PhET/C2/Build-an-Atom/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Build an Atom simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું

Build an Atom, ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation.

00:13 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:20 અહીં હું વાપરી રહ્યી છું-

ઉબન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 14.04

જાવા આવૃત્તિ 1.7.0

ફાયરફોક્સ વેબ બ્રાઉઝર આવૃત્તિ 53.02.2.

00:36 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ આપેલ કરવામાં સમર્થ રહેશે:

૧. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનો વાપરીને પરમાણુની રચના કરવી.

00:46 ૨. આવર્તન કોઠામાં તત્વોની અને તેની સ્થિતિની ઓળખાણ કરવી.
00:52 ૩. પરમાણુ તટસ્થ છે કે પછી આયન છે તે નક્કી કરવું.

૪. વિદ્યુતભારની આગાહી કરવી.

01:00 ૫. પરમાણુ અથવા આયનનું દળ નક્કી કરવું.

૬. પરમાણુની અથવા બનેલ આયનની સ્થિરતા નક્કી કરવી.

01:10 ૭. પરમાણુ પ્રતીકો રજુ કરવા.

૮. તત્વના આઇસોટોપ્સ બનાવવા.

01:17 પરમાણુ એ દ્રવ્ય (પદાર્થ) નું મૂળભૂત બંધારણીય બ્લોક (ઢીમચું) છે.
01:21 દરેક પરમાણુ એ નાની, ગાઢ, ઘન-વિદ્યુતભારક ન્યુક્લિયસ (નાભિ) ધરાવે છે.
01:27 ન્યુક્લિયસ (નાભિ) એ અત્યંત હલકા, ઋણ-વિદ્યુતભારક ઇલેક્ટ્રોનોથી ઘેરાયેલી હોય છે.
01:33 ન્યુક્લિયસ (નાભિ) એ ન્યૂટ્રોનો પણ ધરાવી શકે છે.

ન્યુટ્રોનનું દળ પ્રોટોન જેટલું હોય છે પણ તેને વિદ્યુતભાર હોતું નથી.

01:42 પરમાણુના ન્યુક્લિયસ (નાભિ) માં પ્રોટોનની સંખ્યા એ રાસાયણિક તત્વ વ્યાખ્યાયિત કરે છે.
01:48 ઇલેક્ટ્રોનોની સંખ્યા અને ગોઠવણી લીધે તત્વના રાસાયણિક ગુણધર્મો વધે છે.
01:55 ચાલો શરૂઆત કરીએ.
01:57 સિમ્યુલેશનને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.

http://phet.colorado.edu

02:01 મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Build an Atom સિમ્યુલેશન ડાઉનલોડ કરી દીધું છે.
02:07 સિમ્યુલેશનને ખોલવા માટે, build-an-atom_en.html ફાઈલ પર જમણું ક્લીક કરો.
02:13 Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.
02:21 Build-an-Atom સિમ્યુલેશનનું ઇન્ટરફેસ છે.
02:26 ઇન્ટરફેસ ૩ સ્ક્રીનો (પટલો) ધરાવે છે-

Atom, Symbol અને Game.

02:33 ચાલો આપણું સિમ્યુલેશન Atom સ્ક્રીન સાથે શરુ કરીએ.
02:37 Atom સ્ક્રીન પર ક્લીક કરો.
02:40 આ સ્ક્રીનનો ઉપયોગ કરીને, વિદ્યાર્થી પરમાણુઓની રચના કરી શકે છે, પરમાણુની ઓળખાણ, નેટ-વિદ્યુતભાર અને દળ નક્કી કરી શકે છે.
02:51 Atom સ્ક્રીન પરમાણુનું બૉહર મોડેલ દર્શાવે છે.
02:56 તે ન્યુક્લિયસ (નાભિ) નું સ્થાન અને ૨ ભ્રમણકક્ષા દર્શાવે છે.
03:01 સ્ક્રીનની નીચેની બાજુએ, Protons, Neutrons અને Electrons સાથે ૩ પાત્રો સ્થિત છે.
03:09 જમણી બાજુએ, ૩ પેનલો છે- Element, Net charge અને Mass Number.
03:18 પેનલને ખોલવા માટે, દરેક પેનલ પર ટોંચે-જમણે ખૂણે આવેલ લીલા રંગના પ્લસ (સરવાળાના) ચિન્હ પર ક્લીક કરો.
03:26 આ આપણને આપણે કરેલ કણોની સંખ્યામાંના ફેરફારો દર્શાવવામાં મંજૂરી આપે છે.
03:33 સ્ક્રીનમાં નીચેની બાજુએ, તમને એક Show બોક્સ દેખાશે.

બોક્સમાં, Stable/Unstable ચેક બોક્સ પર ક્લીક કરો.

03:42 સ્ક્રીનમાં ટોંચે ડાબી બાજુએ ખૂણામાં એક બોક્સ દેખાય છે.
03:47 તે Protons, Neutrons અને Electrons ની સંખ્યા દર્શાવે છે, જે કે આપણે પરમાણુ બનાવવા માટે વાપર્યા છે.
03:56 ચાલો Hydrogen ના પરમાણુની રચનાથી શરૂઆત કરીએ.

Proton ના પાત્રમાંથી, Proton પર ક્લીક કરો.

04:04 તેને ડ્રેગ કરીને X ચિન્હ પર ડ્રોપ કરો, જે કે પરમાણુની ન્યુક્લિયસ (નાભિ) રજુ કરે છે.
04:10 એજ સમયે દરેક પેનલોમાં થતા ફેરફારોનું અવલોકન કરો.
04:16 તમામ તત્વોમાં હાઇડ્રોજનનો પરમાણુ સૌથી સરળ છે.

તે પ્રથમ ભ્રમણકક્ષામાં એક ઈલેક્ટ્રોન અને ન્યુક્લિયસ (નાભિ) માં એક પ્રોટોન ધરાવે છે.

04:27 એક Electron ને ડ્રેગ કરો અને તેને પ્રથમ ભ્રમણકક્ષામાં મુકો.

મૂળભૂત રીતે, ભ્રમણકક્ષા વર્તુળાકાર ત્રુટક લાઈનો વડે દર્શાવવામાં આવી છે.

04:36 Model મથાળા અંતર્ગત, Cloud રેડીઓ બટન પર ક્લીક કરો.

આનાથી ભ્રમણકક્ષા ઇલેક્ટ્રોનના ક્લાઉડ (વાદળ) તરીકે દેખાશે.

04:44 મૂળભૂત ભ્રમણકક્ષાઓ દર્શાવવા માટે Orbits રેડીઓ બટન પર ક્લીક કરો.
04:49 screen પર તમામ panels નું અવલોકન કરો.
04:53 Element બોક્સ Hydrogen ને Element તરીકે દર્શાવે છે.
04:57 Net charge શૂન્ય છે અને તટસ્થ પરમાણુ તરીકે લેબલ થયેલ છે. Mass number છે એક.
05:06 સાથે જ તે દર્શાવે છે કે પરમાણુ એ Stable છે.
05:10 હવે ન્યુક્લિયસ (નાભિ) માં વધુ એક Proton ઉમેરો. પરમાણુ Unstable Helium Ion તરીકે દર્શાવાય છે.
05:18 ૧ લી ભ્રમણકક્ષામાં વધુ એક Electron ઉમેરો. હવે તે એક Neutral પરમાણુ છે પરંતુ પરમાણુ હજીપણ Unstable તરીકે લેબલ થયેલ છે.
05:28 ન્યુક્લિયસ (નાભિ) માં એક Neutron ઉમેરો. પરમાણુ હવે Stable છે.
05:34 Mass Number ને ૩ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે હિલિયમનો પરમાણુ ભારાંક એ ૪ છે. તો, ન્યુક્લિયસ (નાભિ) માં હજી એક Neutron ઉમેરો.
05:44 આનાથી Helium ના પરમાણુની પરમાણુ રચના પૂર્ણ થાય છે.
05:49 હિલિયમના પરમાણુમાં છે 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન.
05:55 સમાન તત્વના આઇસોટોપ્સ બનાવવા માટે, આપણે ન્યુક્લિયસ (નાભિ) માં Neutrons ઉમેરી શકીએ છીએ.
06:01 સમાન તત્વના પરમાણુઓ જેમાં ન્યૂટ્રોનોની સંખ્યા જુદી હોય તેને આઇસોટોપ્સ કહેવાય છે.
06:07 સમાન તત્વના આઇસોટોપ્સ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે.
06:12 Helium ના પરમાણુમાંથી એક Proton, એક Electron અને 2 Neutrons રદ્દ કરો.

હવે આપણી પાસે હાઇડ્રોજનનો પરમાણુ છે, જેને Protium પણ કહેવાય છે.

06:25 ચાલો Hydrogen નું isotopes બનાવીએ.
06:29 Hydrogen ત્રણ આઇસોટોપ્સ ધરાવે છે. Protium, Deuterium અને Tritium.
06:36 Protium ની ન્યુક્લિયસ (નાભિ) ફક્ત એક Proton ધરાવે છે.
06:39 Deuterium એ એક Proton અને એક Neutron ધરાવે છે. Tritium એ એક Proton અને 2 Neutrons ધરાવે છે.
06:48 ન્યુક્લિયસ (નાભિ) માં એક Neutron ઉમેરો. Deuterium નો પરમાણુ બને છે.
06:55 તે Stable છે. tritium બનાવવા માટે ન્યુક્લિયસ (નાભિ) માં હજી એક Neutron ઉમેરો. Tritium એ અનસ્ટેબલ (અસ્થિર) છે, જેવું કે અહીં દર્શાવાયું છે.
07:06 એસાઈનમેન્ટ તરીકે:

એક તટસ્થ કાર્બનનો પરમાણુ બનાવો. કાર્બનના આઇસોટોપ્સ દર્શાવો.

07:14 નીચે-જમણા ખૂણે આવેલ reset બટન પર ક્લીક કરો.

આનાથી સ્ક્રીન મૂળભૂત સેટિંગ્સ (સુયોજનો) માં રીસેટ (ફરીસુયોજિત) થશે.

07:24 આગળ, ઇન્ટરફેસની નીચેની તરફે Symbol સ્ક્રીન પર ક્લીક કરો.

આ સ્ક્રીનનો ઉપયોગ કરીને, વિદ્યાર્થી પરમાણુ પ્રતીકોનું અર્થઘટન કરી શકે છે.

07:34 નોંધ લો એક Symbol પેનલ સ્ક્રીન પર ઉમેરાય છે.
07:39 દરેક તત્વનો પરમાણુ એક symbol દ્વારા રજુ થાય છે.

તે પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક અને ભાર વિશે માહિતી આપે છે.

07:52 સબસ્ક્રિપ્ટ (નીચેની લાઈનમાં જોડાણ થયેલ) ક્રમાંકને પરમાણુ ક્રમાંક કહેવાય છે.

સુપરસ્ક્રિપ્ટ (ઉપરની લાઈનમાં જોડાણ થયેલ) ક્રમાંકને mass number કહેવાય છે.

ઉપર-જમણા ખૂણા પર પરમાણુનો ભાર દર્શાવવામાં આવ્યો છે.

08:06 એક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા એ તેનો પરમાણુ ક્રમાંક છે.
08:11 પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એ તેનો પરમાણુ ભારાંક છે.
08:18 પરમાણુમાં Protons, Neutrons અને Electrons ઉમેરો.
08:24 Symbol પેનલનું અવલોકન કરો.
08:26 Element નું નામ, પરમાણુ ક્રમાંક, Mass Number અને ભારમાં થયેલ ફેરફારની નોંધ લો.
08:34 હવે આપણે Game સ્ક્રીન પર જશું.
08:36 ઇન્ટરફેસની નીચેની તરફે આવેલ Game સ્ક્રીન પર ક્લીક કરો.

ચાર વિભિન્ન રમતો ઉપલબ્ધ છે.

08:45 આ રમતો આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને મેળવેલા જ્ઞાનને ચકાસશે.
08:50 સ્ક્રીનના નીચે-ડાબા ખૂણે એક ટાઇમર (સમય-નોંધક) અને એક સાઉન્ડ (ધ્વનિ) બટન આપવામાં આવ્યું છે.

રમત શરુ થાય એ પહેલા સમય-નોંધણી સક્રિય કરવા માટે ટાઇમર (સમય-નોંધક) બટન પર ક્લીક કરો.

09:02 સાઉન્ડ સિમ્બોલ (પ્રતીક) પર ક્લીક કરીને આપણે સાઉન્ડ (ધ્વનિ) ને પણ નિયંત્રિત કરી શકીએ છીએ.
09:08 દરેક ગેમ (રમત) સ્ક્રીન પર ક્લીક કરો અને અન્વેષણ કરો.
09:17 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:

Build an Atom, ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation કેવી રીતે વાપરવું.

09:24 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખ્યા -

૧. હાઇડ્રોજન અને હિલિયમના પરમાણુઓના મોડેલોની રચના કરવી.

૨. આયનો બનાવવા માટે ઇલેક્ટ્રોનો ઉમેરવા અથવા રદ્દ કરવા.

૩. આઇસોટોપ્સ બનાવવા માટે ન્યૂટ્રોનો ઉમેરવા અથવા રદ્દ કરવા.

09:38 એસાઈનમેન્ટ તરીકે:

તટસ્થ ઓક્સિજનનો પરમાણુ બનાવો.

09:43 તટસ્થ પરમાણુમાં બે ઈલેક્ટ્રોન ઉમેરો.

વિવિધ પેનલો પર પેરામીટરો (પરિમાણો) માં થયેલ ફેરફારનું અવલોકન કરો.

આંતરિક શેલો (કક્ષા) માંથી ઇલેક્ટ્રોનોને રદ્દ કરવાનો પ્રયાસ કરો, પરિણામોનું અવલોકન કરો.

09:56 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
10:04 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.

10:18 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
10:22 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
10:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
10:41 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki