OpenFOAM/C3/Downloading-and-installing-Salome/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, Downloading and Installing Salome પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે Salome ડાઉનલોડ કરવું તથા સંસ્થાપિત કરવું શીખીશું. |
00:15 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: Linux operating system Ubuntu આવૃત્તિ 12.10 અને Salome આવૃત્તિ 6.6.0. |
00:26 | ચાલો હું તમને સલોમેથી પરિચિત કરાવું. આ એક મુક્ત સ્ત્રોત સોફ્ટવેર છે.
આનો ઉપયોગ numerical simulation માટે પહેલા અને પછીનાં પ્રક્રિયા માટે કરી શકાવાય છે. OpenFOAM માં blockMesh utility કરતા જટિલ 'CAD' ભૂમિતિ બનાવવા માટે આ ફાયદાકારક છે. |
00:47 | Salome સંસ્થાપિત કરવા માટે, Firefox બ્રાઉઝર ખોલો. |
00:52 | લીંક બારમાં, ટાઈપ કરો: http://www.salome-platform.org. Enter દબાવો. હવે તમે સલોમે વેબસાઈટ પર છો. |
01:07 | ડાબી બાજુએ, તમને Navigation બાર દેખાશે. |
01:12 | નેવિગેશન બારની નીચેની તરફ, તમને New user વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. |
01:22 | તે તમને એક window પર લઇ જશે જ્યાં તમને તમારી વ્યક્તિગત માહિતી નાખવી પડશે. |
01:32 | વ્યક્તિગત માહિતી નાખ્યા બાદ, નીચે આવેલ Register ટેબ પર ક્લિક કરો. |
01:40 | "you have been registered" આ મેસેજ દર્શાવતી સ્ક્રીન પર તમને મોકલવામાં આવશે. તે આ પણ દર્શાવે છે કે, registration પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમને તમારા email માં log in કરવું પડશે. |
01:58 | તમારા email account માં, Salome થી આવેલ ઈમેઈલ ખોલો. |
02:06 | તેમાં આપેલ link પર ક્લિક કરો. |
02:12 | લીંક તમને એક window પર લઇ જશે જ્યાં તમને તમારો password સુયોજિત કરવો પડશે. |
02:19 | password મુક્યા બાદ અને તેની ખાતરી કર્યા બાદ, Set my password બટન પર ક્લિક કરો. |
02:26 | તે તમને એક window પર લઇ જશે જેકે દર્શાવે છે "Your password has been set successfully. You may now log in with your new password". |
02:37 | NAVIGATION બારની નીચેની તરફ, લોગ ઇન કરવા માટે તમે તમારું Login Name અને Password મૂકી શકો છો. |
02:46 | હવે, Navigation bar માં, Downloads પર ક્લિક કરો. |
02:54 | તમને એક page પર લઇ જવાશે જ્યાં તમને વિભિન્ન Linux platforms માટે ડાઉનલોડ કરવાની વિવિધ Binaries દેખાશે. |
03:05 | જો કે હું 64-bit architecture વાપરી રહ્યો છું, તો હું ડાઉનલોડ કરીશ Debian 6.0 Squeeze 64 bit binary. |
03:15 | તેના પર ક્લિક કરો. Save File વિકલ્પ પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. તેને ડાઉનલોડ થવામાં અમુક સમય લાગશે. |
03:27 | હવે નીચે સ્ક્રોલ કરો. તમને દેખાશે Universal Binaries for Linux. |
03:32 | તમને યોગ્ય આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે. હું 64 bit Linux આવૃત્તિ ડાઉનલોડ કરીશ. |
03:40 | ફરીથી Save file પર ક્લિક કરો. Ok પર ક્લિક કરો. તે અમુક સમય લેશે. મેં ફાઈલો પહેલાથી જ ડાઉનલોડ કરેલી છે. |
03:51 | હવે, Home ફોલ્ડર ખોલો. ડાબી બાજુએ આવેલ વિકલ્પમાંથી Downloads પર જાવ. |
03:57 | ડાઉનલોડ ફાઈલો અહીં મળી છે. એક છે tar ફાઈલ અને બીજી છે self-extracting ફાઈલ. |
04:05 | આ બંને ફાઈલો Copy કરો. |
04:09 | Home ફોલ્ડર પર પાછા જાવ અને બે ફાઈલો અહીં paste કરો. |
04:14 | હવે install Wizzard tar ફાઈલ પર બમણું-ક્લિક કરો. |
04:20 | નવો window ખુલશે. ઉપર આવેલ Extract મેનુ પર ક્લિક કરો. |
04:25 | હવે, Extract ટેબ પર ક્લિક કરો. એક્સટ્રેક્ટ થવાનું પત્યા બાદ, Quit પર ક્લિક કરો. |
04:34 | Intall Wizzard એ Home ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ થયું છે. |
04:38 | હવે Home ફોલ્ડરને મીનીમાઈઝ કરો. |
04:41 | command terminal ખોલો. |
04:44 | ટાઈપ કરો "ls" અને Enter દબાવો. આપણે Home ફોલ્ડરમાં છીએ. |
04:51 | Install Wizard ફોલ્ડરમાં જાવ જે માટે ટાઈપ કરો cd (space) (capital) I અને Tab કી દબાવો જેથી પૂર્ણ ફાઈલ નામ આપમેળે લઇ લેવાશે. Enter દબાવો. |
05:05 | ટાઈપ કરો "ls" અને Enter દબાવો. |
05:08 | સંસ્થાપન શરુ કરવા માટે, ટાઈપ કરો: . (dot) / (slash) runInstall (space) - (hyphen) b અને Enter દબાવો. |
05:24 | debian install માટે 1 (one) ટાઈપ કરો. સંસ્થાપન પ્રક્રિયા ચાલુ થશે. |
05:31 | સંસ્થાપન પૂર્ણ થયા બાદ, ટર્મિનલ બંધ કરો. એક નવું terminal ખોલો. |
05:38 | હવે, આપણે Universal binaries નું સંસ્થાપન કરીશું. આપણે પહેલાથી જ Home ફોલ્ડરમાં છીએ. |
05:44 | હવે ટાઈપ કરો: . (dot) / (slash) (capital) S અને Tab key દબાવો જેથી પૂર્ણ ફાઈલ નામ આપમેળે લેવાશે. Enter દબાવો. |
05:55 | Enter ફરીથી દબાવો. |
05:58 | તે દર્શાવે છે કે શું આપણને Salome French માં ડાઉનલોડ કરવું છે. જો નથી કરવું, તો 'N' ટાઈપ કરો અને Enter દબાવો. |
06:06 | સંસ્થાપન પ્રક્રિયા ચાલુ થશે. તે કદાચિત અમુક સમય લઇ શકે છે. |
06:12 | સંસ્થાપન પૂર્ણ થયા બાદ, ટર્મિનલ બંધ કરો. |
06:16 | તમને ડેસ્કટોપ પર Salome આઇકોન દેખાશે. Salome સોફ્ટવેર ખોલવા માટે તેના પર બમણું ક્લિક કરો. |
06:25 | Salome સોફ્ટવેર સંસ્થાપિત થઇ ગયું છે અને ઉપયોગ માટે તૈયાર છે. તમે હવે સોફ્ટવેરનું અન્વેષણ કરી શકો છો. |
06:33 | ચાલો સોફ્ટવેર બંધ કરીએ. |
06:36 | આ ટ્યુટોરીયલમાં, આપણે સલોમેને ડાઉનલોડ કરવું તથા સંસ્થાપિત કરવાનું શીખ્યા. |
06:40 | આપેલ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
07:02 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: |
07:18 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |