PERL/C2/Blocks-in-Perl/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 પર્લમાં BLOCKS (બ્લોક્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ BLOCKS વિશે શીખીશું.
00:13 હું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 વાપરી રહ્યી છું.
00:21 સાથે જ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:26 તમે તમારા પસંદ મુજબ કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:31 પૂર્વજરૂરી વસ્તુ તરીકે, તમને પર્લમાનાં વેરીએબલો અને કમેંટોનું પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે.
00:38 પર્લમાનાં ડેટા સ્ટ્રકચરનું જ્ઞાન હોવું વધુ લાભદાયક રહેશે.
00:44 સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો.
00:50 પર્લ 5 વિશેષ બ્લોકો પ્રદાન કરે છે.
00:53 આ બ્લોકો પર્લ પ્રોગ્રામનાં વિવિધ તબક્કે એક્ઝીક્યુટ થાય છે.
00:59 આ બ્લોકો આપેલ પ્રમાણે છે:
01:01 BEGIN (બીગીન), END (એન્ડ)
01:03 UNITCHECK (યુનિટચેક), CHECK (ચેક)
01:05 INIT (આઈનીટ), ચાલો BEGIN બ્લોકને સમજવાથી શરૂઆત કરીએ.
01:10 BEGIN બ્લોક કમ્પાઈલેશન કરતી વેળાએ એક્ઝીક્યુટ થાય છે.
01:15 આમ, કમ્પાઈલેશન દરમ્યાન આ બ્લોકમાં લખેલ કોઈપણ કોડ સૌ પહેલા એક્ઝીક્યુટ થાય છે.
01:22 પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક BEGIN બ્લોકો ધરાવી શકીએ છીએ.
01:26 આ બ્લોકો તેને જાહેર કરેલ ક્રમ પ્રમાણે એક્ઝીક્યુટ થશે.
01:31 એટલે કે પ્રથમ વ્યાખ્યિત થયેલ પ્રથમ એક્ઝીક્યુટ થશે આ પદ્ધતિ પ્રમાણે.
01:35 BEGIN બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે.
01:40 કેપિટલ અક્ષરોમાં BEGIN સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
01:45 Enter દબાવો.
01:47 કમ્પાઈલેશન દરમ્યાન એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ
01:51 Enter દબાવો. છગડીયો કૌંસ બંધ
01:55 હવે, ચાલો BEGIN બ્લોકોનાં ઉદાહરણ જોઈએ.
01:59 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો
02:02 gedit beginBlock ડોટ pl સ્પેસ ampersand (એમ્પરસેન્ડ)
02:08 અને Enter દબાવો.
02:10 આનાથી gedit માં beginBlock ડોટ pl ફાઈલ ખુલશે.
02:15 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો.
02:20 મેં સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે ચાલો તે જોઈએ.
02:24 અહીં, આપણે BEGIN બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યા છે.
02:31 એજ પ્રમાણે, મેં પ્રત્યેક 'BEGIN બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે.
02:37 BEGIN બ્લોક પછી મેં અર્ધવિરામ આપ્યું નથી તેની નોંધ લો.
02:42 અર્ધવિરામ મુકવાથી, પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરતી વખતે, સિન્ટેક્સ એરર મળશે.
02:49 હવે, ફાઈલ સંગ્રહવા માટે Ctrl+s દબાવો.
02:53 ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો,
02:58 perl beginBlock ડોટ pl
03:01 અને Enter દબાવો.
03:04 ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે.
03:09 નોંધ લો કે પહેલા BEGIN બ્લોક અંતર્ગત લખેલ લાઈન પહેલા પ્રીંટ થાય છે અને
03:16 સ્ક્રીપ્ટમાનું પહેલું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં BEGIN બ્લોક સ્ટેટમેંટો પછીથી પ્રીંટ થાય છે.
03:25 BEGIN બ્લોકો તેમને જાહેર કરેલા ક્રમાનુસાર એક્ઝીક્યુટ થાય છે.
03:31 આ ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે:
03:34 BEGIN બ્લોક અંતર્ગત લખેલ કોડ પહેલા એક્ઝીક્યુટ થાય છે.
03:40 આ પર્લ સ્ક્રીપ્ટમાનાં BEGIN બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી.
03:46 BEGIN બ્લોક હંમેશા First In First Out પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે.
03:52 જેથી આ બ્લોકનો એક ઉપયોગ વાસ્તવિક એક્ઝીક્યુશન ચાલુ થાય એ પહેલા, પર્લ સ્ક્રીપ્ટમાં ફાઈલોને સમાવિષ્ટ કરવું છે.
04:01 હવે, ચાલો END બ્લોક સમજીએ.
04:04 END બ્લોક પર્લ પ્રોગ્રામનાં અંતમાં એક્ઝીક્યુટ થાય છે.
04:09 પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનું બંધ કરે પછીથી આ બ્લોક અંતર્ગત લખેલ કોડ એક્ઝીક્યુટ થાય છે.
04:17 પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક END બ્લોકો ધરાવી શકીએ છીએ.
04:21 આ બ્લોકો જાહેર કરાયાનાં ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થશે.
04:26 એટલે કે, છેલ્લું વ્યાખ્યિત પહેલા એક્ઝીક્યુટ થશે એ પદ્ધતિમાં.
