Linux/C3/More-on-grep-command/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 More on grep પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:07 હજી કેટલાક grep commands (ગ્રેપ કમાંડો)
00:10 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:13 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:16 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને
00:20 GNU BASH આવૃત્તિ 4.2.24
00:23 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:29 પૂર્વજરૂરીયાતો તરીકે:
00:31 તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:35 તમે 'grep' થી પરિચિત હોવા જોઈએ.
00:37 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org
00:43 આપણે એકથી વધારે પેટર્નો પણ મળાવી શકીએ છીએ.
00:47 તે માટે આપણને hyphen e વિકલ્પ વાપરવો પડશે.
00:52 હું 'grepdemo.txt' આ જ ફાઈલ વાપરીશ.
00:57 માનો કે, આપણને civil અથવા electronics માં કોણ છે તેની માહિતી શોધવી છે.
01:04 ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે:
01:07 grep સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં electronics અવતરણ પછી સ્પેસ hyphen e સ્પેસ બમણા અવતરણમાં civil અવતરણ પછી સ્પેસ grepdemo.txt
01:22 Enter દબાવો.
01:24 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
01:27 માનો કે, "choudhury" અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે.
01:32 સમસ્યા એ છે કે, વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે.
01:38 તો આનો ઉકેલ શું છે?
01:41 આવા કિસ્સામાં આપણે hyphen e વિકલ્પને hyphen i સાથે વાપરી શકીએ છીએ.
01:47 ટાઈપ કરો:
grep સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chaudhury અવતરણ પછી સ્પેસ hyphen ie સ્પેસ બમણા અવતરણમાં chowdhari અવતરણ પછી સ્પેસ grepdemo.txt
02:11 Enter દબાવો.
02:14 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
02:16 પરંતુ નામો લખવાની બીજી ઘણી બધી રીતો હોઈ શકે છે.
02:22 hyphen e વિકલ્પો આપણે કેટલી વાર આપી શકીએ છીએ?
02:26 દેખીતી રીતે આ માટે આનાથી સારી રીતની જરૂર છે અને આ રીત છે Regular expressions.
02:33 regular expression (રેગ્યુલર એક્સપ્રેશન) ટેક્સ્ટ સ્ટ્રીંગ મળાવવા માટે એક સંક્ષિપ્ત તથા લવચીક પદ્ધતિ પ્રદાન કરે છે.
02:41 જેમ કે વિશિષ્ટ અક્ષરો, શબ્દો અથવા અક્ષરોની પેટર્ન.
02:47 રેગ્યુલર એક્સપ્રેશન અક્ષરો ઘણા બધા છે.
02:51 ચાલો તે બધાને એક એક કરીને જોઈએ.
02:54 કેરેક્ટર ક્લાસ:
02:56 આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે.
03:03 આ અક્ષરોનાં જૂથમાંથી પ્રત્યેક અક્ષર મળાવવામાં આવે છે.
03:07 ઉદાહરણ તરીકે. [abc] નો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન a અથવા b અથવા c આમાંનાં પ્રત્યેકનો મેળ કરીને જુએ છે.
03:17 "chaudhury" નામ મળાવવા માટે, આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ:
03:22 grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં ch ચોરસ કૌંસ શરુ ao ચોરસ કૌંસ બંધ ચોરસ કૌંસ શરુ uw ચોરસ કૌંસ બંધ dh ચોરસ કૌંસ શરુ ua ચોરસ કૌંસ બંધ r ચોરસ કૌંસ શરુ yi ચોરસ કૌંસ બંધ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
03:53 Enter દબાવો.
03:55 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
03:59 હજી પણ બે વાર 'e' રહેલ "choudhuree" નામનો મેળ થઈ નથી રહ્યો.
04:02 આપણને જો મોટી રેંજ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે:
04:07 રેંજમાનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર
04:13 ધારો કે આપણને કોઈપણ અંક મળાવવો હોય તો આપણે આ પ્રમાણે લખીશું [0-9].
04:20 આ અક્ષરનાં જૂથમાંથી એક એકને મળાવીને જોવાશે.
04:24 Asterisk: asterisk આ તેના પહેલા આવનાર અક્ષરનો 0 કે તેથી વધુ બનાવોનો સંદર્ભ દર્શાવે છે.
04:33 ઉદાહરણ તરીકે ab asteriska, ab, abb, abbb વગેરેને મળાવી શકે છે.
04:43 તો, "Mira" નામની વિદ્યાર્થીનીનાં નામને મળાવવા માટે,
04:47 આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ:
04:50 grep સ્પેસ hyphen i સ્પેસ બમણા અવતરણમાં m ચોરસ કૌંસ શરુ ei ચોરસ કૌંસ બંધ asterisk r a a asterisk અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:11 Enter દબાવો.
05:13 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:16 dot રેગ્યુલર એક્સપ્રેશન કોઈપણ એક અક્ષરને મળાવી જુએ છે.
05:21 માનો કે, આપણને એવો કોઈ શબ્દ શોધવો છે જે 4 અક્ષર ધરાવતો હોય અને M થી શરૂ થતો હોય.
05:27 તે માટે આપણે ટાઈપ કરીશું:
05:30 grep સ્પેસ બમણા અવતરણમાં M... સ્પેસ અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:43 Enter દબાવો.
05:45 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:47 અહીં, અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ 5 કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે.
05:56 આપણે આપણી પેટર્ન શોધવા માટે લાઈનમાં કઈ જગ્યાએ શોધવું છે તે બદ્દલ ચોક્કસ હોઈ શકીએ છીએ.
06:01 તે લાઈનની શરૂઆતમાં હોઈ શકે છે.
06:04 આ માટે આપણી પાસે caret ચિન્હ છે.
06:07 હવે જો આપણને એવી નોંધણીઓ જોઈએ છે જેનાં રોલ ક્રમાંક A થી શરૂ થાય છે.
06:13 આપણે જાણીએ છીએ કે રોલ એ ફાઈલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે.
06:18 આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ: grep સ્પેસ બમણા અવતરણમાં caret ચિન્હ A અવતરણ પછી grepdemo.txt
06:29 Enter દબાવો.
06:31 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
06:34 એજ પ્રમાણે ફાઈલની અંતમાં પેટર્ન મળાવવા માટે, આપણી પાસે dollar ચિન્હ છે.
06:40 7000 થી 8999 વચ્ચેનું સ્ટાઇપેંડ શોધવા માટે આપણને લખવું પડશે:
06:49 grep સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરુ 78 ચોરસ કૌંસ બંધ ... ડોલર ચિન્હ અવતરણ પછી સ્પેસ grepdemo.txt
07:05 Enter દબાવો.
07:07 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
07:10 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
07:13 ચાલો સારાંશ લઈએ.
07:15 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:17 * એક કરતા વધુ પેટર્નોને મળાવવું.
07:20 * જુદી જુદી સ્પેલિંગ ધરાવતા શબ્દ તપાસવા.
07:23 * કેરેક્ટર ક્લાસ.
07:24 * asterisk નો ઉપયોગ.
07:27 * કોઈપણ એક અક્ષરને મળાવવા માટે dot વાપરવું.
07:31 * ફાઈલની શરૂઆતમાં પેટર્ન મળાવવું.
07:35 * ફાઈલની અંતમાં પેટર્ન મળાવવું.
07:39 એસાઈનમેંટ તરીકે,
5 અક્ષર લાંબી અને Y થી શરુ થતી નોંધણીઓ દર્શાવો.
07:46 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:04 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે,
08:08 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:14 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:26 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:26 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro
08:32 આ સ્ક્રીપ્ટ માટે ફાળો અનિર્બન અને સચિન દ્વારા અપાયો છે.
08:36 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki