Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
||'''Narration''' | ||'''Narration''' |
Latest revision as of 16:55, 9 July 2014
Time | Narration |
00:05 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે. |
00:28 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ; |
00:35 | Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે; |
00:44 | Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે. |
00:57 | હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે. |
01:01 | જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
01:10 | Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે. |
01:16 | આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે. |
01:23 | ચાલો Properties વિંડોમાં આગામી પેનલ જોઈએ. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું. |
01:33 | Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો. |
01:43 | હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. |
01:47 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે How to Change Window Types in Blender તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ. |
01:57 | Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
02:03 | chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે. |
02:12 | Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે. |
02:19 | અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship. |
02:31 | Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે. |
02:38 | 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો. |
02:45 | Object Constraints પેનલ ઉપર પાછા જાઓ. |
02:49 | add constraint પર ડાબું ક્લિક કરો. |
02:52 | Transform હેઠળ copy location પસંદ કરો. |
02:57 | Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે. |
03:05 | આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે. |
03:06 | શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો? |
03:12 | આ Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું. |
03:21 | target bar પર ડાબું ક્લિક કરો. |
03:24 | યાદીમાંથી cube પસંદ કરો. |
03:29 | copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે. |
03:37 | પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે. |
03:42 | Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો. |
03:50 | કન્સ્ટ્રેન્ટ રદ કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ આવે છે. |
03:58 | તો આ રીતે object constraint કામ કરે છે. |
04:02 | પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે object constraints નો ઉપયોગ ઘણી વખત કરીશું. |
04:07 | હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. 3D view ઉપર જાઓ. |
04:16 | ક્યુબ પસંદ કરવા માટે cube ઉપર જમણું ક્લિક કરો. |
04:19 | પ્રોપેરટીશ વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો. |
04:26 | તે Modifiers panel છે. |
04:29 | Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાઉ. |
04:36 | Modifiers પેનલ પર પાછા જાઓ. |
04:40 | ADD modifier ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -Generate, Deform અને Simulate |
04:54 | મેનુના તળિયે ડાબા ખૂણે Subdivision surface ડાબું ક્લિક કરો. |
05:02 | ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે. |
05:10 | આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે. |
05:16 | View 1 ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો. |
05:25 | હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે. |
05:28 | subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું. |
05:35 | સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ક્લિક કરો. |
05:43 | modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે. |
05:49 | તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી. |
05:54 | આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું. |
05:59 | Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર inverted triangle આઇકોન પર ડાબું ક્લિક કરો. |
06:07 | આ Object Data પેનલ છે. |
06:10 | Vertex groups પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે. |
06:15 | વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે Vertex groups કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું. |
06:22 | Shape Keys એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે. |
06:28 | શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ plus sign જુઓ છો? |
06:34 | આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે. |
06:39 | plus sign પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી Basis છે. |
06:50 | આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ. |
06:55 | તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી. |
06:58 | ફરીથી અન્ય કી ઉમેરવા માટે plus sign પર ડાબું ક્લિક કરો. Key 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે. |
07:10 | 3D view પર ફરીથી જાઓ. |
07:13 | એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર tab ડબાઓ. |
07:18 | ક્યુબ માપવા માટે S ડબાઓ. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો. |
07:29 | ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે tab ડબાઓ. |
07:33 | ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું? |
07:40 | Object Data પેનલ માં Shape keys box પર પાછા જાઓ. |
07:45 | Key 1 સક્રિય કી અને blue માં પ્રકાશિત થયેલ છે. |
07:50 | જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે. |
07:57 | 0.000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો. |
08:03 | તમારા કી બોર્ડ પર 1 ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ. |
08:12 | જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ. |
08:17 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ. |
08:26 | આગામી સેટિંગ UV texture છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે. |
08:33 | આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું. |
08:38 | હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો; |
08:42 | Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો; |
08:49 | Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો. |
09:00 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:09 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
09:32 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:35 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:40 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:47 | જોડાવા બદ્દલ આભાર. |
09:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |