Linux-AWK/C2/Variables-and-Operators-in-awk/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે, awk command માં વેરિએબલ્સ અને ઓપરેટર્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- User defined variables
00:12 Operators

BEGIN and END statements

00:17 આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04
00:26 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને આ વેબસાઈટ પરના પહેલાના Linux ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ.
00:33 તમે સામાન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે C અથવા C++ માં વાપરવામાં આવતા basic operators થી પરિચિત હોવા જોઈએ.
00:41 જો નથી, તો અમારી વેબસાઈટ પરના સંદર્ભિત ટ્યુટોરીયલો મારફતે જાવ.
00:47 awk એ પ્રોગ્રામિંગ ભાષા અને ફિલ્ટરના પાવરનું જોડાણ કરે છે.
00:52 જેથી, તે variables, constants, operators, વગેરેને આધાર આપે છે.
00:58 ચાલો જોઈએ awk માં variable શું છે.
01:02 એક variable એ ઓળખકર્તા (આઈડેન્ટિફાયર) છે જે એક વેલ્યુ સંદર્ભે છે.
01:07 Awk user-defined variables અને built-in variables બંનેને આધાર આપે છે.
01:12 આપણે આ ટ્યુટોરીયલમાં user-defined variables વિશે શીખીશું.
01:17 user-defined variables માટે, variable ઘોષણાની આવશ્યકતા હોતી નથી.
01:22 Variables ને સ્પષ્ટ રૂપે ઈનિશલાઈઝ્ડ થવાની જરૂર નથી.
01:26 Awk આપમેળે તેમને શૂન્ય અથવા null string પર ઈનિશલાઈઝ કરે છે.
01:32 એક variable અક્ષરથી શરુ થવું જોઈએ અને અક્ષર, અંક અને અંડરસ્કોર સાથે આગળ ચાલુ રહેવું જોઈએ.

Variables એ કેસ-સેન્સિટિવ હોય છે.

01:43 તેથી, કેપિટલ “S” સાથે Salary અને નાના “s” સાથે salary બે જુદા જુદા variables છે.
01:50 ચાલો હવે અમુક ઉદાહરણ જોઈએ.
01:53 CTRL + ALT and T કી દબાવીને terminal ખોલો.
01:58 terminal પર, ટાઈપ કરો- awk space opening single quote opening curly brace small x equal to 1 semicolon capital X equal to within double quotes capital A semicolon small a equal to within double quotes awk semicolon small b equal to within double quotes tutorial

Enter દબાવો.

02:25 ટાઈપ કરો print x અને Enter દબાવો
02:29 print capital X અને Enter દબાવો
02:34 print a અને Enter દબાવો
02:37 print b અને Enter દબાવો
02:40 print a space b અને Enter દબાવો
02:44 print small x space b અને Enter દબાવો
02:49 print small x plus capital X closing curly brace closing single quote અને Enter દબાવો
02:57 જો કે આપણે ફાઈલનું નામ આપ્યું નથી, તો awk ને standard input માંથી અમુક ઇનપુટની જરૂર પડશે.
03:03 અને તેથી, આપણે કોઈપણ અક્ષર ટાઈપ કરી શકીએ છીએ, માનો કે a અને ત્યારબાદ Enter દબાવો.
03:10 આ ઉદાહરણ કેટલીક વસ્તુઓ દર્શાવે છે.

Variables સંખ્યા દ્વારા ઈનિશલાઈઝ કરી શકાય છે.

03:18 તેને એકલ અક્ષર કે એક string તરીકે વેલ્યુ સાથે પણ ઈનિશલાઈઝ કરી શકાય છે.
03:23 વેલ્યુ જો અક્ષર અથવા સ્ટ્રીંગ હોય, તો વેરીએબલ વેલ્યુ સાથે double quotes અંતર્ગત ઈનિશલાઈઝ થાય છે.
03:31 આપણે variables ની વેલ્યુઓ જોઈ શકીએ છીએ.
03:35 અવલોકન કરો કે નાના x ને અને કેપિટલ X ને વિભિન્ન variables તરીકે લેવામાં આવે છે.
03:41 આ સાબિત કરે છે કે variables case sensitive છે.
03:45 સાથે જ, તે દર્શાવે છે કે કેવી રીતે બે strings ને concatenated કરી શકાય છે.
03:50 અહીં variables નાનો a અને નાનો bconcatenated છે.
03:55 તો, string concatenation operator એ માત્ર એક space છે.
04:00 એજ પ્રમાણે, જ્યારે આપણે નાના x ને concatenate કરીએ છીએ, જે અંક અને string b છે, xstring માં સ્વ:પરિવર્તિત થાય છે.

અને concatenated આઉટપુટ બને છે 1tutorial.

04:13 string માં સ્વ:પરિવર્તન શા માટે થાય છે?
04:16 આ એટલા માટે કારણ કે awk ને string concatenation operator space અહીં મળે છે x અને b વચ્ચે.
04:25 હવે, નાના x plus કેપિટલ X ના આઉટપુટ તરફે જોઈએ.

અહીં, આપણી પાસે છે arithmetic operator plus.

04:33 તો, X એ અંક શૂન્યમાં સ્વ:પરિવર્તિત થાય છે.

અને યોગ આઉટપુટ અંક 1 બને છે.

04:42 હમણાં સુધી, આપણે કેટલાક operators જોયા.

ચાલો જોઈએ કે અન્ય કયા operators આપણે વાપરી શકીએ છીએ.

04:49 expressions માં કેટલાક operators પ્રકારને વાપરી શકાવાય છે.
04:53 કૃપા કરી અહીં વિડિઓને અટકાવો અને અહીં ઉલ્લેખિત તમામ operators તરફે નજર ફેરવો.
04:58 હું માનીને ચાલુ છું કે તમે આ સામાન્ય operators થી પરિચિત છો.
05:02 જો નથી, તો C and C++ શ્રેણીમાના operators પરના ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
05:09 હું આ તમામ operators ના કાર્ય વિશે વિગતમાં ચર્ચા નહિ કરીશ.
05:14 ફક્ત આમા અપવાદ છે string matching operator, જે તમારી માટે નવું છે.

ચાલો ઉદાહરણ વડે આને સમજીએ.

05:23 Code files લિંકમાં awkdemo.txt નામની ફાઈલ આપવામાં આવી છે.

કૃપા કરી તેને તમારા કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.

05:31 terminal પર જાવ

Ctrl અને D કી દાબીને ચાલો પાછલા પ્રોસેસનો અંત કરીએ.

05:38 ચાલો હું terminal સાફ કરું.
05:41 હવે એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે awkdemo.txt ફાઈલ સંગ્રહી છે જે માટે cd કમાન્ડ વાપરો.
05:48 ચાલો હવે આ ફાઈલ તરફે નજર ફેરવીએ.
05:52 ચાલો માનીએ કે આપણને એ વિદ્યાર્થી શોધવો છે જે પાસ થયેલ છે પણ તેના માર્ક 80 થી ઓછા છે.
05:58 આ કિસ્સામાં, આપણને બે જુદા ફિલ્ડની સરખામણી કરવી પડશે.
06:02 આવી સ્થિતિ માટે, આપણે વાપરી શકીએ છીએ awk's relational operators.
06:07 operatorsstrings અને numbers બંનેની સરખામણી કરી શકે છે.
06:12 તો, terminal પર ટાઈપ કરો

awk space hyphen capital F within double quotes vertical bar space Within single quotes dollar 5 equal to equal to within double quotes Pass space ampersand ampersand space dollar 4 less than 80 space within curly braces print space plus plus x coma dollar 2 coma dollar 4 coma dollar 5 space awkdemo.txt અને Enter દબાવો.

06:54 આ કમાન્ડ અમુક વસ્તુઓ દર્શાવે છે.

પહેલી, આપણે string ની પાંચમા ફિલ્ડથી સરખામણી કરીએ છીએ.

07:01 બીજી, આપણે ફક્ત ચોથા ફિલ્ડને સંખ્યા સાથે સરખામણી કરીએ છીએ.
07:06 ત્રીજું, આપણે જોઈએ છીએ કે ampersand operator વાપરીને આપણે બે કે તેથી વધુ સરખામણીને જોડી શકીએ છીએ.
07:13 વિશિષ્ટ સંખ્યા કે strings ના બદલે, આપણે regular expressions ની પણ સરખામણી કરી શકીએ છીએ.
07:19 જેવું કે આપણે સ્લાઈડમાં જોયું, આ હેતુસર આપણી પાસે tilde અને exclamation tilde ઓપરેટર્સ છે.
07:27 હવે ધારો કે, આપણે કોમ્પ્યુટર વિજ્ઞાનના પાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવા છે.
07:32 જો કે કોમ્પ્યુટર નાનો અને કેપિટલ C બંને ધરાવી શકે છે, આપણે regular expression વાપરીશું.
07:40 આપણે ટાઈપ કરીશું

awk space hyphen capital F within double quotes pipe symbol space within single quote dollar 5 equal to equal to within double quotes Pass ampersand ampersand space dollar 3 tilde slash within square brackets small c capital C computers slash space within curly braces print space plus plus small x comma dollar 2 comma dollar 3 coma dollar 5 space awkdemo.txt અને Enter દબાવો.

08:24 જો આપણને સરખામણી નકારવી હોય, તો આપણે આવું exclamation tilde operator વાપરીને કરી શકીએ છીએ.
08:30 માનો કે હવે આપણને એ તમામ બિન-કોમ્પપ્યુટર વિદ્યાર્થીઓની યાદી જોઈએ છે જેઓ પાસ થયા છે.
08:35 પાછલા કમાન્ડને મેળવવા માટે અપ એરો કી વાપરો.
08:39 dollar 3 ની આગળ exclamation symbol ઉમેરો અને Enter દબાવો.
08:47 આગળ, ચાલો સમાન ફાઈલમાં ખાલી લાઈનોની સંખ્યા ગણતરી કરીએ.
08:52 ફાઈલ ખોલો અને તપાસો કે અહીં કેટલી ખાલી લાઈનો છે.

તો, તેમાં 3 ખાલી લાઈનો છે.

09:00 હવે awk વાપરીને ખાલી લાઈનોની સંખ્યા ગણવા, ટાઈપ કરો

awk space within single quote within front slash caret symbol dollar space within curly braces x equal to x plus 1 semicolon space print x space awkdemo.txt

અને Enter દબાવો.

09:26 આપણા અંતિમ જવાબ તરીકે 3 મળે છે.
09:30 કેરેટ ચિન્હ લાઈનની શરૂઆત સૂચવે છે જ્યારે કે ડોલર એ લાઈનનો અંત સૂચવે છે.
09:37 તેથી ખાલી લાઈન regular expression caret-dollar દ્વારા મેળ ખાશે.
09:43 નોંધ લો, આપણે x ની વેલ્યુ ઈનીશલાઈઝ કરી નથી.

Awk x ને પ્રારંભિક વેલ્યુ શૂન્ય પર ઈનીશલાઈઝ કર્યું છે.

09:51 આ કમાન્ડ આપણને ખાલી લાઈનોની ચાલતી ગણતરી આપે છે.

આ એટલા માટે કારણ કે જ્યારે પણ ખાલી લાઈન મળશે, x માં એક વધારો થશે અને ત્યારબાદ પ્રિન્ટ કરાશે.

10:02 આપણા છેલ્લા કમાન્ડમાં, આપણે ખાલી લાઈનોની ચાલતી ગણતરી જોઈ છે.

પરંતુ માનો કે આપણને ફક્ત ખાલી લાઈનોની કુલ સંખ્યા પ્રિન્ટ કરવી છે.

10:12 તો આપણને x ને ફક્ત એકવાર પ્રિન્ટ કરવાની જરૂર છે, સમગ્ર ફાઈલ ટ્રાન્સવર્સ થયા પછી.
10:19 આઉટપુટનો અર્થ શું છે તે કહેતું મથાળું પણ આપણે આપવા ઇચ્છી શકીએ છીએ.
10:25 આવી જરૂરિયાતો માટે awk BEGIN અને END સેક્શન્સ પ્રદાન કરે છે.
10:30 BEGIN સેક્શન પૂર્વ-પ્રોસેસિંગ હેતુ રીત ધરાવે છે.
10:34 આ સેક્શન main input loop એક્ઝિક્યૂટ થવા પહેલા એક્ઝિક્યૂટ થાય છે.
10:40 END સેક્શન પછીની-પ્રોસેસિંગ હેતુ રીત ધરાવે છે.
10:45 આ સેક્શન main input loop ટર્મિનેટ થયા બાદ એક્ઝિક્યૂટ થાય છે.

BEGIN અને END રીત વૈકલ્પિક છે.

10:55 ચાલો આને કેવી રીતે કરવું તે જોઈએ.

ટર્મિનલમાં ટાઈપ કરો

awk space opening single quote BEGIN incaps within curly brace print space within double quotes The number of empty lines in awkdemo are અને Enter દબાવો.

11:14 within front slash caret symbol dollar symbol space within curly braces x equal to x plus 1

અને Enter દબાવો.

11:26 end space within curly braces print space x close single quote space awkdemo.txt અને Enter દબાવો
11:39 જુઓ, આપણને જોઈતું આઉટપુટ મળ્યું નથી!

આપણને આઉટપુટ 3 તરીકે મળવું જોઈએ, કારણ કે આપણી પાસે ફાઈલમાં 3 ખાલી લાઈનો છે.

11:48 તમને શું થયું લાગે છે?

વાસ્તવમાં, આપણે end ને અપર કેસ END તરીકે લખવું જોઈતું હતું.

11:54 તો, ચાલો કમાન્ડને મોડીફાય કરીએ.
11:57 terminal પર પાછલા એક્ઝિક્યૂટ કમાન્ડને મેળવવા માટે અપ એરો કી દબાવો.
12:03 હવે લોઅર કેસ end ને અપર કેસ END માં મોડીફાય કરો.

અને Enter દબાવો.

12:11 હવે કુલ ખાલી લાઈનોની સંખ્યા આઉટપુટમાં દેખાય છે.
12:16 આગળ, ચાલો તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ વેતન શોધીએ જે આપણે awkdemo.txt ફાઈલમાં શોધ્યું હતું.
12:24 તે મેળવવા માટે, terminal માં દર્શાવ્યા પ્રમાણે કમાન્ડ ટાઈપ કરો

અને Enter દબાવો.

અને આપણને જોઈતું આઉટપુટ મળે છે.

12:35 આ સાથે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ.
12:40 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા

awk માં User defined variables

12:45 Operators

BEGIN and END statements

12:49 એસાઈનમેન્ટ તરીકે એ દરેક લાઈન પ્રિન્ટ કરો જ્યાં છેલ્લા ફિલ્ડની વેલ્યુ 5000 કરતા વધુ હોય

અને વિદ્યાર્થી Electrical department થી સંબંધિત હોય.

13:00 આઉટપુટમાં “Average marks” મથાળા સહીત તમામ વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ પ્રિન્ટ કરો.
13:07 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

13:14 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે

અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

13:23 વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
13:27 શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે?

કૃપા કરી આ સાઈટની મુલાકાત લો.

13:32 પ્રશ્ન પૂછવાથી સંદર્ભિત મિનિટ અને સેકન્ડ પસંદ કરો.

તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો.

અમારી ટીમથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે.

13:42 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરના ચોક્કસ પ્રશ્નો માટે છે.
13:47 કૃપા કરી અસંબંધિત અને સામાન્ય પ્રશ્નો આનાં પર પોસ્ટ ન કરો.
13:51 આનાથી ગૂંચળો ઘટાડવામાં સહાય થશે.

ઓછા ગૂંચળાથી, આપણે આ ચર્ચાને માહિતીપ્રદ સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.

13:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.

આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે.

14:10 ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636