LibreOffice-Suite-Base/C4/Indexes-Table-Filter-SQL-Command-window/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિષયો શીખીશું:
ઈન્ડેક્સો, ટેબલ ફીલ્ટર, અને SQL કમાંડ વિન્ડો |
00:14 | ચાલો પહેલા આપણે ઈન્ડેક્સો વિશે શીખીએ. |
00:16 | ઈન્ડેક્સ શું છે? |
00:18 | ઈન્ડેક્સ ડેટાબેઝ કોષ્ટકમાં ઝડપથી રેકોર્ડોને શોધવાનો અને તેને સોર્ટ કરવાનો એક માર્ગ છે. |
00:26 | કોષ્ટકમાં એક ફીલ્ડ અથવા વિભિન્ન ફીલ્ડો ને પસંદ કરી શકીએ છીએ જેમાં આપણે રેકોર્ડો ઈન્ડેક્સ કરવાની જરૂર છે. |
00:36 | પસંદ કરેલા ફીલ્ડ અથવા ફીલ્ડો ઉપર આધારિત ઈન્ડેક્સ રેકોર્ડોનાં સ્થાનને સંગ્રહિત કરે છે. |
00:43 | તો ડેટા જોવા માટે, બેઝ ઈન્ડેક્સને ઉપયોગમાં લઈ સીધું ડેટાનાં સ્થાન પર જઈ શકે છે. |
00:51 | અને તેથી ડેટા શોધવાં માટે તમામ રેકોર્ડો સ્કેનીંગ કરવાં કરતા તે નોંધપાત્ર રીતે ઝડપી છે. |
00:59 | કોષ્ટકની પ્રાયમરી કી આપમેળે ઈન્ડેક્સ થઇ જાય છે. |
01:03 | હવે ચાલો આપણે આપણા ઉદાહરણીય લાઈબ્રેરી ડેટાબેઝમાં એક ઈન્ડેક્સ બનાવીએ. |
01:09 | આપણે Books કોષ્ટકમાં Title કોલમ પર એક ઈન્ડેક્સ બનાવીશું જે પુસ્તક શીર્ષકો ઉપર શોધવાનું ઝડપી કરશે. |
01:18 | ચાલો પહેલા આપણે આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ, જો તે પહેલાથી ખૂલેલ ન હોય. |
01:34 | અને Books કોષ્ટક ને Edit મોડમાં ખોલીએ. |
01:39 | ટેબલ ડીઝાઇન વિન્ડોમાં, ચાલો Tools મેનૂમાં જઈએ અને ઈન્ડેક્સ ડીઝાઇન પસંદ કરીએ. |
01:48 | ઈન્ડેક્સ વિન્ડોમાં, નોંધ લો કે બેઝે પહેલાથી જ પ્રાયમરી કી ને યૂનિક ઈન્ડેક્સ તરીકે સમાવેશ કરી છે. |
01:57 | આપણી ઈન્ડેક્સ બનાવવાં માટે, ચાલો સૌથી ડાબી બાજુનાં આઇકોન 'New Index’ ઉપર ક્લિક કરીએ. |
02:05 | અને જમણી બાજુએ આવેલ ઈન્ડેક્સ ફીલ્ડમાંની ડ્રોપડાઉન યાદીમાંથી Title પસંદ કરીએ. |
02:14 | આપણે અહીં Ascending અથવા Descending ક્રમ પણ પસંદ કરી શકીએ છીએ |
02:19 | અને ડાબી બાજુએ આવેલ ત્રીજાં આઇકોન ઉપર ક્લિક કરીને આ ઈન્ડેક્સનું નામ ‘IDX_Title’ તરીકે બદલો, અને તેની બાજુમાં આવેલ Save આઇકોન ઉપર ક્લિક કરીને તેને સંગ્રહિત કરો. |
02:37 | તો Title ફીલ્ડ પર આ આપણી ઈન્ડેક્સ છે. |
02:42 | આ રીતે આપણે બેઝનાં ઉપયોગ વડે કોષ્ટકો માટે ઈન્ડેક્સોને બનાવી, સુધારિત, નામ બદલવું, અથવા રદ્દ કરી શકીએ છીએ. |
02:51 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે: |
02:54 | Members કોષ્ટકમાં Names ઉપર એક ઈન્ડેક્સ બનાવો અને તેને ‘IDX_MemberName’ નામ આપો. |
03:03 | આગળ, આપણે જોઈશું કે ટેબલ ફીલ્ટર શું છે. |
03:07 | ટેબલ ફીલ્ટર વિશેષતા આપણને બેઝ ડેટાબેઝમાં બીજા એપ્લીકેશનોથી કોષ્ટકો છુપાડવા માટેની પરવાનગી આપે છે. |
03:15 | ઉદાહરણ તરીકે, ચાલો લાઈબ્રેરી ડેટાબેઝમાં Books કોષ્ટક શિવાયનાં બીજા બધા જ કોષ્ટકોને છુપાવી દઈએ. |
03:22 | હવે, ટેબલ ફીલ્ટર Tools મેનૂ અંદર ઉપલબ્ધ છે. |
03:27 | અહીં, ચાલો ‘All Views’ ને ચેક કરીને Books કોષ્ટકને ચેક કરીએ. |
03:33 | એનો અર્થ છે કે, આપણે ફક્ત Books કોષ્ટકને બીજી એપ્લીકેશનો દ્વારા દ્રશ્યમાન રાખવા માટે ચીન્હાન્કિત કરી રહ્યા છીએ. |
03:39 | હવે ચાલો Ok બટન ઉપર ક્લિક કરીએ. |
03:43 | ત્યારબાદ View મેનૂ ઉપર ક્લિક કરીએ અને પછી Refresh Tables પર. |
03:50 | નોંધ લો કે અહીંયા માત્ર Books કોષ્ટક દ્રશ્યમાન છે. |
03:54 | તે ઉપરાંત, લીબરઓફીસ રાઈટર અથવા કેલ્કથી આ ડેટાબેઝને એક્સેસ કરતી વખતે, આપણને ફક્ત Books કોષ્ટક જ દેખાશે. |
04:04 | અહીં બીજું એક અસાઇનમેન્ટ છે: |
04:06 | ૧. લીબરઓફીસ રાઈટર ખોલો, લાઈબ્રેરી ડેટાબેઝ એક્સેસ કરો અને ત્યાં આવેલ ઉપલબ્ધ કોષ્ટકો તપાસો. |
04:14 | ૨. બેઝમાં તમામ કોષ્ટકોને ફરી દ્રશ્યમાન કરો. |
04:19 | ૩. અને કોષ્ટકોની ઉપલબ્ધતા ફરીથી તપાસવાં માટે લીબરઓફીસ રાઈટરને ફરીથી ખોલો. |
04:26 | અંતે, ચાલો SQL કમાંડ વિન્ડો વિશે શીખીએ. |
04:31 | Tools મેનૂમાંથી SQL પસંદ કરીને SQL કમાંડ વિન્ડો એક્સેસ કરી શકાય છે. |
04:41 | ડેટાબેઝને SQL સ્ટેટમેંટો જારી કરવાં માટે, આપણે આ વિન્ડોનો ઉપયોગ કરી શકીએ છીએ. |
04:47 | હવે, આપણે SQL ક્વેરીઓને એક્ઝેક્યુંટ કરવાં માટે ક્વેરીઝને પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ, પણ ત્યાં આપણે ડેટાબેઝમાંથી ફક્ત ડેટા પૂછવા પુરતું જ મર્યાદિત છીએ. |
04:59 | એનો અર્થ છે કે, આપણે ત્યાં ફક્ત SELECT statements જારી કરી શકીએ છીએ. |
05:04 | પણ આપણે SQL statements એક્ઝેક્યુંટ ન કરી શકીએ જે ડેટા અને કોષ્ટક સ્ટ્રક્ચરોને સુધારિત કરે છે અથવા ત્યાં નવાં કોષ્ટકો બનાવે છે. |
05:14 | અને SQL કમાંડ વિન્ડો આપણને આવાં ડેટા મેનીપ્યુલેશન અને ડેટા ડેફિનેશન સ્ટેટમેંટો અથવા લેન્ગવેજ વાપરવાં માટે મદદ કરે છે. |
05:24 | ડેટા મેનીપ્યુલેશન લેન્ગવેજ, અથવા કે સરળ શબ્દોમાં DML નાં ઉદાહરણો છે: |
05:31 | INSERT, UPDATE અને DELETE ડેટા. |
05:37 | અને ડેટા ડેફીનેશન લેન્ગવેજ, અથવા કે સરળ શબ્દોમાં DDL નાં કેટલાક ઉદાહરણો છે: |
05:45 | CREATE TABLE, DROP TABLE અને ALTER સ્ટેટમેંટ્સ. |
05:51 | આપણે પહેલા DML ઉદાહરણ જોઈશું. |
05:55 | બેઝ વિન્ડોમાં, ચાલો Tools મેનૂમાંથી SQL કમાંડ વિન્ડો ખોલીએ. |
06:02 | ચાલો “Command to execute” ટેક્સ્ટ વિસ્તારમાં ટાઈપ કરીને એક નવો રેકોર્ડ Books કોષ્ટકમાં દાખલ કરીએ: |
06:12 | INSERT INTO "Books" ( "Title", "Author", "PublishYear", "Publisher", "Price")
VALUES ('The Hobbit', 'J.R.R Tolkien', 2002, 'Oxford', 500); |
06:45 | Execute બટન દબાવવાં પહેલા, ચાલો કમાંડને સારી રીતે સમજીએ. |
06:52 | INSERT સ્ટેટમેંટ કોષ્ટક નામ અને ફીલ્ડ નામોની યાદી અને પછી વેલ્યુઓ દર્શાવે છે જે નવાં રેકોર્ડમાં ઉમેરવાની જરૂર છે. |
07:03 | નોંધ લો કે કોષ્ટક નામ અને ફીલ્ડ નામોને ડબલ અવતરણ ચિન્હમાં મુકવામાં આવ્યાં છે. |
07:11 | આપણે જાણીએ છીએ કે બેઝ કેસ સેન્સીટીવ છે અને ડબલ અવતરણ ચિન્હ ખાતરી કરે છે કે બેઝ એજ રીતે નામોને સ્વીકારશે જે રીતે આપણે બનાવ્યાં છે. |
07:22 | જો આપણે અવતરણ ચિન્હ નહી વાપરીએ, તો બેઝ આ તમામ નામોને આપમેળે કેપિટલ અક્ષરોમાં બનાવી દેશે. |
07:31 | TEXT ડેટા ટાઇપ ધરાવતી વેલ્યુઓ ને બંધ કરવા માટે આપણે એક અવતરણ ચિન્હ વાપરવું પડશે. |
07:37 | NUMERIC ફીલ્ડોને અવતરણ ચિન્હમાં બંધ કરવાની જરૂર નથી. |
07:43 | તે ઉપરાંત, આપણે BookId ફીલ્ડનો પણ સમાવેશ કરવાની જરૂર નથી જે એક ઓટોનંબર ફીલ્ડ છે. |
07:51 | બેઝ નંબરોને આપમેળે જનરેટ કરાવવાંની કાળજી લે છે. |
07:56 | તો, ચાલો SQL ને એકઝેક્યુંટ કરીએ. ‘Command successfully executed’ સંદેશ ની નોંધ લો. |
08:05 | આપણે લખેલ SQL સાથે જો કોઈ એરર હોય, તો બેઝ તેમને દર્શાવશે. |
08:12 | ચાલો Books કોષ્ટક ઉપર બે વાર ક્લિક કરીએ અને આપણે હમણા દાખલ કરેલા નવાં રેકોર્ડ માટે જોઈએ. |
08:18 | તે છેલ્લી પંક્તિમાં ઉમેરાયેલ છે. |
08:23 | આગળ ચાલો આપણે DDL નું ઉદાહરણ જોઈએ. |
08:27 | AuthorId, Author અને Country ફીલ્ડોની સાથે આપણે Authors નામનું એક નવું કોષ્ટક બનાવીશું. |
08:36 | SQL કમાંડ વિન્ડોમાં, ચાલો સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ટાઈપ કરીએ: |
08:43 | અને તેને એકઝેક્યુંટ કરીએ. |
08:47 | ચાલો કોષ્ટકોની યાદી પર પાછા જઈએ અને View મેનૂમાંથી કોષ્ટકોને રીફ્રેશ કરીએ. |
08:54 | ત્યાં એક નવું Authors નામનું કોષ્ટક છે જે આપણે હમણાં જ બનાવ્યું છે. |
08:59 | DML વિશે વિગતમાં જાણવાં માટે, સ્ક્રીન પર બતાવેલ વેબસાઈટ જુઓ. |
09:06 | DDL વિશે વિગતમાં જાણવાં માટે, સ્ક્રીન પર બતાવેલ વીકીપીડીયા વેબસાઈટ જુઓ. |
09:13 | અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે: |
09:16 | ૧. UPDATE સ્ટેટમેંટનો ઉપયોગ કરી BookId 3 ની કિંમત રૂ. ૩૦૦ થી સુયોજિત કરો. |
09:26 | ૨. એ પુસ્તક રદ્દ કરો જેનું શીર્ષક ‘'The Hobbit' છે. |
09:30 | ૩. લેખક નામ ‘J.R.R. Tolkien’, અને રાષ્ટ્ર ‘England’ની સાથે એક નવો રેકોર્ડ Authors કોષ્ટકમાં દાખલ કરો. |
09:41 | ૪. DROP સ્ટેટમેંટનાં ઉપયોગ દ્વારા, ડેટાબેઝમાંથી Authors કોષ્ટકને રદ કરો. |
09:47 | અહીં લીબરઓફીસ બેઝનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:52 | સારાંશમાં, આપણે નીચે આપેલ વિષયો શીખ્યાં:
ઈન્ડેક્સો ટેબલ ફીલ્ટર અને SQL કમાંડ વિન્ડો |
10:01 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:13 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
10:18 | આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
10:22 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |