Netbeans/C2/Adding-a-File-Chooser/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00.00 નમસ્તે મિત્રો.
00.01 જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવા પર બનાવેલ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.09 એપ્લીકેશન બનાવવું
00.10 એપ્લીકેશન ફોર્મ બનાવવું.
00.12 File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું
00.14 File Chooser (ફાઈલ ચુઝર) ને કોનફીગર કરવું.
00.17 અને એપ્લીકેશન રન કરવી
00.19 આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું લિનક્સ ઓપેરેટીંગ સીસ્ટમ, ઉબુન્ટુ આવૃત્તિ 12.04
00.26 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1
00.31 આ ટ્યુટોરીયલમાં, આપણે javax.swing.JFileChooser કમ્પોનેંટનો ઉપયોગ કરી જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરવાનું શીખીશું.
00.42 આ અભ્યાસનાં એક ભાગ સ્વરૂપે, આપણે એક નાની જાવા એપ્લીકેશન બનાવવાનું શીખીશું જે કે ટેક્સ્ટ વિસ્તારમાં .txt ફાઈલને લોડ કરશે.
00.52 ચાલો સૌપ્રથમ જાવા એપ્લીકેશન બનાવીએ:
00.55 આઈડીઈ Launch (લોન્ચ) કરો.
00.57 મુખ્ય મેનુમાંથી, File (ફાઈલ) અને New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો
01.03 category (કેટેગરી) Java અને project type (પ્રોજેક્ટ ટાઈપ) Java Application પસંદ કરો.
01.08 અને Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.10 Project Name (પ્રોજેક્ટ નેમ) ફીલ્ડમાં, ચાલો JFileChooserDemo ટાઈપ કરીએ.
01.20 Create Main Class (ક્રિએટ મેઇન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.
01.23 એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઇન પ્રોજેક્ટ) પસંદ થયેલ હોય.
01.27 Finish (ફીનીશ) ક્લિક કરો.
01.31 અહીં, આપણે JFrame (જેફ્રેમ) કંટેઈનર બનાવીશું અને તેમાં કેટલાક કમ્પોનેંટો ઉમેરીશું.
01.37 Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું ક્લિક કરો.
01.41 પસંદ કરો New > Other..
01.45 કેટેગરીઝમાં Swing GUI Forms અને ટાઈપમાં JFrameForm પસંદ કરો.
01.51 Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01.54 Class Name (ક્લાસ નેમ) માટે, JFileChooserDemo ટાઈપ કરો.
02.02 Package field (પેકેજ ફીલ્ડ) માં, jfilechooserdemo.resources ટાઈપ કરો.
02.12 Finish (ફીનીશ) ક્લિક કરો.
02.17 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, Title (ટાઈટલ) પ્રોપર્ટી પસંદ કરો.
02.22 અને Demo Application (ડેમો એપ્લીકેશન) ટાઈપ કરો.
02.30 ખાતરી થાય એ માટે Enter દબાવો.
02.32 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી ખોલો.
02.40 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટ પસંદ કરીને તેને Jframe (જેફ્રેમ) નાં ઉપર આવેલ ડાબા ખૂણે ડ્રેગ કરો.
02.50 Menu Bar (મેનુ બાર) કમ્પોનેંટનાં Edit (એડીટ) આઇટમને જમણું-ક્લિક કરો.
02.55 કોનટેક્સ્ટ મેનુમાં Delete (ડીલીટ) પસંદ કરો.
02.59 આગળ ચાલો એવી મેનુ આઇટમ ઉમેરીએ જે ચાલુ એપ્લીકેશનમાંથી FileChooser (ફાઈલ ચુઝર) ખોલવાની પરવાનગી આપે છે.
03.07 અહીં તમે બીજી મેનુ આઇટમ ડ્રેગ કરો એ પહેલા એ વાતની ખાતરી કરી લો કે મેનુ બાર પસંદ થયેલ હોય.
03.14 Palette (પેલેટ) માં આવેલ Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરીમાં, નવી Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો.
03.22 તેને મેનુ બાર પર ડ્રેગ કરીને, મેનુ બાર પરની File (ફાઈલ) આઇટમ પર ડ્રોપ કરો.
03.30 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
03.35 અને કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
03.41 આઇટમનું નામ બદલી કરીને Open કરો અને OK ક્લિક કરો.
03.48 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુ પણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
03.53 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો.
03.58 ટેક્સ્ટને બદલીને Open કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
04.04 Open (ઓપન) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
04.08 મેનુ આઇટમ Open (ઓપન) પર જમણું ક્લિક કરીને કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed પસંદ કરો.
04.20 GUI બિલ્ડર આપમેળે સોર્સ વ્યુ પર સ્વીચ થાય છે.
04.25 OpenActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
04.31 ચાલો Design (ડીઝાઇન) વ્યુ પર પાછા જઈએ.
04.35 File Chooser (ફાઈલ ચુઝર) થી બહાર નીકળવા માટે ચાલો મેનુ આઇટમ ઉમેરીએ.
04.39 Palette (પેલેટ) માં, Swing Menus (સ્વીંગ મેનુસ) કેટેગરી પસંદ કરો.
04.45 Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો
04.48 તેને ફોર્મ પરનાં Open (ઓપન) મેનુ આઇટમ નીચે આવેલ મેનુ બાર પર ડ્રેગ કરો.
04.53 નારંગી હાઈલાઈટીંગ પર ધ્યાન આપો જે કે દર્શાવે છે કે jmenuItem1 ક્યાં મુકાઈ રહ્યું છે.
05.03 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 પર જમણું ક્લિક કરો.
05.07 કોનટેક્સ્ટ મેનુમાંથી Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
05.12 આઇટમનું નામ બદલીને Exit કરો અને OK પર ક્લિક કરો.
05.20 Design (ડીઝાઇન) વ્યુમાં jMenuItem1 હજુપણ પસંદ થયેલ રહે એ વાતની ખાતરી કરી લો.
05.25 કમ્પોનેંટની ટેક્સ્ટને એડીટ કરવા માટે સ્પેસ બાર દબાવો.
05.30 ટેક્સ્ટને બદલીને Exit કરો અને ખાતરી કરવા માટે Enter દબાવો.
05.36 Exit (એક્ઝીટ) મેનુ આઇટમ માટે એક્શન હેન્ડલર સ્પષ્ટ કરો.
05.41 મેનુ આઇટમ Exit પર જમણું ક્લિક કરો.
05.44 કોનટેક્સ્ટ મેનુમાંથી Events, Action, Action Performed() પસંદ કરો..
05.51 GUI બિલ્ડર આપમેળે Source (સોર્સ) વ્યુ પર સ્વીચ થાય છે
05.56 ExitActionPerformed() આ નવી ઇવેન્ટ હેન્ડલર મેથડ બને છે.
06.02 OpenActionPerformed() નોડ ઉપર આવેલ Navigator (નેવીગેટર) વિન્ડોમાં ExitActionPerformed નોડ દૃશ્યમાન થાય છે.
06.12 જો તમે તમારું Navigator (નેવીગેટર) નથી જોઈ શકતા તો
06.14 મેનુ બારમાં આવેલ Window (વિન્ડો) મેનુ પર જાવ,
06.18 Navigating (નેવીગેટીંગ) પસંદ કરો અને Navigator (નેવીગેટર) પર ક્લિક કરો.
06.25 અહીં, તમને ExitActionPerformed નોડ OpenActionPerformed નોડ ઉપર દૃશ્યમાન થયેલી જોઈ શકો છો.
06.33 Exit (એક્ઝીટ) આઇટમને કામ કરતી બનાવવા માટે,
06.36 ચાલો System.exit(0) સ્ટેટમેંટને; ExitActionPerformed() મેથડની બોડીમાં સમાવેશ કરીએ.
06.47 Design (ડીઝાઇન) મોડ પર પાછા જાવ.
06.50 Palette (પેલેટ) ની Swing Controls (સ્વીંગ કંટ્રોલ્સ) કેટેગરીમાંથી, ફોર્મ પર ટેક્સ્ટ વિસ્તારને ડ્રેગ કરો.
07.06 File Chooser (ફાઈલ ચુઝર) દ્વારા પછી બતાડવામાં આવનાર ટેક્સ્ટ માટે જગ્યા બનાવવા હેતુ ઉમેરાયેલા ઘટકનો આકાર બદલી કરો.
07.18 વેરીએબલનું નામ બદલી કરીને textarea (ટેક્સ્ટએરીયા) કરો.
07.26 ચાલો આગળ વાસ્તવિક File Chooser (ફાઈલ ચુઝર) ઉમેરીએ.
07.31 જો તમારા Navigator (નેવીગેટર) વિન્ડો ખુલ્લો નથી તો, પસંદ કરો Window (વિન્ડો), Navigating (નેવીગેટીંગ), તેને ખોલવા માટે Navigator (નેવીગેટર).
07.38 અને Navigator (નેવીગેટર) માં, Jframe (જેફ્રેમ) નોડ પર જમણું ક્લિક કરો.
07.44 કોનટેક્સ્ટ મેનુમાંથી પસંદ કરો Add From Palette (એડ ફ્રોમ પેલેટ), Swing Windows (સ્વીંગ વિન્ડોવ્ઝ), અને File Chooser (ફાઈલ ચુઝર)
07.54 ફોર્મમાં JFileChooser ઉમેરાયેલું તમે Navigator (નેવીગેટર) માં જોઈ શકો છો.
08.01 JFileChooser નોડ પર જમણું ક્લિક કરીને વેરીએબલનું નામ fileChooser માં બદલી કરો.
08.16 OK ક્લિક કરો.
08.19 આપણે હવે File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરી દીધું છે.
08.21 આગળનું પગલું છે File Chooser (ફાઈલ ચુઝર) ને તમારું જોઈતું શીર્ષક દર્શાવવા માટે configure (કોનફીગર) કરવું.
08.27 સાથે જ આપણે custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ને ઉમેરીશું, અને તમારી એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) સંકલિત કરીશું.
08.34 Navigator (નેવીગેટર) વિન્ડોમાં JfileChooser પસંદ કરવા માટે ક્લિક કરો.
08.38 હવે ચાલો Properties (પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં તેની પ્રોપર્ટીને એડીટ કરીએ.
08.43 Palette (પેલેટ) નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં,
08.47 dialogTitle (ડાયલોગટાઈટલ) બદલીને This is my open dialog કરો.
09.00 સુનિશ્ચિત કરવા માટે Enter દબાવો.
09.03 હવે Source (સોર્સ) મોડ પર સ્વીચ કરો.
09.07 હવે, તમારી એપ્લીકેશનમાં FileChooser (ફાઈલ ચુઝર) સંકલિત કરવા માટે..
09.12 મારી પાસે એક ઉપલબ્ધ કોડ છે, જેને હું ઉપસ્થિત OpenActionPerformed() મેથડમાં કોપી અને પેસ્ટ કરીશ.
09.20 આ દાખલો ફાઈલ વિષયવસ્તુ વાંચે છે અને તેને ટેક્સ્ટ વિસ્તારમાં દર્શાવે છે.
09.27 હવે આપણે વપરાશકર્તાએ ક્લિક કરેલી ફાઈલને નક્કી કરવા માટે FileChooser (ફાઈલ ચુઝર) ની getSelectedFile() મેથડને બોલાવીશું.
09.36 હું આ કોડને મારા ક્લીપબોર્ડ પર કોપી કરીશ, અને IDE નાં Source (સોર્સ) વ્યુમાં, તેને OpenActionPerformed મેથડની અંદર પેસ્ટ કરીશ.
09.51 જો એડીટર તમારા કોડમાં એરરો દર્શાવતો હોય તો, કોડમાં ક્યાંપણ જમણું ક્લિક કરીને Fix Imports (ફિક્સ ઈમ્પોર્ટ્સ) પસંદ કરો.
10.00 હવે, ચાલો custom file filter (કસ્ટમ ફાઈલ ફીલ્ટર) ઉમેરીએ જેથી કરીને File Chooser (ફાઈલ ચુઝર) ફક્ત .txt ફાઈલો જ દર્શાવે.
10.09 ડીઝાઇન મોડમાં જઈને Navigator (નેવીગેટર) વિન્ડોમાં fileChooser (ફાઈલ ચુઝર) પસંદ કરો.
10.16 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, fileFilter (ફાઈલફીલ્ટર) પ્રોપર્ટી આગળ આવેલ ellipsis (એલીપ્સીસ) બટન પર ક્લિક કરો.
10.25 fileFilter (ફાઈલફીલ્ટર) ડાયલોગ બોક્સમાં, કોમ્બો-બોક્સમાંથી Custom Code (કસ્ટમ કોડ) પસંદ કરો..
10.31 ટેક્સ્ટ ફીલ્ડમાં new MyCustomFilter() ટાઈપ કરો.
10.41 અને OK ક્લિક કરો.
10.44 custom code (કસ્ટમ કોડ) ને ચાલતું કરવા માટે, આપણે MyCustomFilter ક્લાસ લખીશું.
10.52 આ ઇનર અથવા આઉટર ક્લાસ fileFilter (ફાઈલફીલ્ટર) ક્લાસને વિસ્તારિત કરશે.
10.57 હું આ કોડને import (ઈમ્પોર્ટ) સ્ટેટમેંટની નીચે
11.04 આવેલ આપણા ક્લાસનાં સોર્સમાં કોપી અને પેસ્ટ કરીશ.
11.11 આમ આ ઇનર અથવા આઉટર ક્લાસ fileFilter (ફાઈલફીલ્ટર) ક્લાસને વિસ્તારિત કરશે.
11.20 Project (પ્રોજેક્ટ) વિન્ડોમાં JFileChooserDemo પ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો, અને સેમ્પલ પ્રોજેક્ટ શરુ કરવા માટે Run (રન) પસંદ કરો.
11.31 Run Project (રન પ્રોજેક્ટ) ડાયલોગ બોક્સમાં, jfilechooserdemo.resources.JFileChooserDemo આ મેઈન ક્લાસ પસંદ કરો.
11.41 OK ક્લિક કરો.
11.47 ચાલુ ડેમો એપ્લીકેશનમાં, ક્રિયા સક્રિય કરવા માટે File મેનુમાં Open (ઓપન) પસંદ કરો.
11.55 ટેક્સ્ટ વિસ્તારમાં કોઈપણ ટેક્સ્ટ ફાઈલનું લખાણ દેખાડવા માટે તેને ખોલો.
12.00 ચાલો હું Sample.txt ફાઈલ પસંદ કરીને, Open (ઓપન) પસંદ કરું.
12.06 fileChooser (ફાઈલ ચુઝર) ટેક્સ્ટ ફાઈલનાં ઘટક દર્શાવે છે.
12.10 એપ્લીકેશન બંધ કરવા માટે ફાઈલ મેનુમાં Exit (એક્ઝીટ) પસંદ કરો
12.17 આ ટ્યુટોરીયલમાં, તમે આપેલ શીખ્યા,
12.19 જાવા એપ્લીકેશનમાં File Chooser (ફાઈલ ચુઝર) ને ઉમેરવું અને
12.23 File Chooser (ફાઈલ ચુઝર) કોન્ફીગર કરવું
12.27 એસાઈનમેંટ તરીકે, અમે બનાવેલ એજ ડેમો પ્રોજેક્ટનો ઉપયોગ કરો અને એમાં આપેલ વિશિષ્ટતાઓ ઉમેરો:
12.35 મેનુબાર અંતર્ગત Save (સેવ) મેનુ આઈટમને ઉમેરો.
12.38 તમામ મેનુ આઈટમો માટે કીબોર્ડ શોર્ટ-કટ ઉમેરો.
12.42 ફાઈલ સંગ્રહવા માટે, સેવ પ્રક્રિયા સક્રિય કરનાર કોડ ઉમેરો.
12.51 મેં આ પ્રકારનું એસાઈનમેંટ પહેલાથી જ બનાવ્યું છે, જ્યાં filechooser (ફાઈલ ચુઝર) ફાઈલ મેનુ અંતર્ગત Save (સેવ) વિકલ્પ દર્શાવે છે,
13.01 અને તમને તમે ખોલેલી ટેક્સ્ટ ફાઈલને સંગ્રહવા માટે વિકલ્પ પ્રદાન કરે છે.
13.09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે
13.12 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
13.15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13.19 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
13.24 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
13.30 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
13.33 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
13.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
13.46 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
13.53 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
13.59 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
14.04 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki