Difference between revisions of "KiCad/C2/Designing-circuit-schematic-in-KiCad/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- |
Latest revision as of 16:38, 21 July 2014
Time | Narration |
00:01 | "Kicad માં ડિઝાઇન સર્કિટ યોજનાકીય" પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | ચાલો હવે પીસીબી ડિઝાઇનમાં સામેલ પગલાંઓ જોઈએ. |
00:12 | પ્રથમ પગલું એ જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00:16 | બીજું પગલું નેટલીસ્ટ જનરેટ કરવાનું છે. |
00:19 | ત્રીજુ પગલું અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો ગોઠવવાનું છે. |
00:22 | અને ચોથું પગલું સર્કિટ માટે બોર્ડ લેઆઉટ બનાવવાનું છે. |
00:27 | આ ટ્યુટોરીયલમાં આપણે પ્રથમ પગલું શીખીશું, જે, |
00:32 | જરૂરી સર્કિટ માટે યોજનાકીય બનાવવાનું છે. |
00:35 | આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ, |
00:40 | KiCad આવૃત્તિ 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ. |
00:49 | આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન છે. |
00:56 | આપણે આ ટ્યુટોરીયલ માટે એક ઉદાહરણ સર્કિટ તરીકે astable multivibrator નો ઉપયોગ કરીશું. |
01:04 | KiCad શરુ કરવા માટે, |
01:05 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીન ઉપર ડાબા ખૂણે ટોચ પર જાઓ. |
01:08 | પ્રથમ ચિહ્ન પર ક્લિક કરો જે ડેશ હોમ છે. |
01:12 | સર્ચબારમાં ટાઇપ કરો, 'KiCad', અને Enter દબાવો. |
01:19 | KiCad મુખ્ય વિન્ડો સ્ક્રીન પર દેખાશે. |
01:22 | નોંધ લો કે, ઉબુન્ટુ 12.04 માં, KiCad નું મેનૂ બાર ઉબુન્ટુ ડેસ્કટોપની ટોચની પેનલ પર દેખાય છે. |
01:30 | એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે, File પર ક્લિક કરો અને પછી New પર ક્લિક કરો. |
01:35 | તમારા પ્રોજેક્ટ માટે એક નામ આપો. ઉદાહરણ તરીકે, project1. |
01:42 | નોંધ લો કે પ્રોજેક્ટ .pro એક્ષટેશન સાથે સંગ્રહાયું છે. |
01:47 | વધુ સારી રીતે જોવા માટે ચાલો આ વિન્ડોનું માપ બદલિયે.
|
01:52 | હવે નોંધ લો તમારો પ્રોજેક્ટ ક્યાં સંગ્રહાય છે અને જો જરૂરી હોય તો ડિરેક્ટરી બદલો. |
01:58 | Save ઉપર ક્લિક કરો. |
02:01 | સર્કિટ સ્કિમેટિક્સ EESchema મદદથી KiCad માં બનાવવામાં આવે છે. |
02:06 | ચાલો KiCad માં EESchema કેવી રીતે શરૂ કરવું તે બતાવું. |
02:10 | KiCad ની મુખ્ય વિન્ડોની ટોચ પેનલમાં પ્રથમ ટેબ EESchema અથવા સ્કિમેટિક્સ એડિટર તરીકે ઓળખવામાં આવે છે |
02:19 | EESchema ટેબ પર ક્લિક કરવાથી સ્કિમેટિક્સ એડિટર ખુલે છે. |
02:23 | એક info સંવાદ બોક્સ દેખાશે જે કહે છે તેને સ્કિમેટિક્સ મળતું નથી. |
02:28 | Ok ઉપર ક્લિક કરો. |
02:32 | આપણે અહીં સર્કિટ સ્કિમેટિક્સ બનાવીશુ. |
02:35 | EESchema વિન્ડોની જમણી પેનલ પર જાઓ. |
02:38 | Place a component બટન પર ક્લિક કરો. |
02:42 | હવે ખાલી EESchema વિન્ડો પર ક્લિક કરો. |
02:46 | component selection વિન્ડો ખુલશે. |
02:49 | હવે આપણે EESchema વિન્ડોમાં 555 ટાઈમર આઇસી સ્કીમેટીક મુકીશું. |
02:56 | component selection વિન્ડોમાં Name ક્ષેત્રમાં, 555 લખો અને OK પર ક્લિક કરો. |
03:05 | તે LM555N તરીકે શોધ પરિણામ બતાવશે. |
03:11 | આ પરિણામ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03:14 | આ કમ્પોનન્ટની સ્કીમેટીક EESchema વિન્ડો પર દેખાશે. |
03:19 | તે તમારા કર્સર સાથે જોડવામાં આવશે. |
03:22 | સિંગલ કલિક દ્વારા કમ્પોનન્ટને સ્ક્રીનના કેન્દ્રમાં મૂકો. |
03:27 | વધુ સારી રીતે જોવા માટે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે તમારું માઉસનું સ્ક્રોલ બટન વાપરો. |
03:35 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માંગો છો તે કમ્પોનન્ટ પર કર્સર રાખો. |
03:39 | તમે ઝૂમ ઇન અને આઉટ કરવા માટે અનુક્રમે F1 અને F2 કીઓ વાપરી શકો છો. |
03:46 | તમે VCC અથવા GND ન જોઈ શકો એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ પર 555 આઇસી. |
03:56 | જો તમે તે ન જુઓ, તો EESchema વિન્ડોની ડાબી પેનલ પર જાઓ. |
04:00 | Show hidden pins બટન પર ક્લિક કરો. |
04:04 | હવે આપણે EESchema વિન્ડોમાં એક રેઝિસ્ટરને મુકીશું. |
04:09 | આ Place a component વિકલ્પ અગાઉથી આપણા દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. |
04:13 | તેથી, ફક્ત EESchema પર ક્લિક કરો અને તમે component selection વિન્ડો જોશો. |
04:21 | name ક્ષેત્રમાં, r ટાઇપ કરો અને OK ઉપર ક્લિક કરો. |
04:26 | રેઝિસ્ટર સ્કીમેટીક કર્સર સાથે જોડાયેલું EESchema પર દેખાશે. |
04:32 | સિંગલ ક્લિકમાં દ્વારા EESchema પર ક્યાંક રેઝિસ્ટરને મૂકો. |
04:37 | આપણને વધુ બે રેઝિસ્ટરની જરૂર છે. |
04:39 | આપણે Place a component બટનના ઉપયોગ વડે બે રેઝિસ્ટર મેળવી શકીએ છીએ. |
04:42 | પરંતુ આપણી પાસે પહેલેથી જ રેઝિસ્ટર છે, તેથી ચાલો જોઈએ કમ્પોનન્ટને કોપી કેવી રીતે કરવું. |
04:48 | કમ્પોનન્ટ કોપી કરવા માટે, component પર જમણું ક્લિક કરો અને Copy Component પસંદ કરો. |
05:01 | કમ્પોનન્ટની કોપી તમારા કર્સર સાથે જોડાયેલું હશે. |
05:05 | સિંગલ ક્લિક દ્વારા EESchema પર ક્યાંક આ રેઝિસ્ટરને મૂકો. |
05:11 | આ કીબોર્ડ શોર્ટ કટ કી સી ની મદદથી વધુ ઝડપથી પણ કરી શકાય છે. |
05:16 | આ માટે, કમ્પોનન્ટ પર કર્સર રાખો અને પછી C દબાવો. |
05:22 | ફરીથી તે તમારા કર્સર સાથે જોડાશે. |
05:27 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
05:30 | શૉર્ટકટ્સની યાદી શીફ્ટ અને ? (પ્રશ્ન ચિહ્ન) કી દબાવીને મેળવી શકાય છે. |
05:36 | અહીં કીબોર્ડ શૉર્ટકટ્સની યાદી છે. |
05:40 | આ વિન્ડો બંધ કરો. |
05:43 | component selection વિન્ડો ખોલવા માટે EESchema વિન્ડો પર ક્લિક કરો. |
05:49 | આગળ આપણને બે કેપેસિટર્સ, ઇલેક્ટ્રોલિટીક અને સિરામિકની જરૂર છે. |
05:53 | ઇલેક્ટ્રોલિટીક કેપેસિટર ઉમેરવા માટે cp1 ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:00 | સિરામિક કેપેસિટર ઉમેરવા માટે c ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:06 | આપણને લાઇટ એમિટિંગ ડાયોડ ની પણ જરૂર છે, જે LED તરીકે ઓળખાય છે. |
06:10 | component selection વિન્ડોમાં led ટાઇપ કરો અને OK પર ક્લિક કરો. |
06:17 | હવે આપણને પાવર સપ્લાય ની જરૂર છે જે Vcc અને ગ્રાઉન્ડ ટર્મિનલ છે.
|
06:22 | EESchema ની જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
06:29 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર એક વાર ક્લિક કરો. |
06:34 | List All બટન પર ક્લિક કરો અને તમે જુદા જુદા પાવર સંકેતોની યાદી જોશો. |
06:40 | +5V (plus 5 volt) પસંદ કરો અને OK ઉપર ક્લિક કરો. |
06:48 | EESchema વિન્ડો પર સિંગલ ક્લિક દ્વારા કમ્પોનન્ટ મૂકો |
06:52 | એ જ રીતે, ગ્રાઉન્ડ ટર્મિનલ મેળવવા માટે, |
06:54 | યાદીમાંથી ગ્રાઉન્ડ પસંદ કરો અને OK પર ક્લિક કરો |
07:01 | ચાલો હું ગ્રાઉન્ડ ટર્મિનલ પસંદ કરું. |
07:08 | બાહ્ય પાવર સપ્લાય જોડવા માટે આપણને કનેક્ટરની પણ જરૂર છે. |
07:14 | component selection વિન્ડો ખોલવા માટે EESchema પર ક્લિક કરો. |
07:19 | List All બટન પર ક્લિક કરો અને તમે યાદી જોશો. |
07:24 | conn વિકલ્પને પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07:31 | નીચે સ્ક્રોલ કરો અને યાદીમાંથી CONN_2 પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
07:41 | બે ટર્મિનલ કનેક્ટર દેખાશે. તે તમારા માઉસ પોઇન્ટર સાથે જોડાયેલું હશે |
07:48 | તેને મૂકવા માટે એક વાર ક્લિક કરો. |
07:56 | હવે કમ્પોનન્ટોને યોગ્ય સ્થળો પર ખસેડીને, આપણે તેમને ગોઠવીશું. |
08:01 | આપણે કમ્પોનન્ટોને સ્થળાંતર કરવા માટે શૉર્ટકટ કી m નો ઉપયોગ કરીશું. |
08:04 | કમ્પોનન્ટ ખસેડવા માટે,કમ્પોનન્ટ પર માઉસ પોઇન્ટર રાખો, ધારો કે રેઝિસ્ટર, અને પછી m દબાવો. |
08:15 | આપણે EESchema પર સિંગલ ક્લિક દ્વારા આઇસી 555 ની જમણી બાજુ પર આ રેઝિસ્ટર મુકીશું. |
08:28 | આપણે આ એલઇડી ફેરવવા માટે અને તેને ઊભી ગોઠવતા માટે શોર્ટકટ કી r નો ઉપયોગ કરીશું. |
08:40 | હવે આપણે સર્કિટ આકૃતિ મુજબ કમ્પોનન્ટો ઇન્ટરકનેક્ટ અથવા વાયર કેવી રીતે કરવું તે જોશું. |
08:45 | કમ્પોનંટ્સનું ઇન્ટરકનેક્શનને સાથે શરૂ |
08:48 | EESchema જમણી પેનલ પર, Place a wire બટન પર ક્લિક કરો. |
08:56 | હવે આપણે બે રેઝિસ્ટરને ઇન્ટરકનેક્ટ કરીશું. |
08:58 | આપણે બંને રેઝિસ્ટરનો બીજો નોડ પર ક્લિક કરીને વાયર જોડીશું. |
09:11 | હવે આપણે બે રેઝિસ્ટરને જોડાતા વાયર સાથે આઇસી 555 ની 7 પિન જોડીશું. |
09:18 | આઇસી 555 ની 7 પિન પર ક્લિક કરો અને પછી બે રેઝિસ્ટરને જોડતા વાયર પર ક્લિક કરો. |
09:30 | નોંધ લો કે આ આપોઆપ એક જંક્શન બનાવે છે જે નોડ તરીકે દેખાય છે. |
09:35 | મેં પહેલેથી જ કમ્પોનન્ટોને ઇન્ટરકનેક્ટ કરી સંગ્રહ કર્યા છે. |
09:39 | હવે હું સમય બચાવવા માટે આ પહેલેથી બનેલ સ્કીમેતિક ખોલીશ અને વાપરીશ. |
09:44 | હું File મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ. |
09:53 | એક કન્ફર્મેશન વિન્ડો ખોલે છે. Yes પર ક્લિક કરો. |
10:04 | હું જરૂરી ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરીશ. |
10:18 | ચાલો પ્રથમ આ વિન્ડોનું માપ બદલીએ. |
10:22 | અને પછી હું Open પર ક્લિક કરીશ. |
10:29 | હું Open પર ક્લિક કરુછું. |
10:33 | અહીં પહેલાં બનાવેલ સ્કીમેતિક છે. |
10:36 | હવે આપણે કમ્પોનન્ટો ઍનોટેટ કેવી રીતે કરવું તે જોઈશું. |
10:39 | એનોટેશન દરેક કમ્પોનન્ટ માટે અનન્ય ઓળખ આપે છે. |
10:43 | ઍનોટેટિગ કમ્પોનન્ટ પર પ્રશ્ન ચિહ્નને અનન્ય નંબર સાથે બદલશે. |
10:50 | EESchema ની ટોચની પેનલ પર,“Annotate schematic” બટન પર ક્લિક કરો. |
10:58 | આ ઍનોટેટ સ્કીમેતિક વિન્ડો ખોલશે. |
11:02 | આ વિન્ડોમાં, ડીફોલ્ટ ક્ન્ફીગ્યુરેશન રાખો. |
11:05 | Annotation બટન પર ક્લિક કરો. |
11:09 | આ ચેતવણી આપે છે કે આ માત્ર ઍનોટેટ ન થયેલા કમ્પોનન્ટોને ઍનોટેટ કરશે. |
11:13 | OK ઉપર ક્લિક કરો. |
11:15 | Annotate schematic વિન્ડો પર Close બટન પર ક્લિક કરો. |
11:20 | નોંધ લો કે કમ્પોનેન્ટો પર પ્રશ્ન ચિહ્નો અનન્ય નંબર સાથે બદલવામાં આવે છે. |
11:30 | File ઉપર ક્લિક કરો. |
11:37 | અને આ સ્કીમેતિક સંગ્રહ કરવા માટે Save whole schematic project પસંદ કરો. |
11:43 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11:48 | આ EESchema વિન્ડો બંધ કરશે. |
11:50 | હવે KiCad ની મુખ્ય વિન્ડો પર જાઓ.
|
11:53 | File પર ક્લિક કરો અને Quit પસંદ કરો. |
11:56 | આ KiCad માં સરકીટ સ્કીમેતિક બનાવવા પરના આ ટ્યુટોરીયલનું ઉદ્દેશ પૂર્ણ કરે છે. |
12:01 | ચાલો આ ટ્યુટોરીયલ માં આપણે શું શીખ્યા તેનું સારાંશ જોઈએ, |
12:05 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
12:07 | સર્કિટ સ્કીમેતિક બનાવવા માટે KiCad માં EESchema વાપરવું, |
12:11 | સર્કિટ સ્કીમેતિકનું એનોટેશન. |
12:15 | નીચે આપેલ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. |
12:17 | component selection વિન્ડોની મદદથી EESchema પર કમ્પોનન્ટ ઇન્ડકટર સ્થાનાંતરિત કરો. |
12:24 | શૉર્ટકટ કી a, x અને y નું અન્વેષણ કરો. |
12:31 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12:37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
12:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:45 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:48 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
12:52 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
12:59 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13:03 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13:09 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
13:13 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
13:20 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
13:25 | જોડાવા બદ્દલ આભાર. |