Python/C2/Getting-started-with-ipython/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Timing Narration
0:00 નમસ્કાર મિત્રો "getting started with ipython" પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
0:07 આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ વિશે સમર્થ રહેશો,
  1. આઇપાયથન ઇન્ટરપ્રીટર ને આહવાન કરવું.
  2. આઇપાયથન ઇન્ટરપ્રીટર થી બહાર નીકળવું.
  3. આઇપાયથન ની સત્ર હીસ્ટ્રી નેવિગેટ કરવી.
  4. આઇપાયથન ફંક્શનો લખવા માટે ટેબ-કમ્પલીશન વાપરવું.
  5. ફંક્શનોનાં ડોક્યુંમેન્ટેશનને લુક-અપ કરવું.
  6. અધૂરાં અથવા ભૂલવાળા આદેશોને અવરોધવાં.
0:27 આઇપાયથન એક ઉન્નત પાયથન ઇન્ટરપ્રીટર છે જે ટેબ-કમ્પલીશન, હેલ્પ માટે સરળ ઍક્સેસ અને બીજા ઘણા કાર્યો જેવા લક્ષણોને પુરા પાડે છે.
0:37 ચાલો સૌપ્રથમ જોઈએ કે આઇપાયથન ઇન્ટરપ્રીટર ને કેવી રીતે ચાલુ કરવું.
0:41 પહેલા ટર્મિનલ ખોલો, ટર્મિનલમાં ipython ટાઈપ કરો અને enter દબાવો.
0:51 સંસ્થાપિત પાયથન આવૃત્તિ વિશે અમુક માહિતી અને કેટલાક હેલ્પ આદેશો મેળવ્યા પછીથી, આપણને In[1]: સાથે એક પ્રોમ્પ્ટ મળે છે.
0:59 પરંતુ, જો તમને 'ipython is not installed' દર્શાવતો એક એરર મળે છે તો how to install the packages પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
1:09 હવે, ચાલો જોઈએ આપણે આઇપાયથન ઇન્ટરપ્રીટર થી કેવી રીતે બહાર નીકળી શકીએ છીએ, Ctrl-D દબાવો.
1:17 તમેં ખરેખર બહાર નીકળવા ઈચ્છો છો એ વાતની પુષ્ટિ કરતુ એક પ્રોમ્પ્ટ દ્રશ્યમાન થશે, હા કહેવા માટે અને આઇપાયથન થી બહાર નીકળવા માટે y ટાઈપ કરો અને ના કહેવા માટે n ટાઈપ કરો જો તમે આઇપાયથન થી બહાર નીકળવા માટે ઈચ્છતા નથી.
1:28 y દબાવો.
1:32 હવે જયારે કે આપણે ઇન્ટરપ્રીટર થી બહાર નીકળી ગયા છીએ, ચાલો તેને ipython ટાઈપ કરીને ફરીથી ચાલુ કરીએ
1:42 અને હવે ચાલો જોઈએ, ઇન્ટરપ્રીટર કેવી રીતે વાપરવું.
1:46 સરળ વસ્તુથી શરૂઆત કરીએ, સરવાળો.
1:48 પ્રોમ્પ્ટ પર 1+2 ટાઈપ કરો.
1:55 આઇપાયથન તરત જ આઉટપુટ 3 તરીકે પાછું આપે છે.
1:59 નોંધ લો કે આઉટપુટ એક Out[1] સંકેત સાથે દેખાય છે.
2:05 હવે, ચાલો આપણે અત્યારે થોડા વધુ ઓપરેશનો પ્રયાસ કરીએ જેમ કે, 5 માઈનસ 3, 7 માઈનસ 4, 6 ઇનટુ 5.
2:23 હવે ચાલો જોઈએ કે આઇપાયથન આદેશોની હિસ્ટ્રી કઈ રીતે યાદ રાખે છે.
2:29 ઉદાહરણ તરીકે, print 1+2.
2:33 સંપૂર્ણ વસ્તુ ટાઈપ કરવાં કરતા, અપ એરો કીનો ઉપયોગ 1+2 આદેશ પર પાછું જવા માટે કરો જે આપણે પહેલા કર્યો હતો, હવે લાઈનની શરૂઆતમાં જવાં માટે લેફ્ટ એરો કીને વાપરો અને ``print`` શબ્દ ટાઈપ કરીને સ્પેસ દબાવો.
2:55 આપણે લાઈનને print 1+2 માં બદલી નાખી છે, હવે enter દબાવો.
3:02 ઇન્ટરપ્રીટર પરિણામ 3 તરીકે પ્રીંટ કરે છે.
3:06 કૃપા કરી નોંધ લો કે અહીં સંકેત આઉટ ચોરસ કૌંસ ને દર્શાવાયો નથી.
3:11 હવે ચાલો પ્રીંટ 10 ઇનટુ 2 કરીએ.
3:16 પાછલા આદેશ 1+2 પર જવાં માટે આપણે અપ એરો કીનો ઉપયોગ કરીએ છીએ.
3:22 હવે 1 પ્લસ 2 ને 10 ઇનટુ 2 થી બદલી કરો અને enter દબાવો.
3:34 હમણાં સુધી, આપણે જોયું કે કેવી રીતે આઇપાયથન ઇન્ટરપ્રીટર ને આહવાન કરવું, આઇપાયથન થી બહાર નીકળવું અને આઇપાયથન માં પહેલાનાં આદેશો દરમ્યાન નેવીગેટ કરવું.
3:42 હવે, ચાલો જોઈએ, ટેબ-કમ્પલીશન શું છે?
3:47 ચાલો એક ઉદાહરણ લઈએ, માની લો કે આપણે રાઉન્ડ ફંક્શન ઉપયોગમાં લેવા માંગીએ છીએ.
3:52 આ માટે આપણે પ્રોમ્પ્ટ પર ફક્ત ro ટાઈપ કર્યું છે અને ટેબ કી દબાવી છે.
4.00 જેવું કે તમે ટર્મિનલ પર જોઈ શકો છો, આઇપાયથન ro આદેશને round માં પૂર્ણ કરે છે, આઇપાયથનનાં આ લક્ષણને ટેબ-કમ્પલીશન કહેવાય છે.
4:08 ચાલો ટેબ-કમ્પલીશન ની કેટલીક વધુ શક્યતાઓ જોઈએ ફક્ત r ટાઈપ કરો અને ત્યારબાદ tab દબાવો.
4:19 જેવું કે તમે જોઈ શકો છો કે આઇપાયથન આદેશને પૂર્ણ કરતુ નથી. આ એટલા માટે, કારણ કે r ની ઘણી બધી શક્યતાઓ છે એટલા માટે તે ફક્ત r ની તમામ શક્ય સમાપ્તિઓની યાદી આપે છે.
4:31 હવે ચાલો અભ્યાસ પ્રયાસ કરીએ.
4:33 વિડીઓને અહીં અટકાવો, પ્રશ્ન ઉકેલો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
4:39 1. "ab" થી શરૂ થનારા આદેશો શોધો?
4:44 2. "a" થી શરૂ થનારા આદેશોની યાદી દર્શાવો?
4:54 ab ટેબ abs માં પૂર્ણ થાય છે અને a ટેબ આપણને "a" થી શરૂ થનારા તમામ આદેશોની યાદી દર્શાવે છે.
5:07 હવે, ચાલો જોઈએ abs ફંક્શન શાની માટે વપરાય છે.
5:12 આ શોધવા માટે આપણે આઇપાયથનનાં હેલ્પ લક્ષણનો ઉપયોગ કરીશું.
5:15 ફંક્શનનાં ડોક્યુંમેન્ટેશનને જોવા માટે, ફંક્શન નામ ટાઈપ કરીને આગળ પ્રશ્નાર્થ ચિન્હ ટાઈપ કરો અને enter દબાવો.
5:24 આઇપાયથન ઇન્ટરપ્રીટર ફંક્શન માટે ડોક્યુંમેન્ટેશન દર્શાવશે.
5:27 ચાલો abs ફંક્શનનું ડોક્યુંમેન્ટેશન જોઈએ, ટાઈપ કરો abs? અને enter દબાવો.
5:38 જેવું કે ડોક્યુંમેન્ટેશન દર્શાવે છે, abs એક ક્રમાંકને ઈનપુટ તરીકે લે છે અને તેની નિરપેક્ષ વેલ્યુ પાછી આપે છે.
5:46 ચાલો અમુક ઉદાહરણો જોઈએ,
5:49 ઇન્ટરપ્રીટર પર abs(-19) અને abs(19) ટાઈપ કરો.
6:04 બંને કિસ્સામાં, અપેક્ષા મુજબ, આપણને 19 મળે છે.
6:08 હવે ચાલો આને દશાંશ ક્રમાંકો માટે પ્રયાસ કરીએ; ચાલો પ્રયાસ કરીએ abs(-10.5), પરિણામ રૂપે આપણને 10.5 મળ્યું છે.
6:24 વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
6:31 round નાં ડોક્યુંમેન્ટેશનને લૂક-અપ કરો અને જુઓ તેને કેવી રીતે વાપરી શકાવાય.
6:39 અને તમે આઇપાયથન ઇન્ટરપ્રીટર માં round પ્રશ્નાર્થ ચિન્હ ટાઈપ કરીને round ફંક્શનનું ડોક્યુંમેન્ટેશન લૂક-અપ કરી શકો છો.
6:47 જો તમે નોંધ લો છો, તો અહીં ndigits ની ફરતે વધારાનાં ચોરસ કૌંસ છે.
6:53 આનો અર્થ એ છે કે ndigits વૈકલ્પિક છે અને 0 એ મૂળભૂત વેલ્યુ છે.
6:58 પાયથન ડોક્યુંમેન્ટેશનમાં વૈકલ્પિક પેરામીટરોને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે.
7:03 round ફંક્શન, ક્રમાંકને આપેલ ચોક્કસ આકડામાં ફેરવી લે છે.
7:09 વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
7:16 ચાલો હવે round ફંક્શન સાથે થોડા વધુ ઉદાહરણો પ્રયાસ કરીએ.
7:21 round(2.48) round(2.48, 1) round(2.48, 2) round(2.484) round(2.484, 1) round(2.484, 2) નાં આઉટપુટને તપાસ કરો.
7:43 હવે, આપણને 2.0, 2.5 અને 2.48 મળ્યું છે, જેની અપેક્ષા આપણે રાખી છે.
7:54 ચાલો હવે જોઈએ ટાઈપીંગ ભૂલોને કેવી રીતે સુધારવી, જે આપણે અવારનવાર ટર્મિનલ પર ટાઈપીંગ કરતી વેળાએ કરીએ છીએ.
08.01 જેવું કે પહેલાથી દર્શાવાયું છે, જો આપણે enter કી પહેલાથી દબાવી નથી તો, આપણે એરો કીનાં મદદથી નેવિગેટ કરી શકીએ છીએ અને delete અથવા backspace કી વાપરીને લખેલું રદ્દ કરી અને એરર સુધાર કરી શકીએ છીએ.
8:12 ચાલો આપણે ઈરાદાપૂર્વક ટાઈપીંગ એરર કરીએ, ટાઈપ કરો round(2.484 અને કૌંસ બંધ કર્યા વિના enter દબાવો.
8:25 આપણને બિંદુઓ સાથે પ્રોમ્પ્ટ મળે છે.
8:28 આ પ્રોમ્પ્ટ એ આઇપાયથનની વિસ્તારિત પ્રોમ્પ્ટ છે.
8:32 આ ત્યારે દ્રશ્યમાન થાય છે, જયારે પહેલાની લાઈન અપૂર્ણ હોય છે.
8:36 હવે સમાન ઉદાહરણનાં આદેશને બંધ કૌંસ સાથે પૂર્ણ કરો અને enter દબાવો.
8:49 આપણને અપેક્ષા મુજબનું આઉટપુટ મળ્યું છે જે છે 2.0.
8:51 અન્ય કિસ્સાઓમાં, જો આપણે લાંબા અને વધુ જટિલ સમીકરણ સાથે ટાઈપીંગ એરર કરીએ છીએ અને વિસ્તારિત પ્રોમ્પ્ટ સાથે અંત થાય છે, તો આદેશને અટકાવવા માટે અને આઇપાયથન ઈનપુટ પ્રોમ્પ્ટ પર પાછું જવા માટે આપણે Ctrl-C ટાઈપ કરી શકીએ છીએ.
9:15 વિડીઓને અહીં અટકાવો, આપેલ અભ્યાસ પ્રયાસ કરો અને વિડીઓ ફરીથી ચાલુ કરો.
9:22 ૧. ટાઈપ કરો (2.484, અને enter દબાવો. અને ત્યારબાદ Ctrl-C નો ઉપયોગ કરીને આદેશને રદ્દ કરો.
9:45 ૨. round(2.484, 2), આદેશ ટાઈપ કરો
10:09 હવે, ચાલો ઝડપથી પુનરાવર્તન કરી લઈએ કે આપણે આજે શું શીખ્યું. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યું,
10:15 1. ipython ટાઈપ કરીને આઇપાયથન ઇન્ટરપ્રીટર ને આહવાન કરવું.
10:20 2. ctrl-d નો ઉપયોગ કરીને આઇપાયથન ઇન્ટરપ્રીટર થી બહાર નીકળવું.
10:22 3. એરો કીનાં મદદથી આઇપાયથન ની હીસ્ટ્રીમાં નેવિગેટ કરવું.
10:28 4. ટેબ-કમ્પલીશન શું છે
10:30 5. પ્રશ્નાર્થ ચિન્હનો ઉપયોગ કરીને ફંક્શનોનાં ડોક્યુંમેન્ટેશનને જોવું.
10:34 6. જયારે આપણે એરર કરીએ છીએ ત્યારે ctrl-c નાં ઉપયોગ વડે અટકાવવું.
10:39 અહીં અમુક સ્વ:આકારણી પ્રશ્નો તમારી માટે ઉકેલવા હેતુ છે
10:44 પાયથનની જેમ આઇપાયથન એ એક પ્રોગ્રામિંગ ભાષા છે.
10:50 True કે False
10:53 બીજું છે. કઈ કી જોડણી એકસાથે વાપરવાથી આઇપાયથન થી બહાર નીકળાવાય છે? Ctrl + C Ctrl + D Alt + C Alt + D
11:03 અને છેલ્લુંવાળું. આઇપાયથનમાં ડોક્યુંમેન્ટેશન દર્શાવવા માટે, કયા અક્ષરને આદેશની અંતમાં વાપરવામાં આવે છે. અંડરસ્કોર (_) પ્રશ્નાર્થ ચિન્હ (?) ઉદ્દગાર ચિન્હ (!) એમ્પરસેન્ડ (&)
11:16 અને જવાબો છે,
11:18 આઇપાયથન પ્રોગ્રામિંગ ભાષા નથી, તે માત્ર એક ઇન્ટરપ્રીટર છે.
11:23 બીજું છે આઇપાયથન ઇન્ટરપ્રીટર થી બહાર નીકળવા માટે આપણે Ctrl D વાપરીએ છીએ.
11:27 છેલ્લું છે ફંક્શનનાં ડોક્યુંમેન્ટેશનને દર્શાવવા માટે આપણે ફંક્શન નામની અંતમાં ? વાપરીએ છીએ.
11:36 તો અમે આશા રાખીએ છીએ કે તમે આ ટ્યુટોરીયલનો આનંદ લીધો અને તે તમને ઉપયોગી નીવડ્યું.
11:39 આભાર!

Contributors and Content Editors

Jyotisolanki