PhET/C2/Energy-Skate-park/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Energy Skate Park simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Energy Skate Park, PhET simulation.
00:14 અહીં હું વાપરી રહ્યી છું-

Ubuntu Linux OS આવૃત્તિ 14.04

00:22 Java આવૃત્તિ 1.7.0
00:26 Firefox Web Browser આવૃત્તિ 53.02.2
00:32 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્રમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:40 simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું:

૧. ઊર્જા સંરક્ષણના નિયમ વિશે.

00:48 ૨. ઊર્જા ફેરફાર માટે pie chart અને bar graphs દર્શાવવું.
00:53 ૩. એક ચોક્કસ સ્થિતિ માટે ઊર્જાની વેલ્યુ દર્શાવવા માટે, Energy vs Position આલેખનો ઉપયોગ કરવો.
01:00 ૪. સ્થાન બદલવું અને ઊર્જા ફેરફારનું અવલોકન કરવું.
01:04 ૫. દળ અને ઘર્ષણમાં ફેરફારને લીધે થયેલ ઊર્જા ફેરફાર વિશે.
01:09 ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર, ઊર્જાને ન બનાવી શકાય છે ના નષ્ટ કરી શકાય છે.
01:17 તે ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે.
01:22 પરિવર્તન પહેલા અને પછીની કુલ ઊર્જા સચવાય છે.
01:27 Potential energy એ ઊર્જા છે જે પદાર્થને તેની સ્થિતિના આધારે મળેલી હોય છે.
01:34 PE = mgh જ્યાં m એ પદાર્થનું દળ છે, g એ ગુરુત્વાકર્ષણના લીધે પ્રવેગ છે અને h એ ઊંચાઈ છે.
01:43 Kinetic energy એ ઊર્જા છે જે પદાર્થને તેની ગતિના લીધે મળેલી હોય છે.
01:49 KE =1/2 mv2

જ્યાં m એ પદાર્થનું દળ છે અને v એ વેગ છે.

01:57 ચાલો ડેમોનસ્ટ્રેશન શરુ કરીએ.
02:00 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.
02:04 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Energy skate park simulation ડાઉનલોડ કરી દીધું છે.
02:11 simulation ને run કરવા માટે, terminal ખોલો.
02:15 પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો.
02:23 ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space energy hyphen skate hyphen park underscore en dot jar અને Enter દબાવો.
02:37 Energy Skate Park simulation ખુલે છે.
02:41 Energy skate Park simulation નું interface છે.
02:46 simulation નો ઉપયોગ કરીને, ચાલો જોઈએ કે કેવી રીતે વાસ્તવિક વિશ્વના (ઍપ્લિકેશનો) ઉપયોગોમાં ઊર્જા પરિવર્તન થાય છે.
02:54 Screen મેનુ બાર ધરાવે છે જેમાં આપેલ મેનુ આઇટમો (વસ્તુઓ) છે- File,
03:00 Tracks,
03:02 Help.
03:04 સ્ક્રીન એક PhET skater ધરાવે છે જે મૂળભૂત loop માં ઑસિલેટ (લોલકની માફક ઝૂલવું) કરી રહ્યો છે.
03:09 skater ની ટ્રેક બદલવા માટે, Tracks મેનુ પર ક્લીક કરો.
03:14 મેનુ પસંદ કરવા માટે tracks ની સૂચિ દર્શાવે છે.
03:19 જમણી બાજુએ, controls ની સાથે એક panel આવેલું છે.
03:24 આ નિયંત્રણોનો ઉપયોગ simulation માં એટ્રીબ્યુટો (ખાસિયત) બદલવા માટે થાય છે.
03:29 સિમ્યુલેશનને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset પર ક્લીક કરો. રીસેટની ખાતરી કરવા માટે Yes પર ક્લીક કરો.
03:37 પેનલ પર Choose Skater બટન પર ક્લીક કરો.
03:41 Choose Skater પેનલ ખુલે છે.
03:44 આ પેનલ વિભિન્ન skaters ને તેમના દળ સહીત દર્શાવે છે.
03:49 મૂળભૂત રીતે, 75 કીગ્રા દળ સહીત PhET Skater પસંદ થયેલ છે.
03:55 OK બટન પર ક્લીક કરો.
03:58 સ્ક્રીનની નીચેની બાજુએ, આપણી પાસે છે animation ની ગતિને નિયંત્રિત કરવા માટે Sim Speed સ્લાઇડર,
04:06 Play/Pause અને Step બટનો,
04:10 Zoom in અને zoom out બટનો.
04:13 મૂળભૂત રીતે, Sim Speed સ્લાઇડર એ fast પર છે.
04:17 Sim speed સ્લાઇડરને slow અને fast વચ્ચે ડ્રેગ કરો.
04:22 પાથ (માર્ગ) દર્શાવવા માટે, Path વિભાગમાં આવેલ Show Path બટન પર ક્લીક કરો.
04:27 track પર આવેલ જાંબુડી રંગના બિંદુઓનું અવલોકન કરો.
04:30 Stop બટન પર ક્લીક કરો અને ત્યારબાદ simulation ને અટકાવો.
04:36 ટ્રેક પરના કોઈ એક જાંબુડી બિંદુ પર ક્લીક કરો.
04:40 આપેલ માહિતી દ્રશ્યમાન થશે:
04:44 Kinetic energy,
04:46 Potential energy,
04:48 Total energy,
04:50 Height,
04:52 સ્કેટરની Speed.
04:54 પાથ (માર્ગ) ને સાફ કરવા માટે Clear બટન પર ક્લીક કરો.
04:58 હવે, simulation ને પ્લે કરવા માટે Play બટન પર ક્લીક કરો.
05:02 જમણી બાજુના પેનલમાં, Energy Graphs વિભાગ અંતર્ગત, Show Pie Chart ચેક-બોક્સ ક્લીક કરો.
05:09 અવલોકન કરો સાથે જ with Thermal ચેક-બોક્સ પણ પસંદ થાય છે.
05:14 Pie chart એ ગતિઊર્જાનું સ્થિતિઊર્જામાં રૂપાંતરણ દર્શાવે છે અને તેથી ઊલટ પણ.
05:20 ઊર્જા સૂચક બોક્સ સ્ક્રીનની ટોંચે જમણે ખૂણે દર્શાવવામાં આવ્યો છે.
05:26 આ બોક્સ એ Pie Chart માં ઊર્જા ફેરફારને ઓળખવામાં મદદ કરે છે.
05:31 આ કિસ્સામાં, સ્થિતિઊર્જા એ ગુરુત્વાકર્ષણીય સ્થિતિઊર્જા છે.
05:36 તે ગુરુત્વાકર્ષણીય ક્ષેત્રમાં skater ની ઊંચાઈમાં થયેલ ફેરફારના લીધે છે.
05:41 જેમ skater નીચેની તરફે વધે છે, તેની સ્થિતિઊર્જા ઘટે છે અને ગતિઊર્જા વધે છે.
05:49 skater જેમ ઉપરની તરફે વધે છે તેમ તેની સ્થિતિઊર્જા વધે છે અને ગતિઊર્જા ઘટે છે.
05:56 sim speed સ્લાઇડરને Slow ની તરફે ડ્રેગ કરો.
06:00 તમે ટ્રેકની નીચેની બાજુએ હજીપણ ઓછી માત્રામાં સ્થિતિઊર્જા જોઈ શકો છો.
06:06 આ એટલા માટે કારણ કે ટ્રેક એ ભૂમિતળથી ઊંચાઈ પર આવેલી છે.
06:11 ટ્રેકને ભૂમિતળ પર ડ્રેગ કરો.
06:15 અવલોકન કરો skater ટ્રેકની નીચેની બાજુએ શૂન્ય સ્થિતિઊર્જા ધરાવે છે અને ઉપરની બાજુએ શૂન્ય ગતિઊર્જા ધરાવે છે.
06:23 હવે હું ટ્રેકને ભૂમિતળથી ઉપર ડ્રેગ કરીશ.
06:27 Potential Energy Reference ચેક-બોક્સ પર ક્લીક કરો.
06:31 સ્ક્રીનની નીચેની બાજુએ P.E=0 at this dotted line દ્રશ્યમાન થશે.
06:37 Potential Energy Reference લાઈનને એ રીતે ઉપરની બાજુએ ડ્રેગ કરો કે ટ્રેકની નીચેની બાજુએ સ્પર્શ થાય.
06:43 અવલોકન કરો હવે skater ટ્રેકની નીચેની બાજુએ શૂન્ય સ્થિતિઊર્જા ધરાવે છે.
06:49 આગળ, Bar Graph બટન પર ક્લીક કરો.
06:52 ચાર ઊર્જાઓ સહીત બાર ગ્રાફ દેખાય છે.
06:56 નોંધ લો skater જેમ ટ્રેક પર આગળ અને પાછળ વધે છે તેમ ઊર્જામાં ફેરફાર થાય છે.
07:02 અહીં skater ની કુલ ઊર્જા અચલ (સ્થિર) રહે છે.
07:06 તેથી તે ઊર્જાના સંરક્ષણના નિયમનું પાલન કરે છે.
07:10 ચાલો ટ્રેકનો આકાર અને ઊંચાઈ બદલીએ.
07:14 કોઈપણ બ્લુ (ભૂરા) બિંદુ પર ક્લીક કરો અને ડ્રેગ કરો.
07:17 નોંધ લો ટ્રેકની ઊંચાઈ વધવાની સાથે Total ઊર્જામાં વધારો થાય છે.
07:22 Bar Graph ને બંધ કરો.
07:24 simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
07:29 આગળ Energy vs. Position બટન પર ક્લીક કરો.
07:33 Energy vs Position આલેખ દેખાશે.
07:37 આલેખ અને skater ને એકસાથે જોવા માટે track ને ડાબી બાજુએ ડ્રેગ કરો.
07:43 skater ની સ્થિતિ (સ્થાન) ના સંદર્ભે ઊર્જાના ફેરફારની નોંધ લો.
07:48 અહીં તમે સરકનારી ત્રુટક લાઈન જોઈ શકો છો.
07:52 તે ટ્રેક પર એક ચોક્કસ સ્થાને skater ની ઊર્જા રજુ કરે છે.
07:58 આલેખમાં નીચેની બાજુએ ચાર ચેક-બોક્સો આવેલા છે.
08:02 કોઈપણ ચોક્કસ ઊર્જાના આલેખને જોવા માટે, બાકીના ચેક બોક્સોને અન-ચેક કરો.
08:09 simulation ને અટકાવવા માટે Pause બટન પર ક્લીક કરો.
08:13 Copy બટન પર ક્લીક કરો.
08:16 Copy બટન આલેખ પર એક ચોક્કસ સ્થાને ઊર્જાની વેલ્યુઓ દર્શાવવામાં મદદ કરે છે.
08:22 આલેખને બંધ કરો.
08:25 હવે Energy vs. Time બટન પર ક્લીક કરો.
08:29 Energy vs. Time આલેખ ખુલે છે.
08:33 આલેખની નીચેની બાજુએ, આપણી પાસે છે- Sim Speed સ્લાઇડર,
08:38 Stop/Go, Playback,
08:42 Step, Rewind અને Clear બટનો.
08:49 simulation ને પ્લે કરવા માટે Play બટન પર ક્લીક કરો.
08:56 Stop બટન પર ક્લીક કરો.
08:59 ચાલો sim speed સ્લાઇડરને ડ્રેગ કરીને slow અને fast વચ્ચે મૂકીએ.
09:04 ત્યારબાદ Playback બટન પર ક્લીક કરો.
09:07 પાથ (માર્ગ) પર ફરતી જાંબુડી રંગની ઉભી લાઈનની નોંધ લો.
09:12 આપેલ સમયે kinetic, Potential અને Total ઊર્જા વેલ્યુઓની નોંધ લો.
09:20 નોંધ લો Total ઊર્જા અચલ (સ્થિર) રહે છે.
09:24 પરંતુ, ગતિઊર્જાનું રૂપાંતરણ સ્થિતિઊર્જામાં થાય છે અને ઉલટ રીતે પણ.
09:29 અહીં Thermal energy એ શૂન્ય છે કારણ કે કોઈપણ પ્રકારનું ઘર્ષણ નથી.
09:33 Energy vs. Time આલેખને બંધ કરો.
09:36 simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
09:40 ચાલો જોઈએ કે કેવી રીતે skater નું દળ total energy પર અસર કરશે.
09:45 પેનલમાં નીચેની બાજુએ સ્ક્રોલ કરો.
09:48 Edit skater બટન પર ક્લીક કરો.
09:51 Mass ટેક્સ્ટ-બોક્સ અને Mass સ્લાઇડરને જોવા માટે નીચેની તરફે સ્ક્રોલ કરો.
09:57 મૂળભૂત રીતે, Mass એ 75 કીગ્રા છે.
10:01 આલેખને ખોલવા માટે Energy Vs. Time બટન પર ક્લીક કરો.
10:06 Mass સ્લાઇડરને ધીરે ધીરે ડ્રેગ કરીને 200 પર લઇ જાવ.
10:10 આલેખમાં સ્કેટરના દળને બદલતાની સાથે ઊર્જામાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
10:16 Energy Vs. Time આલેખને બંધ કરો.
10:19 હવે આપણે skater ને વિભિન્ન ગ્રહો પર લઇ જશું.
10:24 પેનલમાં ઉપરની તરફે સ્ક્રોલ કરો.
10:27 simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
10:31 Location વિભાગમાં, મૂળભૂત રીતે, Earth પસંદ થયેલ છે.
10:35 Energy vs. Time બટન પર ક્લીક કરો.
10:39 Location વિભાગ અંતર્ગત, Moon રેડીઓ-બટન પર ક્લીક કરો.
10:44 અવલોકન કરો Skater ઉડે છે કારણ કે ચંદ્ર ઓછી Gravity વેલ્યુ ધરાવે છે.
10:50 Return Skater બટન પર ક્લીક કરો.
10:53 અહીં Gravity વેલ્યુ છે 1.62 N/kg જે કે Earth કરતા ઓછી છે.
11:00 આના પરિણામસ્વરૂપે skater ની ગતિમાં ઘટાડો થાય છે.
11:04 અહીં, Total energy ઘટે છે કારણ કે ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા ઓછું છે.
11:10 એજપ્રમાણે, Jupiter અને Space સ્થાનોનું અન્વેષણ કરો અને ઊર્જા ફેરફારોની તુલના કરો.
11:17 Energy vs. Time આલેખને બંધ કરો.
11:21 ચાલો ટ્રેક માટે ઘર્ષણ અને ઘર્ષણ વિના ઊર્જા વિતરણનો અભ્યાસ કરીએ.
11:26 simulation ને રીસેટ કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
11:30 panel માં નીચેની બાજુએ સ્ક્રોલ કરીને Track Friction બટન પર ક્લીક કરો.
11:35 Coefficient of Friction સ્લાઇડર જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
11:40 Energy vs.Time બટન પર ક્લીક કરો.
11:44 Coefficient of Friction સ્લાઇડરને ધીરે ધીરે None થી Lots પર ડ્રેગ કરો.
11:50 ઊર્જા ફેરફારનું અવલોકન કરો.
11:53 અહીં, ઘર્ષણના લીધે ઊર્જાનો અમુક ભાગ Thermal ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
11:59 આ ઘર્ષણ દ્વારા ગતિમાં અવરોધ થવાના લીધે થાય છે.
12:04 ઘર્ષણ skater ની ગતિનો વિરોધ કરે છે.
12:08 તેના લીધે તે ઊર્જા ગુમાવે છે અને ધીમો પડે છે.
12:12 Energy vs. Time આલેખને બંધ કરો.
12:15 એસાઇનમેન્ટ તરીકે:

Tracks મેનુમાંથી Double Well ટ્રેક પસંદ કરો અને ઊર્જા ફેરફારનું અવલોકન કરો.

12:24 Double Well Roller Coaster મોડ સાથે Double well ટ્રેકમાંના ઊર્જા ફેરફારની તુલના કરો.
12:30 ઉષ્મીય ઊર્જામાના ફેરફારને શોધો.
12:34 અને સમજૂતી આપો. (હિંટ (સંકેત કે ઈશારો) - Track પર જમણું ક્લીક કરો અને પસંદ કરો Roller Coaster Mode).
12:43 Tracks બોક્સનો ઉપયોગ કરીને, ટ્રેકો બનાવો અને ઊર્જામાના ફેરફારનું અવલોકન કરો.
12:49 ચાલો સારાંશ લઈએ.
12:52 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે, કેવી રીતે Energy Skate Park, PhET simulation નો ઉપયોગ કરવો છે.
13:01 simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખ્યા,

૧. ઊર્જા સંરક્ષણના નિયમ વિશે.

13:08 ૨. ઊર્જા ફેરફાર માટે પાઈ ચાર્ટ અને બાર ગ્રાફ દર્શાવવું.
13:13 ૩. એક ચોક્કસ સ્થિતિ માટે ઊર્જાની વેલ્યુ દર્શાવવા માટે, Energy vs Position આલેખનો ઉપયોગ કરવો.
13:20 ૪. સ્થાન બદલવું અને ઊર્જા ફેરફારનું અવલોકન કરવું.
13:24 ૫. દળ અને ઘર્ષણમાં ફેરફારને લીધે થયેલ ઊર્જા ફેરફાર વિશે.
13:29 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

13:38 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

13:47 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.
13:51 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
13:55 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
14:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
14:11 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
14:16 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki