LibreOffice-Suite-Writer/C2/Inserting-pictures-and-objects/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Inserting Pictures and Formatting Features
Time | Narration |
00:00 | લીબરઓફીસ રાઈટરમાં - ઈમેજો દાખલ કરવાના મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:09 | ડોક્યુમેન્ટમાં ઇમેજ ફાઇલ દાખલ કરવા. |
00:12 | રાઈટરમાં કોષ્ટકો દાખલ કરવા. |
00:15 | રાઈટરમાં હાઇપરલિન્ક દાખલ કરવા. |
00:18 | અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ ૧૦.૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરીએ છીએ. |
00:29 | આપણે લીબરઓફીસ રાઈટરમાં "ઇમેજ ફાઇલ કેવી રીતે દાખલ કરવું" તે શીખતા શરૂઆત કરીશું. |
00:36 | ચાલો આપણી રેઝ્યુમ.ઓડીટી ફાઈલ ખોલીએ. |
00:39 | તમારા ડોક્યુમેન્ટમાં ઈમેજ દાખલ કરવા માટે, પ્રથમ "રેઝ્યુમ.ઓડીટી" ડોક્યુમેન્ટ અંદર ક્લિક કરો. |
00:47 | હવે મેનુબારમાં "ઇન્સર્ટ" વિકલ્પ ઉપર ક્લિક કરો, પછી "પીકચર" પર ક્લિક કરો અને અંતે "ફ્રોમ ફાઈલ" વિકલ્પ પર ક્લિક કરો. |
00:56 | તમે જુઓ કે "ઇન્સર્ટ પિક્ચર" સંવાદ બોક્સ દેખાય છે. |
01:00 | હવે જો તમે કોઈ ચિત્ર તમારી સિસ્ટમમાં સંગ્રહ કર્યું હોય તો તમે "લોકેશન" ક્ષેત્રમાં ફાઈલનું નામ લખી ચિત્ર પસંદ કરી શકો છો. જો કે આપણે કોઈ સંગ્રહેલા નથી, તેથી આપણે અન્ય મૂળભૂત વિકલ્પો જે પુરા પાડવામાં આવ્યા છે તે દ્વારા એક ચિત્ર દાખલ કરીશું. |
01:16 | તેથી સંવાદ બોક્સનાં ડાબી બાજુ પર "પિક્ચર્સ" વિકલ્પ પર ક્લિક કરો. |
01:21 | હવે કોઈ એક ઈમેજ પર ક્લિક કરો, અને અંતે "ઓપન" બટન પર ક્લિક કરો. |
01:28 | તમે જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટમાં ઇમેજ દાખલ થઇ છે. |
01:32 | તમે આ ઇમેજનું માપ બદલી શકો છો અને તેને રેઝ્યુમનાં જમણી ટોચનાં ખૂણે ખેંચી શકો છો. |
01:38 | તેથી પ્રથમ ઇમેજ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે રંગીન નિયંત્રક ઇમેજ પર દેખાય છે. |
01:44 | તો કોઈ એક નિયંત્રક પર કર્સર મૂકો અને માઉસનું ડાબું બટન દબાવો. |
01:50 | કર્સર ખેંચી ઇમેજનું માપ બદલો. માપ બદલ્યા પછી, ઇમેજ પર ક્લિક કરો અને તેને એડિટરનાં જમણી ટોચનાં ખૂણે ખેંચો. |
02:01 | ઈમેજો દાખલ કરવાની અન્ય લોકપ્રિય પદ્ધતિઓ છે, "ક્લિપબોર્ડ અથવા સ્કેનરનો" ઉપયોગ અને "ગેલેરી દ્વારા". |
02:09 | આગળ આપણે રાઈટરમાં કોષ્ટકો કેવી રીતે દાખલ કરવા તે શીખીશું. |
02:13 | લીબરઓફીસ રાઈટરમાં કોષ્ટકો વપરાશકર્તાઓને તેમની માહિતી કોષ્ટક રૂપે સંગ્રહવા માટે શક્ય બનાવે છે. |
02:21 | તમારા ડોક્યુમેન્ટમાં કોષ્ટકનો સમાવેશ કરવા માટે તમે ક્યાં તો ટુલબારમાં "ટેબલ" ચિહ્ન પર ક્લિક કરી કોષ્ટકનું માપ પસંદ કરો અથવા તમે મેનુબારમાં "ઇન્સર્ટ" વિકલ્પ દ્વારા પણ કરી શકો છો. |
02:36 | તેથી "એજ્યુકેશન ડીટેઈલ્સ" શીર્ષક નીચે કોષ્ટક દાખલ કરવા માટે, કર્સર આ શીર્ષક નીચે મૂકો. |
02:44 | હવે મેનુબારમાં "ઇન્સર્ટ" મેનુ પર ક્લિક કરો અને પછી "ટેબલ" વિકલ્પ પર ક્લિક કરો. |
02:51 | તે વિવિધ ક્ષેત્રો સાથે સંવાદ બોક્સ ખોલે છે. |
02:55 | આ "નેમ" ક્ષેત્રમાં, ચાલો કોષ્ટકનું નામ "રેઝ્યુમ ટેબલ" તરીકે આપીએ. |
03:01 | "સાઈઝ" શિર્ષક અંદર ચાલો "સ્તંભો"ની સંખ્યા "2" રાખીએ. |
03:06 | આ "રોવ્ઝ"(Rows) ક્ષેત્રમાં ઉપરનાં તીર પર ક્લિક કરો અને "રોવ્ઝ"ની સંખ્યા "૪" થી વધારો. તો તમે કોલ્મ્સ અને રોવ્ઝનાં ક્ષેત્રમાં ઉપર અને નીચેનાં તીરની મદદથી કોષ્ટકનાં માપમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. |
03:21 | હવે સંવાદ બોક્સમાં "ઓટોફોરમેટ" બટન પર ક્લિક કરો. |
03:25 | આ નવું સંવાદ બોક્સ ખોલે છે જ્યાં તમે દાખલ કરવા માંગતા હોવ તે કોષ્ટકનું ફોરમેટ પસંદ કરી શકો છો. |
03:33 | રાઈટર પસંદ કરવા માટેના ઘણા વિકલ્પો પુરા પાડે છે. આપણે "ફોરમેટ" અંદર "નન" વિકલ્પ પર ક્લિક કરી "ઓકે" બટન પર ક્લિક કરીશું. |
03:43 | ફરીથી "ઓકે" બટન પર ક્લિક કરો. |
03:45 | તમે જુઓ કે બે સ્તંભો અને ચાર પંક્તિઓ સાથે કોષ્ટક શીર્ષક નીચે દાખલ થયું છે. |
03:53 | હવે આપણે કોષ્ટક અંદર કોષ્ટક રૂપે કોઈપણ જાણકારી લખી શકીએ છીએ. |
03:58 | ઉદાહરણ તરીકે, પ્રથમ પંક્તિ અને પ્રથમ સ્તંભના કોષ (cell) અંદર ક્લિક કરો. |
04:04 | અહીં આપણે "સેકન્ડરી સ્કુલ એકઝામિનેશન" લખીશું. |
04:08 | હવે બાજુનાં કોષ પર ક્લિક કરો અને "૯૩ ટકા" લખો. આ બતાવે છે કે રમેશએ સેકન્ડરી સ્કૂલ પરીક્ષામાં ૯૩ ટકા મેળવ્યા હતા. |
04:20 | તેવી જ રીતે, આપણે કોષ્ટકમાં વધુ શૈક્ષણિક વિગતો લખી શકીએ. |
04:25 | "સેકન્ડરી સ્કુલ એકઝામિનેશન" લખેલ કોષની તરત નીચેના કોષ ઉપર ક્લિક કરો. |
04:31 | અહીં આપણે લખીશું "હાયર સેકન્ડરી સ્કુલ એકઝામિનેશન" અને તેની બાજુનાં કોષમાં, આપણે "૮૮ ટકા" લખીશું. |
04:41 | આગામી કોષ વાપરવા માટે ત્રીજી પંક્તિમાં પ્રથમ કોષ પર ક્લિક કરો . વૈકલ્પિક રીતે, તમે કોષ-થી-કોષ ખસવા માટે ટેબ કળ પણ દબાવી શકો છો. |
04:52 | તો, ચાલો ટેબ દબાવીએ અને "ગ્રેજ્યુએશન" લખીએ. બાજુનાં કોષમાં ગુણ તરીકે "૭૫%" લખીએ. છેલ્લી પંક્તિમાં, પ્રથમ કોષ પર ક્લિક કરો અને લખો "પોસ્ટ ગ્રેજ્યુએશન" -> "૭૦%" લખો. |
05:01 | અંતે છેલ્લી પંક્તિમાં પ્રથમ કોષમાં આપણે શીર્ષક તરીકે "પોસ્ટ ગ્રેજ્યુએશન" લખીશું અને બાજુનાં કોષમાં, ગુણ તરીકે "૭૦ ટકા" લખીશું. |
05:12 | તેથી આપણે જોઈએ છીએ કે રેઝ્યુમમાં શિક્ષણ વિગતો સાથેનું કોષ્ટક દર્શાવાયું છે. |
05:18 | ચાલો કોષ્ટક ના છેલ્લા કોષમાં કર્સર મુકીએ. |
05:24 | હવે જો આપણે કોષ્ટકની છેલ્લી પંક્તિનાં તરત નીચે વધારાની પંક્તિ ઉમેરવા ઈચ્છીએ, તો કીબોર્ડ ઉપર "ટૅબ" કળ દબાવો. |
05:33 | તમે જુઓ કે એક નવી પંક્તિ ઉમેરાયેલ છે. |
05:37 | કોષ્ટકની ડાબી બાજુ પર આપણે મેળવેલ ડિગ્રી તરીકે "પીએચડી" લખીશું અને જમણી બાજુ પર મેળવેલ ગુણ તરીકે "૬૫%" લખીશું. |
05:49 | તો, આપણે જોયું કે જયારે કર્સર છેલ્લા કોષમાં હોય ત્યારે નવી પંક્તિઓ અન્ય નીચે ઉમેરવા માટે "ટૅબ" કી ખૂબ જ ઉપયોગી છે. |
06:00 | ટેબ અને શીફ્ટ + ટેબ વાપરીને, તમે કોષ્ટકમાં કોષ-થી-કોષ ખસી શકો છો. |
06:07 | કોષ્ટકોમાં અન્ય મહત્વનું લક્ષણ છે "ઓપટીમલ કોલમ વિદ્થ" વિકલ્પ, જે આપોઆપ જ કોષોનાં લખાણ અનુસાર સ્તંભની પહોળાઈ ગોઠવે છે. |
06:18 | કોષ્ટકની બીજી અથવા જમણી બાજુની સ્તંભમાં આ લક્ષણ લાગુ પાડવા માટે, પ્રથમ ક્લિક કરો અને કર્સરને બીજી સ્તંભમાં ગમે ત્યાં મૂકો. |
06:30 | તેથી ચાલો છેલ્લા કોષમાં "૬૫%" લખાણ પછી કર્સર મુકીએ. |
06:35 | હવે મેનુબારમાં "ટેબલ" મેનુ પર ક્લિક કરો અને પછી "ઓટોફીટ" વિકલ્પ ઉપર જાઓ. |
06:42 | સ્ક્રીન પર દેખાતા મેનુમાં, "ઓપટીમલ કોલમ વિદ્થ" વિકલ્પ ઉપર ક્લિક કરો. |
06:49 | તમે જુઓ કે સ્તંભના કોષોનાં લખાણને સરખાવીને સ્તંભની પહોળાઈ આપમેળે ગોઠવાય ગયેલ છે. |
06:58 | એ જ રીતે, આપણે કોષ્ટકમાં અન્ય કોઈ પણ કૉલમ માટે આ કરી શકીએ છે. |
07:02 | તમે તમારા કોષ્ટક માટે વિવિધ પ્રકારની બોર્ડેર સેટ કરી શકો છો - જેમ કે કોઈ પણ બોર્ડરો નહીં, તમામ આંતરિક અને બાહ્ય બોર્ડરો, અથવા માત્ર બાહ્ય બોર્ડરો. |
07:15 | આ માટે, મુખ્ય મેનુમાં ટેબલ ટેબ પસંદ કરો અને પછી ટેબલ પ્રોપરટીશ, યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે બોર્ડર ટેબ પર ક્લિક કરો. |
07:25 | આગળ આપણે જોઈશું હાઇપરલિન્કો કેવી રીતે બનાવવામાં આવે છે. |
07:30 | વપરાશકર્તાઓ જે હાઇપરલિન્ક્ને અનુસરે છે તેઓ હાઇપરટેક્સ્ટ નેવિગેટ અથવા બ્રાઉઝ કરે છે. |
07:35 | હાઇપરલિન્ક કોઈ એક ડોક્યુમેન્ટ સાથે સંદર્ભ ધરાવે છે જે રીડર સીધું અનુસરી શકે, અથવા તે આપોઆપ અનુસરવામાં આવે છે. |
07:43 | હાઇપરલિન્ક એક સમગ્ર ડોક્યુમેન્ટ અથવા ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ એલીમેન્ટ એટલે કે તત્વને નિર્દેશ કરે છે. |
07:49 | ફાઇલ માં હાઇપરલિન્ક બનાવવા પહેલાં, આપણે પ્રથમ હાઇપરલિન્ક કરવા માટેનું ડોક્યુમેન્ટ બનાવીશું. |
07:56 | તેથી, આ ટૂલબારમાં "ન્યુ" ચિહ્ન ઉપર ક્લિક કરો. |
08:00 | નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલે છે. હવે આપણે "હોબીઝ" માટેનું નવું કોષ્ટક બનાવીશું. |
08:06 | તો આપણે શીર્ષક તરીકે "હોબીઝ" લખીશું. |
08:09 | એન્ટર કળ દબાવો. |
08:11 | હવે ચાલો આપણે અમુક શોખ લખીએ જેમ કે "લીસનીંગ મ્યુઝીક", "પ્લેયિંગ ટેબલ ટેનીસ" અને "પેઈન્ટીંગ". એક ની નીચે બીજું. |
08:20 | ચાલો આ ફાઈલ સંગ્રહીયે. |
08:24 | ટૂલબાર માં "સેવ" ચિહ્ન પર ક્લિક કરો. આ "નેમ" ક્ષેત્રમાં, ફાઈલનું નામ "હોબી" લખીશું. |
08:30 | આ "સેવ ઇન ફોલ્ડર" માં નીચે તીર પર ક્લિક કરો અને "ડેસ્કટોપ" વિકલ્પ પર ક્લિક કરો. હવે "સેવ" બટન પર ક્લિક કરો. |
08:40 | તેથી ફાઇલ ડેસ્કટોપ પર સેવ થઇ છે. |
08:43 | આપણે આ ફાઈલ હવે બંધ કરીએ. ચાલો હવે "રેઝ્યુમ.ઓડીટી" ફાઈલમાં હાઇપરલિન્ક બનાવીએ જે આ ડોક્યુમેન્ટ ખોલશે. |
08:53 | હવે શૈક્ષણિક વિગતો ધરાવતા કોષ્ટકની નીચે આપણે "હોબીઝ" તરીકે શીર્ષક લખીશું. |
09:00 | "હોબીઝ" લખાણ ને હાઇપરલિન્ક બનાવવા માટે, પ્રથમ લખાણ ને કર્સર ખેંચી શીર્ષક "હોબીઝ" સાથે પસંદ કરો. |
09:09 | હવે મેનુબારમાં "ઇન્સર્ટ" મેનુ પર ક્લિક કરો અને પછી "હાઇપરલિન્ક" વિકલ્પ ઉપર ક્લિક કરો. |
09:15 | સંવાદ બોક્સ ખોલે છે જેનાં અમુક વિકલ્પો છે જેવા કે "ઈન્ટરનેટ", "મેઈલ્સ એન્ડ ન્યૂઝ", "ડોક્યુમેન્ટ" અને "ન્યુ ડોક્યુમેન્ટ". |
09:24 | જો કે આપણે લખાણ ડોક્યુમેન્ટ માટે હાઇપરલિન્ક બનાવી રહ્યા હોવાથી આપણે "ડોક્યુમેન્ટ" વિકલ્પ ઉપર ક્લિક કરીશું. |
09:30 | હવે "પાથ" ક્ષેત્રમાં "ઓપન ફાઈલ" બટન ઉપર ક્લિક કરો. |
09:36 | ચાલો હવે સંવાદ બૉક્સમાં નવું ડોક્યુમેન્ટ જે આપણે બનાવ્યું હતું તે વાપરવા માટે "ડેસ્કટોપ" વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
09:44 | હવે "હોબી.ઓડીટી" વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી "ઓપન" બટન ઉપર ક્લિક કરો. |
09:52 | જોઈ શકો છો કે "પાથ" ક્ષેત્રમાં ફાઈલ પાથ ઉમેરાય છે. |
09:57 | "અપ્લાઈ" ક્ષેત્ર ઉપર ક્લિક કરો અને પછી "ક્લોઝ" બટન પર ક્લિક કરો. |
10:02 | જોઈ શકો છો કે લખાણ "હોબીઝ" અધોરેખિત(underlined) થયેલ છે અને રંગ વાદળી છે. તેથી લખાણ હવે હાઇપરલિન્ક છે. |
10:11 | કર્સર "હોબીઝ" પાસે મુકો -> "કન્ટ્રોલ કળ અને જમણું માઉસ બટન" દબાવો. હવે કર્સર "હોબીઝ" શીર્ષક પર મૂકો અને "કન્ટ્રોલ" કળ અને ડાબુ માઉસ બટન સાથે દબાવો. |
10:19 | તમે જુઓ કે શોખ ધરાવતી ફાઈલ ખુલે છે. |
10:23 | એ જ રીતે તમે ચિત્રો તેમજ વેબસાઇટ્સ માટે પણ હાઇપરલિન્ક્સ બનાવી શકો છો. |
10:30 | અહીં લીબરઓફીસ રાઈટરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:35 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
10:37 | ડોક્યુમેન્ટમાં ઇમેજ ફાઇલ દાખલ કરવા. |
10:39 | રાઈટરમાં કોષ્ટક દાખલ કરવા. |
10:42 | રાઈટરમાં હાઇપરલિન્ક્સ દાખલ કરવા. |
10:48 | કોમ્પ્રિહેન્સિવ એસાઇન્મેન્ટ |
10:50 | "પ્રેકટીશ.ઓડીટી" ખોલો |
10:53 | ફાઇલમાં એક ચિત્ર દાખલ કરો. |
10:57 | 3 પંક્તિઓ અને 2 સ્તંભો સાથે કોષ્ટક દાખલ કરો. |
11:01 | ઇમેજ ઉપર ક્લિક કરતાં "www.google.com" વેબસાઈટ ખોલવા માટેની હાઇપરલિન્ક બનાવો. |
11:11 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
11:17 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:22 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:25 | જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
11:30 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
11:33 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:46 | વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:56 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |
12:00 | જોડાવા માટે આભાર. |