OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે, Creating Curved geometry in OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ:
00:09 ઓપનફોમમાં વળાંકવાળી ભૂમિતિ બનાવવા માટે પગલાઓ.
00:14 paraview માં પરિણામો નિહાળવું.
00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે,
00:19 હું વાપરી રહ્યો છું: Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04, OpenFOAM આવૃત્તિ 2.1.0
00:28 ParaView આવૃત્તિ 3.12.0.
00:32 આપણે નળાકાર ઉપરનાં પ્રવાહ માટે ભૂમિતિ બનાવીશું.
00:36 નોંધ લો હું આ કેસ ફક્ત ઉદાહરણ માટે વાપરી રહ્યો છું.
00:41 નળાકાર એક અર્ધ વર્તુળ સ્વરૂપમાં છે.
00:45 Meshing એક બોડી ફીટેડ ગ્રિડ છે.
00:49 સમગ્ર ભૂમિતિ blocks માં વિભાજીત છે.
00:54 આપણે અર્ધ વર્તુળનાં સરખા ભાગમાં ટુકડા કરીએ છીએ.
00:58 હવે આને મીનીમાઈઝ કરો.
01:03 પાછલા ટ્યુટોરીયલની 'blockMeshDict' ફાઈલ ખોલો.
01:08 મેં તે પહેલાથી જ ખોલી છે.
01:12 નીચે સ્ક્રોલ કરો. સાદી ભૂમિતિઓ માટે, તમે જોઈ શકો છો કે edges ને ખાલી રખાયી છે.
01:20 હવે એક નવી 'blockMeshDict' ફાઈલ બનાવો.
01:23 આવું કરવા માટે, ચાલો પહેલા આને મીનીમાઈઝ કરીએ.
01:27 હવે, કરો જમણું-ક્લિક > create document > empty file.
01:34 આને 'blockMeshDict' તરીકે નામ આપો.
01:40 નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે.
01:46 આને ખોલો.
01:51 હવે આપણે 'lid driven cavity' થી 'convertTometers' સુધી શરુઆતની કેટલીક લાઈનો કોપી કરી શકીએ છીએ.
01:58 ઉપરની તરફે જાવ, આને 'convertToMeters' સુધી કોપી કરો.
02:04 આને કોપી કરો અને તેને નવી 'blockMeshDict' ફાઈલમાં પેસ્ટ કરો.
02:12 હવે, 'convert to meters' ને પોઈન્ટ એકથી બદલીને એક કરો.
02:18 જો કે આપણી ભૂમિતિ મીટરમાં હોવાથી, આપણે આને એક તરીકે રાખીશું.
02:24 હવે Enter દબાવો, ફરીથી Enter દબાવો.
02:28 આના પછી, તમને શિરોબિંદુઓમાં ભૂમિતિના કો-ઓર્ડીનેટો દાખલ કરવાની જરૂર છે.
02:35 ચાલો હું slide પર પાછો ફરું. નોંધ લો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, પોઈન્ટોનો ક્રમ આ પ્રમાણે હોવો જોઈએ કે 0, 1, 2, 3, 4 થી શરુ થઈને આગળ જવો જોઈએ.
02:47 સ્લાઈડને મીનીમાઈઝ કરો. હવે, 'blockMeshDict' ફાઈલમાં "vertices" ટાઈપ કરો અને Enter દબાવો.
02:56 ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
03:00 હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિનાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:05 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
03:08 સમજાવવા માટે, હું અર્ધ-વર્તુળનાં જમણા અર્ધા ભાગને વાપરીશ.
03:12 ૦ થી શરુ કરીને ચિત્રમાં પોઈન્ટો માટે વેલ્યુઓ દાખલ કરો.
03:16 ચાલો હું 'blockMeshDict' ફાઈલ પર પાછો ફરું.
03:20 અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ૦ નાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:27 ખુલ્લું બંધ કૌંસ અને દાખલ કરો 0.5 (space) 0 (space) 0. Enter દબાવો.
03:36 ફરીથી અમુક જગ્યા છોડો, ખુલ્લું બંધ કૌંસ.
