PHP-and-MySQL/C2/Arithmatic-Operators/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 મૂળભૂત અંકગણિત પ્રચાલકો એટલેકે એરીથમેટીક્સ ઓપરેટરો સમજાવતા આ મૌખિક ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
0:03 હું સૌ પ્રથમ, સરવાળો(+),બાદબાકી(-),ગુણાકાર(*) અને ભાગાકાર(/) પ્રક્રિયાઓ સમજાવીશ.
0:09 તેઓ આ રીતે લખાય છે: પ્લસ,માઈનસ,ગુણાકાર માટે એસ્ટેરિસ્ક(*) અને ભાગાકાર માટે આગળનું સ્લેશ(\).
0:17 તો હું ૨ ચલો લઈશ.
0:19 હું "num1" નામનું એક ચલ બનાવીશ અને તેની કિંમત "૧૦" સંગ્રહ કરીશ અને "num2" ને "૨" કિંમત આપીશ.
0:29 તેથી, આ બંને દશાંશ વગરના પૂર્ણાંક નંબરો છે.
0:34 ઠીક છે, હવે ધારો કે મારે "num1" ને "num2" સાથે ઉમેરવું છે.
0:39 તેથી હું "num1","num2"ના ઉમેરાયેલ જવાબને ઇકો કરીશ.
0:44 ચાલો તેને ચકાસીએ.
0:46 તો તે "૧૨" છે. ૧૦ અને ૨, num1 અને num2, જ્યારે 10 અને 2 ઉમેરાય છે, જવાબ "૧૨" છે.
0:55 ઠીક છે હવે ચાલો બાદબાકી કરવાનો પ્રયાસ કરીએ. આપણે ફક્ત બાદબાકીનું ચિહ્ન બદલઈશું.
1:03 રીફ્રેશ કરીએ અને તે "૮" આવે છે.
1:06 હવે ચાલો ગુણાકાર કરવાનો પ્રયાસ કરીએ. ૧૦ વખત ૨ જે 20 છે અને "૨૦" મળે છે.
1:11 આગળ, ૧૦ વિભાજિત ૨, ૧૦ ના અડધા છે જે છે "૫".
1:18 હવે, આપણે શું કરી શકીએ કે આના અંતમાં કંઈક ઉમેરીએ.
1:24 તો ચાલો કહીએ, આ num2 દ્વારા વહેંચવામાં આવે છે.
1:27 હવે, મને લાગે છે કે આ ઓપરેશન શું કામ કરશે, તે "num1" અને "num2" ને ઉમેરશે, જેથી તે ૧૦ અને ૨ ઉમેરે છે જે આપણને ૧૨ આપે છે અને પછી ૧૨ને ૨ વડે વિભાજિત કરશે.
1:37 તેથી, ૧૨ વિભાજિત ૨ આપે છે ૬.
1:42 પરંતુ આ વાસ્તવમાં શું કરે છે, તે num2 લે છે અને તેને num2 થી વિભાજીત કરે છે જે 1 આપે છે અને num1 તેમાં ઉમેરે છે.
1:56 જેથી તેનો અર્થ છે,૬ને બદલે આપણને ૧૧ મળશે.
2:00 હવે,આ માટેનું કારણ છે "ભાગાકાર ઓપરેટર" હંમેશા "સરવાળાના ઓપરેટર" પહેલાં કામ કરે છે.ગુણાકાર માટે પણ એવું જ છે.
2:10 આને ઉકેલવા માટે હવે આપણે કૌંસ મુકીશું.
2:16 આ કૌંસ કહે છે - આપણે આ વિભાગ પહેલા લઈશું,તેમાં જે છે તે પ્રક્રિયા પહેલા કરીશું અને પછી તેનો ભાગાકાર પૂર્ણાંક કે ચલ જે પણ હોય તેની સાથે કરીશું.
2:29 તો હવે અહીં તે શું કરશે num1ને num2માં ઉમેરશે જે ૧૦+૨, જે ૧૨ મળે છે અને તેને ૨ વડે ભાગી અંતે ૬ આપે છે.
2:39 ચાલો રીફ્રેશ કરીએ અને આપણે જોઈ શકીએ તે કામ કરે છે!
2:43 તેથી, આ છે મૂળભૂત એરીથમેટીક્સ ઓપરેટરો જે વાપરવા માટે સરળ છે.
2:48 જો તમને કોઇપણ સમસ્યાઓ આવે, તેઓ કામ કરી રહ્યાં છે તમારા કેલ્ક્યુલેટર વડે ગણતરીઓ કરી ચેક કરી લો.
2:55 હજી આવા અન્ય પ્રચાલકો આપણે આગળ જોઈશું.
2:58 આપણે ઇન્ક્રીમેન્ટ એરીથમેટિક ઓપરેટર માટે શીખીશું જે ૧થી વધારો કરશે પરંતુ તે હું થોડા સમય પછી ઉપયોગ કરીશ.
3:05 તેથી, આનો પ્રયાસ કરો અને ખાતરી કરો કે તમે તેમને સારી રીતે શીખો છો.
3:09 આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર. આભાર ..!

Contributors and Content Editors

Chandrika