Thunderbird/C2/Account-settings-and-configuring/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: |
00:09 | ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું. |
00:13 | મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો. |
00:18 | મેસેજ ફિલ્ટર મેનેજ કરો. |
00:20 | આપણે એ પણ શીખીશું : |
00:22 | યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા, |
00:25 | બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા, |
00:28 | મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા, |
00:32 | ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું. |
00:34 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:42 | લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો. |
00:45 | Thunderbird વિન્ડો ખૂલે છે. |
00:48 | ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે. |
00:51 | ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો |
00:58 | STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો. |
01:06 | New Folder સંવાદ બોક્સ દેખાય છે. |
01:09 | Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો. |
01:13 | Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે! |
01:18 | હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો. |
01:23 | ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ. |
01:30 | તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો. |
01:36 | હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો. |
01:43 | જમણી પેનલમાં, Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો. |
01:48 | Search Messages સંવાદ બોક્સ દેખાય છે. |
01:52 | મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ. |
01:57 | મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે. |
02:02 | Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે. |
02:08 | આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો. |
02:13 | Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે. |
02:18 | તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો. |
02:22 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
02:25 | તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો. |
02:31 | આ સંવાદ બોક્સ બંધ કરો. |
02:35 | ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ. |
02:39 | ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો. |
02:44 | અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું.. |
02:52 | ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો. |
02:58 | Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો. |
03:03 | Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો. |
03:09 | Filter Rules સંવાદ બોક્સ દેખાય છે. |
03:12 | Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો. |
03:16 | ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો. |
03:21 | Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે. |
03:26 | Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે. |
03:30 | આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો. |
03:33 | આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો. |
03:41 | આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો. |
03:49 | Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો. |
03:58 | સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો. |
04:04 | નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે. |
04:12 | તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો. |
04:15 | એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો. |
04:26 | જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે. |
04:31 | અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે. |
04:35 | ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ. |
04:44 | મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે. |
04:48 | મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું. |
04:54 | આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો. |
05:02 | હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો. |
05:11 | ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો. |
05:16 | ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો. |
05:21 | Access Yahoo Mail via POP પસંદ કરો. |
05:24 | Close ઉપર ક્લિક કરો. |
05:28 | save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો. |
05:33 | હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો. |
05:39 | હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો. |
05:45 | Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
05:49 | હવે, USERTWO તરીકે નામ દાખલ કરો. |
05:53 | આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો. |
06:03 | પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો. |
06:10 | Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
06:13 | Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો. |
06:26 | આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો. |
06:35 | Incoming ફિલ્ડમાં, |
06:37 | Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે. |
06:43 | SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો. |
06:48 | Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો. |
06:53 | Outgoing ફિલ્ડમાં, |
06:55 | Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો. |
07:05 | Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે. |
07:12 | SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો. |
07:17 | Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો. |
07:23 | User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો. |
07:28 | Create Account સક્રિય થયેલ છે. |
07:32 | Create Account ઉપર ક્લિક કરો. |
07:34 | યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે. |
07:37 | તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે. |
07:42 | નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે. |
07:48 | Inbox ઉપર ક્લિક કરો. |
07:50 | યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે. |
07:55 | તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી, |
08:01 | પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો! |
08:05 | હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ preference સેટિંગ્સ જોઈશું. |
08:13 | તમે: જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા, |
08:20 | જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા, |
08:24 | જંક મેસેજો ઓળખવા, અથવા |
08:26 | તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો. |
08:34 | ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો. |
08:38 | Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે. |
08:42 | જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો. |
08:47 | Account Settings સંવાદ બોક્સ દેખાય છે. |
08:50 | ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો. |
08:58 | Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે. |
09:02 | Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો. |
09:08 | થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે. |
09:12 | Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો. |
09:15 | થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે. |
09:22 | એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો. |
09:27 | તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ: |
09:30 | મેઇલ્સની કૉપિઓ બનાવવા, |
09:33 | ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા, |
09:35 | સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા. |
09:39 | ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો. |
09:44 | જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
09:49 | ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ. |
09:53 | નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે. |
10:00 | ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો. |
10:08 | હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો. |
10:16 | Messages larger than બોક્સને ચેક કરો. |
10:19 | હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો. |
10:24 | થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે. |
10:30 | થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું. |
10:35 | તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો. |
10:41 | આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો. |
10:48 | શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે. |
10:52 | સમય જતાં, |
10:56 | તમારી પસંદગીઓના આધાર ઉપર, |
10:59 | થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે. |
11:03 | અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો. |
11:07 | Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો. |
11:13 | Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે. |
11:18 | નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે. |
11:27 | Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો. |
11:35 | Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો. |
11:44 | હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો. |
11:48 | મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે. |
11:52 | Junk આઇકોન ઉપર ક્લિક કરો. |
11:54 | નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે. |
11:58 | આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો! |
12:03 | અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ! |
12:10 | ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો. |
12:16 | જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો. |
12:21 | Account Settings સંવાદ બોક્સ દેખાય છે. |
12:25 | નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો. |
12:32 | એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે. |
12:35 | જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે. |
12:39 | જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું. |
12:45 | તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું. |
12:47 | ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ. |
12:51 | યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો, |
12:53 | તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ |
12:56 | બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ |
12:58 | થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે. |
13:00 | વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે. |
13:06 | જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે. |
13:12 | અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:18 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે: |
13:20 | ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું. |
13:24 | મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું. |
13:28 | મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું. |
13:30 | આપણે આ પણ શીખ્યા: |
13:32 | યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું. |
13:35 | બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું. |
13:38 | મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને |
13:40 | ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું. |
13:44 | અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે. |
13:46 | એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો. |
13:49 | એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો. |
13:52 | આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો |
13:56 | Junk settings માટે preference બદલો. |
14:00 | ઇમેઇલ એકાઉન્ટ રદ કરો. |
14:02 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
14:05 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
14:09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
14:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
14:15 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
14:18 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
14:22 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
14:29 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
14:33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
14:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
14:51 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |