LibreOffice-Suite-Writer/C2/Viewing-and-printing-a-text-document/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Viewing and Printing Text Document
| Time | Narration |
| 00:00 | લીબરઓફીસ રાઈટર -પ્રિન્ટીંગ અને વ્યૂઇંગ ડોક્યુમેન્ટ્સ પરના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
| 00:10 | ડોક્યુમેન્ટ જોવા. |
| 00:12 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા એટલે કે છાપવા. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ ૧૦.૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરીએ છીએ. |
| 00:24 | તો ચાલો આ ટ્યુટોરીયલની શરુઆત લીબરઓફીસ રાઈટરમાં જોવા માટેના વિવિધ વિકલ્પો વિશે શીખવાથી કરીએ. |
| 00:31 | રાઈટરમાં જોવા માટેનાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા બે વિકલ્પો છે. |
| 00:36 | તેઓ "પ્રિન્ટ લેઆઉટ" અને "વેબ લેઆઉટ છે." |
| 00:39 | આ "પ્રિન્ટ લેઆઉટ" વિકલ્પ દર્શાવે છે કે ડોક્યુમેન્ટ જ્યારે પ્રિન્ટ થશે ત્યારે કેવું દેખાશે. |
| 00:45 | આ "વેબ લેઆઉટ" વિકલ્પ ડોક્યુમેન્ટ વેબ બ્રાઉઝરમાં દેખાય તે પ્રમાણે બતાવે છે. |
| 00:50 | જ્યારે તમે એચટીએમએલ ડોક્યુમેન્ટ બનાવવા માંગો છો તેમજ તમે ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે પૂર્ણ સ્ક્રીન મોડમાં જોવા માંગો ત્યારે આ ખુબ ઉપયોગી છે. |
| 01:00 | "પ્રિન્ટ લેઆઉટ" વિકલ્પનો વપરાશ કરવા માટે "વ્યુ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "પ્રિન્ટ લેઆઉટ" વિકલ્પ પર ક્લિક કરો. |
| 01:08 | "વેબ લેઆઉટ" વિકલ્પ વાપરવા માટે, મેનુબારમાં "વ્યુ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "વેબ લેઆઉટ" વિકલ્પ પર ક્લિક કરો. |
| 01:19 | આ બંને વિકલ્પો ઉપરાંત, ડોક્યુમેન્ટને પૂર્ણ સ્ક્રીન મોડમાં પણ જોઈ શકો છો. |
| 01:26 | મેનુબારમાંના "વ્યુ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "ફુલ સ્ક્રીન" વિકલ્પ પર ક્લિક કરો. |
| 01:32 | ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે તેમજ તેમને પ્રોજેક્ટર પર પ્રોજેક્ટ કરવા માટે ફૂલ સ્ક્રીન મોડ ઉપયોગી છે. |
| 01:39 | પૂર્ણ સ્ક્રીન મોડમાંથી બહાર નીકળવા માટે, કીબોર્ડ પરની "એસકેપ" કળ દબાવો. |
| 01:44 | આપણે જોઇ શકીએ કે ડોક્યુમેન્ટ પૂર્ણ સ્ક્રીન મોડથી બહાર નીકળે છે. |
| 01:49 | હવે ચાલો "વ્યુ" મેનુમાં "પ્રિન્ટ લેઆઉટ" વિકલ્પ પર ક્લિક કરીએ. |
| 01:53 | આગળ પ્રક્રિયા કરવા પહેલાં, ચાલો આપણા ડોક્યુમેન્ટમાં "ઇનસર્ટ" >> "મેન્યુઅલ બ્રેક" પર ક્લિક કરી અને "પેજ બ્રેક" વિકલ્પ પસંદ કરી એક નવું પૃષ્ઠ ઉમેરીએ. |
| 02:04 | પછી "ઓકે" પર ક્લિક કરો |
| 02:06 | આપણે આ માટે વધુ વિગતવાર અન્ય ટ્યુટોરીયલમાં શીખીશું. |
| 02:11 | ડોક્યુમેન્ટ જોવા માટેનો અન્ય વિકલ્પ છે "ઝૂમ". |
| 02:17 | મેનુબારમાં "વ્યુ" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "ઝૂમ" ક્લિક કરો. |
| 02:22 | તમે જુઓ કે "ઝૂમ એન્ડ વ્યુ લેઆઉટ" સંવાદ બોક્સ આપણી સામે દેખાય છે. |
| 02:27 | "ઝૂમ ફેક્ટર" અને "વ્યુ લેઆઉટ" નામના શીર્ષકો ધરાવે છે.. |
| 02:34 | "ઝૂમ ફેક્ટર" વર્તમાન ડોક્યુમેન્ટ તેમજ આ પ્રકારનાં તમામ ડોક્યુમેન્ટ જે તમે આ પછી ખોલશો, તેમને પ્રદર્શિત કરવા માટે તેનું ઝૂમ પરીબળ સુયોજિત કરે છે. |
| 02:43 | તે ઘણા ઉપયોગી વિકલ્પો ધરાવે છે,જેની આપણે એક પછી એક ચર્ચા કરીશું. |
| 02:48 | આ "ઓપટીમલ" વિકલ્પ પર ક્લિક કરવાથી તમને ડોક્યુમેન્ટનું સૌથી અનુકૂળ રૂપ મળશે. |
| 02:55 | આ "ફીટ વિદ્થ એન્ડ હાઈટ" વિકલ્પ ડોક્યુમેન્ટને સમગ્ર પૃષ્ઠની પહોળાઈ અને ઊંચાઈ સાથે બંધબેસતુ બનાવે છે. તેથી, તે એક સમયે એક પૃષ્ઠ પ્રદર્શિત કરે છે. |
| 03:05 | તે વધુ પૃષ્ઠોને પ્રદર્શિત તેમજ ફેરફાર કરવા માટે ખૂબ સરળ બનાવે છે. |
| 03:11 | હવેનું વિકલ્પ છે "ફીટ ટુ વિદ્થ". આ પૃષ્ઠને તેની પહોળાઈ સાથે બંધબેસતુ બનાવે છે. |
| 03:17 | ૧૦૦% વ્યુ પૃષ્ઠને તેના વાસ્તવિક કદમાં પ્રદર્શિત કરશે. |
| 03:23 | આગળ આપણી પાસે દેખાવ માટેનું સૌથી મહત્વપૂર્ણ વિકલ્પ છે "વેરિયેબલ". |
| 03:28 | વેરીએબલ ક્ષેત્રમાં, જેટલું તમે ડોક્યુમેન્ટ મોટું કરી પ્રદર્શિત કરવા ઈચ્છતા હોવ, તેટલું તમે ઝૂમ પરિબળ દાખલ કરી શકો છો. |
| 03:35 | ઉદાહરણ તરીકે, આપણે "વેરિયેબલ" ક્ષેત્રમાં "૭૫%" વેલ્યુ દાખલ કરીએ અને પછી "ઓકે" બટન પર ક્લિક કરીએ. |
| 03:43 | તેવી જ રીતે, ડોક્યુમેન્ટ જોવા અને ફેરફાર કરવા માટે તમારી જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે તમે ઝૂમ પરિબળ બદલી શકો છો. |
| 03:51 | સંવાદ બોક્સમાં અન્ય લક્ષણ "વ્યુ લેઆઉટ" છે |
| 03:56 | "વ્યુ લેઆઉટ" વિકલ્પ લખાણ ડોક્યુમેન્ટ માટે છે. |
| 03:59 | ડોક્યુમેન્ટમાં અલગ અલગ વ્યુ લેઆઉટ સુયોજનોની અસરો જોવા માટે તે ઝૂમ પરિબળને ઘટાડવા માટે વપરાય છે. |
| 04:07 | તેની પાસે "ઓટોમેટીક" અને "સીન્ગલ પેજ" જેવા વિકલ્પો છે જે પૃષ્ઠોને બાજુ બાજુમાં અને નીચેની તરફ પ્રદર્શિત કરવા માટે છે. |
| 04:18 | ઉદાહરણ તરીકે, જો આપણે "ઝૂમ ફેક્ટર" હેઠળ "ફીટ વિદ્થ એન્ડ હાઈટ" વિકલ્પ પસંદ કરીએ, પછી "વ્યુ લેઆઉટ" વિકલ્પ હેઠળ "સીન્ગલ પેજ" વિકલ્પ પર ક્લિક કરીએ અને અંતે "ઓકે" બટન પર ક્લિક કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે પૃષ્ઠો એક બીજાની નીચે આવે છે. |
| 04:36 | હવે "ઓટોમેટીક" વિકલ્પ પર ક્લિક કરો અને પછી "ઓકે" બટન પર ક્લિક કરો. |
| 04:42 | તમે જુઓ કે જે પૃષ્ઠો બાજુ બાજુમાં પ્રદર્શિત થાય છે. |
| 04:48 | રાઈટરનાં સ્ટેટસબાર પર ત્રણ કન્ટ્રોલ પણ આપણા ડોક્યુમેન્ટનાં ઝૂમ અને વ્યુ લેઆઉટ બદલવા માટેની પરવાનગી આપે છે. |
| 04:56 | વ્યુ લેઆઉટ ચિહ્નો ડાબેથી જમણી તરફ નીચે પ્રમાણે છે: સીન્ગલ કોલમ મોડ,પૃષ્ઠો બાજુ બાજુમાં જોવા માટે વ્યુ મોડ અને બે પૃષ્ઠો બાજુમાં જે રીતે ખુલ્લા પુસ્તકમાં દેખાય તે રીતે જોવા બુક મોડ. |
| 05:11 | આપણે ઝૂમ સ્લાઈડરને ઝૂમ વધારવા માટે જમણી તરફ અને વધુ પૃષ્ઠો બતાવવા માટે ડાબી તરફ ખેંચી શકીએ છીએ. |
| 05:20 | લીબરઓફીસ રાઈટરમાં "પ્રિન્ટીંગ" અંગે શીખવા પહેલાં, આપણે "પેજ પ્રીવ્યુ" વિશે કંઈક શીખીશું. |
| 05:28 | "ફાઈલ" ઉપર ક્લિક કરો અને "પેજ પ્રીવ્યુ" ને ક્લિક કરો. |
| 05:32 | જયારે તમે વર્તમાન ડોક્યુમેન્ટ પેજ પ્રીવ્યુ મોડમાં જુઓ છો ત્યારે "પેજ પ્રીવ્યુ" બાર દેખાય છે. |
| 05:38 | તે મૂળભૂત રીતે બતાવે છે કે તમારું ડોક્યુમેન્ટ જ્યારે પ્રિન્ટ થશે ત્યારે કેવું દેખાશે. |
| 05:44 | તમે આપણી રેઝ્યુમ.ઓડીટી ફાઈલનું પૂર્વદર્શન જોઈ શકો છો. |
| 05:50 | આ પૂર્વદર્શન પૃષ્ઠનાં ટુલબારમાં વિવિધ નિયંત્રણ વિકલ્પો છે. |
| 05:55 | ત્યાં, "ઝૂમ ઇન", "ઝૂમ આઉટ", "નેક્સ્ટ પેજ", "પ્રીવીયશ પેજ" અને "પ્રિન્ટ" " માટેના વિકલ્પો છે. |
| 06:03 | લીબરઓફીસ રાઈટરમાં ડોક્યુમેન્ટ કેવી રીતે જોવા તેમજ પેજ પ્રીવ્યુ શીખ્યા બાદ, હવે આપણે "પ્રિન્ટર" લીબરઓફીસમાં કેવી રીતે કાર્ય કરે છે તે શીખીશું. |
| 06:15 | સરળ શબ્દોમાં, પ્રિન્ટર એક આઉટપુટ ઉપકરણ છે જે ડોક્યુમેન્ટને પ્રિન્ટ એટલે કે છાપવા માટે વપરાય છે. |
| 06:21 | હવે આપણે જોઈએ કે પ્રિન્ટનાં વિવિધ વિકલ્પો કઈ રીતે વાપરવા. |
| 06:26 | "ટુલ્સ" પર ક્લિક કરો -> "ઓપ્શન્સ" પર ક્લિક કરો |
| 06:32 | "લીબરઓફીસ રાઈટર" ની બાજુના તીરને ક્લિક કરો અને અંતે "પ્રિન્ટ" પર ક્લિક કરો. |
| 06:38 | સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે જે તમને પસંદ કરવા માટેના વિકલ્પો આપે છે. |
| 06:43 | આપણે મૂળભૂત સુયોજનો રાખીશું અને પછી "ઓકે" બટન પર ક્લિક કરીશું. |
| 06:49 | હવે અખા ડોક્યુમેન્ટને સીધું પ્રિન્ટ કરવા, ટુલબારમાંના "પ્રિન્ટ ફાઈલ ડાઈરેકટલી" ચિહ્ન પર ક્લિક કરો. |
| 06:56 | આ ક્વિક પ્રિન્ટીંગ તરીકે ઓળખાય છે. |
| 07:00 | તમે "પ્રિન્ટ" વિકલ્પ વાપરીને અને મૂળભૂત સુયોજનો બદલી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા પર વધુ નિયંત્રણ મેળવી શકો છો. |
| 07:07 | મેનૂબાર માં "ફાઈલ" મેનુ પર ક્લિક કરો અને પછી "પ્રિન્ટ" પર ક્લિક કરો. |
| 07:13 | આ "પ્રિન્ટ" સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે. |
| 07:17 | અહીં આપણે જનરલ ટૅબમાં "જેનેરીક પ્રિન્ટર" વિકલ્પ પસંદ કરીશું. |
| 07:22 | આ "ઓલ પેજીસ" વિકલ્પ ડોક્યુમેન્ટનાં બધા જ પૃષ્ઠો છાપવા માટે છે. |
| 07:28 | જો તમે પૃષ્ઠો શ્રેણીમાં પ્રિન્ટ કરવા ઈચ્છતા હોવ, તો "પેજીસ" વિકલ્પ પસંદ કરી અને ક્ષેત્રમાં શ્રેણી દાખલ કરી શકો. દા.ત.- આપણે અહીં "1-3" લખીશું. આ ડોક્યુમેન્ટનાં પ્રથમ ત્રણ પૃષ્ઠો છાપશે. |
| 07:44 | જો તમે ડોક્યુમેન્ટની ઘણી નકલો પ્રિન્ટ કરવા માંગો, તો પછી "નંબર ઓફ કોપીઝ" ક્ષેત્રમાં કિંમત દાખલ કરો. ચાલો આ ક્ષેત્રમાં "2" કિંમત દાખલ કરીએ. |
| 07:54 | હવે આપણે સંવાદ બોક્સમાં "ઓપ્શન્સ" ટેબ પર ક્લિક કરીએ. |
| 08:00 | વિકલ્પોની યાદી સ્ક્રીન પર દેખાય છે જ્યાંથી તમે પસંદ કરી શકો અને ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કરી શકો છો. |
| 08:07 | આપણે "પ્રિન્ટ ઇન રીવર્સ પેજ ઓર્ડર" નામનું ચેક બોક્ષ જોઈએ છીએ. |
| 08:12 | આ વિકલ્પ વિશાળ આઉટપુટને એકત્રિત કરવું સરળ બનાવે છે. |
| 08:16 | તેથી તેના વિરુદ્ધ ચેક બોક્સ પર ક્લિક કરો. |
| 08:19 | તમે તમારા પીડીએફ ડોક્યુમેન્ટનું પણ પ્રિન્ટ લઇ શકો છો. |
| 08:26 | આપણે પેહલા જ જોઈ લીધું છે કે "ડોટ ઓડીટી" ડોક્યુમેન્ટને "ડોટ પીડીએફ" ફાઈલમાં રૂપાંતર કેવી રીતે કરવું. |
| 08:34 | જોકે આપણે પહેલાથી જ ડેસ્કટોપ પર "પીડીએફ" ફાઈલ સંગ્રહ કરેલ છે, તો આપણે પીડીએફ ફાઈલ પર બે વખત ક્લિક કરીશું. |
| 08:41 | હવે "ફાઈલ" વિકલ્પ પર ક્લિક કરો અને "પ્રિન્ટ" પર ક્લિક કરો. |
| 08:47 | ચાલો મૂળભૂત સુયોજનો રાખીએ અને પછી "પ્રિન્ટ પ્રિવ્યુ" બટન પર ક્લિક કરીએ. |
| 08:52 | તમે જુઓ સ્ક્રીન પર ફાઈલનું પૂર્વદર્શન દેખાય છે. |
| 08:56 | હવે, તે પ્રિન્ટ કરવા માટે પ્રિવ્યુ પેજમાં "પ્રિન્ટ ધીઝ ડોક્યુમેન્ટ" ચિહ્ન પર ક્લિક કરો. |
| 09:04 | અહીં લીબરઓફીસ રાઈટરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
| 09:09 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
| 09:11 | ડોક્યુમેન્ટ જોવા. |
| 09:13 | ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા. |
| 09:16 | કોમ્પ્રિહેન્સિવ એસાઇન્મેન્ટ |
| 09:18 | રાઈટરમાં લખાણ લખો "ધીઝ ઈઝ લીબરઓફીસ રાઈટર". |
| 09:23 | ડોક્યુમેન્ટનું પૂર્ણ સ્ક્રીન દેખાવ મેળવવા માટે "ફૂલ સ્ક્રીન" વિકલ્પનો ઉપયોગ કરો. |
| 09:29 | ડોક્યુમેન્ટનાં "ઓપ્તીમ્લ" તેમજ "વેરીએબલ" દેખાવ માટે ઝૂમ વિકલ્પનો ઉપયોગ કરો. વેરીએબલ કિંમત "૫૦%" થી સુયોજિત કરો અને પછી ડોક્યુમેન્ટ જુઓ. |
| 09:41 | ડોક્યુમેન્ટનું "પેજ પ્રિવ્યુ" મેળવો અને પૃષ્ઠ પર બોર્ડરો આવે એ રીતે પૃષ્ઠની બે નકલો પ્રિન્ટ કરો. |
| 09:49 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
| 09:52 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
| 09:56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
| 10:00 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
| 10:06 | જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
| 10:09 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
| 10:16 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
| 10:20 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
| 10:28 | વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. |
| 10:31 | spoken-tutorial.org/NMEICT-Intro |
| 10:39 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |
| 10:43 | જોડાવા માટે આભાર. |