OpenFOAM/C3/Introduction-to-SnappyHexMesh/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 નમસ્તે મિત્રો, OpenFOAM માં Introduction to snappyHexMesh પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું OpenFOAM માં Mesh બનાવવા માટે snappyHexMesh માં પેરામીટરો (પરિમાણો)
00:14 પૂર્વ-જરૂરીયાત તરીકે, ઉપયોગકર્તાને જરૂરી છે:STL ફોર્મેટમાં સર્ફેસ ડેટા ફાઈલો, જે case ડિરેક્ટરીનાં constant/trisurface સબ-ડિરેક્ટરીમાં સ્થિત હોય. hex mesh સાથે એક ડોમેઈન snappyHexMeshDict ડીક્ષનરી જે case નાં system સબ-ડિરેક્ટરીમાં સ્થિત હોય.
00:35 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:Ubuntu Linux operating system 12.04OpenFOAM આવૃત્તિ 2.2.2ParaView આવૃત્તિ 3.12.0
00:50 ચાલો snappyHexMesh વડે Mesh બનાવવાનું શીખીએ.
00:55 પગલાઓ આપેલ પ્રમાણે છે-Step 1 : blockMesh યુટીલીટી વાપરીને base mesh બનાવો ,Step 2 : base mesh ને રીફાઈન કરો ,Step 3 : વણવાપરેલી cells રદ્દ કરો ,Step 4 : સર્ફેસમાં Snap mesh ,Step 5 : layers ઉમેરો.
01:18 આપણે terminal ખોલીશું અને દર્શાવ્યા પ્રમાણે flange માટે path દાખલ કરીશું. ટાઈપ કરો: cd space OpenFOAM-2.2.2/tutorials/mesh/snappyHexMesh/flange અને Enter દબાવો.
01:40 હવે ટાઈપ કરો "ls" અને Enter દબાવો. અહીં બે ફોલ્ડરો છે constant અને system.
01:50 ટાઈપ કરો cd space system અને Enter દબાવો.
01:55 હવે ટાઈપ કરો ls અને Enter દબાવો. તમે snappyHexMeshDict ફાઈલ જોઈ શકો છો.
02:04 ફાઈલનાં કન્ટેન્ટ (ઘટકો) જોવા માટે, ટાઈપ કરો: -gedit space snappyHexMeshDict અને Enter દબાવો. (નોંધ લો H, M અને D અહીં કેપિટલ અક્ષરમાં છે.)
02:19 આનાથી snappyHexMeshDict ફાઈલ ખુલશે.
02:23 snappyHexMeshDict ફાઈલ એ તમામ સૂચનો તથા આ ફાઇલ ફરતેની સમગ્ર પ્રક્રિયા ધરાવે છે.
02:32 snappyHexMeshDict ની પ્રથમ રો (હરોળ) વડે, તમે પ્રક્રિયાનાં વિભાગને સક્રિય અથવા સ્કીપ (છોડવું) કરી શકો છો.
02:40 geometry વિભાગમાં, snappy પ્રક્રિયામાં ભાગ લેતા તમામ સક્રિય ક્ષેત્રોને વ્યાખ્યાયિત કરી શકાવાય છે.
02:50 parameters જે સેલ વિભાજનની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે castellatedMeshControls વિભાગમાં વર્ણાયેલા છે.
02:58 પેરામીટરો જે કે નીચે સૂચીબદ્ધ છે snappyHexMeshDict ફાઈલમાં સારી રીતે સમજાવવામાં આવ્યા છે. nCellsBetweenLevels દરેક સુરુચિસંપન્નતા સ્તર માટે સેલની સંખ્યા વ્યાખ્યાયિત કરે છે.
03:12 આ જેટલું વધારે હશે, mesh એટલી જ વધુ ક્રમિક રહેશે.
03:17 Explicit feature edge refinement વિભાગમાં, તમે ભૂમિતિની વિશેષતા એજીસ (એજો) માટે ચોક્કસ સુરુચિસંપન્નતા સ્તર સુયોજિત કરી શકો છો. ".eMesh" ફાઈલને surfaceFeatureExtract યુટીલીટી વડે મેળવી શકાવાય છે.
03:34 surface-based refinement વિભાગમાં, તમે geometry ફાઈલમાં વ્યાખ્યાયિત થયેલ તમામ સર્ફેસોનું સુરુચિસંપન્નતા સ્તર સુયોજિત કરી શકો છો.
03:45 Mesh selection અતિ મહત્વપૂર્ણ પેરામીટર છે. જો પસંદ કરેલ પોઈન્ટ એ geometry ફાઈલમાં વર્ણાયેલ સર્ફેસની અંદર આવેલ હોય, તો snappyHexMesh આંતરિક મેશ બનાવશે.
03:59 નહી તો, બાહ્ય ભાગ (એટલે કે બ્લોકમેશ અંતર્ગત) મેશ થયેલ છે.
04:04 આગળનું પગલું સર્ફેસ ભૂમિતિમાં cell શીરોબિંદુઓને ખસેડવું છે.
04:12 snapping પ્રક્રિયા ચાર પેરામીટરો દ્વારા કરવામાં આવે છે: nSmoothPatch, tolerance,nSolveIter , nRelaxIter.
04:23 આ પેરામીટરો mesh અને STL સર્ફેસ વચ્ચે iterations અને tolerance ની સંખ્યાને નિયંત્રિત કરે છે.
04:32 nSmoothPatch વિકલ્પ એ બાહ્ય ભાગ (એટલે કે સીમા દિવાલ) કેટલી વાર આઈટરેટ થવું જોઈએ તેની સંખ્યાને દર્શાવે છે. આઈટરેશનની સંખ્યા જો વધુ હોય તો mesh સુંવાળું બનશે.
04:46 Tolerance વિકલ્પ એ અંતર દર્શાવે છે જે પ્રોગ્રામે snap કરવા માટેનાં પોઈન્ટ બદ્દલ જોવું જોઈએ. અંતર એ સંખ્યા રહેશે જે tolerance માં છે.
04:58 nSolveIter વિકલ્પ દર્શાવે છે કે કેટલી વાર snappyHexMesh નો snapping ભાગ run થવો જોઈએ.
05:07 nRelaxIter વિકલ્પ દર્શાવે છે કે કેટલી વાર મેશે રીલેક્ષિંગ સ્ક્રીપ્ટ run કરવી જોઈએ, જે કે ખરાબ mesh પોઈન્ટો રદ્દ કરે છે.
05:19 mesh layer ઉમેરવાની પ્રક્રિયામાં સીમાથી હયાત mesh ને સંકોચવાનો અને cells નાં લેયરોને દાખલ કરવાનો સમાવેશ થાય છે.
05:27 પેરામીટરોનું પ્રથમ ગ્રુપ લેયરો અને સર્ફેસ માટે પરિમાણો વ્યાખ્યાયિત કરે છે, જેના પર તેમને જોડવામાં આવશે.
05:36 RelativeSizes વિકલ્પ (જે કે true અથવા false છે) આગળ આપેલ પેરામીટરોને વાંચવાની રીત બદલે છે. true: આગળનાં પેરામીટરો એ પેરામીટરોનાં રૂપમાં લેયરનાં પરિમાણો વ્યાખ્યાયિત કરે છે.false: આગળનાં પેરામીટરો સીધે સીધું લેયરનાં પરિમાણો વ્યાખ્યાયિત કરે છે.
05:55 layers વિકલ્પમાં, તમે layers અને patch ની સંખ્યા વ્યાખ્યાયિત કરી શકો છો જેના પર layers જોડવાના છે. આ geomery સબ-મેનુમાં એક STL (Bold text) પેચ હોવું જોઈએ, અને ન કે એક યુઝર (વપરાશકર્તા) વ્યાખ્યાયિત ક્ષેત્ર.
06:10 ExpansionRatio પેરામીટર એ layers (જે કે બે અનુગામી લેયરો વચ્ચેનો ગુણોત્તર છે) નાં વૃદ્ધિ પરિબળને સુયોજિત કરે છે.
06:19 finalLayerThickness પેરામીટર છેલ્લા લેયરની જાડાઈ સુયોજિત કરે છે. minThickness પેરામીટર એ લેયરની લઘુત્તમ માન્ય જાડાઈ સુયોજિત કરે છે.
06:34 Advanced settings એ પેરામીટરોનું બીજું ગ્રુપ છે. આ વધુ ચોક્કસ નિયંત્રણ ધરાવે છે જે લેયર નિર્માણમાં મદદ કરી શકે છે.
06:45 FeatureAngle એ એક એવો કોણ છે જેની ઉપર સર્ફેસ બહાર ફેલાશે નહી.
06:52 nRelaxIter વિકલ્પ એ mesh જેટલી વાર રીલેક્ષિંગ સ્ક્રીપ્ટને run કરશે એ સંખ્યા દર્શાવે છે.
07:00 maxFaceThicknessRatio વિકલ્પ aspect ratio ની મહત્તમ માન્ય વેલ્યુ દર્શાવે છે.
07:10 meshQualityControls પેરામીટર snap અને add-layers ભાગમાં mesh ઉત્પન્ન કરવા માટે લઘુત્તમ થ્રેશોલ્ડ (સીમા) સુયોજિત કરે છે.
07:18 99% કિસ્સામાં, default વેલ્યુઓ રહેવા દેવી સારી છે. પરંતુ કેટલીક વાર, મેશ ઉત્પન્ન બળપૂર્વક કરવા માટે તમે એક કે વધુ નિયંત્રણો deactivate કરી શકો છો.
07:30 snappyHexMeshDict માં વિભિન્ન પેરામીટરો છે. snappyHexMesh યુટીલીટી વાપરીને mesh ઉત્પન્ન કરવા માટે આ પેરામીટરો મહત્વનાં છે.
07:40 ચાલો સારાંશ લઈએ.
07:42 આ ટ્યુટોરીયલમાં, આપણે OpenFoam માં મેશ બનાવવા માટે snappyHexMesh માંના વિભિન્ન પેરામીટરો શીખ્યા.
07:50 આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો:http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
08:21 Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે:http://spoken-tutorial.org/NMEICT-Intro
08:37 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki