Netbeans/C2/Introduction-to-Netbeans/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો.
00:02 Introduction to Netbeans IDE પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં હું તમને નેટબીન્સ સાથે શરૂઆત કરવાનાં મૂળભૂત જ્ઞાનથી પરીચય કરાવીશ.
00:13 નેટબીન્સ એક મફત અને મુક્ત-સ્ત્રોત સંકલિત ડેવેલપમેંટ એન્વાયર્નમેંટ છે જે www.netbeans.org પર ઉપલબ્ધ છે.
00:23 તે વિવિધ કમ્પોનેંટોનાં સંકલન માટે પરવાનગી પ્રદાન કરે છે.
00:27 સ્ક્રીપ્ટ માટે વપરાતી વિવિધ ભાષાઓ અને અધતન ટેક્સ્ટ એડીટરોને આધાર આપે છે.
00:31 સાથે તે પ્રોજેક્ટ બનાવવા અને ડીઝાઇન કરવા માટે GUI પ્રદાન કરે છે અને ડેટાબેઝોને પણ આધાર આપે છે.
00:39 આ ટ્યુટોરીયલ પૂર્ણ કરવા માટે, જાવા પ્રોગ્રામિંગ ભાષાની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.
00:47 આ ટ્યુટોરીયલમાં મૂળભૂત પ્રોગ્રામિંગ પરિભાષાઓને ઉપયોગમાં લેવાય છે.
00:52 નેટબીન્સ સાથે શરૂઆત કરવા માટે,
00:55 હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ, આવૃત્તિ 11.04
01:00 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1
01:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ તરફે જોઈશું નેટબીન્સનું સંસ્થાપન,
01:11 નેટબીન્સનાં ઈન્ટરફેસથી અનુકુળ થવું, અને
01:16 સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવવું.
01:19 ચાલો સૌપ્રથમ IDE સંસ્થાપન તરફે જોઈએ.
01:22 netbeans.org પરથી ડાઉનલોડ કરી શકાવાય છે.
01:27 તે અધિકૃત મુખ્ય સાઈટ છે
01:31 સાઈટનાં મુખ્ય પુષ્ઠ પર આવેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો.
01:36 આગળનાં પુષ્ઠ પર જે કે લોડ થાય છે,
01:39 છેલ્લી કોલમમાં આવેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો જેમાં IDE દ્વારા જોઈતી ગ્લાસફીશ સર્વર સહીતની તમામ આધારભૂત ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
01:53 નેટબીન્સનાં સંસ્થાપનને પણ જાવા ડેવલપમેંટ કીટ, (જેડીકે) ની આવશક્યતા છે જેને java.sun.com પરથી ડાઉનલોડ કરી શકાવાય છે.
02:05 અહીં આવેલ ગેટ જાવા લીંક પર ક્લિક કરો અને નેટબીન્સ અને જેડીકે બંડલ આમ બંનેને ડાઉનલોડ કરવા માટેનાં લીંકને પસંદ કરો.
02:15 આગળનાં પુષ્ઠ પર જે કે લોડ થાય છે,
02:19 એમાં તમારી ઓપરેટીંગ સીસ્ટમ સાથે સુસંગત હોય એવી સેટઅપ ફાઈલને પસંદ કરો
02:24 ઉબુન્ટુ પર, સેટઅપ ફાઈલ એ (ડોટ sh) ફાઈલ તરીકે ડાઉનલોડ થાય છે,
02:29 એટલે કે એક શેલ સ્ક્રીપ્ટ ફાઈલ તરીકે.
02:33 ટર્મીનલ પર જઈ આ ફાઈલને રન કરો.
02:38 એ વિન્ડો અથવા કે ડીરેક્ટરીને નેવિગેટ કરો જે ડાઉનલોડ કરેલ સેટઅપ ફાઈલ ધરાવે છે અને પ્રોમ્પ્ટ પર
02:46 ટાઈપ કરો sh આગળ ડાઉનલોડ કરેલ ફાઈલનું નામ અને Enter દબાવો.
02:54 આનાથી ઇન્સ્ટોલર ચાલુ થશે જે કે અમુક ક્ષણ લેશે.
03:04 ઇન્સ્ટોલર સ્ક્રીન પર દૃશ્યમાન થાય છે
03:06 IDE ને તમારી સીસ્ટમ પર સંસ્થાપિત કરવા માટે તમે સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનું અનુસરણ કરી શકો છો
03:13 અત્યારે હું ઇન્સ્ટોલરને બંધ કરીશ
03:17 ચાલો હવે નેટબીન્સ વિન્ડો તરફે જોઈએ.
03:21 નેટબીન્સને તમારી ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ પર ખોલવા અથવા કે પ્રક્ષેપણ કરવા માટે
03:25 મેનુ આઇટમ applications , Programmings પર જાવ અને Netbeans IDE આઇકોન પર ક્લિક કરો
03:34 જ્યારે તમે પહેલી વાર IDE લોન્ચ કરો છો ત્યારે તે નેટબીન્સનાં શરૂઆતનાં પુષ્ઠને ખોલે છે.
03:41 IDE (આઈડીઈ)વિન્ડો આપેલને ધરાવે છે
03:43 મેનુબારમાં મેનુઓ
03:46 ટૂલબાર અને
03:48 વર્કસ્પેસ જેમ કે ફાઈલ સીસ્ટમ વિન્ડો
03:52 રનટાઈમ વિન્ડો અને
03:53 આઉટપુટ વિન્ડો
03:57 મેઈન મેનુ મોટાભાગનાં એવા આદેશોને પ્રદાન કરે છે જેનો ઉપયોગ તમને નેટબીન્સ સાથે કરવાની જરૂર છે, જેમાં આપેલનો સમાવેશ છે
04:03 તમારા પ્રોજેક્ટનું creating, editing, compiling, running અને debugging.
04:10 મેનુ બારની નીચે ઉપસ્થિત ટૂલ બાર મેનુ બાર પર કેટલાક વારંવાર ઉપયોગ થયેલ આદેશો માટે બટનો પ્રદાન કરે છે.
04:18 વર્કસ્પેસ એ એવા વિન્ડોનો સંગ્રહ છે જેનો ઉપયોગ અમુક ચોક્કસ પ્રકારની કામગીરીઓ ભજવવા માટે થાય છે
04:23 જેમ કે વર્કસ્પેસ વિન્ડોની એડીટીંગ, એક્ઝીક્યુશન, આઉટપુટ, અથવા ડિબગીંગ. જે કે વર્કસ્પેસની નીચે ઉપસ્થિત છે.
04:35 ચાલો આગળ આપણે સેમ્પલ જાવા પ્રોજેક્ટ બનાવીએ.
04:40 જાવા પ્રોજેક્ટ બનાવવા માટે File મેનુ પર જાવ અને New Project પર ક્લિક કરો .
04:47 new project વિઝાર્ડમાં Categories અંતર્ગત
04:51 પસંદ કરો java અંદર Projects, Java Applications પસંદ કરો અને Next ક્લિક કરો .
04:58 વિઝાર્ડનાં name and location પુષ્ઠમાં
05:02 તમારા પ્રોજેક્ટનું નામ KeyboardReader તરીકે આપો.
05:08 Set as Main Project ચેકબોક્સને પસંદ થયેલ સુયોજિત કરો અને
05:12 Finish ક્લિક કરો.
05:15 પ્રોજેક્ટ બની ગયો છે અને IDE માં ખૂલે છે.
05:20 એકવાર જો પ્રોજેક્ટ બની જાય છે તો તમને પ્રોજેક્ટ વિન્ડો IDE વિન્ડોની ડાબી બાજુએ દેખાવો જોઈએ.
05:27 જે કે પ્રોજેક્ટનાં કમ્પોનેંટોની વૃક્ષરૂપી દૃશ્ય ધરાવે છે, જેમાં સમાવેશ થાય છે સ્ત્રોત ફાઈલોનો, લાઈબ્રેરીઓનો જેના પર તમારો કોડ આધાર રાખે છે,
05:36 જમણી બાજુએ આવેલ સ્ત્રોત એડિટર ઇન KeyboardReader.java કહેવાતી ફાઈલ સાથે ખુલેલી છે.
05:43 હવે મેઈન ક્લાસમાં, ચાલો સેમ્પલ જાવા કોડ દાખલ કરીએ,
05:49 આ કોડ કીબોર્ડથી આવેલ ઈનપુટને વાંચે છે અને એ દર્શાવતું આઉટપુટ આપે છે કે ઈનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે પછી એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે
05:58 હું હવે આ કોડને મારા ક્લીપબોર્ડ પર કોપી કરી રહ્યી છું, અને તેને IDE વર્કસ્પેસમાં આવેલ વર્તમાન કોડ પર પેસ્ટ કરી રહ્યી છું.
06:11 આગળનું પગલું છે આપણા પ્રોજેક્ટને રન કરવું.
06:14 નેટબીન્સ IDE પર કોઈપણ પ્રોજેક્ટને રન કરવાની 3 પદ્ધતિઓ છે
06:20 પહેલી પદ્ધતિ એ છે કે તમે પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ પ્રોજેક્ટ નોડ પર ક્લિક કરી શકો છો, અને કોન્ટેકસ્ટયુઅલ મેનુમાંથી Run પસંદ કરી શકો છો
06:29 અથવા કે તમે ટૂલબાર પર જઈને Run Project બટન પર ક્લિક કરી શકો છો.
06:34 અથવા તો તમે પ્રોજેક્ટને રન કરાવવા માટે તમારા કીબોર્ડ પરની F6 કી પણ દાબી શકો છો.
06:40 ચાલો હું પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરું અને Run વિકલ્પ પસંદ કરું.
06:45 જ્યારે તમે જાવા એપ્લીકેશન રન કરો છો ત્યારે IDE એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે અને પ્રોગ્રામને આઉટપુટ વિન્ડોમાં રન કરે છે જે કે વર્કસ્પેસની નીચે દૃશ્યમાન થાય છે.
06:57 IDE હવે મને કોઈપણ એક ક્રમાંક દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે.
07:01 ચાલો હું કોઈ એક રેન્ડમ ક્રમાંક દાખલ કરું અને Enter દબાવું .
07:06 આ દર્શાવે છે કે ઈનપુટ એ એક સંપૂર્ણ ક્રમાંક છે કે એક ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંક છે.
07:11 હવે એસાઈનમેંટ
07:15 KeyboardInputReader પ્રોજેક્ટનાં એક્સટેન્શન તરીકે,
07:19 બીજો એક પ્રોજેક્ટને રૂપાંતરિત કરો એટલે કે ઉષ્ણતામાન રૂપાંતરણ એપ્લીકેશન જે ઈનપુટ તરીકે ઉષ્ણતામાન લે છે .
07:27 તેને સેલ્સીઅસમાંથી ફેરનહેઇટમાં અથવા કે એ પ્રમાણે બીજામાં બદલી કરે છે .
07:31 અને રૂપાંતરિત કરેલ ઉષ્ણતામાનને આઉટપુટ વિન્ડોમાં દર્શાવે છે.
07:36 મેં એસાઈનમેંટ પહેલાથી જ બનાવી લીધું છે.
07:40 ચાલો એસાઈનમેંટને રન કરીએ
07:47 પ્રોગ્રામ મને આઉટપુટ વિન્ડોમાં ઈનપુટ ઉષ્ણતામાન દાખલ કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે.
07:52 ચાલો હું સેમ્પલ ઉષ્ણતામાન -40 ફેરનહેઇટમાં દાખલ કરું અને તે મને રૂપાંતરિત ઉષ્ણતામાનમા સેલ્સીઅસમાં દર્શાવે છે
08:07 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:14 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:27 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:31 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
08:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
08:43 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
08:49 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
09:00 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
09:05 અમને જોડાવાબદ્દલ આભાર અને નેટબીન્સ અન્વેષણ કરવાની મોજ લો.

આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya