Netbeans/C2/Developing-a-Sample-Web-Application/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો
00:02 Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) પર વેબ એપ્લીકેશનો ડેવલપ કરવાનું પરીચય આપતા સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 અમે એ માનીને ચાલીએ છીએ કે તમારી પાસે નેટબીન્સ પર કામ કરવાનું સાદું જ્ઞાન છે.
00:12 જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો.
00:19 પહેલું ટ્યુટોરીયલ જોઇ તમે પહેલાથી જ પરિચિત હશો .
00:22 નેટબીન્સનાં સંસ્થાપન અને interface (ઇન્ટરફેસથી).
00:25 પહેલાનું ટ્યુટોરીયલ તમને નવું પ્રોજેક્ટ કેવી રીતે બનાવવું એ પણ શીખવાડે છે.
00:29 demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે હું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v11.04 અને નેટબીન્સ આઈડીઈ v7.1.1. વાપરી રહ્યી છું
00:40 આ ટ્યુટોરીયલ તમને નેટબીન્સના ઉપયોગથી વેબ એપ્લીકેશનો કેવી રીતે ડેવલપ થાય છે તેનું મૂળભૂત જ્ઞાન આપશે.
00:45 આપણે જોઈશું ,
00:46 web application project (વેબ એપ્લીકેશન પ્રોજેક્ટ)ને સુયોજિત કરવું
00:49 વેબ એપ્લીકેશનોની સ્ત્રોત ફાઈલોને બનાવવું અને એડીટ કરવું .
00:52 જાવા પેકેજ અને જાવા સ્ત્રોત ફાઈલ બનાવવું.
00:56 Getter (ગેટર) અને Setter (સેટર) પદ્ધતિઓને ઉત્પન્ન કરવી.
00:59 મૂળભૂત JavaServer (જાવાસર્વર) પુષ્ઠોની ફાઈલને એડીટ કરવું .
01:02 જાવાસર્વર પુષ્ઠોની ફાઈલને બનાવવું.
01:05 અને છેલ્લે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું.
01:08 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને આપેલની જરૂર પડશે નેટબીન્સ આઈડીઈ .
01:13 જાવા ડેવલપમેંટ કીટ (જેડીકે) આવૃત્તિ 6 .
01:17 GlassFish Server (ગ્લાસફીશ સર્વર) મુક્ત સ્ત્રોત આવૃત્તિ.
01:20 સ્ક્રીન પર દર્શાવેલ લીંકથી આ તમામને એક એકલ બંડલમાં ડાઉનલોડ કરી શકાવાય છે.
01:26 આ ટ્યુટોરીયલ demonstrates (ડેમોનસ્ટ્રેસ) કરે છે કે કેવી રીતે એક સાદી વેબ એપ્લીકેશન બનાવવી,
01:30 તેને સર્વરમાં Deploy (ડિપ્લોય) કરવી,
01:32 અને બ્રાઉઝરમાં તેનું presentation (પ્રેઝેન્ટેશન) કરવું .
01:35 તમને તમારું નામ ઇનપુટ કરવા માટે પૂછવા માટે એપ્લીકેશન જાવાસર્વર પુષ્ઠોને નિયુક્ત કરે છે
01:42 તે ત્યારબાદ HTTP સત્ર દરમ્યાન નામ કાયમ રહે તે માટે જાવાબીન્સ કમ્પોનેંટનો ઉપયોગ કરે છે,
01:48 અને ત્યારબાદ આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવે છે.
01:51 ચાલો હવે નેટબીન્સને ખસેડીએ અને આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને બનાવીએ .
01:58 File મેનુમાંથી New Project પસંદ કરો
02:01 Categories અંતર્ગત, Java Web પસંદ કરો.
02:04 Projects અંતર્ગત, Web Application પસંદ કરો, અને Next ક્લિક કરો.
02:09 તમારા પ્રોજેક્ટને એક નામ આપો. હું પ્રોજેક્ટને HelloWeb તરીકે નામ આપીશ.
02:15 તમારા કંપ્યુટરની કોઈપણ directory (ડીરેક્ટરી)માં પ્રોજેક્ટનું લોકેશન દર્શાવો.
02:20 Next ક્લિક કરો.
02:22 Server and Settings panel ખુલે છે.
02:25 તમને તમારી એપ્લીકેશન સાથે કઈ જાવા આવૃત્તિ જોઈએ છે તે પસંદ કરો.
02:29 અને સાથે જ એ સર્વરને પસંદ કરો, જેમાં તમે તમારી એપ્લીકેશન ડીપ્લોય કરવા ઈચ્છો છો.
02:34 Next ક્લિક કરો.
02:36 Frameworks પેનલમાં,
02:38 પ્રોજેક્ટ બનાવવા માટે Finish ક્લિક કરો.
02:41 આઈડીઈ HelloWeb પ્રોજેક્ટ ફોલ્ડર બનાવે છે.
02:46 આ ફોલ્ડર તમામ તમારા સ્ત્રોતો અને પ્રોજેક્ટ metadata (મેટાડેટા) ધરાવે છે.
02:51 મુખ્ય વિન્ડોમાં સોર્સ એડીટરમાં આવકાર પુષ્ઠ, 'index.jsp ખુલે છે.
02:57 તમે અહીં ડાબી બાજુએ ફાઈલ વિન્ડોમાં પ્રોજેક્ટની ફાઈલ રચના જોઈ શકો છો.
03:05 અને તેની લોજિકલ રચનાને પ્રોજેક્ટ વિન્ડોમાં.
03:10 સ્ત્રોત ફાઈલો બનાવવી અને એડીટ કરવી એ અગત્યનું ફંક્શન છે જે આઈડીઈ સહાય કરે છે.
03:15 હવે Projects વિન્ડોમાં, Source Packages નોડને વિસ્તૃત કરો.
03:20 Source Packages નોડ ફક્ત એક ખાલી મૂળભૂત પેકેજ નોડ ધરાવે છે એની નોંધ લો.
03:25 Source Packages પર જમણું-ક્લિક અને New > Java Class પસંદ કરો.
03:32 તમારા ક્લાસને એક નામ આપો. હું ક્લાસને NameHandler તરીકે નામ આપીશ
03:40 અને Package combobox (કોમ્બોબોક્સ)માં ચાલો હું ટાઈપ કરું org.mypackage.hello
03:54 અને Finish ક્લિક કરું છું.
03:57 NameHandler.java ફાઈલ સોર્સ એડીટરમાં ખુલે છે.
04:01 હવે ચાલો આપણે ક્લાસ declaration (ડીકલેરેશન) ની સીધેસીધું નીચે એક સ્ટ્રીંગ વેરીએબલ જાહેર કરીએ.
04:07 હું સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રીંગ નામ જાહેર કરીશ અને,
04:12 સાથે જ હું એક (કંસ્ટ્રકટર) public NameHandler ને ક્લાસમાં ઉમેરીશ.
04:23 હવે ચાલો હું કંસ્ટ્રકટર અંતર્ગત; name = null ને પણ ઉમેરું.
04:30 ચાલો આગળ આપણે Getter and Setter Methods ઉત્પન્ન કરીએ.
04:33 Source Editor માં નામ ફિલ્ડમાં જમણું-ક્લિક કરો સંદર્ભ મેનુમાંથી Refactor અને Encapsulate Fields પસંદ કરો.
04:46 Refactoring (રીફેક્ટરીંગ) એ વર્તમાન કોડની રચનાને વર્તણૂકમાં ફેરફાર કર્યા વિના વધુ સુધારિત કરવા માટેની એક શિસ્તબદ્ધ ટેકનિક છે.
04:56 ટૂંકમાં કહીએ તો, તમે તમારી કોડની રચનાને વર્તણુક ફેરફાર કર્યા વિના બદલી કરી શકો છો.
05:01 રીફેક્ટરીંગ વડે, તમે વસ્તુઓનું ભંગાણ કર્યા વિના, ફરતે આવેલ ફિલ્ડ, મેથડ અથવા ક્લાસોને સરળતાથી ખસેડી શકો છો.
05:08 ચાલો આઈડીઈ પર પાછા આવીએ.
05:11 નામ ફિલ્ડને યાદીબદ્ધ દર્શાવતું, Encapsulate Fields ડાયલોગ ખુલે છે.
