PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો.
00:06 તે અસોસીએટીવ એરેય સમાન છે.
00:09 જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે.
00:15 સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ.
00:19 હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે.
00:26 ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ.
00:33 જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે.
00:38 અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે.
00:43 પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ.
00:53 અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ.
00:58 તમે આ તમારી જાતે કરી શકો છો.
01:01 અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ.
01:10 તે આ એરેય હશે.
01:15 અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે.
01:24 અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D.
01:32 આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે.
01:51 અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે.
01:45 હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ.
01:53 અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું.
01:59 આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું.
02:03 અને આપણે આ એરેય પણ સંબોધીશું.
02:05 અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય.
02:13 તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે.
02:19 અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'.
02:23 અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન.
02:28 હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે.
02:35 આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે.
02:47 આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે.
02:54 જેમ તમે અહીં જોઈ શકો છો.
02:57 તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા.
03:05 હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું.
03:13 હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે.
03:30 હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something)
03:39 આ એકદમ સરળ છે.
03:42 આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું.
03:53 તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું.
04:02 'ABC'
04:05 'pos'
04:07 'pos' આપણું સ્થાન દર્શાવે છે.
04:11 તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123
04:19 અને પછી પોઝીશન , 'pos'.
04:23 આ સમયે, પોઝીશન 0 છે.
04:29 આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે.
04:36 સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે,
04:47 જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે.
04:55 ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ.
05:05 રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ.
05:21 તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ.
05:30 તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2.
05:44 તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી.
06:02 તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...!

Contributors and Content Editors

Chandrika, PoojaMoolya