ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,
05:25 રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,
05:28 મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,
05:30 તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.
05:34 સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.
05:37 તમે KTouch પ્રથમ વખત ખોલો છો ત્યારે, Teacher’s Line મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે.
05:44 આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે.
05:51 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું.
05:57 જો કે, તમે ટ્યુટોરીયલ રોકી શકો છો, અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો.
06:02 હવે, ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ.
06:07 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો.
06:12 Training Lecture File પસંદ કરો - 'KTouch' સંવાદ બોક્સ દેખાય છે.
06:17 આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો

Root->usr->share->kde4->apps->Ktouch

06:31 અને english.ktouch.xml પસંદ કરો અને Open પર ક્લિક કરો.
06:36 નોંધ લો કે Teacher’s Line હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે.
06:41 હવે, ટાઇપ કરવાનું શરૂ કરીએ
06:43 મૂળભૂત રીતે, Level 1 થી સુયોજિત છે અને Speed (ગતિ) શૂન્ય સાથે સુયોજિત થયેલ છે.
06:49 આ સ્તર માં New Characters આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે.
06:55 નોંધ લો કે કર્સર Student’s Line માં છે.
06:58 ચાલો કીબોર્ડની મદદ થી teacher's line માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ.


07:09 જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Student’s Line માં દર્શાવવામાં આવે છે.
07:14 હવે Speed ફિલ્ડ જુઓ.
07:16 જેમ તમે લખો છો તેમ, ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે.
07:22 જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો, સ્પીડ કાઉન્ટ ઘટે છે.
07:25 હવે, નંબરો ૭ અને ૮ ટાઇપ કરો, જે આ Teacher’s Line માં પ્રદર્શિત નથી થયા.
07:31 Student Line લાલ થઇ ગયી છે.
07:34 શા માટે? કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે.
07:40 ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ.
07:56 જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો, ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે, Enter કી દબાવો.
08:02 નોંધ લો કે, Teacher’s Line હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે.
08:07 Student’s line લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે.
08:11 ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે.
08:14 Correctness ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે. ઉદાહરણ તરીકે, 80 ટકા પ્રદર્શિત કરી શકે છે.
08:23 આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે!
08:26 પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે.
08:31 એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.
08:37 ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ.
08:40 Start New Session ઉપર ક્લિક કરો.
08:42 Start New Training Session અંદર- 'KTouch' સંવાદ બૉક્સમાં, Start from First Level પર ક્લિક કરો.
08:50 તમે શું જુઓ છો?
08:52 Teacher’s Line માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે.
08:55 Student’s Line બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે.
09:00 ટાઇપિંગ શરૂ કરીએ.
09:05 પ્રેક્ટિસ કરતી વખતે, તમે રોકવા ઈચ્છો અને પછી પુન: શરૂ કરવા ઈચ્છી શકો છો.
09:09 તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો?
09:12 pause session ઉપર ક્લિક કરો.
09:14 નોંધ લો કે ઝડપ ઘટતી નથી.
09:17 યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ.
09:23 ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે, Teacher’s line માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો.
09:39 એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ, આપણે Correctness ફિલ્ડ તપાસી શકીએ છીએ. તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે.
09:46 KTouch પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:50 આ ટ્યુટોરીયલ માં આપણે KTouch ઇન્ટરફેસ વિશે શીખ્યા. આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા:
09:59 Teacher’s Line જોઈ લખો. અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો.
10:04 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
10:06 KTouch ખોલો. Level 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો. આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો.
10:13 કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો.
10:18 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:24 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:37 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:43 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:47 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:55 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11:06 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble