PHP-and-MySQL/C3/MySQL-Part-6/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્તે મિત્રો! પાછલા ટ્યુટોરીયલમાં આપણે ડેટા ને પસંદ કર્યા હતા અને પુષ્ઠ પર સફળતાપૂર્વક દર્શાવ્યા હતા.
0:09 અહીં આ પુષ્ઠ પર પાછા જઈએ. આપણે જોશું કે દરેક વખતે બધું બરાબર કામ કરી રહ્યું છે.
0:14 અહીં બધા ડેટા છે.
0:17 બીજી વસ્તુ આપણે શીખીશું કે કેવી રીતે ક્યાંક બતાવીએ કે યુઝર પોતે ડેટા નાખી અને સ્પષ્ટ કરી શકે છે.
0:23 આ માટે, હું ફક્ત "connect include" છોડી પેજ પરના કોડને રદ્દ કરીશ .
0:28 જો હું ડેટાબેઝ સાથે ન જોડાઉં, તો આ કામ ન કરશે.
0:32 અહીં જાણવા માટે ઘણી બધી અને બીજી અન્ય વસ્તુઓ છે.
0:41 હું firstname, lastname, date of birth અને gender male અથવા female રાખીશ.
0:52 અહીં નીચે, હું એક ફોર્મ બનાવીશ.
0:55 આ એક html ફોર્મ હશે, તેથી ટેગોને શરૂઆત અને અંત કરવાની જરૂર છે.
1:02 "action" "mysql dot php" રહેશે અને આપણી "method" "POST" હશે.
1:13 અહીં એક ફોર્મ બનાવીશું જેમાં યુઝર નામને સ્પષ્ટ કરી શકે છે.
1:17 નામ માટે આપણે "surname" વાપરીશું.
1:21 તમે આમાંનું કંઈપણ વાપરી શકો છો. ઉદાહરણ તરીકે, શોધવા માટે તમારી જન્મ તારીખને કે જેન્ડર.
1:27 તે તમારી પસંદ છે.
1:30 તમે શોધવા માટે ૨ ફીલ્ડોને પણ વાપરી શકો છો.
1:32 હું તમને બતાવીશ કે કેવી રીતે ૨ ફીલ્ડો વાપરવું જેથી તમને જાણ થાય કે આ ખુબ જટિલ નથી પણ સરળ છે.
1:39 અહીં હું "firstname" ટાઈપ કરીશ અને "text" પ્રકારના એક "input" બોક્સને બનાવીશ અને એનું "name" "firstname" રહેશે.
1:51 અહીં એક બ્રેક બનાવીશું અને "lastname" ટાઈપ કરીશું.
1:55 પછી પાછલી લાઈન ને કોપી કરી અહીં પેસ્ટ કરી બીજું એક ઇનપુટ બોક્સ બનાવીશું.
2:03 તો આ લાઈન બરાબર એ જ છે પણ "firstname" ને બદલે, "lastname" ટાઈપ કરીશું.
2:11 ટાઈપ કરીશું "input" type equals "submit"' અને આની "value"'"Get data" રહેશે.
2:20 તો "firstname" અને "lastname" અને "submit" બટનને લીધા છે.
2:25 જો હું આ રીફ્રેશ કરું તો જોશું કે "Firstname" અને "Lastname" દ્રશ્યમાન થયા છે.
2:29 હું હમણાં માટે આ રદ્દ કરીશ અને આ કરવા માટે તપાસ કરીશ કે "submit" બટન દબાયું છે કે નહી.
2:36 આ માટે, સૌપ્રથમ "submit" બટનને "submit" તરીકે નામાંકીત કરીશ.
2:41 ત્યારબાદ "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ - "if dollar underscore POST submit".
2:51 જો submit બટન દબાયેલું છે, તો બ્લોક શરૂ કરો.
2:55 આ કોડનો બ્લોક છે જેને એકઝેક્યુટ કરવું છે અને બ્લોકનો ત્યાં અંત કરીશું જ્યાં તેને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ.
3:02 તે છે અહીં આ છગડીયા કૌંસ પછી કારણ કે અહીં આ "while" સ્ટેટમેંટનો ભાગ છે.
3:08 આ માટે while સ્ટેટમેંટની ખરેખર જરૂર નથી. તો પણ હું આ માટે આને રાખીશ.
3:21 હવે હું ટાઈપ કરીશ "grab POST data" અને "dollar firstname".
3:29 તો આ છે "dollar underscore POST firstname" અને પછી "lastname" ટાઈપ કરીશ.
3:35 હું "firstname" કોપી કરીશ અને અહીં પેસ્ટ કરીશ અને તેને "lastname" માં બદલીશ.
3:43 તો "firstname" અને "lastname" મળ્યું છે .
3:49 હું ટાઈપ કરીશ "echo" અને આ મેસેજ "Record for firstname". બીજા વિચારે, ચાલો આ સમયે આ ન કરીએ.
4:02 હું અહીં સીધો મારી ક્વેરી પર જઈશ.
4:05 જો તમને યાદ હોય, તો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમે સ્પષ્ટ કરી શકો છો કે તમને ખાસ કરીને કઈ માહિતી જોઈએ છે.
4:09 આ માટે, હું ટાઈપ કરીશ "SELECT star FROM people WHERE firstname equals Alex and lastname equals Garrett".
4:28 મેં આ ક્વેરીનાં આ ભાગ અંદર જ્યાં આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યાં નથી બતાવ્યું.
4:39 આ અપડેટ માં દર્શાવ્યું હતું જ્યાં અપડેટ કરી શકીએ છીએ where the firstname equals "Alex" and the lastname equals "Garrett".
4:48 હવે બધું પસંદ કરીશું જે અહીં કોષ્ટકમાંથી જોઈએ છે અને લખીશું select everything where our firstname is Alex to lastname is Garrett.
4:57 જો ડેટાબેઝમાં જોઈએ, આપણા ફર્સ્ટનેમ માટે શોધીશું અને તેને "Alex" સાથે મેચ કરીશું, સરનેમ માટે શોધી તેને "Garrett" સાથે મેચ કરીશું.
5:07 અહીં આ સમગ્ર ડેટા ની રો ને પસંદ કરીશું જે આ સમયે ગુલાબી રંગમાં હાઈલાઈટ થયેલ છે અને સમગ્ર ડેટાને અહીંથી પસંદ કરીશું.
5:14 date of birth થી gender સુધી, id થી firstname અને lastname સુધી.
5:19 તો આ સમયે આ ફક્ત એક જ રેકોર્ડને પસંદ કરશે, તેથી "id" દ્વારા ક્રમાનુસાર ગોઠવણી કરવાની જરૂર નથી.
5:26 પણ હું આ, આ પ્રમાણે જ રાખીશ, કારણ કે અહીં એક જ રેકોર્ડ છે.
5:31 ક્રમાનુસાર ગોઠવણી કરવી એ સમસ્યા નથી, તો આપણે આ આજ રીતે રાખી શકીશું.
5:35 ઠીક છે તો લૂપને રન કરીશું આપણે અહીં ડેટાના દરેક ભાગને પસંદ કરીશું અને male ને "male" માં અને female ને "female" માં બદલીશું.
5:43 આ ક્વેરી પર આધારિત આપણા ડેટાને એકો કરીશું કારણ કે આ ડેટા પર આધારિત ક્વેરી એ ફર્સ્ટનેમ અને સરનેમ માટે વિશેષ છે.
5:52 પછી અહીં ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ એકો કરીશું જે આપણને મળ્યું છે, જે ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ છે પણ અહીં "Alex" ને "firstname" માં બદલીને જે અહીં છે.
6:04 હવે આ પુનરાવર્તન છે. આ બમણું વેરીએબલ છે.
6:08 આપણી પાસે "firstname" છે અને તેથી અહીં, હું આને "firstname underscore form" અને "lastname underscore form" તરીકે નામાંકીત કરીશ
6:14 આપણે ત્યાંથી પસંદ કરીશું જ્યાં firstname ને આ બરાબર પોસ્ટ કરવામાં આવ્યું છે અને lastname જે પોસ્ટ કર્યું છે તે lastname ફોર્મ ની બરાબર છે.
6:25 તો આ એ ડેટા છે જે ફોર્મમાંથી આવ્યા છે.
6:28 જો હું html ફોર્મમાં "Alex Garrett" ટાઈપ કરી તેને સબમીટ કરું તો આ "Alex" અને આ "Garrett" ની બરાબર થશે.
6:37 ક્વેરી ફક્ત એક પરિણામ પાછું આપશે કારણ કે આ સમયે આપણી પાસે ફક્ત "Alex Garrett" નામની એક વ્યક્તિ છે.
6:43 "Alex Garrett" માટેના તમામ ડેટા લેશે અને પછી male અથવા female માટે તપાસસે અને ત્યારબાદ આ ખાસ સંદેશને એકો કરશે.
6:51 તેથી જો હું અહીં આવી રીફ્રેશ કરું છું તો આ સમયે અહીં કઈ પણ નથી કારણ કે આ ફોર્મ વેરીએબલમાં કોઈ પણ ડેટાને સપષ્ટ કરાયેલા નથી.
6:57 ચાલો જોઈએ. આ ખાલી છે એ માટે આપણે people માંથી "star" આ કંડીશને પસંદ કરીશું કે "WHERE the name equals to nothing and the lastname equals to nothing".
7:11 આ સમયે કોઈ પણ ડેટા પાછા આપ્યા નથી કારણ કે firstname અને lastname માં વાસ્તવિક લોકોનાં નામો મળ્યા છે.
7:24 કઈ નહી હવે હું સંપૂર્ણપણે કોઈ પણ નામ ટાઈપ કરીશ.
7:28 તો લખીએ "David Green" અને Get Data પર ક્લિક કરીએ અને કઈ જ થયું નથી, ઠીક છે?
7:35 જો અહીં અંતમાં એક એરર સંદેશ હોય, આ અહીં લખાયેલ આપણી ક્વેરી છે, હું લખી શકું "or die mysql error".
7:49 હું અહીં પાછો જઈશ અને "David Green" લખીશ અને Get Data પર ક્લિક કરીશ અને કોઈપણ એરર નથી!
7:56 કારણ કે sql કોડનું સ્ટ્રક્ચર બરોબર છે અને તેથી કોઈપણ એરર મળી નથી.
8:02 હું આ ફક્ત ચકાસી રહ્યો હતો.
8:04 હવે માનીએ કે એક નામ છે જે આપણા ડેટાબેઝમાં છે.
8:09 લખીએ "Alex Garrett" અને "Get data" પર ક્લિક કરીએ.
8:12 આપણે અહીં દર્શાવ્યું છે કે alex garrett ફલાણે ફલાણે જન્મ્યો હતો અને મેલ છે.
8:19 ચાલો "Dale Garrett" લખીએ અને "Get data" ક્લિક કરીએ અને ડેટા ડેટાબેઝમાંથી મળે છે.
8:26 તો તમે જોશો કે ડેટામાં ફોર્મોનો સમાવેશ કરવો ખુબ જ ઉપયોગી છે.
8:31 આવનારા ભાગમાં જ્યાં હું આ પધ્ધતિનાં ઉપયોગથી રેકોર્ડો કેવી રીતે સુધારવા તે બતાવીશ.
8:39 તમારામાંથી ઘણા હવે પોતે આ કરવા માટે સમર્થ હશે પણ તે છતાં હું તમને આ અને આની સાથેની બીજી કેટલીક ઉપયોગી વસ્તુઓ બતાવીશ.
8:48 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali