Netbeans/C3/Connecting-to-a-MySQL-Database/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00.00 નમસ્કાર.
00.02 Connecting to a MySQL Database પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે જોઈશું,
00.09 MySQL server properties (સર્વર પ્રોપર્ટીઝ) કોન્ફીગર કરવી.
00.14 MySQL સર્વર શરુ કરવું.
00.17 ડેટાબેઝ બનાવીને તેની સાથે જોડાણ કરવું.
00.20 ડેટાબેઝ ટેબલો બનાવવાનું, જેમાં આપણે બે પદ્ધતિઓનું અન્વેષણ કરીશું:
00.26 sql એડીટર વાપરીને,
00.29 create table (ક્રિએટ ટેબલ) ડાયલોગ વાપરીને અને છેલ્લે,
00.33 SQL સ્ક્રીપ્ટ રન કરીને.
00.37 આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v12.04.
00.44 અને Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) v7.1.1
00.48 સાથે જ તમને Java Development Kit (જાવા ડેવલોપમેન્ટ કીટ) JDK (જેડીકે) v6
00.54 અને MySQL database server (માયએસક્યુએલ ડેટાબેઝ સર્વર) ની પણ જરૂર પડશે.
00.57 આ ટ્યુટોરીયલ શીખવા માટે, ડેટાબેઝ management (મેનેજમેંટ) ની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.
01.03 વધુ જાણવા માટે, દર્શાવેલ લીંક પર આપેલ PHPandMySQL સ્પોકન ટ્યુટોરીયલો નિહાળો.
01.10 આ ટ્યુટોરીયલમાં સર્વસામાન્ય પ્રોગ્રામિંગ પરિભાષા વાપરવામાં આવી છે.
01.16 આ ટ્યુટોરીયલ Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) માંથી MySQL ડેટાબેઝનું જોડાણ કઈ રીતે સુયોજિત કરવું એ ડેમોનસ્ટ્રેટ કરે છે.
01.24 જોડાણ થતાની સાથે, આપણે IDE નાં ડેટાબેઝ એક્સપ્લોરરમાં MySQL સાથે કામ કરીશું.
01.31 ચાલો અત્યારે IDE પર જઈએ.
01.36 નેટબીન્સ આઈડીઈમાં MySQL RDBMS નો આધાર અંતર્ભુત છે.
01.42 એ પહેલા કે તમે નેટબીન્સમાં MySQL ડેટાબેઝ સર્વર એક્સેસ કરો, તમને MySQL સર્વર પ્રોપર્ટીઝ કોન્ફીગર કરવી જોઈએ.
01.51 Services (સર્વિસેઝ) વિન્ડોમાં ડેટાબેઝીસ નોડ પર જમણું-ક્લિક કરો.
01.56 MySQL સર્વર પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે Register MySQL Server (રજીસ્ટર માયએસક્યુએલ સર્વર) પસંદ કરો.
02.05 સર્વર હોસ્ટ નામ અને પોર્ટ યોગ્ય છે કે એની ખાતરી કરી લો.
02.10 એ વાતની નોંધ લો કે IDE મૂળભૂત રીતે સર્વર હોસ્ટ નામ localhost (લોકલહોસ્ટ) તરીકે દાખલ કરે છે.
02.18 3306 એ સર્વરનો મૂળભૂત પોર્ટ ક્રમાંક છે.
02.23 Administrator Username (એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ) જો ન દર્શાવ્યું હોય તો તે દાખલ કરો.
02.27 આપણી સીસ્ટમમાં, એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ root (રૂટ) છે
02.33 એડમીનીસ્ટ્રેટર પાસવર્ડ નાખો.
02.36 આપણી સીસ્ટમમાં, પાસવર્ડ ખાલી છે એટલે કે નથી.
02.40 ડાયલોગ બોક્સની ટોંચે આવેલ Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબને ક્લિક કરો.
02.45 આ આપણને MySQL સર્વરને નિયંત્રણ કરવા માટે માહિતી દાખલ કરવાની પરવાનગી આપે છે.
02.51 Path/URL to admin tool: ફીલ્ડમાં,
02.56 ટાઈપ કરો અથવા MySQL Administration application (માયએસક્યુએલ એડમીનીસ્ટ્રેશન એપ્લીકેશન) નાં સ્થાનને બ્રાઉઝ કરો.
03.02 આપણી સીસ્ટમમાં, ટૂલનું location (લોકેશન) /usr/bin/mysqladmin છે
03.12 Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં admin (એડમીન) ટૂલ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો.
03.18 આને પણ ખાલી રાખી શકાવાય છે.
03.22 Path to start command: (પાથ ટુ સ્ટાર્ટ કમાંડ) ફીલ્ડમાં
03.25 ટાઈપ કરો અથવા MySQL start command (માયએસક્યુએલ સ્ટાર્ટ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો.
03.29 આપણી સીસ્ટમમાં તે /usr/bin/mysqld_safe છે
03.38 Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં start (સ્ટાર્ટ) કમાંડ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો.
03.42 અહીં, હું ટાઈપ કરીશ -u space root space start (-યુ સ્પેસ રૂટ સ્પેસ સ્ટાર્ટ)
03.51 Path to stop command: (પાથ ટુ સ્ટોપ કમાંડ) મા
03.54 ટાઈપ કરો અથવા MySQL stop command (માયએસક્યુએલ સ્ટોપ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો.
03.58 સામાન્ય રીતે આ mysqladmin પર જવાનો માર્ગ છે જે કે MySQL installation directory (માયએસક્યુએલ ઈંસ્ટોલેશન ડિરેક્ટરી) નાં bin (બીન) ફોલ્ડરમાં છે.
04.06 આપણી સીસ્ટમમાં આ /usr/bin/mysqladmin છે
04.14 જો કમાંડ mysqladmin હોય તો, Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં, ટાઈપ કરો -u space root space stop.
04.27 પૂર્ણ થવા પર, Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબ સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે દેખાવું જોઈએ.
04.33 OK ક્લિક કરો.
04.36 સૌપ્રથમ એ વાતની ખાતરી કરી લો કે MySQL ડેટાબેઝ આપણી મશીન પર ચાલી રહ્યું છે કે.
04.42 સર્વિસ વિન્ડોમાંની MySQL સર્વર નોડ, MySQL ડેટાબેઝ જોડાણ થયું છે કે નહી તે દર્શાવે છે.
04.52 એ વાતની ખાતરી કરીને કે તે રન થઇ રહ્યું છે, Databases (ડેટાબેસીઝ) >> MySQL server node (માયએસકયુએલ સર્વર નોડ) પર જમણું-ક્લિક કરો અને Connect (કનેક્ટ) પસંદ કરો.
05.05 જેમ વિસ્તૃત કરીએ છીએ, તેમ MySQL સર્વર નોડ તમામ ઉપલબ્ધ MySQL ડેટાબેઝો દર્શાવે છે.
05.13 ડેટાબેઝો સાથે પરસ્પર લેવાણ દેવાણની સર્વસામાન્ય રીત એટલે SQL Editor (એસકયુએલ એડીટર).
05.19 એ માટે નેટબીન્સ પાસે બિલ્ટ-ઇન SQL Editor (એસકયુએલ એડીટર) છે.
05.23 તમે આને connection (કનેક્શન) નોડ પર જમણું-ક્લિક કરીને એક્સેસ કરી શકો છો.
05.29 ચાલો અત્યારે SQL Editor (એસકયુએલ એડીટર) વાપરીને એક નવું ડેટાબેઝ ઇનસ્ટંસ બનાવીએ.
05.34 Services (સર્વિસેઝ) વિન્ડોમાં, MySQL સર્વર નોડ પર જમણું-ક્લિક કરીને Create Database (ક્રિએટ ડેટાબેઝ) પસંદ કરો.
05.44 Create Database (ક્રિએટ ડેટાબેઝ) ડાયલોગમાં, નવા ડેટાબેઝનું નામ ટાઈપ કરો.
05.50 હું આને mynewdatabase નામ આપીશ.
05.56 તમે આપેલ યુઝરને પૂર્ણ એક્સેસ પણ પ્રદાન કરી શકો છો.
06.01 મૂળભૂત રીતે, ફક્ત એડમીન યુઝરને જ ચોક્કસ આદેશો ભજવવાની પરવાનગીઓ હોય છે.
06.08 ડ્રોપ-ડાઉન યાદી તમને કોઈ ચોક્કસ વપરાશકર્તાને આ પરવાનગીઓ સોપવાની પરવાનગી આપે છે.
06.13 યુઝરને ફક્ત drop tables (ડ્રોપ ટેબલ્સ) શિવાય, વધારે પરવાનગી આપવાનું યોગ્ય રહેશે.
06.18 અને યુઝરને ફક્ત એ જ ડેટાબેઝોને મોડીફાય કરવાની પરવાનગી આપો જે કે તેઓની એપ્લીકેશનથી બન્યા છે.
06.25 પરંતુ હમણાં માટે, આપણે આ ચેકબોક્સ નાપસંદ કરેલું રહેવા દઈશું.
06.30 OK ક્લિક કરો.
06.34 ચાલો હવે ટેબલો બનાવીને, તેને ડેટા વડે ભરીએ, અને ટેબલોમાં આવેલ ડેટાને મોડીફાય કરીએ.
06.41 હાલમાં mynewdatabase ખાલી છે.
06.44 ચાલો ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની પહેલી પદ્ધતિનું અન્વેષણ કરીએ.
06.48 Database (ડેટાબેઝ) એક્સપ્લોરરમાં, mynewdatabase કનેક્શન નોડ વિસ્તૃત કરો.
06.58 અહીં ત્રણ ઉપ ફોલ્ડરો છે:
07.00 Tables (ટેબલ્સ), Views (વ્યુસ) અને Procedures (પ્રોસીજર્સ).
07.04 Tables (ટેબલ્સ) ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને Execute Command (એક્ઝીક્યુટ કમાંડ) પસંદ કરો.
07.11 મુખ્ય વિન્ડોનાં SQL એડીટરમાં એક ખાલી કેનવાસ ખુલે છે.
07.16 ચાલો આ SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરીએ.
07.30 આપણે હવે SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરી છે.
07.36 આ આપણે બનાવવા જઈ રહેલા Counselor (કાંઉનસીલર) ટેબલની ટેબલ ડેફીનેશન છે.
07.42 આ ક્વેરીને એક્ઝીક્યુટ કરવા માટે, કાં તો ટોંચે આવેલ ટાસ્ક બારમાંનાં Run SQL આઇકોન પર જમણું-ક્લિક કરો
07.51 અથવા SQL એડીટર અંતર્ગત જમણું-ક્લિક કરીને Run Statement (રન સ્ટેટમેંટ) પસંદ કરો.
08.00 IDE ડેટાબેઝમાં કાંઉનસીલર ટેબલ બનાવે છે.
08.04 તમે આઉટપુટ વિન્ડોમાં આ મેસેજ જોઈ શકો છો,
08.12 જે દર્શાવે છે કે આદેશ સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થઇ ગયો હતો,
08.17 આ ફેરફારને ચકાસવા હેતુ, ડેટાબેઝ એક્સપ્લોરરમાં Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરો.
08.25 Refresh (રીફ્રેશ) પસંદ કરો.
08.28 આનાથી આપેલ ડેટાબેઝની વર્તમાન સ્થિતિ સુધારિત થાય છે.
08.32 નવું કાંઉનસીલર ટેબલ હવે Tables (ટેબલ્સ) વિકલ્પ અંતર્ગત દેખાય છે.
08.40 ટેબલ નોડને વિસ્તૃત કરવા પર, તમે પોતે બનાવેલ કોલમો જોઈ શકો છો.
08.46 ચાલો હવે ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની આગલી પદ્ધતિનું અન્વેષણ કરીએ,
08.51 એટલે કે Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગનો ઉપયોગ
08.54 ડેટાબેઝ એક્સપ્લોરરમાં, Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરીને, Create Table (ક્રિએટ ટેબલ) પસંદ કરો.
09.03 Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગ ખુલે છે.
09.06 Table (ટેબલ) નામનાં ટેક્સ્ટ ફીલ્ડમાં, Subject (સબ્જેક્ટ) આવું ટાઈપ કરો
09.13 Add Column (એડ કોલમ) પર ક્લિક કરો
09.16 Add Column (એડ કોલમ) ડાયલોગમાં, Name (નેમ) ફીલ્ડમાં id (આઈડી) આવું ટાઈપ કરો.
09.22 ટાઈપનાં ડ્રોપ-ડાઉન મેનુમાંથી SMALLINT આ ડેટા-પ્રકાર પસંદ કરો.
09.30 Add Column (એડ કોલમ) ડાયલોગ બોક્સમાં, Primary Key (પ્રાઈમરી કી) ચેકબોક્સ પસંદ કરો.
09.35 આ આપણા ટેબલ માટે પ્રાઈમરી કી નક્કી કરવા હેતુ છે.
09.39 નોંધ લો કે જેમ તમે કી ચેકબોક્સ પસંદ કરો છો તેમ, Index (ઇન્ડેક્સ) અને Unique (યુનિક) ચેક બોક્સો આપમેળે પસંદ થયેલા રહે છે;
09.49 તેમજ Null (નલ) ચેકબોક્સ નાપસંદ થયેલ રહે છે.
09.53 આ એટલા માટે કારણ કે પ્રાઈમરી કીનો ઉપયોગ ડેટાબેઝમાંથી Unique (યુનિક) રો ઓળખવા માટે થાય છે.
09.59 OK ક્લિક કરો.
10.03 સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને બચેલી કોલમોને ઉમેરો.
10.09 આપણે હવે Subject (સબ્જેક્ટ) નામનો ટેબલ બનાવી દીધો છે જે Name (નેમ), Description (ડીસક્રિપ્શન), અને Counselor ID (કાંઉનસીલર આઈડી) માટે ડેટા રાખશે.
10.20 OK ક્લિક કરો.
10.23 SQL ક્વેરીઓ ડેટાબેઝ પર રન કરીને, આપણે ડેટાબેઝ બંધારણમાં આવેલ ડેટાને ઉમેરી શકીએ છીએ, મોડીફાય કે રદ્દ કરી શકીએ છીએ.
10.32 ચાલો Counselor (કાંઉનસીલર) ટેબલમાં એક નવો રેકોર્ડ ઉમેરીએ.
10.35 Tables (ટેબલ્સ) નોડ કોનટેક્સ્ટ મેનુમાંથી Execute (એક્ઝીક્યુટ) આદેશ પસંદ કરો.
10.43 મુખ્ય વિન્ડોમાં એક નવું SQL એડીટર ખુલે છે.
10.47 SQL એડીટરમાં, ચાલો એક સાદી ક્વેરી ટાઈપ કરીએ:
11.00 આ ક્વેરી એક્ઝીક્યુટ કરવા માટે, સોર્સ એડીટરમાં જમણું-ક્લિક કરો, અને Run Statement (રન સ્ટેટમેંટ) પસંદ કરો
11.07 ચાલો હવે તપાસ કરીએ કે નવો રેકોર્ડ ટેબલમાં ઉમેરાયો છે કે નહી.
11.12 Counselor (કાંઉનસીલર) ટેબલ પર જમણું-ક્લિક કરો, અને View Data (વ્યુ ડેટા) પસંદ કરો.
11.18 મુખ્ય વિન્ડોમાં નવું SQL એડીટર ખુલે છે.
11.21 ટેબલમાંથી તમામ ડેટાને પસંદ કરતી ક્વેરી આપમેળે બને છે.
11.27 આ સ્ટેટમેંટનું પરિણામ વર્કસ્પેસની નીચે આવેલ ટેબલ વ્યુમાં દર્શાવવામાં આવે છે.
11.41 એક નવી રો આપણે આપેલા ડેટા સાથે ઉમેરાઈ છે તેની નોંધ લો.
11.46 આપણે બહારની SQL સ્ક્રીપ્ટને સીધી IDE મા પણ રન કરી શકીએ છીએ.
11.52 અહીં દેખાડવા હેતુ મારી પાસે એક SQL ક્વેરી છે.
11.59 આ સ્ક્રીપ્ટ પહેલા દર્શાવ્યા પ્રમાણેનાં જ બે ટેબલો બનાવે છે.
12.04 એટલે કે Counselor (કાંઉનસીલર) અને Subject (સબ્જેક્ટ)
12.09 સ્ક્રીપ્ટ આ ટેબલોને ઓવરરાઈટ કરે છે એ કારણે,
12.12 આપણે આ ટેબલોને રદ્દ કરીશું જો તે ત્યાં પહેલાથી હોય.
12.16 ટેબલો રદ્દ કરવા માટે, Counselor (કાંઉનસીલર) ટેબલ પર જમણું-ક્લિક કરો
12.21 અને Delete (ડીલીટ) પસંદ કરો.
12.24 Confirm Object table Deletion (કન્ફર્મ ઓબ્જેક્ટ ટેબલ ડીલીશન) ડાયલોગ બોક્સમાં Yes (યસ) ક્લિક કરો.
12.31 Subject (સબ્જેક્ટ) ટેબલ માટે પણ આવું જ કરો.
12.38 હવે, આપણી સીસ્ટમમાંથી ઉપલબ્ધ SQL ક્વેરી ફાઈલ ખોલો.
12.43 File (ફાઈલ) મેનુમાંથી, Open File (ઓપન ફાઈલ) પસંદ કરો.
12.48 આ ફાઈલ ધરાવનાર લોકેશનને બ્રાઉઝ કરો.
12.54 સ્ક્રીપ્ટ આપમેળે SQL એડીટરમાં ખુલે છે.
12.59 mynewdatabase સાથેનું જોડાણ પસંદ થયેલ રહે તેની ખાતરી કરી લો.
13.03 એડીટરનાં ટોંચે આવેલ ટૂલબારમાંનાં કનેક્શન ડ્રોપ-ડાઉનમાં આ તપાસો.
13.13 ટાસ્ક બારમાં Run SQL (રન એસક્યુએલ) બટન પર ક્લિક કરો.
13.17 અને પસંદ કરેલ ડેટાબેઝ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થાય છે.
13.22 mynewdatabase કનેક્શન નોડ પર જમણું-ક્લિક કરો અને Refresh (રીફ્રેશ) પસંદ કરો.
13.28 આ આપેલ ડેટાબેઝનાં ડેટાબેઝ કમ્પોનેંટની વર્તમાન સ્થિતિને સુધારિત કરે છે.
13.34 આમાંના કોઈપણ ટેબલો પર અત્યારે જમણું-ક્લિક કરો અને View Data (વ્યુ ડેટા) પસંદ કરો.
13.41 અને વર્કસ્પેસની નીચે, નવા ટેબલોમાં રહેલ ડેટા તમે જોઈ શકો છો.
13.52 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
13.54 આપણા કોમ્પ્યુટર પર MySQL કોન્ફીગર કરવું.
13.57 IDE (આઈડીઈ) માંથી ડેટાબેઝ સર્વર સાથેનું જોડાણ સુયોજિત કરવું.
14.02 ડેટા બનાવવું, રદ્દ કરવું, મોડીફાય કરવું અને
14.06 SQL ક્વેરીઓ રન કરવી
14.10 એસાઇનમેંટ તરીકે,
14.11 ટેબલો હોય એવો બીજો એક ડેટાબેઝ ઇન્સટંસ બનાવો
14.15 તમારી વ્યક્તિગત પુસ્તક લાઇબ્રેરીને જાળવી રાખવા માટે આ ટેબલોમાં જરૂરી ડેટા ભરો
14.21 અને ડેટા જોવા માટે આ SQL સ્ટેટમેંટો રન કરો
14.29 મેં એવું જ એક ડેટાબેઝ બનાવ્યું છે જે મારી વ્યક્તિગત ફિલ્મ લાઇબ્રેરીને જાળવી રાખે છે.
14.37 તમારું એસાઇનમેંટ આવું દેખાવું જોઈએ.
14.44 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
14.48 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14.51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
14.56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
15.01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15.04 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
15.10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
15.15 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
15.20 આ મિશન પર વધુ માહિતી અહીં આપેલ લીંક પર ઉપલબ્ધ છે
15.27 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
15.30 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki