Linux/C3/The-grep-command/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | grep કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે 'grep command શીખીશું. |
00:09 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:11 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:15 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:20 | અને GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:24 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:32 | પૂર્વજરૂરીયાતો તરીકે તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:36 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:41 | પહેલા ચાલો regular expressions (રેગ્યુલર એક્સપ્રેશનો) વિશે જાણીએ. |
00:45 | રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે. |
00:50 | જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી. |
00:56 | ઉદાહરણ તરીકે. જો તમે ટેલીફોન ડિરેક્ટરીમાં એક ફોન ક્રમાંક શોધવા ઈચ્છો છો. |
01:02 | અથવા એક ફકરામાં કે એક લાઈનમાં એક કીવર્ડ શોધવા માટે, આપણે grep command નો ઉપયોગ કરીએ છીએ. ચાલો grep પર જઈએ. |
01:11 | grep એક કે તેથી વધુ લાઈન, ફકરા કે ફાઈલમાં એક અથવા તેથી વધુ પેટર્નો શોધે છે. |
01:17 | જો ફાઈલનું નામ આપ્યું ન હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે. |
01:23 | ફાઈલનું નામ જો ગુમ હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે. |
01:30 | હું grepdemo.txt નામની ફાઈલનો ઉપયોગ કરીને grep નાં ઉપયોગનું પ્રદર્શન કરીશ. |
01:37 | ચાલો ફાઈલનાં ઘટક જોઈએ. |
01:40 | આ એક ફાઈલ છે જે 13 નોંધો ધરાવે છે. |
01:44 | દરેક નોંધ roll number, name, stream, marks, અને stipend amount આ 6 ફીલ્ડો ધરાવે છે. |
01:52 | ફીલ્ડોને બાર દ્વારા જુદું કરાયું છે, જેને delimiter કહેવાય છે. |
01:56 | ચાલો જોઈએ કે grep કેવી રીતે કાર્ય કરે છે. |
02:00 | માની લો કે આપણે computers આ સ્ટ્રીમમાં કોણ કોણ વિદ્યાર્થીઓ છે, તે જોવા માટે, grep command વાપરવા ઈચ્છીએ છીએ. |
02:07 | આ માટે આપણે terminal ખોલવું પડશે. |
02:10 | તમારા કીબોર્ડ પર CTRL + ALT અને T કી એકસાથે દબાવો. |
02:16 | હવે terminal પર ટાઈપ કરો: |
02:18 | grep સ્પેસ (બમણા અવતરણમાં) computers બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
02:27 | Enter દબાવો. આ computers આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે. |
02:33 | હવે પરિણામને મૂળ ફાઈલ સાથે સરખામણી કરો. |
02:37 | આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
02:40 | આપણે જોઈએ છીએ કે Zubin માટે નોંધ યાદીમાં દેખાતી નથી. |
02:45 | આવું કેમ થયું? આવું એટલા માટે કારણ કે grep એ “computers” આ પેટર્નની શોધ ચલાવી, જેમાં c નાનો હતો. |
02:52 | જ્યારે કે Zubin માટે, “computers” આ સ્ટ્રીંગમાં C કેપિટલ છે. |
02:57 | પેટર્ન મળાવવું આ case sensitive છે. |
03:00 | આને case ઈનસેન્સીટીવ બનાવવા માટે, આપણને grep સાથે minus i વિકલ્પ વાપરવાની જરૂર છે. |
03:06 | ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: grep સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “computers” બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
03:20 | Enter દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે. |
03:25 | તો આપણે જોયું, grep ફાઈલમાંની ફક્ત આપણે આપેલી પેટર્નથી મેળ ખાતી લાઈનોની યાદી દર્શાવે છે. |
03:32 | આપણે આનું ઉલટ પણ કરી શકીએ છીએ. |
03:34 | grep દ્વારા આપેલ પેટર્નથી મેળ ન ખાનારી લાઈનોની યાદી પણ દર્શાવી શકાવાય છે. |
03:40 | તે માટે આપણી પાસે minus v વિકલ્પ છે. |
03:43 | માનો કે, આપણે વિદ્યાર્થીઓની એ નોંધોની યાદી દર્શાવવી છે જે પાસ થયા નથી. |
03:48 | આપણે આ પરિણામ બીજી ફાઈલમાં પણ સંગ્રહી શકીએ છીએ. |
03:52 | આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં pass બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ notpass.txt |
04:11 | Enter દબાવો. |
04:12 | ફાઈલનાં ઘટક જોવા માટે, ટાઈપ કરો: cat સ્પેસ notpass.txt |
04:20 | Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:24 | હવે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો: |
04:26 | grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
04:37 | અને Enter દબાવો. આ જુદું છે. |
04:41 | આ એવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરશે જે કે નાપાસ હોય તથા તેઓનાં પરિણામ અપૂર્ણ હોય. |
04:46 | જો આપણને તમામ નોંધો સૂચીબદ્ધ રહેલ ફાઈલમાં લાઈન ક્રમાંક જોવો હોય તો, આપણી પાસે minus n વિકલ્પ છે. |
04:54 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
04:58 | હવે ટાઈપ કરો grep સ્પેસ -in સ્પેસ બમણા અવતરણમાં "fail" બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:09 | Enter દબાવો. |
05:11 | લાઈન ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
05:15 | અત્યાર સુધી આપણે ફક્ત એક જ શબ્દ રહેલ પેટર્નો જોયા છે. |
05:18 | આપણી પાસે અનેક શબ્દો રહેલ પેટર્નો પણ હોઈ શકે છે. |
05:21 | પરંતુ સમગ્ર પેટર્ન quotes અંતર્ગત હોવો જોઈએ. |
05:24 | તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં ankit સ્પેસ saraf બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:38 | Enter દબાવો. |
05:40 | Ankit Saraf નો રેકોર્ડ પ્રદર્શિત થાય છે. |
05:44 | આપણે અનેક ફાઈલોમાં પણ પેટર્નો શોધી શકીએ છીએ. |
05:48 | આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ notpass.txt |
06:03 | Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
06:07 | અનેક ફાઈલો સહીત, grep એ ફાઈલનું નામ પણ લખશે જેમાં નોંધો મળી હતી. grepdemo.txt અને notpass.txt |
06:18 | આ રેકોર્ડો notpass.txt ફાઈલમાંથી છે અને આ રેકોર્ડો grepdemo.txt ફાઈલમાંથી છે. |
06:26 | ધારો કે આપણને ફક્ત મેળ ખાતા પેટર્નની કુલ સંખ્યા અથવા કે ગણતરી જોઈએ છે. |
06:31 | તે માટે, આપણી પાસે minus c વિકલ્પ છે. |
06:35 | તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ c સ્પેસ બમણા અવતરણમાં Fail જેમાં F કેપિટલ છે અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
06:48 | Enter દબાવો. |
06:50 | આ આપણને મેળ થયેલ લાઈનોની કુલ સંખ્યા આપશે. |
06:55 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:59 | ચાલો સારાંશ લઈએ. |
07:01 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:03 | ફાઈલનાં ઘટક જોવાનું ઉદાહરણ તરીકે cat filename |
07:07 | એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep “computers” grepdemo.txt |
07:14 | cases ને અવગણવું ઉદાહરણ તરીકે grep -i “computers” grepdemo.txt |
07:21 | પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt |
07:30 | નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep -in “fail” grepdemo.txt |
07:38 | પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt > notpass.txt |
07:50 | અને નોંધોની કુલ સંખ્યા જાણવી ઉદાહરણ તરીકે grep -c “Fail” grepdemo.txt |
07:57 | એસાઈનમેંટ તરીકે, બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે -E, + અને ? |
08:04 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:16 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:19 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:23 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
08:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:33 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:40 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:45 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |