Tux-Typing/S1/Learn-advanced-typing/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
00:08 | શબ્દસમૂહો ટાઇપ કરવા.
શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું. |
00:12 | ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી. |
00:17 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ. |
00:28 | ડૅશ હોમ પર ક્લિક કરો. |
00:31 | સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો. |
00:36 | ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
00:38 | મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો. |
00:42 | Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ. |
00:47 | Phrase Typing પર ક્લિક કરો. |
00:49 | Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો. |
00:53 | આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે. |
01:06 | હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ? |
01:10 | Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે. |
01:14 | હવે આપણે વાક્યો લખતા શીખ્યા. |
01:17 | તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો. |
01:21 | અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો. |
01:26 | Options મેનુ દેખાય છે. |
01:29 | હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું. |
01:34 | Edit Word Lists પર ક્લિક કરો. |
01:37 | Word List Editor વિન્ડો દેખાય છે. |
01:40 | નવો શબ્દ દાખલ કરીએ? |
01:42 | Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો. |
01:46 | Create a New Wordlist વિન્ડો દેખાય છે. |
01:49 | Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો. |
02:01 | Word List Editor વિન્ડો દેખાય છે. |
02:04 | Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો. |
02:10 | શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો. |
02:17 | Options મેનુ દેખાય છે. |
02:20 | તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો. |
02:26 | આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે. |
02:32 | જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી. |
02:38 | હવે ચાલો ગેમ રમીએ. |
02:40 | મુખ્ય મેનુ પર ક્લિક કરો. |
02:44 | Fish Cascade બટન ઉપર ક્લિક કરો. |
02:47 | Game મેનુ દેખાય છે. |
02:50 | ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો. |
02:57 | ગેમ રમવા માટે સૂચનો વાંચો. |
03:03 | ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો. |
03:07 | ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો. |
03:13 | વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
03:18 | વિવિધ વિકલ્પો છે colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો. |
03:26 | આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે. |
03:32 | જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે. |
03:38 | પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે. |
03:42 | હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે? |
03:47 | અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે. |
03:52 | તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો. |
03:55 | ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો. |
04:00 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
04:02 | મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો. |
04:09 | અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
04:14 | આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા. |
04:21 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
04:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
04:27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
04:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
04:34 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
04:36 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
04:41 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
04:47 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
04:59 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |