UCSF-Chimera/C4/Animation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Chimera Interfaceના ઉપયોગથી Animation પરના આ ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું કે કેવી રીતે background lighting અને effects વ્યવસ્થિત કરવા.
00:12 animation માટે scenes બનાવવા.
00:15 timelineની સાથે scenes મુકવા .
00:17 પરિણામરૂપે મળતા animationની ફિલ્મ રેકોર્ડ કરવી.
00:22 આ ટ્યૂટોરિઅલને અનુસરવા તમે Chimera ઇન્ટરફેઝના જાણકાર હોવા જરૂરી છો. જો તમે ન હોવ તો તે માટેના ટ્યૂટોરિઅલ્સ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:33 આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા હું વાપરી રહી છું : Ubuntu OS આવૃત્તિ 14.04 , Chimera આવૃત્તિ 1.10.2 , Mozilla Firefox બ્રાઉઝર 42.0 અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન.
00:50 અહીં મેં Chimera વિન્ડો ખોલી છે.
00:53 કમાંડ ટેક્સ્ટ બોક્સ ઉપર ટાઈપ કરો Open 1MBO. Enter દબાવો.
01:00 પેનલ ઉપર hemoglobinનું એક સ્ટ્રક્ચર ખુલે છે.
01:04 પાણીના અણુઓને નાબૂદ કરવા ટાઈપ કરો delete solvent. Enter દબાવો.
01:10 ચાલો હું તમને બતાઉં કે Animation માટે scenes કેવી રીતે બનાવવા.
01:15 એક Chimera sceneમાં હોય શકે છે - Orientations of models અને clipping planes. Display styles અને colors of models. Molecular surfaces. Electron density maps અને electrostatic potential maps.
01:33 Sceneમાં આ પણ હોય શકે છે - 2D labels. Axis, plane અને centroid representation. CAST-P pocket display. Parameters જેવા કે background lighting અને effects .
01:49 પેનલ ઉપર પાછા આવીએ.
01:51 એનિમેશન માટે દ્રશ્યો બનાવતા પહેલા , ચાલો પેહલા background lightingને નિયંત્રિત કરતા શીખીએ.
01:59 ટૂલ્સ મેનુ ઉપર ક્લિક કરો , સબ-મેનુમાંથી Viewing Controls સુધી નીચે સ્ક્રોલ કરો અને Effectsને સિલેક્ટ કરો.
02:08 Viewing ડાયલોગ બોક્સ ખુલે છે.
02:11 Effects વિભાગમાં depth cueing ઉપર ક્લિક કરો.
02:16 તે front-to-back shadingને નિર્દેશ કરે છે.
02:20 color well ઉપર ક્લિક કરો.
02:22 શેડિંગ માટે color well માંથી એક રંગ પસંદ કરો.
02:26 color editorને બંધ કરો.
02:29 આઉટલાઇન્સ બતાવવા Silhouettes ઉપર ક્લિક કરો.
02:33 તમે Width ક્ષેત્ર દ્વારા Silhouettesની પહોળાઈને વધારી કે ઘટાડી શકો.
02:39 color well ઉપર ક્લિક કરો.
02:41 color editorમાંથી એક રંગ પસંદ કરો.
02:45 color editorને બંધ કરો.
02:47 હવે Viewing ડાયલોગ બોક્સ ઉપર રહેલ Lighting બટન ઉપર ક્લિક કરો.
02:51 અહીં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે lighting parametersને બદલી શકીએ.
02:57 Shininess બટન ઉપર ક્લિક કરીએ.
03:00 અહીં બે વિકલ્પો રહેલ છે : Intensity અને Shininess.
03:04 Intensityને સિલેક્ટ કરો.
03:07 mode બટન ઉપર ક્લિક કરો.
03:10 અગાઉથી two-point લાઇટિંગ સિલેક્ટ થયેલી હોય છે.
03:14 વધારે તેજ માટે તેને બદલી three-point કરીદો.
03:18 brightness અને contrastને વ્યવસ્થિત કરવા સ્લાઇડરને ડ્રેગ કરો.
03:23 ફરી ,Intensity બટન ઉપર ક્લિક કરો, Shininessને પસંદ કરો.
03:28 sharpness અને reflectivityને વ્યવસ્થિત કરવા સ્લાઇડરને ડ્રેગ કરો.
03:33 Save ઉપર ક્લિક કરો અને પછી Close ઉપર ક્લિક કરો.
03:37 પેનલ ઉપર સ્ટ્રકચરને રોટેટ કરો.
03:40 Shading અને Silhouettesને ધ્યાનથી જુઓ.
03:43 હવે ચાલો animation. માટે થોડાક scenes બનાવીએ.
03:47 Tools મેનુ ઉપર ક્લિક કરો , Utilities વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો.
03:52 સબ-મેનુમાંથી Animation ઉપર ક્લિક કરો.
03:55 Animation ડાયલોગ બોક્સ ખુલે છે.
03:58 એનિમેશન ડાયલોગ બોક્સ Scenes, Actions અને Timeline વિભાગો ધરાવે છે.
04:06 Scenes વિભાગમાં લીલા રંગના plus icon ઉપર ક્લિક કરો.
04:11 આ પેનલ ઉપર વર્તમાનમાં રહેલ આકૃતિને એક scene તરીકે સેવ કરે છે.
04:15 તે Scenes વિભાગમાં આ Sceneની એક thumbnail image પણ બનાવે છે.
04:21 આ આકૃતિ animation માટેનું પહેલું દ્રશ્ય છે.
04:25 thumbnail આકૃતિ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરો ,વિકલ્પો સાથેનું એક context menu ખુલે છે જેવા કે ; Add to timeline, properties, delete વગેરે.
04:39 બીજું Scene બનાવવા પેનલ ઉપર આ પ્રોટીન સ્ટ્રક્ચરના ડિસ્પ્લેમાં બદલાવ કરીએ.
04:45 Presets મેનુ દ્વારા ડિસ્પ્લેને Interactive 1માં બદલો.
04:50 Selectમેનુ માંથી ligandને સિલેક્ટ કરો.
04:54 Actions મેનુમાંથી Sphereને પસંદ કરો. આ ligand ને CPK ડિસ્પ્લેમાં બદલશે.
05:03 પસંદગીને નાબૂદ કરો.
05:06 Animation ડાયલોગ બોક્સમાં , scenes વિભાગમાંથી લીલા plus icon ઉપર ક્લિક કરો.
05:12 પેનલ ઉપર આ આકૃતિને તે scene 2 તરીકે ઉમેરશે.
05:16 For scene 3 માટે સ્ટ્રક્ચરમાં હાજર રહેલ helices માટે એક્સિસ ઉમેરો.
05:22 Tools મેનુ ઉપર ક્લિક કરો. Structure Analysis વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો.
05:28 સબ-મેનુમાંથી Axes, Planes, Centroids ઉપર ક્લિક કરો.
05:32 Structure measurement dialog boxમાં , Define Axes ઉપર ક્લિક કરો.
05:37 Define Axes ડાયલોગ બોક્સમાં , Each helix રેડિયો બટન ઉપર ક્લિક કરો.
05:43 OK બટનને ક્લિક કરો.
05:47 આ આકૃતિને scene 3 તરીકે ઉમેરો.
05:50 Animation ડાયલોગ બોક્સમાં plus આઇકોન ઉપર ક્લિક કરો.
05:55 હવે axesને ડીલીટ કરો.
05:58 Structure measurement dialog boxમાં , બધી જ હારોને સિલેક્ટ કરો.
06:02 Delete બટન ઉપર ક્લિક કરો.
06:05 Structure measurement dialog boxને બંધ કરો.
06:08 scene 4 માટે , Select મેનુ દ્વારા mainને સિલેક્ટ કરો.
06:15 Actions મેનુ દ્વારા surfaceને દ્રશ્યમાન કરો.
06:17 ફરી Select મેનુમાંથી mainને સિલેક્ટ કરો.
06:21 Actions મેનુ દ્વારા surfaceનો રંગ બદલી પીળો કરો.
06:26 Ligandને સિલેક્ટ કરો અને ligandનો રંગ બદલી ભૂરો કરો.
06:32 હવે પસંદગીને નાબૂદ કરો.
06:35 આ દ્રશ્યને scene 4 તરીકે Animation ડાયલોગ બોક્સ ઉપર ઉમેરો.
06:40 substrate pocket ને વધારે સ્પષ્ટ રીતે દેખાડવા માટે , સપાટી(surface)ને પારદર્શક કરીદો.
06:46 Actions મેનુ ઉપર ક્લિક કરો , surface સુધી નીચે સ્ક્રોલ કરો.
06:50 સબ-મેનુમાંથી transparencyને પસંદ કરો અને 50% ઉપર ક્લિક કરો.
06:58 આ દ્રશ્યને scene 5 તરીકે scenes section ઉપર ઉમેરો.
07:03 જો તમારે Scenes section માંથી કોઈ દ્રશ્ય ડીલીટ કરવું હોય તો;
07:07 thumbnail આકૃતિ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરો ,delete વિકલ્પને સિલેક્ટ કરો.
07:13 દ્રશ્યને ઉમેરવા , ફરી plus આઇકોન ઉપર ક્લિક કરો.
07:18 માઉસ બટન દ્વારા ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિથી આ દ્રશ્યોને Timeline section ઉપર દાખલ કરો.
07:25 thumbnail આકૃતિ ઉપર ક્લિક કરો , ડફેગ કરો અને તે આકૃતિને timeline ઉપર સ્થાપિત કરો.
07:32 હવે માઉસ બટનને છોડી દો.
07:34 વૈકલ્પિક રીતે આપણે thumbnail ઉપર જમણું માઉસ બટન પણ ક્લિક કરી શકીએ.
07:38 context મેનુમાંથી add to timeline વિકલ્પ સિલેક્ટ કરો.
07:43 Timeline ઉપર બધા દૃશ્યોને ક્રમ પ્રમાણે ઉમેરો.
07:47 Actions વિભાગમાં બે વિકલ્પો રહેલા છે;
07:51 Rock - oscillating motion માટે અને Roll - continuous motion માટે.
07:57 ચાલો તો Roll પસંદ કરીએ.
07:59 તો હવે આપણે એનિમેશન રેકોડ કરવા તૈયાર છીએ.
08:03 Record બટન ઉપર ક્લિક કરો.
08:06 Record animation ડાયલોગ બોક્સ ખુલે છે.
08:13 હું ફાઈલને સેવ કરવા Desktop ને પસંદ કરીશ. ફાઈલનું નામ File name ટેક્સ્ટ બોક્સમાં આપો.
08:17 ફાઈલ નામ તરીકે ટાઈપ કરો Animation hyphen one (Animation-1).
08:21 ફાઈલ ટાઈપ તરીકે .ogv અથવા તમને ગમે તે કોઈ પણ ફિલ્મનું ફોર્મેટ લઇ શકો છો.
08:28 એનિમેશનને રેકોર્ડ કરવાનું શરુ કરવા Record બટન ઉપર ક્લિક કરો.
08:33 ડેસ્કટોપ ઉપર દ્રશ્યોની હારમાળા એક ફિલ્મ ફાઈલ તરીકે એનકોડ થશે.
08:42 જો તમારે આ રેકોર્ડિંગ ક્રિયાને અટકાવવી હોય તો ; Animation ડાયલોગ બોક્સ પરના Record બટન ઉપર ફરી ક્લિક કરો.
08:49 તે થોડી જ ક્ષણો લેશે રેકોર્ડિંગ ક્રિયા પુરી કરવા.
08:54 ફાઈલ ડેસ્કટોપ ઉપર Animation hyphen one (Animation-1) તરીકે સેવ થશે.
09:01 એનિમેશનને જોવા .ogv ફાઈલ ઉપર બે વાર ક્લિક કરો.
09:14 ચાલો સારાંશ જોઈએ ,આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા કે કેવી રીતે background lighting અને effects વ્યવસ્થિત કરવા.animation માટે scenes બનાવવા.
09:23 timelineની સાથે scenes મુકવા . પરિણામરૂપે મળતા animationની ફિલ્મ રેકોર્ડ કરવી.
09:30 અભ્યાસ તરીકે Chymotrypsin (PDB code: 7GCH)નું મોડેલ ખોલો.
09:35 background and lighting effectsને વ્યવસ્થિત કરો.
09:38 પ્રોટીન સપાટીની અંદર લિગએન્ડને બતાવવા transparencyને વ્યવસ્થિત કરો.
09:43 થોડાક દ્રશ્યો બનાવો અને તેની એક એનિમેશન ફિલ્મ બનાવો.
09:47 આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારું બેન્ડવિથ સારું ન હોય તો તમે તેને ડાઉલોડ કરી નિહાળી શકો છો.
09:55 અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો.
10:03 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
10:09 ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર.

Contributors and Content Editors

Shivanigada