03:39 પોઈન્ટ માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો 1 (space) 0 (space) 0. Enter દબાવો.
03:45 હવે બે ઉભી જગ્યા છોડો, ફરીથી Enter દબાવો, ફરી Enter દબાવો.
03:51 અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 4 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:57 ખુલ્લું બંધ કૌંસ, દાખલ કરો 0.707 (space) 0.707 (space) 0
04:05 Enter દબાવો. અમુક જગ્યા છોડો.
04:09 ખુલ્લું બંધ કૌંસ. પોઈન્ટ 5 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:13 દાખલ કરો 0.353 (space) 0.353 (space) 0, Enter દબાવો.
04:22 હવે, 4 ઉભી જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 9 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:27 1 2 3 4 , ફરીથી Enter દબાવો, અમુક જગ્યા છોડો.
04:34 ખુલ્લું, બંધ કૌંસ મુકો.
04:36 દાખલ કરો 0 (space) 1 (space) 0, Enter દબાવો.
04:42 અમુક જગ્યા છોડો.
04:44 પોઈન્ટ ક્રમાંક 10 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:46 ખુલ્લું બંધ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો.
04:54 એજપ્રમાણે ભૂમિતિમાં બચેલ પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
05:00 બંધ કૌંસ દાખલ કરો, અર્ધ-વિરામ મુકો અને Enter દબાવો.
05:05 ફરીથી Enter દબાવો. હવે, "blocks" ટાઈપ કરો, Enter દબાવો.
05:13 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું
05:20 ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે block numbers ફરતે વર્તુળ થાય છે.
05:24 હવે ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
05:28 અમુક જગ્યા છોડો.
05:30 હવે block નો પ્રકાર દાખલ કરો એટલે કે Hex, અમુક જગ્યા છોડો.
05:37 હવે બ્લોકસ માટે પોઈન્ટ દાખલ કરો.
05:41 ખુલ્લું, બંધ કૌંસ.
05:43 અમુક જગ્યા છોડો, simple Grading ને (1 1 1) તરીકે રાખી શકાવાય છે અને Enter દબાવો.
05:55 blocks બનાવવા માટે, કૃપા કરી creating simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
06:02 નોંધ લો આ ઉદાહરણમાં blocks ની સંખ્યા વધુ રહેશે.
06:07 હવે, એક બંધ કૌંસ દાખલ કરો.
06:10 એક અર્ધ-વિરામ દાખલ કરો, અને Enter દબાવો. ફરીથી Enter દબાવો.
06:16 આગળની લાઈનમાં, ટાઈપ કરો "edges" અને Enter દબાવો.
06:22 એક ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
06:26 અહીં તમને એ પોઈન્ટો દાખલ કરવા છે જે ચાપોનાં અંત પોઈન્ટો છે.
06:31 અમુક જગ્યા છોડો અને ટાઈપ કરો "arc". અમુક જગ્યા છોડો, ચાપનાં અંત પોઈન્ટો ટાઈપ કરો.
06:40 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. હવે, ચાપનાં અંત પોઈન્ટો દાખલ કરો.
06:46 આ આકૃતિમાં, આપણે ચાપ 0 5 થી શરુ કરીએ છીએ.
06:52 ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
06:56 0 space 5 દાખલ કરો.
06:59 અમુક જગ્યા છોડો. ખુલ્લું, બંધ કૌંસ દાખલ કરો.
07:04 કૌંસમાં, બે ચાપ પોઈન્ટો વચ્ચે કોઈપણ મધ્યવર્તી પોઈન્ટનાં કો-ઓર્ડીનેટો (યામો) દાખલ કરો.
07:11 હવે, ચાલો હું ફરીથી સ્લાઈડ પર જઉં.
07:14 આકૃતિમાં, તમે જોઈ શકો છો કે તમને ચાપનાં બે અંત પોઈન્ટો વચ્ચેનું પોઈન્ટ લેવું છે.
07:23 આ ભૂમિતિમાં, મેં વર્તુળનો જમણો અર્ધ ભાગ લીધો છે.
07:28 સાદા ભૂમિતિય સંબંધોનો ઉપયોગ કરીને, આપણે અર્ધ-વર્તુળમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યવર્તી પોઇન્ટોનાં કો-ઓર્ડીનેટો શોધી શકીએ છીએ.
07:38 એજ પ્રમાણે આપણે બચેલ અર્ધ-વર્તુળ ભૂમિતિ માટે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકીએ છીએ.
07:45 હવે, ચાલો હું 'blockMeshDict file' પર પાછો જઉં.
07:48 Enter દબાવો.
07:50 નોંધ લો આ ઉદાહરણમાં ચાપોની સંખ્યા વધુ છે.
07:55 બંધ કૌંસ દાખલ કરો.
07:58 અર્ધ-વિરામ દાખલ કરો, Enter દબાવો, ફરીથી Enter દબાવો.
08:02 હવે ચાપો બાદ boundary patches દાખલ કરો.
08:06 boundary patches દાખલ કરવા માટે, Simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
08:12 "boundary" દાખલ કરો, Enter દબાવો.
08:15 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો. બંધ કૌંસ દાખલ કરો અર્ધ-વિરામ, Enter દબાવો.
08:21 ફરીથી Enter દબાવો.
08:24 હવે, આગળની લાઈનમાં, ટાઈપ કરો "mergePatchPairs".
08:29 નોંધ લો 'P' અહીં કેપિટલમાં છે.
08:31 Enter દબાવો.
08:33 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો.
08:36 જો કે સમાવવા માટે કોઈ patches ન હોવાથી, તેને ખાલી રાખવામાં આવી શકે છે.
08:40 બંધ કૌંસ દાખલ કરો.
08:42 અર્ધ વિરામ દાખલ કરો અને Enter દબાવો.
08:46 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
08:49 એજ રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિની એકમ જાડાઈની આગળની બાજુમાના પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટ પોઈન્ટો દાખલ કરો.
08:57 હવે, Command terminal ખોલો.
09:00 command terminal માં, તમારા કેસ માટે path ટાઈપ કરો.
09:04 મેં ટ્યુટોરીયલ flow over cylinder ના કેસ માટે પહેલાથી જ path સુયોજિત કર્યો છે.
09:10 terminal માં, ભૂમિતિનાં meshing માટે ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો.
09:18 Meshing પૂર્ણ થઇ છે.
09:20 હવે, ભૂમિતિ જોવા માટે terminal માં "paraFoam" ટાઈપ કરો અને Enter દબાવો.
09:26 ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું.
09:30 હવે object inspector menu ની ડાબી બાજુએ, Apply ક્લિક કરો.
09:36 paraview વિન્ડોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિ બનશે.
09:41 Object inspector menu માં નીચે સ્ક્રોલ કરો.
09:44 Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો.
09:49 તમે ભૂમિતિનાં વિભિન્ન ક્ષેત્ર જોઈ શકો છો.
09:53 સાથે જ તમે ભૂમિતિની wire frame પણ જોઈ શકો છો.
09:56 active variable control menu ની ટોંચે, ડ્રોપ ડાઉન મેનુમાં, Surface બદલીને wireframe કરો.
10:05 તમે ભૂમિતિનું wireframe model જોઈ શકો છો.
10:11 આને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
10:16 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે વળાંકવાળી ભૂમિતિ બનાવવી.
10:20 OpenFOAM માં ધારો માટે પોઈન્ટો કેવી રીતે દાખલ કરવા.
10:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:28 એસાઈનમેંટ તરીકે- ૨ મીટર ત્રિજ્યા ધરાવતો આંતરિક અર્ધ-વર્તુળ અને ૪ મીટર ત્રિજ્યા ધરાવતો બાહ્ય અર્ધ-વર્તુળ હોય એવી ભૂમિતિ બનાવો અને ભૂમિતિને paraview માં જુઓ.
10:42 આ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:45 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:48 તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
10:56 સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે.
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:02 વધુ વિગતો માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: contact@spoken-tutorial.com
11:09 Spoken TutorialsTalk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:13 તેને આધાર એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:18 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે:

http://spoken-tutorial.org/NMEICT-Intro

11:23 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki