PHP-and-MySQL/C2/Common-Errors-Part-3/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 હવે હું છેલ્લી બે સામાન્ય એરર્સ પર છું જેનો મેં સમાવેશ કર્યો છે.
0:04 અને આપણે મુશ્કેલ વાળી સાથે શરુ કરીશું.
0:09 આ છે php હેડર અને સ્થાન પર જવા માટે આપણે "header" ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ.
0:14 અને અહીં મારી પાસે અમુક html કોડ છે.
0:18 આ છે 'હેડર ટેગ', હું "Welcome!" કહી રહ્યો છું.
0:21 અને આપણું "goto" વેરીએબલ "google dot com" છે.
0:25 જો "goto" અસ્તિત્વમાં છે, જો કે આ સમયે છે, આપણે પુષ્ઠને યુઆરએલ "google dot com" પર દિશામાન કરાવવા જઈ રહ્યા છીએ.
0:35 હમણાં, આ એક એરર આપશે.
0:37 અને એરર છે - Oh! um... સારું એટલા માટે "o b start".
0:48 ચાલો આ રદ કરીએ. તે અહીં ન હોવું જોઈતું હતું. તે કોડ એરરને બરાબર કરવા માટે છે.
0:57 માફ કરશો, તો આપણે "php header" પર જઈશું અને આપણને મળ્યું છે "Welcome!" - આપણો એચટીએમએલ કોડ.
1:01 અને પછી એક વોર્નિંગ - "Cannot modify header information – headers already sent by..." અને આજ બધું.
1:07 ઠીક છે તો આપણા હેડરો પહેલાથી જ મોકલવામાં આવ્યા છે. જો કે આ લાઈન નંબર છે.
1:14 ૧, ૨, ૩, તેથી જો તે તમને "phpheader dot php" colon 3 સમાન એક એરર આપે, તો એરર લાઈન નંબર ૩ પર થઇ છે.
1:27 તેથી અહીં એરર છે - લાઈન ૩ પર, ઠીક છે?
1:32 અને આ એરર લાઈન ૯ દ્વારા થઇ છે, તો જો તમે અહીં જાઓ, આપણું "header" ફંક્શન છે.
1:39 તો આ થવાનું કારણ એ છે કે આપણે પહેલાથી જ આપણો html એચટીએમએલ કોડ મોકલી રહ્યાં છીએ.
1:47 જો આપણે તેને કમેન્ટ કરીને રદ કરીએ છીએ, તો રીફ્રેશ કરતાંની સાથે જ આપણે ગૂગલ પર દિશામાન થશું.
1:54 પણ વાત એ છે કે, આપણે આ વેલકમ હેડરને અહીં ઈચ્છીએ છીએ.
1:59 અને વાસ્તવમાં તમે હેડર ફંક્શનની પહેલા એચટીએમએલ ન રાખી શકો, આ ફંક્શનનાં સ્થાન અને બીજાં લક્ષણો પર જવા માટે.
2:10 તમારે આમ ન કરવું જોઈએ.
2:15 તો જેવું કે તમે એક મિનીટ પહેલા જોયું હતું "ob underscore start".
2:20 આ શું કરે છે, તે આપણાં માટે આ સમસ્યા સુધારે છે.
2:25 તો હું અહીં "phpheader" પર આવી શકું છું અને તે કામ કરી રહ્યું છે, જયારે કે અહીંયા અત્યારે પણ મને મારાં હેડર પહેલા મારો html કોડ 'એકો' થયેલ મળ્યો છે.
2:35 તો આ વિના આપણને એક એરર મળે છે અને આ સાથે આપણું હેડર બરોબર કામ કરે છે, ઠીક છે?
2:47 પ્રારંભિક નિયમ છતાં પણ અહીં હેડર પહેલા એચટીએમએલ આઉટપુટ ન હોય શકે.
2:53 આ અત્યાર સુધીમાં સ્પષ્ટ થઇ ગયું હશે.
2:55 હવે, છેલ્લું અત્યંત સરળ છે.
2:58 મને તે સમજાવવાની પણ જરૂર નથી પણ છતાં.
3:01 આ "idontexist dot php" (આઈડોન્ટએક્ઝીસ્ટ ડોટ પીએચપી) નામની એક ફાઈલનો સમાવેશ કરે છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી.
3:08 તો ચાલો જોઈ લઈએ, ઉમ્મ...ક્યાં છે તે? "missing dot php" (મિસિંગ ડોટ પીએચપી).
3:12 ઓહ નહી! તે નથી. "open dot php" (ઓપન ડોટ પીએચપી).
3:14 ઠીક છે! તો - include "idontexist dot php" સ્ટ્રીમ ખોલવામાં નિષ્ફળ રહ્યું; તે નામની આવી કોઈપણ ફાઈલ કે ડાઈરેક્ઽરી અહીં નથી.
3:25 આપણી ફાઈલનું નામ અને ડાઈરેક્ઽરી લાઈન ૩ પર છે.
3:29 તો ચાલો લાઈન ૩ પર આવીએ.
3:30 અને આ ફાઈલમાં મહત્વપૂર્ણ કોડની ફક્ત આજ એક લાઈન છે.
3:34 આપણી પાસે અહીં હજુ એક ચેતવણી છે - સમાવેશ કરવા માટે "idontexist dot php" ને ખોલવા માટે નિષ્ફળ અને આ તમામ. તો આપણે ૨ એરરો મેળવ્યી છે.
3:43 આ તદ્દન અવ્યવસ્થિત લાગે છે જયારે તમારી પાસે એક પુષ્ઠ હોય જે હેડર ફાઈલનો સમાવેશ કરે છે.
3:52 ત્યારે આ સરસ નથી લાગતું. મારો અર્થ એ છે કે કદાચ તમે કોઈ વેબસાઈટ પર પહેલા ગયા હોવ અને તમે આ ટોચ ઉપર જોયું હશે.
3:55 તમારે આકર્ષક કરવાની જરૂર છે. તો તમે સામે એક "@ (એટ)" ચિન્હ મૂકી શકો છો અને રીફ્રેશ કરો.
4:00 આ હવે કોઈપણ એરર ન બતાવશે.
4:03 પણ આ દ્વારા હકીકતથી છુટકારો નથી મળતો કે ફાઈલ અસ્તિત્વમાં નથી.
4:06 તેથી ફાઈલ જે અસ્તિત્વમાં નથી તેના સમાવિષ્ટોનો સમાવેશ નહી કરાશે.
4:12 પણ હા, પ્રામાણિકપણે કહીએ તો, આને જોતા, આ ખરેખર ખૂબ જ સ્વ-વિવરણાત્મક છે. મેં હમણાં જ વિચાર્યું કે મારે આ એમ પણ સમજાવવું જોઈએ.
4:23 તો આપણને એરરોનો એક નાનો સમૂહ મળી ગયો છે જેનાથી બની શકે કે, જયારે તમે php માં પ્રોગ્રામિંગ કરી રહ્યા હોવ ત્યારે જોવા મળે.
4:30 જો તમને બીજી કેટલીક એરારો મળે, તો કૃપા કરી મને સંદેશ મોકલો અને મને સહાયતા કરવા માટે ખુશી થશે.
4:39 તાજેતરનાં સુધારાઓ માટે ઉમેદવારી નોંધાવો. જોડાવા બદ્દલ આભાર. IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki