PHP-and-MySQL/C2/Common-Errors-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર તમારું સ્વાગત છે. આ એક વધુ સ્પષ્ટીકરણ વિડીયો છે.
0:07 હું કેટલીક સામાન્ય એરર્સ (ત્રુટીઓ)બતાવીશ જે તમને PHP (પીએચપી)માં પ્રોગ્રામિંગ કરતી વખતે કદાચ મળી શકે છે.
0:13 તેમાંથી મોટા ભાગની સ્વ:વ્યાખ્યાત્મક હોય છે.
0:17 એક વાત સારી કહીશ કે ૫૦% એરર્સ જે તમે જોશો તેમાં તમે જોયા વગર જ અચાનક કંઈ ખોટું ટાઈપ કરી નાખ્યું અથવા તમે કંઈ ભૂલી ગયા તે દર્શાવે છે.
0:32 બધાથી થતી સર્વ સામાન્ય ભૂલો - અર્ધવિરામ (સેમીકોલન) ભૂલી જવું અથવા એક વધારાનો કૌંસ ઉમેરી દેવો વગેરે..
0:41 હવે મેં અહીં કેટલાક પૃષ્ઠ બનાવ્યા છે.આ કેટલીક એરર્સ છે જેનો તમે સામનો કરો એવી શક્યતા છે.
0:47 ત્યાં બીજા પણ છે. આ સૂચી સંપુર્ણ નથી. આ માત્ર કેટલાક મૂળભૂત (basics)નો સમાવેશ કરશે.
0:51 તમને પ્રત્યેક એરર એક-એક કરીને સમજાવવા માટે મારી પાસે એક કંટેક્સ્ટ એડિટર તૈયાર છે.
1:00 તો પ્રથમ જે હું સમજાવવા જઈ રહયો છુ તે છે "html"(એચટીએમએલ)
1:06 મેં અહીંયા ઘણા html (એચટીએમએલ)નો ઉપયોગ આપણા "echo" (એકો) કમાંડમાં કર્યો છે.
1:10 જો હું આ પાનાંને અહીં રન (ચલાવવું) કરીશ, તો અમને અહીં આ એરર મળે છે.
1:17 તે કહે છે "Parse error" અને અમને આ સુચના અહીંયા મળે છે.
1:20 વાસ્તવમાં તમને આના પર ધ્યાન આપવાની જરૂર છે - અલ્પવિરામ અથવા અર્ધવિરામ અપેક્ષિત છે.
1:25 આ અમને એક લાઈન નંબર (રેખા ક્રમાંક) આપે છે. તો આ અમને હંમેશા એક લાઈન નંબર પાછો આપશે જયારે અમને આમાંથી કોઈક એક parse એરર્સ મળે છે.
1:32 તે અહીંયા લાઈન 5 બતાવી રહ્યું છે.
1:36 તેથી જો આપણે નીચે રેખા 5 પર આવીએ છીએ; તો તમે અહીં જોઈ શકો છો કે લાઈન 5 અલ્પવિરામ 19 (Ln5, Col19); અમને બધી સુચના મળે છે.
1:43 લાઈન 5 અહીંયા છે.
1:45 હવે આની સાથે અહીંયા દ્રષ્ટિગત રીતે કઈજ ખોટું નથી.
1:50 PHP (પીએચપી) જે રીતે "echo" (એકો) જેવા કમાંડનું અર્થઘટન કરે છે જે એ છે કે અમને શરૂઆતનું સ્થાન, આપણા ડબલ ક્વોટ્સ (દ્વિઅવતરણ ચિન્હ) અહીં મળે છે અને આપણું અંત સ્થાન અહીંયા. તેથી આ અમારી શરૂઆત હશે અને આ હશે અમારું અંત.
2:06 હવે અહીં શું થઇ રહ્યું છે કે કારણ કે આપણે html (એચટીએમએલ) લાગુ કરી રહ્યા છીએ, આપણે આના વચ્ચે ડબલ ક્વોટ્સ (દ્વિઅવતરણ ચિન્હ)નો ઉપયોગ કરી રહ્યા છીએ અને એનો અર્થ એ થાય છે કે એકો કમાંડને અહીંથી શરૂ થનારું અને અહીં અંત થનારું સમજવામાં આવશે.
2:16 મારા ખ્યાલથી આ હું મારા એકો ફંક્શન ટ્યુટૉરીયલમાં સમજાવી ચૂકયો છુ.
2:22 ઠીક છે અમને અહીં આ લાઈન (રેખા)માં એરર (ત્રુટી) મળવાનું કારણ એ છે કે કેમ કે આ ડબલ ક્વોટ્સ (દ્વિઅવતરણ ચિન્હ)ની પ્રથમ ઉપસ્તીથી છે જ્યાં તે ન હોવું જોઈએ.
2:31 હવે તકનીકી રીતે, php (પીએચપી) એ તેને લીધું નથી, તેથી આ અહીં હોવું ન જોઈએ.
2:36 પણ તે અર્ધવિરામની અપેક્ષા કરવા વિશે અહીં કહી રહ્યો હતો કે જયારે આપણે એકોનો અંત કરીએ છીએ, ત્યારે આપણે અર્ધવિરામને વાપરીએ છીએ. તેથી તે આના વીશે જે જોઈ રહયો હતો, તે ત્યાં છે.
2:45 તેમ છતાં પણ તેના પછી, તે તદ્દન નકામું બની જાય છે.
2:51 તો આપણે શું કરવાની જરૂર છે કે તેની જગ્યાએ આપણા સિંગલ(single) ક્વોટેશન(quotation) માર્ક્સ(marks)નો ઉપયોગ કરીએ.
2:57 હવે જો હું આને સંગ્રહિત કરું તો અમને હવે લાઈન (રેખા) 6 ઉપર એક એરર મળશે કારણ કે એરર તેની નીચે આવી ગયું છે, આ 6 માં બદલાઈ ગયું છે.
3:06 જુઓ તમને ખબર છે કે લાઈન 6 પર અથવા લાઈન 6 ની નજીક તમને કશુંક બદલવાની જરૂર છે. તમે બીજા કેટલાક અન્યને જોશો જે અમે કરતા હોઈશું, કેટલાક વાસ્તવિક લાઈન એરર પાછા નથી આપતા.
3:15 અને તમને આ મળ્યું. તો તમને તે આપણા html (એચટીએમએલ) કોડને રન કરાવ્યા પછી મળ્યું છે. સ્પષ્ટપણે અહીંયા વ્યવ્હારીકતા નથી. પણ આપણે તેને આવરી લીધું છે.
3:25 ઠીક છે તો બીજું હું અર્ધવિરામ કરવા જઈ રહયો છુ. આ અન્ય એક સામાન્ય એરર છે.
3:30 આપણે અહીંયા પાછા જશું અને અર્ધવિરામ પર ક્લિક કરીશું. અમને અહીં એક parse એરર "expecting a semicolon" મળી છે.
3:36 હવે કેમ આપણે અર્ધવિરામની અપેક્ષા કરી રહયા છીએ? આ કોડ ઠીક દેખાઈ રહ્યો છે. અમને અહીં "Alex" સાથે એક વેરીએબલ (ચલ) મળ્યું છે. આપણી પાસે અહીં "Alex" સાથે અન્ય એક વેરીએબલ (ચલ) છે.
3:43 અમે આ વેરીએબલો (ચલો)ની સરખામણી કરીએ છીએ. અમને તેના અંદર બે બરાબર ચિન્હોની આવશ્યકતા છે.
3:46 જો આ શરત સાચી છે, તો અમે આ સુચનાને એકો (echo) કરીશું.
3:50 હવે જો આપણે અહીં જઈએ છીએ - લાઈન નંબર (રેખા ક્રમાંક) 9.
3:55 તો હકીકતમાં આ એક ખુબજ સરળ કોડ છે. જો તે થોડું વધારે જટિલ હોત, તો તમે લાઈન 9 પર આવત, પણ વાસ્તવમાં આ લાઈન 9 છે.
4:01 હવે આને જોઇને, કહી શકાય છે કે અહીં લાઈન 9 માં કઈ પણ ખોટું નથી.
4:05 પણ કોઈક રીતે આ લાઈનમાં કાઈ ને કાઈ તો ખોટું છે. અહીં શું થઇ રહ્યું છે કે php (પીએચપી) જે રીતે પાનાંઓનું અર્થઘટન કરે છે, તે એક લાઈનનાં આધારે છે.
4:17 તેથી જે કોડ અમે અહીં જોયો છે તે તેનાજ જેવો છે.
4:22 તે વાસ્તવમાં કંપાઈલ (સંકલન) થશે અને કાર્ય કરશે, પણ આ અહીં નીચે છે અને તેજ રીતે આ અહીં ઉપર છે; આપણે હમણાં પણ તેના પછી અર્ધવિરામની અપેક્ષા કરી રહ્યા છીએ.
4:34 જો આપણે આ કરીએ છીએ, તો આ હમણાં પણ એક માન્ય કોડ છે. તો મેં ત્યાં એક અર્ધવિરામ ઉમેર્યો છે, જયારે કે તમે પોતે જોશો તો આને ત્યાં હોવું જોઈએ.
4:45 આપણે તેને અહીં નીચે લાવી શકીએ છીએ, તો ચાલો હું આ કોડને હમણા ફરીથી રન (ચલાવવું) કરું છુ.
4:50 આપણે આ કરી લીધું. તો અમને એક સફળ પાનું મળી ગયું.
4:54 સ્પષ્ટત: જો હું તેને અહીં ઉપર રાખું, તો આ પણ એક માન્ય કોડ થશે. જેવી રીતે કે તે થવું જોઈએ.
5:01 તો php (પીએચપી) તે આધાર પર કામ નથી કરતુ કે "આ લાઈન પર અહીં એક એરર (error) છે".
5:10 એ સામાન્ય રીતે બતાવે છે કે વર્તમાન લાઈન રન થઇ શકતી નથી, કદાચ કારણકે પાછલી લાઈનમાં એક એરર છે.
5:17 તેથી અર્ધવિરામ વગર આ લાઈન ઉપર આ એરર નાં લીધે, આ લાઈન રન થઇ શકતી નથી. એટલા માટે આ લાઈન લાઈન 9 ઉપર એક એરર નાં રૂપમાં પાછી મળી છે. તમે તેને ત્યાં જોઈ શકો છો.
5:29 તો આ બે મૂળભૂત એરર્સ છે જેને અમે આવરી લીધા છે.
5:33 જો તમને ક્યારે આવી વસ્તુ મળે છે, તો તેની ચકાસણી કરો અને તેની આવશક્યતા નથી કે જે લાઈન પર એરર મળે છે તેની જ ચકાસણી કરો.
5:40 પાછળ ચકાસો, આગળ ચકાસો. ના, આગળ નહીં પણ પાછળ ચકાસો અને જુઓ કે જો તમે કઈપણ ઠીક કરી શકો.
5:46 જો તમને કરવું પડે તો પ્રત્યેક અક્ષરનું સૂક્ષ્મ અવલોકન કરો.
5:49 મને ઘણા લોકોના ઈમેઈલો મળ્યા છે જે લોકોએ આ રીતે ભૂલો કરી છે અને મને લોકોની મદદ કરવા માટે કોઈ વાંધો નથી.
6:01 સંકોચ વગર પૂછો, પણ તમારું કોઈપણ કાર્ય મને મોકલવા પહેલા તેને એક, બે કે ત્રણ વખત તપાસીને તેની ખાતરી કરી લો.
6:07 ઠીક છે. તો આગળના ભાગોમાં, આપણે વધેલા એરર પાનાંઓને આવરી લેશું. ફરી મળીશું. IIT મુંબઈ તરફથી હું, ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. આભાર.

Contributors and Content Editors

Jyotisolanki