OpenFOAM/C3/Creating-a-sphere-in-GMSH/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો, Creating a sphere in GMSH પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:

વર્તુળાકાર ચાપ બનાવવી ruled surfaces બનાવવી અને એક્સટેન્શન '.geo' સાથેની ફાઈલ વાપરીને સામાન્ય મેનીપ્યુલેશન કરવું.

00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:

Ubuntu Linux Operating system 14.04 GMSH આવૃત્તિ 2.8.5

00:27 પૂર્વજરૂરીયાત તરીકે, વપરાશકર્તાને પોઈન્ટો બનાવવાનું સાદું જ્ઞાન હોવું જોઈએ. જો નથી તો, આ વેબસાઈટ પરનાં OpenFOAM શ્રેણીમાંનાં GMSH સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:38 ચાલો શરુ કરીએ.

ગોળાકારનું ઉદ્ગમબિંદુ (0,0,0) પર છે અને ગોળાકારનાં અન્ય પોઈન્ટો દર્શાવ્યા પ્રમાણે છે.

00:48 ચાલો હવે terminal માંથી GMSH ખોલીએ. ટર્મિનલને ખોલવા માટે, Ctrl+Alt+T કી દબાવો.

હવે, ટાઈપ કરો: gmsh space sphere1.geo અને Enter દબાવો. GMSH ખુલ્યું છે.

01:09 અહીં દર્શાવ્યા પ્રમાણે, મેં પહેલાથી જ ગોળાકાર માટે 7 પોઈન્ટો બનાવ્યા છે. ગોળાકારનાં પોઈન્ટો બનાવવા માટે, અગાઉ ઉલ્લેખાયેલ ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:19 હું હવે વર્તુળાકાર ચાપ કેવી રીતે બનાવવી તે ડેમોનસ્ટ્રેટ કરીશ. GMSH માં, વર્તુળાકાર ચાપ વાસ્તવમાં Pi કરતા ઓછી બનાવવામાં આવેલી છે.
01:27 ચાપ બનાવવા માટે, ડાબી-બાજુનાં મેનુમાંથી Circle arc વિકલ્પ પસંદ કરો.
01:32 હવે, હું એકદમ જમણી-બાજુનાં પોઈન્ટને ચાપનાં શરૂઆતી પોઈન્ટ તરીકે પસંદ કરીશ. ત્યારબાદ, અહીં આ પોઈન્ટને કેન્દ્ર પોઈન્ટ તરીકે પસંદ કરીશ. કૃપા કરી નોંધ લો, આ કોઓર્ડીનેટો (0,0,0) સહીત પોઈન્ટ છે.
01:48 અને છેલ્લે, હું ઉપરની બાજુએ આવેલ પોઈન્ટને ચાપનાં અંતિમ પોઈન્ટ તરીકે પસંદ કરીશ.
01:54 તમામ ચાપો બનતા સુધી પ્રક્રિયાને દોહરાવો. તમામ ચાપોનું સમાન કેન્દ્ર બિંદુ હોવું જોઈએ તે યાદ રાખો.
02:02 હવે વળાંકવાળી સર્ફેસ (સપાટી) બનાવવા માટે, ડાબી-બાજુનાં મેનુમાંથી Ruled surface વિકલ્પ પસંદ કરો. અહીં ડેમોનસ્ટ્રેટ કર્યા પ્રમાણે, સર્ફેસ (સપાટી) માટે બાઉન્ડિંગ એજો (કિનારીઓ) પસંદ કરો.
02:20 પસંદ કરેલ એજો (કિનારીઓ) હવે લાલ રંગની છે તેની નોંધ લો. આ પસંદને એક્ઝીક્યુટ કરવા માટે કીબોર્ડ પર 'E' દબાવો.
02:29 તમે જોઈ શકો છો કે સર્ફેસ (સપાટી) બની ગયી છે. અહીં દર્શાવ્યા પ્રમાણે, આને ત્રુટક લાઈન દ્વારા દર્શાવવામાં આવી છે.
02:37 પ્રક્રિયાને દોહરાવો અને ગોળાકારની તમામ 8 સર્ફેસો (સપાટીઓ) બનાવો. પૂર્ણ થયા બાદ, આપણો ગોળાકાર આ પ્રકારે દેખાવો જોઈએ.
02:46 હવે, Home ફોલ્ડર પર જાવ. sphere1.geo ફાઈલને શોધીને gedit Text Editor નાં મદદથી ખોલો.
02:54 આપણે અત્યારે બનાવેલી ભૌમિતિક સંસ્થાઓ વિશેની માહિતી, અહીં સંગ્રહીત થઇ છે.
03:00 GMSH માં, સામાન્ય સિન્ટેક્સ (વાક્યરચના) છે:

Geometrical entity, identification number કૌંસ અંતર્ગત જે એક સમીકરણ બરાબર છે.

03:11 અહીં, point માટે, સમીકરણ છે

Point, identification number કૌંસ અંતર્ગત, જે સામાન્ય રીતે 1 થી શરુ થનારું આગળનું પૂર્ણાંક છે, X, Y, Z કોઓર્ડીનેટો બરાબર છે અને mesh element size ની વેલ્યુ કૌંસ અંતર્ગત છે.

03:30 આ વેલ્યુ જોઈતી mesh element size છે. મેશ એલીમેંટો (ઘટકો) નું માપ પછી શરૂઆતી મેશ પર આ વેલ્યુઓને રેખીય ઇન્ટરપોલેટિંગ (આંતરછેદ કરવું) કરીને ગણતરી કરાશે.
03:41 ચાલો હવે ગોળાકારનાં પોઈન્ટોની સંખ્યાત્મક વેલ્યુને, વેરીએબલ 's' તરીકે બદલીએ.
03:49 શરૂઆતમાં, ટાઈપ કરો "s = 0.1;"

આ ગોળાકારની mesh element size ની વેલ્યુ દર્શાવવા માટે છે.

04:01 boundary layer ને કેપ્ચર (પકડવું) કરવા માટે, આપણે ગોળાકારનાં નજીક મેશ રીફાઈન (ચોખ્ખી) કરીશું. આ હેતુસર, આપણે આ લાઈન વાપરીશું:

Mesh.CharacteristicLengthFromCurvature = 0.05;

04:15 સિન્ટેક્સ: Mesh.CharacteristicLengthFromCurvature એ ભૌમિતિક સંસ્થાઓની curvature નાં સંદર્ભે mesh ને સ્વીકારશે.
04:25 કદ બનાવવા માટે, આપણને તમામ બાઉન્ડિંગ (સીમા બનાવતી) સર્ફેસો (સપાટીઓ) ની જરૂર પડશે. આ માટે, ફાઈલની અંતમાં, ટાઈપ કરો:

"Surface Loop()" પછી તેની ઓળખ જે કૌંસમાં આગળનું પૂર્ણાંક છે, જે કૌંસ અંતર્ગત ગોળાકારની તમામ સર્ફેસો (સપાટીઓ) નાં ઓળખની બરાબર છે.

04:48 અહીં, ઓળખ છે 14, 16, 18, 20, 22, 24, 26 અને 28.
05:05 હવે, sphere1.geo ફાઈલને save કરીને બંધ કરો.
05:10 ચાલો GMSH ઇન્ટરફેસ પર જઈએ. ડાબી-બાજુનાં મેનુમાં, Physical groups પર ક્લિક કરો. ત્યારબાદ Add, અને પછી Surface. ગોળાકારની તમામ સર્ફેસો (સપાટીઓ) પસંદ કરો.
05:26 આ પસંદને એક્ઝીક્યુટ કરવા માટે કીબોર્ડ પર 'E' દબાવો.
05:30 હવે, Text Editor માં ફરીથી sphere1.geo ફાઈલ ખોલો. બરાબર નીચેની બાજુએ, code ની એક નવી લાઈન ઉમેરાઈ છે તેની નોંધ લો.
05:42 અવતરણમાં, "sphere" સાથે આ ક્રમાંકને બદલો. આનાથી આપણને ગોળાકારની સીમાઓને સરળતાથી ઓળખવામાં મદદ મળશે જ્યારે આપણે post processing કે બીજું કઈ કરીએ છીએ.
05:54 હવે ફાઈલને save કરીને બંધ કરો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
06:01 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:

વળાંકવાળી લાઈનો અને surfaces બનાવવી ગોળાકાર બનાવવો અને એક્સટેન્શન .geo સાથેની ફાઈલ વાપરીને સામાન્ય મેનીપ્યુલેશન કરવું

06:13 એસાઈનમેંટ તરીકે, મોટી ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર બનાવો.
06:17 OpenFOAM શ્રેણી FOSSEE Project, IIT Bombay દ્વારા બનાવવામાં આવી છે.
06:21 FOSSEE એટલે કે Free and Open Source Software for Education. આ પ્રોજેક્ટ મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર ટુલોને વાપરવા માટે પ્રોત્સાહિત કરે છે. વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરી આપેલનો સંદર્ભ લો:

http://fossee.in/

06:33 આ લીંક પર આવેલ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
06:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરી અમને લખો.
06:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

FOSSEE Project, IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

07:03 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki