Python/C2/Saving-plots/Gujarati
From Script | Spoken-Tutorial
Timing | Narration |
---|---|
0:00 | "Saving plots" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
0:04 | આ ટ્યુટોરીયલની અંતમાં, તમે આપેલ વિશે સમર્થ રહેશો,
|
0:13 | આ ટ્યુટોરીયલ શરૂ કરીએ એ પહેલા, અમે તમને "Using plot interactively" પરનું ટ્યુટોરીયલ પૂર્ણ કરવાં માટે આગ્રહ કરીશું. |
0:19 | હવે ipython હાયફન pylab આદેશ દ્વારા તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને શરૂ કરો |
0:30 | જેવું કે તમે જાણો છો, તે તમારા આઈપાયથન ઇન્ટરપ્રીટરને તમારા આલેખને આલેખવા અને સંગ્રહીત કરવા માટે જોઈતા પાયથન મોડ્યુલો સાથે ખોલશે. |
0:36 | શરૂ કરવા સાથે, ચાલો એક સાઈન વેવ માઈનસ ૩ pi થી ૩ pi સુધી આલેખીએ. |
0:43 | ચાલો આલેખ માટે જોઈતા પોઈન્ટોની ગણતરીથી શરૂઆત કરીએ. |
0:45 | તે આપેલ પ્રમાણે linspace નાં ઉપયોગ વડે થઇ શકે છે, |
0:51 | તમે ટાઈપ કરી શકો છો x = linspace કૌંસમાં માઈનસ 3 ઇનટુ pi અલ્પવિરામ 3 ઇનટુ pi અલ્પવિરામ 100 |
0:59 | આપણે જોઈતા પોઇન્ટ x માં સંગ્રહીત કર્યા છે. |
1:03 | હવે ચાલો પ્લોટ સ્ટેટમેંટનાં ઉપયોગ વડે પોઇન્ટને આલેખીએ. તો ટાઈપ કરો plot (x,sinx) |
1:18 | થઇ ગયું! |
1:19 | આપણે અત્યંત સાદો સાઈન આલેખ બનાવ્યો છે, હવે ચાલો જોઈએ કે કેવી રીતે ભવિષ્યનાં વપરાશ માટે આલેખને સંગ્રહીત કરવું જેથી કરીને તમે આલેખને તમારા અહેવાલમાં બેસાડી શકો. |
1:32 | આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે savefig() ફંક્શન વાપરીશું. |
1:36 | આ માટે આપણે આલેખ વિન્ડોને ટર્મિનલની સાથે સાથે ખુલ્લું રાખીશું. |
1:40 | સ્ટેટમેંટ આ પ્રમાણે છે savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ png |
1:52 | નોંધ લો કે savefig ફંક્શન એક આર્ગ્યુંમેંટ લે છે જે ફાઈલનામ છે, ફાઈલનામમાં . પછીનાં છેલ્લા ૩ અક્ષરો એક્સટેન્શન છે અને ફાઈલનો પ્રકાર છે જે કે ફોર્મેટ નક્કી કરે છે જેમાં તમે સંગ્રહીત કરવા માંગો છો. |
2:10 | એ સાથે જ, નોંધ લો કે આપણે સંપૂર્ણ માર્ગ અથવા કે નિરપેક્ષ માર્ગ આપ્યો છે જેમાં આપણને ફાઈલને સંગ્રહીત કરવી છે. |
2:18 | અહીં આપણે ડોટ png એક્સટેન્શન વાપર્યું છે જેનો અર્થ એ છે કે આપણે ઈમેજને એક PNG ફાઈલ તરીકે સંગ્રહીત કરવા માટે ઈચ્છીએ છીએ. |
2:25 | હવે ચાલો sine ડોટ png ફાઈલનું સ્થાન દર્શાવીએ જે આપણે થોડા સમય અગાઉ સંગ્રહીત કરી હતી. |
2:32 | આપણે ફાઈલને સ્લેશ home સ્લેશ fossee માં સંગ્રહીત કરી છે તો ચાલો ફાઈલ બ્રાઉઝરની મદદથી સ્લેશ home સ્લેશ fossee પર નેવીગેટ કરીએ. |
2:49 | હા, sine ડોટ png ફાઈલ અહીં છે. |
2:52 | ચાલો તેને ખોલીએ અને તપાસ કરીએ. |
2:57 | આમ આલેખને સંગ્રહીત કરવા માટે, આપણે savefig ફંક્શન વાપરીએ છીએ. |
3:05 | ડોટ savefig આલેખને ઘણા બધા ફોર્મેટમાં સંગ્રહીત કરે છે, જેમ કે pdf - portable document format, ps - post script, eps - encapsulated post script, svg - scalable vector graphics, png - portable network graphics જે પારદર્શિતાને આધાર આપે છે વગેરે. |
3:24 | વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો. |
3:29 | સાઈન આલેખને EPS ફોર્મેટમાં સંગ્રહીત કરો જેને લેટેક ડોક્યુંમેંટોમાં બેસાડી શકાવાય. |
3:37 | આપણી પાસે હજુ સુધી સાઈન આલેખ છે, ચાલો હવે આલેખને sine ડોટ eps તરીકે સંગ્રહીત કરીએ. |
3:49 | હવે આપણે આલેખને savefig ફંક્શન વાપરીને સંગ્રહીત કરીશું, તો તમે ટાઈપ કરી શકો છો savefig કૌંસમાં એકલ અવતરણમાં સ્લેશ home સ્લેશ fossee સ્લેશ sine ડોટ eps અને enter દબાવો |
4:04 | હવે ચાલો સ્લેશ home સ્લેશ fossee પર જઈએ અને બનેલ નવી ફાઈલને જોઈએ. |
4:13 | હા! નવી sine ડોટ eps ફાઈલ અહીં છે. |
4:18 | વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો. |
4:23 | સાઈન આલેખને PDF, PS અને SVG ફોર્મેટમાં સંગ્રહીત કરો. |
4:31 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
4:34 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, savefig() ફંક્શનનાં ઉપયોગ વડે આલેખ સંગ્રહીત કરવું. |
4:38 | પછી આલેખને વિવિધ ફોર્મેટોમાં સંગ્રહીત કરવું જેમ કે - pdf - ps - png - svg - eps |
4:45 | અહીં તમારી માટે ઉકેલવા હેતુ સ્વ:આકારણી પ્રશ્નો છે |
4:48 | ૧. આલેખ સંગ્રહીત કરવા માટે કયો આદેશ વાપરવામાં આવે છે. saveplot() savefig() savefigure() saveplt() |
4:59 | ૨. savefig('sine.png') પ્લોટને સંગ્રહીત કરે છે, |
5:04 | રૂટ ડાયરેક્ટ્રી (GNU/Linux, Unix આધારિત સીસ્ટમમાં), c કોલન સ્લેશ (windows પર). |
5:14 | બીજો વિકલ્પ. એક એરર આપશે કારણ કે સંપૂર્ણ માર્ગ પૂરો પાડવામાં આવ્યો નથી. |
5:18 | ત્રીજો વિકલ્પ. ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રી. |
5:21 | અને અંતિમ વિકલ્પ છે પહેલાથી વ્યાખ્યિત કરેલ ડાયરેક્ટ્રી જેમ કે /documents. |
5:26 | અને હવે, જવાબો, |
5:28 | ૧. આલેખ સંગ્રહીત કરવા માટે, આપણે savefig() ફંક્શન વાપરીએ છીએ. |
5:33 | ૨. જયારે પણ આપણે ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, તે ચાલુ કાર્યરત ડાયરેક્ટ્રીમાં સંગ્રહીત થાય છે. |
5:38 | આશા રાખું છું તમે આનો આનંદ લીધો અને આ તમને ઉપયોગી નીવડ્યું. આભાર. |