Linux-AWK/C2/Basics-of-Single-Dimensional-Array-in-awk/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે, awk માં Basics of single dimensional array પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- awk માં Arrays
00:12 array elements એસાઇન કરવા
00:15 તે કેવી રીતે અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં arrays થી જુદું છે અને array ના elements સંદર્ભવા
00:23 આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું.
00:26 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને gedit text editor 3.20.1
00:38 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:42 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને અમારી વેબસાઈટ પરના પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ.
00:49 તમને કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ જેમ કે C અથવા C++
00:56 જો નથી, તો અમારી વેબસાઈટ પરના સબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ.
01:02 આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠ પરના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો.

01:11 awk માં એક array શું છે?

awk એ સંબંધિત elements ને સંગ્રહિત કરવા હેતુ arrays ને આધાર આપે છે.

01:18 Elements એ એક number અથવા એક string હોઈ શકે છે.
01:21 awk માં Arrays associative હોય છે.
01:24 આનો અર્થ એ થાય છે કે દરેક array element એ એક index-value pair છે.
01:29 તે અન્ય પ્રોગ્રામિંગ ભાષામાના arrays થી અત્યંત સમાન લાગે છે.
01:33 પરંતુ અહીં અમુક મહત્વપૂર્ણ તફાવતો છે.
01:36 પહેલું, આપણને array ને વાપરતા પહેલા તેને declare કરવાની આવશ્યકતા નથી.
01:41 સાથેજ એ પણ સ્પષ્ટ કરવાની જરૂર નથી કે array કેટલા elements ધરાવશે.
01:47 પ્રોગ્રામિંગ ભાષામા, array index એ સામાન્ય રીતે એક ધનાત્મક પૂર્ણાંક છે.
01:52 index સામાન્ય રીતે 0 થી શરુ થાય છે, ત્યારબાદ 1, પછી 2 અને ક્રમશ.
01:58 પરંતુ awk માં, index એ કંઈપણ હોઈ શકે છે – કોઈપણ number કે એક string.
02:03 awk માં એક array element એસાઇન કરવા માટેનું આ એક સિન્ટેક્સ છે.

Array name કોઈપણ માન્ય વેરિએબલ નામ હોઈ શકે છે.

02:11 અહીં index એ એક integer અથવા એક string હોઈ શકે છે.
02:16 Strings ને બમણા અવતરણમાં લખવું પડે છે, ક્યાં તો એ index નામ હોય અથવા એક value હોય.
02:23 ચાલો આને એક ઉદાહરણ વડે સમજીએ.
02:27 મેં પહેલાથી જ કોડ લખેલો છે અને તેને array_intro.awk તરીકે સેવ કર્યું છે.
02:34 આ ફાઈલ પ્લેયરની નીચે આવેલ Code Files લિંકમાં ઉપલબ્ધ છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

02:41 અહીં મેં અઠવાડિયાના દિવસોને એક ઉદાહરણ તરીકે લીધા છે અને તેને BEGIN section અંતર્ગત લખ્યું છે.
02:48 અહીં, array નું નામ છે day.
02:52 મેં index ને 1 તરીકે સુયોજીત કરી છે અને વેલ્યુ Sunday તરીકે.
02:57 array element માં, મેં એક string ને index તરીકે વાપરી છે.

તો index first માટે, વેલ્યુ છે Sunday.

03:06 સમગ્ર array ની રચના આજ પ્રમાણે થાય છે.
03:10 અહીં નોંધ લો, array elements એ ક્રમમાં નથી.

મેં day four ને day three પહેલા ઘોષિત કર્યો છે.

03:18 awk arrays માં, index ક્રમબદ્ધ હોવી આવશ્યક નથી.
03:23 associative array નો ફાયદો એ છે કે નવી જોડીને કયા પણ સમયે ઉમેરી શકાય છે.
03:29 ચાલો હું array માં દિવસ 6 ઉમેરું.
03:33 કર્સરને છેલ્લી લાઈનના અંતમાં મુકો અને Enter દબાવો.

ત્યારબાદ આપેલ ટાઈપ કરો

03:42 ફાઈલને સેવ કરો.
03:44 આપણે array ઘોષિત કર્યો છે.

પરંતુ આપણે array element ને કેવી રીતે સંદર્ભવું જોઈએ?

03:49 એક ચોક્કસ index પર એક element ને સંદર્ભવા arrayname અને square brackets અંતર્ગત index લખો.

ચાલો આ પ્રયાસ કરીએ.

03:58 ફરી એક વાર કોડ પર જઈએ.
04:01 કર્સરને બંધ curly brace આગળ મુકો.
04:05 Enter દબાવો અને ટાઈપ કરો print સ્પેસ day ચોરસ કૌંસમાં 6
04:13 કોડને સેવ કરો.
04:15 Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો.
04:20 cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે.
04:27 હવે ટાઈપ કરો awk space hyphen small f space array_intro.awk
Enter દબાવો
04:38 જુઓ, આપણને આઉટપુટ તરીકે Friday મળે છે.
04:42 આગળ આપણે તપાસ કરીશું કે array માં એક ચોક્કસ index પર કોઈપણ element મોજૂદ છે કે નહિ.
04:48 આ માટે, આપણને in operator વાપરવું પડશે. ચાલો હું આને એક ઉદાહરણ વડે સમજાઉં.
04:55 એડિટર વિન્ડોમાં કોડ પર જાવ.
04:59 કર્સરને print statement ના અંતમાં મુકો અને Enter દબાવો.

ત્યારબાદ દર્શાવ્યા પ્રમાણે ટાઈપ કરો.

05:09 કોડને સેવ કરો.
05:11 હવે મેં બે if conditions ઉમેરી છે.
05:15 પ્રથમ if condition તપાસ કરે છે કે index two day માં મોજૂદ છે કે નહિ.
05:21 જો હા, તો સબંધિત print statement એક્ઝિક્યુટ થશે.
05:26 બીજી condition તપાસ કરે છે કે index seven day માં મોજૂદ છે કે નહિ.

તે print statement ને એક્ઝિક્યુટ કરશે જો તે true હોય તો.

05:35 જેવું કે આપણે જોઈ શકીએ છીએ, index twoarray માં છે અને seven એ નથી.

ચાલો આઉટપુટને ચકાસવા આ ફાઈલને એક્ઝિક્યુટ કરીએ.

05:44 terminal પર જાવ. પાછલા એક્ઝિક્યુટ કરેલ કમાન્ડને પાછું મેળવવા માટે Up arrow key દબાવો.
05:51 એક્ઝિક્યુટ કરવા માટે Enter દબાવો.
05:54 આપણને અપેક્ષા પ્રમાણે આઉટપુટ મળે છે.
05:57 આપણે હવે કોડમાં હજી કેટલાક ફેરફાર કરીશું.

અહીં દર્શાવ્યા પ્રમાણે કોડને અપડેટ કરો.

06:04 day condition માં 7 ની નીચે, મેં હજી એક condition ઉમેરી છે.
06:09 આ તપાસ કરશે કે index seven ની વેલ્યુ એ નલ છે કે નહિ.
06:14 જો true હોય, તો તે પ્રિન્ટ કરશે Index 7 is not null
06:18 આપણે પહેલાથી જાણીએ છીએ કે આપણી પાસે 7 સહીત, કોઈ index નથી, તો તે કંઈપણ પ્રિન્ટ કરશે નહિ.
06:24 આગળ, આપણે day માં condition 7 ના print statement ને ફેરફાર કર્યું છે.
06:30 કોડને સેવ કરો.

ચાલો જોઈએ કે આપણે જ્યારે કોડને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે શું થાય છે.

06:35 terminal પર જાવ.

પાછલા એક્ઝિક્યુટ કરેલ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો.

06:43 એક્ઝિક્યુટ કરવા માટે Enter દબાવો.
06:46 આપણને અપેક્ષા વિરુદ્ધ આઉટપુટ મળે છે.
06:49 સ્ટેટમેન્ટ "Index 7 is present after null comparison." પ્રિન્ટ થાય છે.

આ કેવી રીતે શક્ય છે?

06:57 જ્યારે આપણે લખીએ છીએ કે, day[7] null ના બરાબર નથી, આપણે index 7 પર element ને એક્સેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
07:04 આ એક્સેસ પોતેથી index 7 પર પહેલા એક એલિમેન્ટ બનાવશે અને તેને વેલ્યુ null સાથે ઈનિશલાઈઝ કરશે.
07:12 આગળ, આપણે તપાસ કરવાનો પ્રયાસ કરીશું કે index 7 પર કોઈપણ element વાસ્તવમાં મોજૂદ છે કે નહિ.
07:18 જો કે null element પહેલાથી જ બનેલું છે, તો આઉટપુટ દર્શાવે છે કે Index 7 null તુલના બાદ મોજૂદ છે.
07:26 તો, આ યાદ રાખો.

day at index 7 null ના બરાબર નથી આ એક element ની હાજરી તપાસ કરવાની ખોટી રીત છે.

07:34 તે index 7 પર એક null element બનાવશે.
07:38 તેના બદલે, આપણે in operator વાપરવું પડશે.
07:41 તે array માં કોઈપણ વધારાનું element બનાવશે નહિ.

અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

07:50 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા- awk માં Arrays
07:54 array elements એસાઇન કરવા
07:56 તે કેવી રીતે અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં arrays થી જુદું છે
08:00 array ના elements સંદર્ભવા
08:03 એસાઈનમેન્ટ તરીકે- એક array flowerColor વ્યાખ્યાયિત કરો
08:07 ઇન્ડેક્સ એ ફૂલોના નામ હશે
08:10 વેલ્યુ એ ફૂલોનો સંદર્ભિત રંગ રહેશે
08:14 તમારા પસંદના કોઈપણ પાંચ ફૂલો માટે પ્રવિષ્ટિ દાખલ કરો
08:18 ચોથા ફૂલનો રંગ પ્રિન્ટ કરો

તપાસ કરો કે “Lotus” ફૂલ array માં ઉપલબ્ધ છે કે નહિ

08:25 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

08:33 Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે.

અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

08:42 વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
08:46 તમારા પ્રશ્નોને આ ફોરમ પર પોસ્ટ કરો.
08:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.

આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે.

09:01 ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636