LibreOffice-Suite-Math/C2/Using-Greek-characters-Brackets-Steps-to-Solve-Quadratic-Equation /Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ મેઠ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
00:08 ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેવા કે આલ્ફા, બીટા, થીટા અને પાઇ
00:15 કૌંસનો ઉપયોગ કરવું, વર્ગસમીકરણ હલ કરવા માટેના પગલાંઓ લખવું.
00:21 ચાલો શીખીએ મેઠનો ઉપયોગ કરી ગ્રીક અક્ષરો કેવી રીતે લખવું.
00:26 આ માટે, ચાલો સૌ પ્રથમ છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે રાઈટરનું ઉદાહરણ ડોક્યુમેન્ટ MathExample1.odt બનાવેલ હતું તે ખોલીએ.
00:41 ગ્રે બોક્સ જેની પાસે આપણે લખેલ સૂત્ર છે તે ઉપર બે વખત ક્લિક કરો .
00:47 આ મેઠ ફોર્મુલા એડિટર અને એલિમેન્ટ વિન્ડો ખોલશે.
00:54 ચાલો ફોર્મ્યુલા એડિટરની બોર્ડર પર ક્લિક કરીએ અને તેને ફ્લોટ બનાવવા માટે ખેંચીને જમણી તરફ મુકો.
01:02 આ સારી દૃશ્યતા માટે રાઈટર વિન્ડોને મોટું કરે છે.
01:07 હવે ગ્રીક અક્ષરો, ઉદાહરણ તરીકે, આલ્ફા, બીટા થીટા, અને પાઇ ગાણિતિક સૂત્રોમાં સામાન્ય છે.
01:16 પરંતુ આપણને આ અક્ષરો એલિમેન્ટ વિન્ડોમાં ન મળશે.
01:21 આપણે તેમને અંગ્રેજી અક્ષર સાથે ટકા ચિહ્ન અનુસરી ને સીધું લખી શકીએ છીએ.
01:30 ઉદાહરણ તરીકે, પાઇ લખવા માટે, આપણે ફોર્મ્યુલા એડિટરમાં માત્ર %pi લખીશું.
01:41 નાના અક્ષરો માં લખવા માટે, નાના અક્ષરો માં અક્ષરનું નામ લખો.
01:47 ઉદાહરણ તરીકે, નાના અક્ષરોમાં આલ્ફા લખવા માટે, %alpha અથવા %beta લખો
01:59 મોટા અક્ષર લખવા માટે, મોટા અક્ષર માં અક્ષરનું નામ લખો.
02:06 ઉદાહરણ તરીકે, ગામા ને મોટા અક્ષર માં લખવા માટે, %GAMMA અથવા % THETA લખો.
02:17 ગ્રીક અક્ષરો દાખલ કરવા માટેનો બીજો માર્ગ છે Tools મેનુમાંથી Catalog નો ઉપયોગ.
02:26 Symbol set હેઠળ, Greek પસંદ કરો.
02:31 અને યાદીમાંથી ગ્રીક અક્ષર ઉપર બે વખત ક્લિક કરો.
02:35 ગ્રીક અક્ષર આલ્ફા માટેના માર્કઅપ ની નોંધ લો જે યાદી નીચે પ્રદર્શિત કરવામાં આવેલ છે.
02:43 તો આ રીતે આપણે એક સૂત્રમાં ગ્રીક અક્ષરો દાખલ કરી શકીએ છીએ.
02:49 અન્ય ગ્રીક અક્ષરો ના માર્કઅપ માટે જાણવા Symbols Catalog નું સંશોધન કરો.
02:56 ચાલો હવે જાણીએ કે આપણા સૂત્રો માં કૌંસ કેવી રીતે વાપરવું.
03:01 મેઠને એક સૂત્રમાં ઓપરેશનના ક્રમ વિશે ખબર નથી.
03:07 તેથી ઓપરેશનના ક્રમ જણાવવા માટે આપણે કૌંસ વાપરવા પડશે.
03:13 ઉદાહરણ તરીકે, આપણે કેવી રીતે લખીશું 'First add x and y, then divide 5 by the result'?
03:22 આપણે '5 over x + y ' લખી શકીએ.
03:28 હવે શું આ ખરેખર એ છે જે આપણે લખવા ઈચ્છતા હતા?
03:32 ના, આપણે પ્રથમ x અને y ઉમેરવા ઈચ્છીએ છીએ, અને આપણે તે x અને y ની આસપાસ કર્લી કૌંસ દાખલ કરી કરી શકીએ છીએ.
03:44 અને માર્કઅપ આ રીતે દેખાશે: ‘5 over x+y in curly brackets’
03:52 તેથી કૌંસ સૂત્રમાં ઓપરેશનના ક્રમને સુયોજિત કરવા ઉપયોગી થાય છે.
03:58 ચાલો ટોચ પર File મેનુ વાપરી અને Save પસંદ કરીને આપણા કાર્યને સંગ્રહીયે.
04:08 ચાલો હવે વર્ગસમીકરણ ઉકેલવા માટે ના પગલાંઓ લખીએ.
04:13 આપણે રાઈટર ડોક્યુમેન્ટમાં Control + Enter કળ દબાવી નવા પૃષ્ઠ પર જઈશું.
04:21 ચાલો લખીએ: 'Solving a Quadratic Equation'
04:25 અને Insert>Object>Formula મેનુ માંથી મેઠ ને બોલાવો.
04:33 મેં પહેલેથી જ વર્ગસમીકરણો લખ્યા છે, તેથી સમય બચાવવા માટે હું તે કાપીશ અને ચોતાડીશ.
04:42 તો આ વર્ગસમીકરણ છે જે આપણે ઉકેલીશું, 'x squared - 7 x + 3 = 0'
04:53 તેને ઉકેલવા માટે, આપણે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ વર્ગાત્મક સૂત્ર વાપરી શકીએ છીએ:
04:59 અહીં 'a' x squared ટર્મનો ગુણાંક (coefficient) છે, 'b' x squared ટર્મનો ગુણાંક (coefficient) છે અને 'c' સ્થાયી (constant) છે.
05:11 અને આપણે સૂત્રમાં a માટે 1, b માટે -7 અને c માટે 3 બદલીને આ સમીકરણ હલ કરી શકીએ છીએ.
05:23 તેથી ચાલો, પ્રથમ આપણે જે વર્ગસમીકરણ હલ કરવા ઈચ્છીએ છીએ તે માટેનું માર્કઅપ લખીએ.
05:30 પ્રથમ આપણે Insert>Object>Formula મેનુ માંથી મેઠ ને બોલાવીશું.
05:39 ફોરમેટ એડિટર વિન્ડો માં, ચાલો નીચે પ્રમાણે માર્કઅપ લખીએ:
05:46 x squared minus 7 x plus 3 = 0
05:53 ચાલો સારી રીતે વાંચી શકાય તે માટે ખાલી લીટીઓ દાખલ કરવા માટે બે newlines લખીએ.
06:01 Enter દબાવો અને 'Quadratic Formula:' લખી Enter દબાવો.
06:07 ફોર્મુલામાં સૌથી અંદર ના એલિમેન્ટ સાથે શરૂ કરી જટિલ ફોર્મ્યુલા ને તોડવું એ હંમેશા સારો અભ્યાસ છે.
06:16 અને પછી આપણે આ એલીમેન્ટો ની આસપાસ આપણી રીતે કામ કરી શકીએ છીએ.
06:21 તેથી આપણે સૌથી આંતરિક square root વિધેય (function) પ્રથમ લખીશું.
06:27 અને કર્લી કૌંસમાં માર્કઅપ હશે ‘square root of b squared - 4ac’.
06:37 આગળ, આપણે ઉપરના સમીકરણમાં 'minus b plus or minus’ ઉમેરીશું અને તેમને કર્લી કૌંસ અંદર મુકીશું.
06:48 આપણે ઉપરના એક્સપ્રેશનમાં અન્ય કર્લી કૌંસના સમૂહ ઉમેરી ગણક બનાવીશું.
06:57 એક્સપ્રેશનમાં 'over 2a' ઉમેરો.
07:02 અને અંતે, શરૂઆતમાં 'x equals' ઉમેરો.
07:08 આસપાસ ‘equal to’ ચિહ્ન બે લાંબા અન્તરાલ સાથે.
07:13 અને આ છે વર્ગાત્મક સૂત્ર
07:16 આ રીતે આપણે જટિલ સૂત્રો તોડી અને તેમના ભાગ કરી બનાવી શકીએ છીએ.
07:22 આગળ, ચાલો બાકીના લખાણને ફોર્મુલા એડિટર વિન્ડોમાં નીચે પ્રમાણે લખીએ :
07:29 ‘Where ‘a’ is the coefficient of the x squared term, b is the coefficient of the x term, c is the constant.’ અને પછી એક newline.
07:43 અને લખો: ‘We can solve the equation by substituting 1 for a, -7 for b, 3 for c’. આ પછી બે newline લખો.
07:59 તેથી સબસ્ટીટ્યુશન (substitution) પછી માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે :
08:05 તો આપણે આ સમીકરણ માં કૌંસની મદદથી નંબરો મુક્યા છે.
08:12 ઠીક છે, અહીં તમારા માટે અસાઇન્મેન્ત છે:
08:15 વર્ગસમીકરણ ને ઉકેલવા માટેના બાકીના પગલાંઓ પૂર્ણ કરો.
08:20 બે અલગ પરિણામો પ્રદર્શિત કરો.
08:23 ગોઠવણી એટલે કે alignments અને અંતર એટલે કે spacing બદલીને પગલાંઓ ફોર્મેટ કરો.
08:28 જરૂરી જગ્યા એ લાંબા અન્તરાલો અને newlines ઉમેરો.
08:33 નીચેનું સૂત્ર લખો: pi is similar or equal to 3.14159’
08:42 લીબરઓફીસ મેથમાં ગ્રીક અક્ષરો, કૌંસ અને સમીકરણો પરના આ ટ્યુટોરીયલ અહી સમાપ્ત થાય છે.
08:52 સારાંશ માટે, આપણે શીખ્યા:
08:56 ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેમ કે આલ્ફા, બીટા, થીટા અને પાઇ
09:01 કૌંસની મદદથી વર્ગસમીકરણ હલ કરવા માટેના પગલાંઓ લખવું.
09:07 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
09:12 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:20 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:24 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:29 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
09:38 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika