Skill-Development--Fitter/C2/Filing-a-workpiece/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 નમસ્તે મિત્રો Workpiece (વર્કપીસ) ફાઈલિંગ કરવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું,
00:10 filing (ફાઈલિંગ) શું છે?
00:12 ફાઈલિંગ માટે વપરાતા વિવિધ ટૂલો
00:15 વિભિન્ન પ્રકારની ફાઈલિંગ
00:17 વર્કપીસને કેવી રીતે ફાઈલ કરવું
00:22 તથા ફાઈલિંગ દરમ્યાન થતી સામાન્ય ભૂલો.
00:24 આ ટ્યુટોરીયલ માટે આપણને જોઈએ છે
00:27 એક file (કાનસ), ફાઈલ કરવા માટે જોઈતું workpiece (વર્કપીસ)
00:31 વર્કપીસને પકડી રાખવા માટે Bench Vice (બેંચ વાઈસ)
00:34 માપવા માટે Vernier Calliper (ફર્નિચર વ્યાસ માપક કંપાસ)
00:37 વર્કપીસની ચોરસાઈ તપાસવા માટે જોઈતું Try Square (ટ્રાય સ્ક્વેર)
00:42 વર્કપીસ કાપવા માટે Hack saw (લાંબી કરવત)
00:45 વર્કપીસમાં કાણા પાડવા માટે જોઈતું Punch (પંચ)
00:48 અને એક Ball pein hammer (બોલ પેઈન હથોડી)
00:51 સૌપ્રથમ ચાલો જોઈએ, ફાઈલિંગ શું છે.
00:54 ફાઈલિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં કાનસની મદદથી કાર્ય અથવા કે વર્કપીસમાંથી વધારનો ભાગ કાઢી નાખવામાં આવે છે.
01:02 વિવિધ જરૂરીયાતો અનુસાર અહીં વિવિધ પ્રકારની કાનસો છે.
01:07 લંબચોરસ વક્ર-ભાગ માટે, Flat file (સપાટ કાનસ).
01:11 સુવાળી સપાટી મેળવવા માટે : Smooth file (સુવાળી કાનસ).
01:15 વર્કપીસનાં કાટખૂણાવાળા ભાગને ફાઈલિંગ કરવા માટે : Safe edge file (સલામત ધારવાળી કાનસ).
01:21 ચોરસ ખૂણાઓ તથા ચોરસ છિદ્રો બનાવવા માટે : Square file (સ્ક્વેર ફાઈલ)
01:27 અર્ધ-ગોળાકાર સપાટીને ફાઈલિંગ કરવા માટે : Half run file (હાફ રન કાનસ)
01:32 અને છિદ્રો તથા વર્તુળાકાર ઘાટ બનાવવા માટે : Round file (રાઉન્ડ કાનસ)
01:38 ચાલો હવે ફાઈલિંગ પ્રક્રિયા શીખીએ.
01:41 મને 5 બાય 3 ઇંચનાં વર્કપીસની જરૂર છે.
01:46 કાર્ય અથવા કે વર્ક-પીસ જે મારી પાસે છે તે 5 બાય 4 ઇંચનું છે.
01:52 તો ચાલો પહેલા વધારાનાં 1 ઇંચ ભાગને કાપી નાખીએ.
01:58 આ માટે, વર્ક-પીસ પર ચિન્હ કરનાર માધ્યમ વડે નિશાની કરીએ.
02:03 ચિન્હ કરનાર માધ્યમ તરીકે તમે ખડી કે શાહીનો ઉપયોગ કરી શકો છો.
02:08 માધ્યમ લાગુ કર્યા બાદ, દર્શાવ્યા પ્રમાણે જેની કેલીપરનો ઉપયોગ કરીને વર્ક-પીસને ચીન્હાંકિત કરો.
02:15 તો, મારી જરૂરીયાત અનુસાર હું 1 ઇંચ કરતા સેજ ઓછું માર્ક કરી રહ્યી છું.
02:21 આગળ, ચીન્હાંકિત લાઈન પર કાણું પાડવા માટે પંચ તથા બોલ પેઈન હથોડી ઉપયોગમાં લો.
02:28 આનાં પછી, વાઈસનાં જડબાંને સમાંતર વર્ક-પીસ મુકો.