04:30 END બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે
04:35 કેપિટલ અક્ષરમાં END ખુલ્લો છગડીયો કૌંસ
04:39 Enter દબાવો. પર્લ સ્ક્રીપ્ટની અંતમાં એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ
04:45 Enter દબાવો. બંધ છગડીયો કૌંસ
04:49 હવે ચાલો END બ્લોકનાં ઉદાહરણો જોઈએ.
04:53 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
04:56 gedit endBlock ડોટ pl સ્પેસ ampersand (એમ્પરસેન્ડ)
05:00 અને Enter દબાવો.
05:03 આનાથી gedit માં endBlock ડોટ pl ફાઈલ ખુલશે.
05:08 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો.
05:13 ચાલો જોઈએ કે મેં આ સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે.
05:17 અહીં આપણે END બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટો લખેલા છે.
05:23 તેમજ, આપણે પ્રત્યેક END બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે.
05:29 કૃપા કરી નોંધ લો, મેં END બ્લોક પછી અર્ધવિરામ આપ્યું નથી.
05:34 જો આપણે અર્ધવિરામ આપીએ છીએ, તો કમ્પાઈલ કરતી વેળાએ સિન્ટેક્સ એરર મળશે.
05:41 હવે, ફાઈલ સંગ્રહવા માટે Ctrl+s દબાવો.
05:45 ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો,
05:50 perl endBlock ડોટ pl
05:53 અને Enter દબાવો.
05:55 ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે.
06:00 નોંધ લો : END બ્લોક અંતર્ગત લખેલ લાઈન છેલ્લે પ્રીંટ થાય છે.
06:06 સ્ક્રીપ્ટમાંનું છેલ્લું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં END બ્લોક સ્ટેટમેંટની પહેલા પ્રીંટ થાય છે અને
06:13 END બ્લોક આ તેને જાહેર કરાયેલ ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
06:20 ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે
06:23 END બ્લોક અંતર્ગત લખેલ કોડ અંતમાં એક્ઝીક્યુટ થાય છે.
06:29 આ પર્લ સ્ક્રીપ્ટમાનાં END બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી અને
06:36 END બ્લોક Last In First Out પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે.
06:41 આમ, END બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામથી બહાર નીકળતા પહેલા, તેમાં બનેલ ઓબ્જેક્ટોને નષ્ટ કરવું છે.
06:49 એજ પ્રમાણે, પર્લ UNITCHECK, CHECK અને INIT બ્લોકો ધરાવે છે.
06:55 આ બ્લોકો ડેવલોપરો દ્વારા ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે અને સમજવા સેજ મુશ્કેલ છે.
07:02 તેથી, હું આ બ્લોકો વિશે સંક્ષેપમાં બતાવીશ.
07:06 UNITCHECK, CHECK અને INIT બ્લોકોનો ઉપયોગ-
07:10 મુખ્ય પ્રોગ્રામનાં કમ્પાઈલ થવા પર અને એક્ઝીક્યુટ કરવા પૂર્વે લાગનાર અમુક બાબતોને પૂર્ણ કરવા માટે થાય છે અને
07:18 કમ્પાઈલ કર્યા પછી અને એક્ઝીક્યુટ કરવા પહેલા, અમુક વસ્તુઓ તપાસવા કે ઈનીશલાઈઝ પ્રક્રિયા માટે થાય છે.
07:24 UNITCHECK અને CHECK બ્લોકો Last in First out પદ્ધતિમાં રન થાય છે
07:31 જ્યારે કે INIT બ્લોક First In First Out પદ્ધતિમાં રન થાય છે.
07:37 UNITCHECK બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે.
07:41 કેપિટલ અક્ષરમાં UNITCHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
07:46 Enter દબાવો.
07:48 એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ
07:50 Enter દબાવો.
07:52 બંધ છગડીયો કૌંસ.
07:54 CHECK બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે.
07:58 કેપિટલ અક્ષરમાં CHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
08:03 Enter દબાવો.
08:04 એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ
08:07 Enter દબાવો. બંધ છગડીયો કૌંસ
08:11 INIT બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે
08:15 કેપિટલ અક્ષરમાં INIT સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
08:20 Enter દબાવો.
08:21 ઈનીશલાઈઝ માટે જોઈતો કોડ
08:24 Enter દબાવો.
08:26 બંધ છગડીયો કૌંસ
08:28 સારી સમજુતી માટે, હું આગ્રહ કરું છું કે તમે તમારી પર્લ સ્ક્રીપ્ટોમાં આ બ્લોકો દ્વારા અમુક પ્રયોગો કરી જુઓ.
08:36 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા -
08:40 BEGIN અને END બ્લોકો વિશે વિગતવાર માહીતી તથા
08:44 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને UNITCHECK, CHECK
08:48 અને INIT બ્લોકો વિશે જાણી લીધું.
08:52 તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે-
08:54 પર્લ સ્ક્રીપ્ટમાં નીચે આપેલ કોડ ટાઈપ કરો;
08:58 સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીને આઉટપુટનું અવલોકન કરો.
09:02 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
09:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:24 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:37 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:45 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:57 આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે.
10:00 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:02 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya