Scilab/C2/Installing/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ. |
00:14 | આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે. |
00:20 | તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો. |
00:25 | Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો. |
00:41 | આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે. |
00:45 | save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે. |
00:51 | તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ. |
00:55 | હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ. |
00:59 | ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે. |
01:04 | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો. |
01:11 | Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે. |
01:17 | હું આ મીનીમાઈઝ કરીશ. |
01:19 | સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો. |
01:25 | Run ઉપર ક્લિક કરો. |
01:28 | set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો. |
01:34 | આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે. |
01:37 | ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો. |
01:39 | license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો. |
01:43 | તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો. |
01:47 | Next ઉપર ક્લિક કરો. |
01:49 | full Installation માટે જાઓ. Next ઉપર ક્લિક કરો. |
01:52 | Next. |
01:54 | Next. સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો. |
01:59 | ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો. |
02:04 | આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. |
02:11 | આ થોડો સમય લેશે. |
02:21 | Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે. |
02:28 | આ થોડો સમય લેશે. |
02:46 | સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો. |
02:51 | આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે. |
03:01 | હું આ બંધ કરીશ. |
03:04 | આ સમયે આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે. |
03:08 | આ નીચે યાદી થયેલ છે. |
03:13 | ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે |
03:18 | અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે. |
03:21 | તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે. |
03:29 | લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે. |
03:35 | આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ. |
03:39 | આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે. |
03:44 | અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ. |
03:48 | સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ. |
03:50 | સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. |
03:54 | તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. |
03:58 | આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે. |
04:03 | આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે. |
04:08 | અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ. |
04:12 | અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ. |
04:15 | અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ. |
04:17 | સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે, |
04:20 | મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
04:25 | વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે. |
04:29 | સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે, |
04:33 | ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે. |
04:37 | અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ. |
04:42 | અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ. |
04:47 | અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ. |
04:55 | અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે |
04:58 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:03 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro. |
05:12 | જોડાવા બદ્દલ આભાર. |
05:14 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
05:17 | ગુડ બાય. |