02:34 વર્ક-પીસ એક જગ્યાએ બરાબરથી રહે તે માટે તેને સજ્જડ કસો.
02:38 જેથી કરીને આપણે વર્ક-પીસને સરળતાથી કાપી શકીએ.
02:42 આગળ, હેક સો લઈને વર્ક-પીસનાં વધારાનાં ભાગને કાપો.
02:48 એકવાર જો વધારાનો ભાગ નીકળી જાય તો, વર્ક-પીસને ફરી એકવાર માપો.
02:54 હા, માપ અત્યારે બરાબર છે. મારી પાસે 5 બાય 3 ઇંચ છે.
03:00 હવે, ચાલો ફાઈલિંગ પ્રક્રિયાની શરૂઆત કરીએ.
03:02 પહેલા આપણને એક યોગ્ય કાનસ પસંદ કરવી પડશે.
03:06 મને સુવાળી કિનારી જોઈએ છે, તેથી હું Smooth file (સુવાળી કાનસ) પસંદ કરીશ.
03:11 કાનસનો હાથો સુરક્ષિત રીતે બેસાડ્યો છે કે નહી તે વાતની ખાતરી કરી લો.
03:16 યોગ્ય હાથા વગરની કાનસનો ઉપયોગ ન કરો.
03:19 નહી તો તમારા હાથને ઈજા થશે.
03:22 તમે ફાઈલિંગ પ્રક્રિયા ચાલુ કરો એ પહેલા કાનસ ચોક્ખી છે કે નહી તેની ખાતરી કરી લો.
03:27 જંગ લાગેલી કાનસ વાપરવાથી વર્ક-પીસને નુકશાન થશે તેમજ તમારા હાથ છોલાઈ જશે.
03:34 તો, હવે મેં યોગ્ય કાનસ પસંદ કરી લીધી છે.
03:38 આગળનું પગલું વર્ક-પીસને ફરી એક વાર બેંચ વાઈસમાં સુરક્ષિત રીતે મુકવાનું છે.
03:45 તમે પોતે બેંચ વાઈસને ૯૦ ડીગ્રી કાટખૂણે રહો એ સ્થિતિમાં ઉભા રહો.
03:51 તમારો ડાબો પગ આગળ મુકો અને જમણો પગ પાછળ મુકો.
03:57 ફાઈલિંગ કરવા માટે આ શ્રેષ્ઠ સ્થિતિ છે.
04:00 હવે કાનસનો હાથો તમારા જમણા હાથમાં કસીને પકડો.
04:05 દર્શાવ્યા પ્રમાણે તમારા ડાબા હાથ વડે, કાનસની અણીને પકડી રાખો.
04:10 જમણો અંગુઠો કાનસનાં હાથાને કસીને દબાવી રાખે, એ વાતની ખાતરી કરી લો.
04:15 હવે આપણે ફાઈલિંગ શરૂ કરવા માટે તૈયાર છીએ.
04:18 ફાઈલિંગની ત્રણ પદ્ધતિઓ છે. આ છે :
04:21 Straight forward (સ્ટ્રેઈટ ફોરવર્ડ) ફાઈલિંગ
04:23 Draw (ડ્રો) ફાઈલિંગ
04:25 Diagonal (ડાયગોનલ) અથવા કે cross (ક્રોસ) ફાઈલિંગ.
04:28 ચાલો તે બધાને એક પછી એક જોઈએ.
04:30 કાનસને વર્ક-પીસની લંબાઈઅનુસાર પૂર્ણ સપાટી પર ફેરવવું સ્ટ્રેઈટ ફોરવર્ડ ફાઈલિંગ કહેવાય છે.
04:38 આ પદ્ધતિમાં, ફાઈલિંગ કાનસને ઉપર નીચે હળવેથી ફેરવીને થાય છે.
04:44 તમે જોઈ શકો છો કે તમારું વર્ક-પીસ ફાઈલ થઈ રહ્યું છે અને વધારાનો ભાગ નીકળી રહ્યો છે.
04:51 ડ્રો ફાઈલિંગ પદ્ધતિમાં, કાનસ શરીરની દિશામાં એકસરખું દબાણ આપીને ખેંચવામાં આવે છે.
04:58 ડાયગોનલ ફાઈલિંગ પદ્ધતિમાં, કાનસને વર્ક-પીસની સપાટી પર ત્રાસી રીતે ફેરવવામાં આવે છે.
05:06 કાનસનું હલનચલન વર્ક-પીસનાં એક ખૂણેથી બીજે ખૂણે, ત્રાંસુ રહે છે.
05:13 ફાઈલિંગ પૂર્ણ થયા બાદ, આપણને વર્ક-પીસનાં સપાટીની સમતલતા અને ચોરસાઈ તપાસ કરવી પડે છે.
05:21 આ બધું ટ્રાય-સ્ક્વેર અને વર્નીઅર કેલીપરની મદદથી થાય છે.
05:26 સમતલતા યોગ્ય છે કે નહી તે તપાસવા માટે, દર્શાવ્યા પ્રમાણે ટ્રાય-સ્ક્વેરને વર્ક-પીસ પર મુકો.
05:33 આવું વર્ક-પીસ પરનાં ૩ જુદા જુદા સ્થાને કરી જુઓ.
05:38 આને પ્રકાશ સ્ત્રોતનાં વિરુદ્ધ અજમાવી જુઓ.
05:41 આ સમતલતાનું એક સ્પષ્ટ સંકેત છે.
05:44 જો સપાટી સમતલ ન હોય, તો તમને વર્ક-પીસ અને ટ્રાય-સ્ક્વેર વચ્ચે પ્રકાશની કિરણો દેખાશે.
05:52 આવા કિસ્સામાં, તમને ફરીથી ફાઈલ કરવાની જરૂર રહેશે.
05:57 આગળ આપણે ટ્રાય-સ્ક્વેરનો ઉપયોગ કરીને વર્ક-પીસની ચોરસાઈ તપાસ કરીશું.
06:03 દર્શાવ્યા પ્રમાણે, ટ્રાય-સ્ક્વેરને વર્ક-પીસનાં ખૂણે મુકો.
06:07 હવે આ પ્રમાણે, વર્ક-પીસની બે સંલગ્ન બાજુઓ પર ટ્રાય-સ્ક્વેરની કિનારીઓનો સ્પર્શ કરો.
06:14 વર્ક-પીસની સંલગ્ન બાજુઓ એકબીજાથી 90 ડીગ્રી પર છે કે નહી તે તપાસ કરો.
06:20 જો નથી, તો ફરીથી ફાઈલ કરો.
06:23 બીજું માપન જે કે આપણે કરવું છે તે છે વર્ક-પીસની જાડાઈની તપાસ કરવી.
06:29 આ માટે, આપણે વર્નીઅર કેલીપર વાપરવું પડશે.
06:33 દર્શાવ્યા પ્રમાણે, વર્ક-પીસને વર્નીઅર કેલીપરનાં જડબાંમાં મુકો.
06:38 વર્ક-પીસની જાડાઈ માપો.
06:41 હવે આ પ્રક્રિયા વર્ક-પીસ પર ઓછામાં ઓછું હજુ ત્રણ સ્થાને પુનરાવર્તિત કરો.
06:47 મેળ ખાતા માપન દ્વારા ખ્યાલ આવે છે કે વર્ક-પીસ જાડાઈમાં એકસરખું છે.
06:53 હવે ફાઈલિંગ કરતી સમયે શું ન કરવું જોઈએ તે શીખવાનો સમય છે.
06:57 વર્ક-પીસનાં ખૂણા પર ફાઈલ ન કરો.
07:00 કેન્દ્રને ગુમાવી વર્ક-પીસનાં બંને કિનારીઓ પર ફાઈલ ન કરો.
07:05 આ સાથે જ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:08 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા
07:12 વર્કપીસનું માપ લેવું
07:14 વર્કપીસનાં વધારાનાં ભાગને કાઢી નાખવું.
07:17 વર્કપીસ ફાઈલ કરવું.
07:20 લીંક પર દર્શાવેલ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપોનું આયોજન કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:35 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
07:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:45 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
07:51 આ ટ્યુટોરીયલને ફક્ત નેશનલ સૂચનાત્મક મીડિયા સંસ્થાન, ચેન્નઇ માટે જ બનાવવામાં આવ્યું છે.
07:59 આ ટ્યુટોરીયલ માટે સ્ક્રીપ્ટનું યોગદાન પ્રવીણ દ્વારા અપાયું છે અને
08:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:07 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya