Xfig/C2/Simple-block-diagram/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 એક્સફીગ દ્વારા બ્લોક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુ્ટોરીઅલમાં,અમે સમજાવીશું કે નીચેના પ્રકારનો બ્લોક ડાયાગ્રામ કેવી રીતે બનાવાય.
00:17 આ હેતુ માટેના જરૂરી સાધનો આપણે જોઈશું:
00:19 હું એક્સ-ફીગ,જે બ્લોક ડાયાગ્રામ બનાવવા માટે એક સક્ષમ ઓજાર છે તેનો ઉપયોગ કરીશ.
00:24 હું આવૃત્તિ ૩.૨,પેચ સ્તર ૫ નો ઉપયોગ કરી રહી છું.
00:29 હું ટેર્મીનલ અને પીડીએફ નો પણ ઉપયોગ કરીશ.
00:37 હું આ ટ્યુ્ટોરીઅલ Mac OS X ઉપર બનાવી રહી છું.
00:41 એક્સફીગ Linux અને Windows પર પણ કામ કરે છે.
00:45 Linux પર સ્થાપન કરવું સૌથી સરળ છે.
00:50 એક્સફીગ નો ઉપયોગ કરવાની પદ્ધતિ ત્રણેયમાં સરખી છે.
00:56 એક્સફીગ માટે ત્રણ બટન વાળું માઉસ વાપરવું ઉચિત છે.
01:00 પણ એક કે બે બટનવાળું માઉસ પણ કામમાં લઇ શકાય.
01:07 એક્સફીગ માટેની ઉપયોગકર્તાની પુસ્તિકા વેબ ઉપર ઉપલબ્ધ છે.
01:16 ચાલો તે જોઈએ.આ પૃષ્ઠમાં એક્સફીગની પ્રસ્તાવના આપણે જોઈ શકીએ છીએ.
01:23 આપણે પુસ્તિકાની વિષયક સૂચી અહીં જોઈ શીકીએ છીએ.
01:28 એને દબાવીએ.
01:31 આપણે અહીં એક્સફીગ બનાવનારાઓની જાણકારી જોઈ શકીએ છીએ.
01:36 ચાલો આ પૃષ્ઠ જોઈએ.
01:40 હું હવે આ ટ્યુ્ટોરીઅલ માટે પડદાનું વિન્યાસ(સ્ક્રીન કોન્ફીગરેશન) સમજાવીશ.
01:46 તેમાં સ્લ્યાઈદ્સ,એક્સફીગ,ઇનટરનેટ બ્રાવઝર-ફાયરફોક્ષ અને ટેર્મીનલ છે.
01:58 Mac પર એક્સફીગ શરૂ કરવા આ આદેશનો ઉપયોગ થાય છે.
02:04 આ બધી બારીઓને એવી રીતે ગોઠવી છે કે એક થી બીજામાં ફેરબદલી સરળતાથી થાય.
02:10 તમો સૌ અધ્યેતાગણ બારીઓની ફેરબદલી સાક્ષાત જોઈ શકો છો.
02:17 ચાલો એક્સફીગ શરૂ કરીએ.
02:20 એક્સફીગ કાર્યપત્રક(વર્કશીટ)ની ડાબી બાજુએ "ડ્રોઈંગ મોડ પેનલ" છે.
02:26 આ પેનલના ઉપરના અડધા ભાગમાં જે બટનો છે તે જુદી-જુદી વસ્તુઓ બનાવવા ઉપયોગી છે.
02:33 નીચેના બટનો તેમની સાથે કામ કરવા માટે છે.
02:39 ઉપરના બટનોથી ફાઈલ અને એડિટ જેવા કાર્યો અમલમાં મૂકી શકાય.
02:46 અહીં વચ્ચે જે જગ્યા છે તેને "કેનવાસ" કહેવાય છે.
02:50 આ એ જગ્યા છે જ્યાં આકૃતિઓ બનાવાશે.
02:53 ચાલો રેખાકૃતિ સાથે શરૂઆત કરીએ.
02:55 પહેલી વસ્તુ હું કેનવાસ ઉપર સંખ્યાંકિત ચોરસો(ગ્રીડ્સ) મુકવાની કરીશ.
03:01 આ હું નીચે આપેલ "ગ્રીડ મોડ" બટન દબાવીને કરું છું.
03:05 આપણે સંખ્યાંકિત ચોરસોના જુદા-જુદા પરિમાણ પસંદ કરી શકીએ.હું વચ્ચેના ને પસંદ કરું છું.
03:11 સંખ્યાંકિત ચોરસો જુદા-જુદા આકારોને એક હરોળમાં લાવવામાં મદદ કરે છે.
03:16 આ ટ્યુ્ટોરીઅલમાં દબાવવું,મતલબ માઉસના ડાબા બટન ને દબાવી અને છોડવું.
03:21 એજ રીતે,કોઈ બટનને પસંદ કરવું એટલે તમારે તેને માઉસના ડાબા બટનથી દબાવવું.
03:29 જો કોઈ અલગ ક્રિયા હશે તો હું જણાવીશ.
03:34 આપણે આકૃતિમાં બોક્ષ મૂકવા માંગીએ છીએ,તો ચાલો ડાબી બાજુના પેનલમાંથી તીષ્ણ ખૂણાવાળા "બોક્ષ ચિન્હ" ને પસંદ કરીએ.
04:43 જ્યાં આપણે બોક્ષને મુકવા માંગીએ છીએ તે જગ્યાએ જઈશું.
03:50 આપણે આ ચોક્કસ સ્થળ ઉપર માઉસ દબાવીશું.
03:53 આથી બોક્ષનો ઉત્તર પશ્ચિમી ખૂણો નિશ્ચિત થયો.
03:57 હવે માઉસને વિરુદ્ધ દિશામાં એટલે સુધી લઇ જાવ કે જેથી બોક્સનું જોઈતું પરિમાણ મળે.
04:12 જેવું બોક્ષનું પરિમાણ સાચું થાય,માઉસ ફરીવાર દબાવીશું.
04:16 બોક્ષ હવે બની ગયું છે.
04:18 હવે આપણે એક્સ-ફીગ ના લક્ષણ "એડિટ" નો ઉપયોગ સમજીશું.જેના ઉપયોગથી,આપણે બોક્ષની જાડાઈ વધારીશું.
04:26 ચાલો ડાબી બાજુના પેનલમાંનું "એડિટ બટન" દબાવીએ.
04:31 આપણે જોઈએ શકીએ છીએ કે બોક્ષના બધા મહત્વપૂર્ણ બિંદુઓ દેખાય છે.
04:36 આમાંથી કોઈ એક બિંદુ પર દબાવીએ અને બોક્ષ પસંદ કરીએ.
04:41 એક ડાયલોગ બોક્ષ ખુલે છે.
04:43 આપણે માઉસને "વિડ્થ" બોક્ષ પર લઇ જઈએ.
04:47 ધ્યાન રાખો કે માઉસ પોઈન્તર બોક્ષમાં જ રહે.
04:51 ચાલો આ સર્વસાધારણ કિંમત ૧ ને રદ કરીએ.
04:55 જો માઉસ બોક્ષની અંદર નહિ હોય તો આ બોક્ષના ઘટકો નહીં બદલાય.
05:01 જો લખતી વખતે માઉસ બોક્ષની બહાર જતું રહે તો તેને બોક્ષની અંદર લાવો અને લખવાનું ચાલુ રાખો.
05:07 ચાલો હવે ૨ દાખલ કરીએ.
05:13 આપણે "ડન" દબાવીએ.ચાલો હું આ બતાઉં.
05:17 "ડન" પર દબાવો અને ડાયલોગ બોક્ષ છોડી દો.
05:20 આપણે જોઈ શકીએ છીએ બોક્ષની જાડાઈ વધી છે.
05:24 હવે આપણે નિર્દેશક ચિન્હ વાળી લીટીઓ ઉમેરીશું.
05:28 ચાલો ડાબી બાજુના પેનલમાંથી "પોલીલાઈન બટન" પસંદ કરીએ.
05:34 નીચેની પેનલને એટ્રીબુટ(ગુણ) પેનલ કેહવાય છે.
05:40 આ પેનલમાં રહેલા બટનોના ઉપયોગથી દરેક વસ્તુના માપદંડ(Parameter) બદલી શકાય છે.
05:45 બટનોની સંખ્યાનો બદલાવ,પસંદ કરેલી વસ્તુ ઉપર નિર્ધારિત છે.
05:52 એટ્રીબુટ પેનલમાંથી ચાલો "એરો મોડ" પસંદ કરીએ.
05:57 ચાલો ડાયલોગ બોક્ષમાં બીજા વિકલ્પને પસંદ કરીએ,જે લીટીને છેડે નિર્દેશક ચિન્હ આપશે.
06:04 "એરો ટાઈપ" બટન ને દબાવીએ.
06:08 જે બારી દ્રશ્યમાન છે,તેમાંથી ગમતું નિર્દેશક ચિન્હનું માથું(arrow head) પસંદ કરીએ.
06:14 ચાલો આપણને જ્યાંથી લીટી જોઈએ છે તે ચોક્કસ સ્થળે માઉસ દબાવીએ.
06:23 જોઈતી લીટીના અંતિમ બિંદુએ માઉસને લઇ જઈએ.
06:31 હવે માઉસના વચ્ચેના બટનથી ત્યાં દબાવીએ.
06:36 નિર્દેશક ચિન્હવાળી લીટી બને છે.
06:39 યાદ રાખો,આ લીટી પૂરી કરવા વચ્ચેનું બટન દબાવવું.
06:43 ડાબું કે જમણું નહીં.
06:45 જો તમે ભૂલ કરો તો "એડિટ" દબાવી "અન્ડું" દબાવો.
06:52 હવે પહેલી લીટીની નકલ કાઢીએ અને બોક્સમાં જ્યાં આઉટપુટ દર્શાવવું છે ત્યાં એક બીજી લીટી બનાવીએ.
06:59 "કોપી બટન" ને ડાબી બાજુના પેનલમાંથી પસંદ કરો.
07:05 લીટી પસંદ કરો.
07:09 માઉસને નિર્ધારિત સ્થાને લઇ જઈ દબાવો.
07:15 લીટી નકલ થઇ ગઈ.
07:18 ચાલો થોડું લખાણ મુકીએ.
07:21 ડાબી બાજુના પેનલમાંથી T દ્વારા સૂચિત કરેલ "ટેક્સ્ટ બોક્ષ" દબાવો.
07:29 ચાલો લખાણના અક્ષર નું પરિમાણ નક્કી કરીએ.
07:35 ચાલો "એટ્રીબુટ પેનલ" માંથી "ટેક્સ્ટ સાઈઝ" બટન દબાવો અને ડાયલોગ બારી મેળવો.
07:41 માઉસને વેલ્યુ(કિંમત) બોક્ષ પર લઇ જાઓ અને ત્યાં માઉસને રાખો.
07:46 ચાલો સર્વસાધારણ કિંમત ૧૨ ને હટાવો અને ૧૬ લખો.
07:52 બટન "સેટ" ને પસંદ કરો.
07:56 "ડાયલોગ બોક્ષ" બંધ થયું અને "એટ્રીબુટ પેનલ" માં લખાણનું પરિમાણ ૧૬ દેખાય છે.
08:05 આપણે લખાણને મધ્યમા સંરેખિત કરીએ.
08:08 એટ્રીબુટ પેનલમાં "ટેક્સ્ટ જસ્ટ" બટન દબાવીએ.
08:13 એક ડાયલોગ બોક્ષ ખુલે છે.
08:15 મધ્યમાં સંરેખિત કરવા વચ્ચેવાળાને પસંદ કરીએ.
08:21 બોક્ષના મધ્ય પર માઉસ દબાવીએ.
08:29 હું "પ્લાન્ટ" લખીશ અને માઉસ દબાવીશ.
08:36 લખાણ બની ગયું છે.
08:38 જો જરૂર હોય તો,ડાબી બાજુના પેનલ પરથી "મુવ" કળ દ્વારા લખાણ ખસેડી શકું છું.
08:50 ચાલો આ આકૃતિનો સંગ્રહ(સેવ) કરીએ.
08:52 એક્સફીગના ઉપરના ડાબા ખૂણામાં "ફાઈલ" બટનને દબાવીએ,માઉસને પકડી રાખો અને સેવ સુધી ખસેડો અને બટન છોડો.
09:04 આ પ્રથમ વખત હોવાથી,એક્સફીગ ફાઈલનામ પૂછે છે.
09:09 આપણે ડીરેકટરી પસંદ કરી અને પછી ફાઈલનામ આપી શકીએ.
09:12 ચાલો "બ્લોક" નામ આપીએ અને "સેવ" પસંદ કરીએ.
09:27 ફાઈલ "બ્લોક.ફીગ" થી સેવ થશે.
09:30 તમે ઉપર નામ જોઈ શકો છો.
09:34 ચાલો હવે ફાઈલને નિકાસ(એક્સપોર્ટ) કરીએ.
09:36 "ફાઈલ બટન" પર ફરી દબાવીએ,માઉસ પકડી અને "એક્સપોર્ટ" તરફ ખસેડીએ.
09:47 "લેન્ગવેજ" પછીના બોક્ષ પર દબાવીએ,માઉસ પકડી તેને "પીડીએફ" તરફ ખસેડી અને "પીડીએફ રચના" પસંદ કરવા ત્યાં માઉસ છોડીએ.
09:59 હવે "એક્સપોર્ટ" બટન દબાવીએ.આપણને "બ્લોક.પીડીએફ" ફાઈલ મળે છે.
10:05 ટેર્મીનલમાંથી "ઓપન બ્લોક.પીડીએફ" આદેશ આપી આ ફાઈલ ખોલીએ.
10:18 હવે આપણને જોઈતી આકૃતિ આપણી પાસે છે.
10:21 ચાલો આપણો હેતુ પાર પડ્યો.આપણી પાસે જોઈતી આકૃતિ છે.
10:30 હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું.
10:33 બોક્સને બદલે અન્ય વિભિન્ન આકારો મુકો.
10:36 પોલીલાઈનના ઉપયોગ થી એક લંબચોરસ બનાવો.આકૃતિમાં નિર્દેશક ચિન્હનું પરિમાણ અને દિશા બદલો.
10:43 લખાણ,લીટી અને બોક્ષને વિભિન્ન સ્થાને લઇ જાઓ.
10:48 ફાઈલને "ઈ પી એસ" સંરૂપમાં નિકાસો અને તેને જુઓ.
10:51 બ્લોક.ફીગ ફાઈલને એડિટરમાં જુઓ અને વિભિન્ન ઘટકોને ઓળખો.
10:58 કોઈ સદંતર જુદોજ બ્લોક ડાયાગ્રામ બનાવો.
11:02 હવે આપણે આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.
11:06 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજના નો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT(NMEICT),MHRD, ભારત સરકારના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિષે વધુ જાણકારી લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
11:28 મેં બીજા થોડા વેબ પેજ ડાઉનલોડ કરેલ છે.
11:38 મૌખિક ટ્યુ્ટોરીઅલ યોજનાની વેબસાઈટ http://spoken-tutorial.org(http://spoken-tutorial.org/) છે.
11:48 આ પ્રકલ્પ લિંક "What is a spoken Tutorial" ઉપરના વીડિઓ દ્વારા સમજાવેલ છે.
11:57 આ spoken-tutorial.org/wiki પર,અમારા પ્રકલ્પ દ્વારા સમર્થિત FOSS સાધનોની સૂચી રાખેલ છે.
12:12 અહીં એક્સફીગનું વિવરણ ધરાવતું પૃષ્ઠ પણ જોઈ શકશો.
12:27 તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયાઓ મેળવવા અમે ઉત્સુક છીએ.

આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું. આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા તમારો આભાર.

Contributors and Content Editors

Jyotisolanki