05:16 નોંધ લો કે મૂળભૂત રીતે, Fields દ્રશ્યતાને private પર સુયોજિત કરાઈ છે,
05:20 અને Accessors દ્રશ્યતાને public પર સુયોજિત કરાઈ છે.
05:24 એ સુચવીને કે ક્લાસ વેરીએબલ માટે એક્સેસ modifier (મોડીફાયર)ને private તરીકે સ્પષ્ટ કરાવાશે,
05:30 જ્યારે કે getter અને setter પદ્ધતિઓને અનુક્રમે public મોડીફાયરો સાથે ઉત્પન્ન કરવામાં આવશે.
05:36 Refactor પર ક્લિક કરો.
05:39 name ફિલ્ડ માટે Getter અને Setter પદ્ધતિઓ ઉત્પન્ન કરાવાય છે.
05:46 મોડીફાયરને ક્લાસ વેરીએબલ માટે private પર સુયોજિત કરાવાય છે જ્યારે કે getter અને setter પદ્ધતિઓને public મોડીફાયર સાથે સુયોજિત કરાવાય છે.
05:56 તમારું જાવા ક્લાસ છેલ્લે આ પ્રમાણે દેખાવું જોઈએ.
05:59 ચાલો આગળ Default JavaServer Pages File ને એડિટ કરીએ
06:04 ચાલો Source Editor' (સોર્સ એડિટર) ની ટોંચે પ્રદર્શિત થયેલ index.jsp ફાઈલનાં ટેબને Refocus'Bold text (રીફોકસ) કરીએ.
06:11 Tools મેનુ > Palette અને HTML/JSP code clips પર ક્લિક કરીને હવે ચાલો Palette manager ખોલીએ
06:21 Palatte manager ખુલે છે.
06:26 Palatte manager માં HTML forms વિકલ્પને વિસ્તૃત કરો.
06:31 Form આઈટમો પસંદ કરો.
06:34 તમારા સોર્સ એડિટરમાં h1 ટેગો બાદ આવેલ પોઈન્ટો પર તેને ડ્રેગ અને ડ્રોપ કરો .
06:42 Insert form ડાયલોગ બોક્સ ખુલે છે.
06:45 ચાલો આપણે સ્ક્રીન પર દર્શાવેલ વેલ્યુઓને સ્પષ્ટ કરીએ:
06:49 Actionresponse.jsp તરીકે,
06:54 MethodGET તરીકે,
06:56 અને ચાલો આપણા ફોર્મને Name input form તરીકે નામ આપીએ.
07:04 OK ક્લિક કરો.
07:07 index.jsp ફાઈલ પર એક HTML ફોર્મ ઉમેરાય છે.
07:13 હવે પેલેટ મેનેજરમાંથી ટેક્સ્ટ ઈનપુટ આઈટમ પસંદ કરો તેને closing ફોર્મ ટેગોની જરા પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો.
07:25 Insert text input ડાયલોગ બોક્સમાં Name ને name તરીકે સ્પષ્ટ કરો
07:32 Type at text ને છોડો.
07:34 અને OK પર ક્લિક કરો.
07:36 HTML ઈનપુટ ટેગ હવે ફોર્મ ટેગોની વચ્ચે ઉમેરાય છે.
07:41 ચાલો ઈનપુટ ટેગમાંથી ખાલી વેલ્યુ attribute (એટ્રીબ્યુટ) ને રદ્દ કરીએ.
07:49 હવે પેલેટમાંથી Button આઈટમ પસંદ કરો.
07:53 તેને closing ફોર્મ ટેગ પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો.
07:58 લેબલને OK તરીકે સ્પષ્ટ કરો.
08:00 Typesubmit તરીકે,
08:03 અને ફરીથી OK પર ક્લિક કરો.
08:05 ફોર્મ ટેગો પર હવે HTML બટન ઉમેરાય છે.
08:12 પ્રથમ ઈનપુટ ટેગ સામે ચાલો Enter your name ટેક્સ્ટ દાખલ કરીએ.
08:22 અને ચાલો h1 ટેગો વચ્ચે મૂળભૂત ટેક્સ્ટ બદલી કરીએ.
08:28 આપણે ટેક્સ્ટને Entry form માં બદલીશું.
08:34 હવે જમણું ક્લિક, ચાલો હું હમણાં માટે પેલેટ મેનેજર બંધ કરું.
08:38 તમારા સોર્સ એડિટરમાં જમણું-ક્લિક કરો .
08:41 તમારા કોડનાં ફોર્મેટને વ્યવસ્થિત કરવા માટે Format વિકલ્પ પસંદ કરો.
08:46 તમારી index.jsp ફાઈલ હવે આ પ્રમાણે દેખાવી જોઈએ.
08:49 ચાલો આગળ જાવાસર્વર પેજીસ ફાઈલ બનાવીએ.
08:53 Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, New > JSP પસંદ કરો.
09:01 નવી JSP ફાઈલ વિઝાર્ડ ખુલે છે.
09:05 ફાઈલને response તરીકે નામ આપો, અને Finish પર ક્લિક કરો.
09:14 નોંધ લો કે response.jsp ફાઈલ નોડ એ index.jsp ફાઈલની નીચે આવેલ Projects વિન્ડોમાં દેખાય છે,
09:23 અને નવી ફાઈલ સોર્સ એડિટરમાં ખુલે છે.
09:26 Palette manager (પેલેટ મેનેજર) ફરીથી ખોલો
09:35 હવે JSP વિકલ્પને વિસ્તૃત કરો.
09:39 Use Bean આઈટમ પસંદ કરો, તેને બોડીની તરત નીચે આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો.
09:53 Insert Use Bean ડાયલોગ ખુલે છે.
09:56 વેલ્યુને આપેલ રીતે સ્પષ્ટ કરો.
09:58 IDmybean તરીકે,
10:01 Classorg.mypackage.hello.NameHandler તરીકે ,
10:13 Scope ને session તરીકે સુયોજિત કરો.
10:15 અને OK પર ક્લિક કરો.
10:18 નોંધ લો jsp:useBean ટેગ બોડી ટેગની નીચે ઉમેરાય છે.
10:30 JavaBeans એ જાવા માટે ફરીથી ઉપયોગમાં લઇ શકાવાય એવા સોફ્ટવેર કમ્પોનેંટો છે.
10:34 તેનો ઉપયોગ ઘણા બધા ઓબ્જેક્ટોને એક ઓબ્જેક્ટમાં સમાવેશ માટે થાય છે.
10:38 જેથી કરીને તેને બહુવિધ વ્યક્તિગત ઓબ્જેક્ટોનાં બદલે એક એકલ બીન ઓબ્જેક્ટ તરીકે પસાર કરી શકાવાય.
10:46 હવે પેલેટ મેનેજરમાંથી, સેટબીન પ્રોપર્ટી આઈટમ પસંદ કરો, તેને h1 ટેગોની તરત પહેલા આવેલ પોઈન્ટ પર ડ્રેગ અને ડ્રોપ કરો.
11:03 અને OK પર ક્લિક કરો.
11:12 અહીં jsp:setProperty ટેગમાં જે કે દેખાય છે, ખાલી વેલ્યુ એટ્રીબ્યુટને રદ્દ કરો.
11:21 અને નેમ એટ્રીબ્યુટને mybean માં અને પ્રોપર્ટીને name માં સુયોજિત કરો.
11:30 હવે h1 ટેગો વચ્ચે ચાલો ટેક્સ્ટને Hello અલ્પવિરામ સ્પેસ અને ઉદ્દગાર ચિન્હમાં બદલીએ .
11:40 હવે પેલેટ મેનેજરમાંથી Get Bean property આઈટમ પસંદ કરો તેને Hello ટેક્સ્ટ બાદ h1 ટેગો વચ્ચે ડ્રેગ અને ડ્રોપ કરો
11:51 Get Bean Property આઈટમમાં ,
11:53 Bean Name ને mybean માં સુયોજિત કરો.
11:57 અને Property Name ને name માં.
11:59 OK પર ક્લિક કરો.
12:01 jsp:getProperty ટેગ હવે h1 ટેગો વચ્ચે ઉમેરાયુ છે તેની નોંધ લો.
12:07 સોર્સ એડીટર દરમ્યાન ફરીથી જમણું-ક્લિક કરો, જો જોઈતું હોય તો તમારા કોડને સુઘડ કરવા માટે Format પર ક્લિક કરો.
12:16 આગળનું પગલું છે આપણા વેબ એપ્લીકેશન પ્રોજેક્ટને રન કરવું.
12:20 ચાલો હું પેલેટ મેનેજર બંધ કરું.
12:26 Projects વિન્ડોમાં, HelloWeb પ્રોજેક્ટ નોડને જમણું-ક્લિક કરો અને Run વિકલ્પ પસંદ કરો.
12:32 તમે ટૂલબારમાંથી Run વિકલ્પ પણ પસંદ કરી શકો છો અથવા તમારા પ્રોજેક્ટને રન કરવા માટે તમારા કીબોર્ડ પર F6 કી દાબી શકો છો.
12:41 હું મારા પ્રોજેક્ટને રન કરવા હેતુ ટૂલબાર પર આવેલ બટનને પસંદ કરીશ .
12:44 જ્યારે તમે વેબ એપ્લીકેશનને રન કરો છો ત્યારે આઈડીઈ એપ્લીકેશન કોડને બીલ્ડ કરે છે અને કમ્પાઈલ કરે છે.
12:53 સર્વરને લોન્ચ કરે છે અને એપ્લીકેશનને સર્વર પર ડીપ્લોય કરે છે.
12:58 અને છેલ્લે બ્રાઉઝર વિન્ડોમાં એપ્લીકેશન પ્રદર્શિત કરે છે.
13:02 આ પ્રક્રિયાને જોવા માટે તમે Window મેનુમાંથી આઉટપુટ વિન્ડો ખોલી શકો છો અને Output વિકલ્પ પસંદ કરી શકો છો.
13:10 તમે જોઈ શકો છો કે તમારી એપ્લીકેશન સફળતાપૂર્વક બિલ્ટ થઇ ગઈ છે .
13:17 index.jsp પુષ્ઠ તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે.
13:23 ચાલો હું પ્રોજેક્ટ ફરીથી રન કરું.
13:27 આ રહ્યું, તે તમારા મૂળ બ્રાઉઝરમાં ખુલે છે .
13:32 નોંધ લો કે બ્રાઉઝર વિન્ડો કેટલીક વાર આઈડીઈ સર્વર આઉટપુટને દર્શાવે એ પહેલા જ ખુલી શકે છે .
13:38 હવે ચાલો બ્રાઉઝરમાં આવેલ ટેક્સ્ટ બોક્સમાં નામ દાખલ કરીએ.
13:42 ઉદાહરણ તરીકે Ubuntu અને OK પર ક્લિક કરો.
13:46 તમને સામાન્ય આવકાર આપતું, response.jsp પુષ્ઠ દેખાય છે.
13:52 હવે એસાઈનમેંટ ભાગ પર,
13:56 વેબ એપ્લીકેશન પ્રોજેક્ટનાં extension (એક્સટેન્શન) તરીકે, બે કે ત્રણ ટેક્સ્ટ ફીલ્ડોને દાખલ કરો જે કે તમારી એપ્લીકેશનમાં કુલ ત્રણ ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો હોય.
14:06 બીન પ્રોપર્ટી સુયોજિત કરવા માટે JavaBeans Component (જાવાબીન્સ કમ્પોનેંટ) નો ઉપયોગ કરો અને
14:09 તેનું પ્રેઝેન્ટેશન બ્રાઉઝરમાં જુઓ .
14:12 અને છેલ્લે આઉટપુટને બીજા જેએસપી પુષ્ઠ પર મેળવો .
14:17 મેં મારો assignment (એસાઈનમેંટ) પહેલાથી જ બનાવી લીધો છે .
14:21 ચાલો હું મારો એસાઈનમેંટ ખોલું અને તેને આઈડીઈમાં રન કરું .
14:30 મેં 3 ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડો સાથે રજૂઆત કરી છે.
14:35 ચાલો હું વિગતો દાખલ કરું અને Ok પર ક્લિક કરું.
14:42 મને આ પ્રકારનાં આઉટપુટની રજૂઆત થવી જોઈએ.
14:47 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
14:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14:54 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
14:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
15:05 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
15:09 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
15:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
15:21 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
15:28 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
15:40 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
15:43 અમને જોડાવાબદ્દલ આભાર.

આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya