PhET/C2/Graphing-Lines/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Graphing Lines simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Graphing Lines, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation.
00:12 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા ગણિતમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:20 અહીં હું વાપરી રહ્યી છું:

Ubuntu Linux OS આવૃત્તિ 14.04

Java આવૃત્તિ 1.7

Firefox Web Browser આવૃત્તિ 53.02.2

00:35 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ વિશે શીખીશું:

૧. Cartesian coordinate system વિશે

૨. આલેખિત લાઈનનો slope કેવી રીતે ગણતરી કરવો

૩. આલેખિત લાઈનો save કરવી.

00:48 ૪. કેવી રીતે લાઈનનો slope અને intercept (ઇન્ટરસેપટ)બદલવો.

૫. linear સમીકરણમાં variables બદલવાથી લાઈન પર કેવી રીતે અસર થશે.

00:58 x અને y બે વેરીએબલો (ચલો) ધરાવતું સમીકરણ એ સુરેખ સમીકરણ છે. y=mx+b અહીં, m એ લાઈનનો slope છે અને bintercept (ઇન્ટરસેપટ) છે.
01:12 સ્લોપ એ x વેલ્યુના સંદર્ભમાં y વેલ્યુના બદલવાના દરને સૂચવે છે. y-intercept એ y વેલ્યુ છે જ્યારે x=0 હોય છે.
01:26 ચાલો ડેમોનસ્ટ્રેટ શરુ કરીએ.
01:29 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link વાપરો.
01:33 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Graphing Lines simulation ડાઉનલોડ કરી દીધું છે.
01:39 સિમ્યુલેશનને ખોલવા માટે, graphing-lines_en.html ફાઈલ પર જમણું-ક્લીક કરો.

Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.

01:53 Graphing Lines સિમ્યુલેશનનું આ interface છે.
01:57 ઇન્ટરફેસ ચાર screens ધરાવે છે-Slope, Slope-Intercept, Point-Slope અને

Line Game.

02:06 Slope સ્ક્રીન પર ક્લીક કરો.
02:10 સ્ક્રીન x અને y અક્ષો સહીત એક Cartesian coordinate system ધરાવે છે.
02:16 જમણી બાજુએ, લાઈનનો સ્લોપ શોધવા માટે ફોર્મ્યુલા (સૂત્ર) બોક્સ ફોર્મ્યુલા દર્શાવે છે.
02:23 સ્લોપ ગણતરી કરવા માટે, આપણે y2, y1 અને x2, x1 માટે વેલ્યુઓ દાખલ કરી શકીએ છીએ.
02:31 y2, y1 ની મૂળભૂત વેલ્યુઓ છે 4 અને 2, અને x2, x1 છે 3 અને 1.
02:41 મૂળભૂત વેલ્યુઓ વાપરીને એક આલેખ બને છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે Slope is 1.
02:49 અપ અને ડાઉન એરો (બાણચિન્હ) બટનો વાપરીને આપણે y2, y1 અને x2, x1 ની વેલ્યુઓ બદલી શકીએ છીએ.
02:57 આલેખિત લાઈનોને Save Line બટન વાપરીને સંગ્રહી શકાય છે.
03:02 લાલ માઇનસ ચિન્હ પર ક્લીક કરીને આપણે ફોર્મ્યુલા (સૂત્ર) બોક્સને સંતાડી શકીએ છીએ. બોક્સ દેખાડવા માટે, લીલા રંગના પ્લસ બટન પર ક્લીક કરો.
03:11 ફોર્મ્યુલા (સૂત્ર) બોક્સના નીચેની બાજુએ, આપણી પાસે Slope, Hide lines અને Hide grid ચેક બોક્સો છે.
03:19 આપણે જો Hide lines અને Hide grid ચેક-બોક્સો પર ક્લીક કરીએ છીએ તો, graph અને grid છુપાઈ જાય છે.

Slope ચેક-બોક્સ આપમેળે નિષ્ક્રિય થાય છે.

03:32 Slope ચેકબોક્સને સક્રિય કરવા માટે ચાલો Hide lines અને Hide grid ચેક બોક્સો અનચેક કરીએ.
03:40 નોંધ લો આલેખ સ્લોપની વેલ્યુ દર્શાવે છે.

અવલોકન કરો કે જાંબડી અને પીળા પોઈન્ટો (બિંદુઓ) ને સરકાવતા, x1, y1 અને x2, y2 વેલ્યુઓને બદલી શકાવાય છે.

03:54 જેમ આપણે પોઈન્ટો (બિંદુઓ) ને સરકાવીએ છીએ તેમ, લાઈનનો સ્લોપ બદલાય છે.

ફોર્મ્યુલા બોક્સમાં x અને y ની વેલ્યુઓમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.

04:04 સ્ક્રીનમાં નીચેની બાજુએ, પોઇન્ટ (બિંદુ) ના કોઓર્ડિનેટો (યામો) દર્શાવવા માટે આપણી પાસે ગ્રે બોક્સ છે. આ ગ્રે બોક્સોને Point ટૂલો કહેવાય છે.
04:14 Point ટૂલોને જાંબડી અને પીળા પોઈન્ટો પર ડ્રેગ કરીને મુકો જેથી એના યામો દેખાશે.
04:20 Point ટૂલોને નીચેની બાજુએ ડ્રેગ કરો.
04:24 જાંબડી પોઇન્ટ (બિંદુ) એ ઉગમબિંદુ(0, 0) સાથે બંધબેસે એ રીતે ડ્રેગ કરો.

એકાદ Point ટૂલને ડ્રેગ કરીને ઉગમબિંદુ પર મુકો.

04:33 પીળું પોઇન્ટ (બિંદુ) એ (5, 5) સાથે બંધબેસે એ રીતે ડ્રેગ કરો. લાઈનનો સ્લોપ 1 છે તેનું અવલોકન કરો.
04:42 ફોર્મ્યુલા બોક્સમાં Save Line બટન પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
04:49 પીળા પોઇન્ટને (2,8) પર ડ્રેગ કરો.

point ટૂલને ડ્રેગ કરીને પીળા પોઇન્ટ પર મુકો. આનાથી એ વાતની ખાતરી થાય છે કે પીળું પોઇન્ટ એ (2,8) પર છે.

05:02 હવે Slope 4 છે.
05:05 ફોર્મ્યુલા બોક્સમાં Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
05:11 પીળા પોઇન્ટને (-5,5) પર ડ્રેગ કરો. Point ટૂલને ડ્રેગ કરીને પીળા પોઇન્ટ પર મુકો.
05:19 હવે Slope છે -1.
05:22 ફોર્મ્યુલા બોક્સમાં Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
05:28 point ટૂલને પાછું એની જગ્યાએ ડ્રેગ કરો. પીળા પોઇન્ટને (-2,8) પર ડ્રેગ કરો.
05:36 અહીં Slope -4 છે.
05:39 Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
05:44 આપણે વિભિન્ન સ્લોપો સાથે 4 લાઈનો આલેખી છે. નોંધ લો ઢોળાવ એ સ્લોપને સંદર્ભિત હોય છે.
05:53 એસાઈનમેન્ટ તરીકે:

૧. સ્લોપ ક્યારે શૂન્ય હોય છે અને અવ્યાખ્યાયિત હોય છે તે શોધો.

૨. સ્પષ્ટીકરણ આપો.

06:04 હવે, ચાલો ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Slope-Intercept સ્ક્રીનનું અન્વેષણ કરીએ.
06:10 Slope-Intercept સ્ક્રીન પર ક્લીક કરો. લાઈન y= 2/3x+1 (2 by 3 x plus 1) સાથે સ્ક્રીન ખુલે છે.
06:21 અહીં intercept વેલ્યુ છે 1.
06:25 screen માં, આપણે 'm' અને 'b' ની વેલ્યુઓ બદલી શકીએ છીએ.
06:30 જાંબડી પોઇન્ટને y-અક્ષ પર ડ્રેગ કરો. નોંધ લો જાંબડી પોઇન્ટ એ છેદનને રજુ કરે છે.

આપણે જ્યારે જાંબડી પોઇન્ટને સરકાવીએ છીએ તો, લાઈન માટે છેદન બદલાય છે.

06:44 આલેખ પર ફરવા માટે બ્લુ (ભૂરો) પોઇન્ટ એ મુક્ત છે.

આપણે જ્યારે બ્લુ (ભૂરા) પોઇન્ટને સરકાવીએ છીએ તો, લાઈનનો સ્લોપ બદલાય છે.

06:53 સિમ્યુલેશનને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો.

Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.

07:02 ફોર્મ્યુલા બોક્સમાં m ના અંશની વેલ્યુ 2 થી બદલીને 3 કરો.

નોંધ લો સ્લોપ એ 1 છે જ્યારે કે Intercept હજી પણ 1 રહે છે.

07:14 હવે m ને ફરીથી 2/3 કરો અને b ની વેલ્યુ વધારીને 4 કરો.

નોંધ લો નવી લાઈન પહેલી લાઈનના સમાંતરે રહે છે પરંતુ y-અક્ષને 4 પર છેદે છે.

07:31 Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
07:35 b ની વેલ્યુ બદલીને -2 કરો, Save Line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
07:43 આપણી પાસે ૩ સમાંતર લાઈનો છે જે y-અક્ષને ૩ વિભિન્ન પોઈન્ટો પર છેદે છે.
07:50 સિમ્યુલેશનને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
07:55 ચાલો b ની વેલ્યુ બદલીને શૂન્ય કરીએ. નોંધ લો જાંબડી પોઇન્ટ એ ઉગમબિંદુ પર આવે છે.
08:03 લાઈન હવે ઉગમબિંદુથી પસાર થાય છે.
08:06 સ્લોપની નીચે આવેલ y=x અને y=-x ચેકબોક્સો પર ક્લીક કરો.

નોંધ લો આપણી પાસે ઉગમબિંદુમાંથી પસાર થતી ત્રણ લાઈનો છે.

08:19 હવે, ચાલો અત્યારે Point-Slope સ્ક્રીન પર જઈએ.
08:23 ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Point-Slope પર ક્લીક કરો.
08:28 Point-Slope સ્ક્રીનમાં, (x,y) વેલ્યુઓનો સેટ એ સમીકરણમાં સબસ્ટિટ્યુટ (સ્થાનાંતરિત કે ફેરબદલી) થાય છે.

આ પદ્ધતિમાં, x અને y વેલ્યુઓ વ્યાખ્યાયિત કરાઈ છે.

08:41 (x, y) ની આપેલ વેલ્યુ માટે, ફોર્મ્યુલા, y-y1 = m(x-x1) વાપરીને m ની ગણતરી કરી શકાય છે.
08:53 જાંબડી પોઇન્ટ દ્વારા સામાન્ય પોઇન્ટ (x1, y1) ને રજુ કરાયું છે.
08:59 Point ટૂલને જાંબડી પોઇન્ટ પર ડ્રેગ કરો, જેથી તેના યામો દેખાશે.
09:04 Point ટૂલને પાછું તેની જગ્યાએ ડ્રેગ કરો.
09:07 લાઈનના સમીકરણને મોડીફાય કરવા માટે જાંબડી અને બ્લુ પોઈન્ટોને આલેખ પર મુક્ત રીતે ડ્રેગ કરો.

જાંબડી પોઇન્ટને ડ્રેગ કરીને (5,0) પર મુકો.

09:20 ત્યારબાદ બ્લુ પોઇન્ટને (5,5) પર ડ્રેગ કરો.
09:24 નોંધ લો લાઈન એ y-અક્ષને સમાંતર છે અને સ્લોપ અવ્યાખ્યાયિત છે.
09:31 Save line પર ક્લીક કરો. લાઈન સંગ્રહાય છે.
09:35 જાંબડી પોઇન્ટને x-અક્ષ પર સમાંતરે ડ્રેગ કરો.

નોંધ લો Slope એ x-અક્ષ પર બધી જગ્યાએ અવ્યાખ્યાયિત છે.

09:45 હવે, ચાલો હવે Line Game સ્ક્રીન પર જઈએ.
09:49 Line Game સ્ક્રીન પર ક્લીક કરો.
09:52 Line Game સ્ક્રીન રમવાના 6 મુશ્કેલી સ્તર ધરાવે છે.

આ રમતો આ સિમ્યુલેશન વાપરીને મેળવેલા જ્ઞાનને તપાસ કરશે.

10:02 સ્ક્રીનમાં નીચેની બાજુએ આમા Timer અને Sound બટન આવેલા છે.
10:08 દરેક રમત પર ક્લીક કરો અને અન્વેષણ કરો.
10:20 ચાલો સારાંશ લઈએ.
10:22 આ ટ્યુટોરીયલમાં, આપણે Graphing Lines, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation વિશે શીખ્યા.
10:29 આ સિમ્યુલેશન વાપરીને, આપણે આપેલ શીખ્યા:

૧. x અને y અક્ષો સહીત કાર્તેઝીયં યામ પદ્ધતિ (પ્રણાલી) વિશે.

૨. આલેખિત લાઈનનો slope કેવી રીતે ગણતરી કરવો.

૩. આલેખિત લાઈનો save કરવી.

10:43 ૪. કેવી રીતે લાઈનનો slope અને intercept બદલવો
10:47 ૫.linear સમીકરણમાં વેરીએબલો બદલવાથી લાઈન પર કેવી રીતે અસર થશે.
10:53 એસાઈનમેન્ટ તરીકે:

૧. Slope-Intercept સ્ક્રીન વાપરીને, સ્લોપની વેલ્યુ 1 ક્યારે થાય છે તે શોધો.

૨. Point-Slope સ્ક્રીન વાપરીને, સ્લોપ કયા ચરણમાં ઘનાત્મક રહે છે તે શોધો.

11:09 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
11:17 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.

11:29 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
11:32 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
11:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
11:53 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki