LibreOffice-Suite-Base/C3/Create-tables/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
|---|---|
| 00:00 | લીબરઓફીસ બેઝ પરનાં આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે |
| 00:07 | નીચે આપેલ દ્વારા એક ટેબલ (કોષ્ટક) કેવી રીતે બનાવવું |
| 00:09 | a) વ્યુંસ (દેખાવ) બનાવીને અને |
| 00:11 | b) કોપી પધ્ધતિનાં મદદથી |
| 00:13 | ચાલો આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં જઈએ. |
| 00:16 | ચાલો ડાબી પેનલ પર આવેલા Tables આઇકોન ઉપર ક્લિક કરીએ. |
| 00:21 | જમણી પેનલ પર, આપણને ટેબલ બનાવવાનાં ૩ માર્ગો દેખાય છે. |
| 00:26 | આપણે હમણાં ‘Create View’ વિકલ્પ સાથે જઈશું. |
| 00:30 | તે પહેલા, ચાલો આપણે વ્યુંસ વિશે જાણીએ. વ્યું શું છે? |
| 00:36 | વ્યું એ એક ટેબલ (કોષ્ટક) સમાન છે, પરંતુ તે ડેટાને સાચવી રાખી શકતું નથી. |
| 00:43 | તેને ક્વેરી એક્સપ્રેશન (ક્વેરી સમીકરણ) તરીકે વ્યાખ્યાયિત કરેલ છે, જે આમ ટેબલો (કોષ્ટકો)માંથી માહિતી મેળવવાં જેવું અથવા ડેટાબેઝમાંથી બીજા વ્યુંસ મેળવવાં જેવું છે. |
| 00:54 | તેથી, જયારે તેને જોવાય છે, તેની પાસે ટેબલ (કોષ્ટક)ની જેમ ડેટાના સ્તંભો અને પંક્તિઓ હોય છે. |
| 01:00 | વ્યુંસનો ઉપયોગ મર્યાદિત એક્સેસ આપવાં માટે થઇ શકે છે. |
| 01:06 | અથવા અન્ડરલાઇંગ ટેબલની કોલમો અને ટેબલના ડેટાનાં માળખાંને અને તેમનાં નામોને છુપાવવાં માટે થઇ શકે છે. |
| 01:13 | ઉદાહરણ તરીકે, આપણે એક સાદું વ્યું બનાવી શકીએ છીએ જે લાઈબ્રેરીનાં તમામ સભ્યોની યાદી દર્શાવશે, |
| 01:21 | અને આપણે ગોપનીયતા જાળવી રાખવા માટે તેમનાં ફોન નંબરો છોડી શકીએ છીએ. |
| 01:27 | અહીં અન્ડરલાઇંગ ટેબલ Members હશે. |
| 01:32 | લાઈબ્રેરી ડેટાબેઝના અન્ય વપરાશકર્તાઓ આ વ્યુ એક્સેસ કરી શકે છે પરંતુ Members કોષ્ટક માટે માન્ય નથી. |
| 01:40 | આ રીતે, આપણે ફક્ત સભ્યોનાં નામો જોઈ શકીએ છીએ, તેમનાં ફોન નંબરો નહી. |
| 01:46 | ઠીક છે, ચાલો આપણે મુખ્ય બેઝ વિન્ડો ઉપર જઈએ, અને આ વ્યું બનાવીએ. |
| 01:53 | ચાલો જમણી પેનલ પર આવેલ ‘Create View’ ઉપર ક્લિક કરીએ. |
| 01:58 | આપણે એક નવી વિન્ડો કે જેને View Design કહેવાય છે અને એક Add tables દર્શાવતી પોપ-અપ વિન્ડો જોઈ શકીએ છીએ. |
| 02:06 | ચાલો Members ઉપર ક્લિક કરીએ. |
| 02:09 | અને આ પોપ-અપ વિન્ડો બંધ કરીએ. |
| 02:11 | હવે, આપણે View design વિન્ડોમાં છીએ. |
| 02:16 | અને આપણે MemberId અને Name fields ઉપર બે વાર ક્લિક કરીશું. |
| 02:21 | Id field (આઈડી ક્ષેત્ર)ને દાખલ કરવું હંમેશા મદદરૂપ નીવડે છે. |
| 02:25 | કારણ કે આ આપણને આ વ્યુ ને કોઇ અન્ય સંબંધિત કોષ્ટક સાથે જોડવા માટે મદદ કરે છે, ઉદાહરણ તરીકે BooksIssued કોષ્ટક. |
| 02:34 | આપણે functions (વિધેયો), criteria (માપ દંડ) ઉમેરી શકીએ છીએ અને આપણી મરજી મુજબ તેને સોર્ટ કરી શકીએ છીએ. |
| 02:40 | પણ હાલ માટે, આપણે સભ્યનાં નામોને તેમનાં ચઢતા ક્રમમાં સોર્ટ કરીશું. |
| 02:45 | આ માટે, ચાલો આપણે નીચેનાં ભાગમાં આવેલ Name કોલમ હેઠળ Sort પંક્તિઓમાં એક ખાલી સેલ (કોષ) પર ક્લિક કરીએ. |
| 02:54 | અને પછી ‘ascending’ પર ક્લિક કરીએ . |
| 02:58 | ચાલો આપણા પહેલા વ્યુંને સંગ્રહિત કરીએ. |
| 03:01 | અહીં, ચાલો આ વ્યું માટે એક વર્ણનાત્મક નામ ટાઈપ કરીએ View: Members Name Only. |
| 03:10 | અને ચાલો OK બટન ક્લિક કરીએ. |
| 03:14 | અન્ડરલાઇંગ ડેટા જોવાં માટે, ચાલો ટોંચ ઉપર આવેલ Edit મેનુ ઉપર ક્લિક કરીએ. |
| 03:22 | અને ત્યારબાદ નીચે તળિયે આવેલ Run Query ઉપર ક્લિક કરો. |
| 03:27 | અને આપણે ઉપર ટોંચ પર એક નવો વિભાગ જોઈશું જે તમામ લાઈબ્રેરી સભ્યોની યાદી તેમના ચઢતા ક્રમમાં દર્શાવશે. |
| 03:36 | નોંધ લો કે આપણને કોઈપણ ફોન નંબરો દેખાયા નથી. |
| 03:40 | અને આ છે આપણું સાદું વ્યું. |
| 03:43 | આપણી જરૂર મુજબ આપણે વ્યુંસને બનાવી અને ડીઝાઇન કરી શકીએ છીએ. |
| 03:48 | આગળનાં વિષય ઉપર જતા પહેલા, અહીં એક અસાઇનમેન્ટ છે. |
| 03:53 | સભ્યોને અપાયેલ પુસ્તકો અને ફક્ત એજ પુસ્તકો જે ચેક્ડ ઇન ના હોય એનો એક વ્યું બનાવો. |
| 04:01 | વ્યુંમાં આપેલ ફીલ્ડો (ક્ષેત્રો)નો સમાવેશ કરો : Book Titles, Member Names, Issue Date, and Return Date. |
| 04:12 | વ્યુંને ‘View: List of Books not checked in’ નામ આપો. |
| 04:20 | ઠીક છે, ચાલો આપણે copy પધ્ધતિ વડે ટેબલો બનાવવાનું શીખીએ. |
| 04:25 | ટેબલો બનાવવાં માટે આ એક સરળ માર્ગ છે, જો આપણે હોઈએ કે આમાં ટેબલનું સ્ટ્રકચર (માળખું) ખૂબ જ સમાન છે. |
| 04:33 | આ માટે, ચાલો ધારીએ કે આપણી લાઈબ્રેરીમાં DVDઓ અને CDઓ છે. |
| 04:38 | અને આપણે આ ડેટાને Media કહેવાતા એક નવા ટેબલમાં સંગ્રહિત કરી શકીએ છીએ. |
| 04:44 | ઉદાહરણ તરીકે CD અથવા DVD, એક શીર્ષક અને એનું જારી થયેલ વર્ષ ધરાવે છે. |
| 04:51 | ઓડિયો અને વિડીયોમાં તફાવત કરવા માટે, આપણે MediaType ફીલ્ડ (ક્ષેત્ર)ને પરિચિત કરીશું. |
| 05:00 | હવે Books ટેબલ લગભગ સમાન ફીલ્ડો (ક્ષેત્રો) ધરાવતું હોવાથી આપણે Books ટેબલને કોપી-પેસ્ટ કરી શકીએ છીએ. |
| 05:08 | અને ત્યારબાદ પ્રોસેસ (પ્રક્રિયા)માં આપણે ટેબલનું નામ અને ફીલ્ડો (ક્ષેત્રો)નું નામ બદલી શકીએ છીએ. |
| 05:14 | આપણે જોશું કે આ કેવી રીતે થાય છે. |
| 05:16 | ચાલો મુખ્ય બેઝ વિન્ડો ઉપર જઈએ. |
| 05:19 | અહીંયા ચાલો Books table ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ, |
| 05:23 | અને આપણે copy વિકલ્પ જોઈશું. ચાલો તેના પર ક્લિક કરીએ; |
| 05:28 | અને પછી તેના પર જમણું માઉસ બટન ક્લિક કરીએ. |
| 05:31 | અહીંયા વિવિધ વિકલ્પો ધ્યાનથી જુઓ. ત્યાં paste છે અને paste special પણ છે. |
| 05:39 | આપણે Copy અને Paste ને અમુક ચોક્કસ ફોરમેટ (બંધારણ)માં વાપરી શકીએ છીએ. |
| 05:44 | શક્ય ફોરમેટો (બંધારણો) છે ફોરમેટેડ ટેક્સ્ટ, HTML, અથવા Data Source Table. |
| 05:51 | તો આપણે અહીંયા database table પસંદ કરીશું, |
| 05:55 | અથવા આપણે જમણાં ક્લિક મેનુમાં આવેલ Paste પસંદ કરી શકીએ છીએ. |
| 05:59 | આ એક વિઝાર્ડ ખોલે છે અને આ વિન્ડોમાં, |
| 06:03 | આપણે સૌ પ્રથમ Table Name સામે ‘Media’ ટાઈપ કરી આપણા ટેબલનું નામ બદલીશું. |
| 06:11 | options માં, આપણે Definition and Data માં ક્લિક કરીશું. |
| 06:16 | ચાલો Next બટન ઉપર ક્લિક કરીએ. |
| 06:19 | પછીનાં વિન્ડોમાં, આપણે કોલમો દાખલ કરીશું. |
| 06:23 | ચાલો આપણે નિદર્શન માટે BookId, title અને publish-year પસંદ કરીએ. |
| 06:29 | હવે આપણે ડાબી બાજુએ આ ફીલ્ડો (ક્ષેત્રો)ને પસંદ કરીશું અને તેમને એક એરો વાળા બટન વડે જમણી બાજુ તરફ ખસેડીશું. |
| 06:39 | અને Next બટન ઉપર ક્લિક કરો. |
| 06:42 | પછીની વિન્ડોમાં, આપણે કોલમો જોઈ શકીએ છીએ. |
| 06:46 | અહીં આપણે ફીલ્ડો (ક્ષેત્રો)નું નામ બદલી શકીએ છીએ અને તેમની ડેટા ટાઈપ બદલી શકીએ છીએ. |
| 06:51 | આપણે BookId ને MediaId નામમાં બદલીશું. |
| 06:55 | અને આપણે Create બટન ઉપર ક્લિક કરીશું. |
| 06:59 | મુખ્ય બેઝ વિન્ડોમાં, આપણું નવું Media ટેબલ છે. |
| 07:04 | ચાલો ટેબલમાં એક નવું ફીલ્ડ (ક્ષેત્ર) MediaType દાખલ કરવાં માટે તેને સુધારિત કરીએ જે ઓડિયોનાં અથવા વિડીયોનાં પ્રકારની માહિતી સંભાળશે. |
| 07:15 | હવે આપણે ટેબલ ડીઝાઇન વિન્ડોમાં છીએ. |
| 07:19 | અહીં ચાલો MediaType ને છેલ્લી કોલમ તરીકે પરિચિત કરીએ. |
| 07:24 | ચાલો Publishyear નીચે આવેલ સેલ (કોષ) ઉપર ક્લિક કરીએ. |
| 07:27 | અને ફીલ્ડ નેમ (ક્ષેત્ર નામ) તરીકે ‘MediaType’ દાખલ કરીએ અને પછી ફીલ્ડ ટાઈપ તરીકે ટેક્સ્ટ પસંદ કરીએ. |
| 07:36 | હવે ચાલો આપણે ટેબલની ડીઝાઇન સંગ્રહિત કરીએ અને આપણે આ કરી ચુક્યાં છીએ. |
| 07:41 | અહીં, આપણે copy પદ્ધતિ વડે આપણું Media ટેબલ બનાવ્યું. |
| 07:48 | ઠીક છે, અહીં બીજું એક અસાઇનમેન્ટ છે. |
| 07:51 | ‘Use Wizard to Create table’ પધ્ધતિ વાપરીને એક ટેબલ બનાવો. |
| 07:57 | અહીં, સેમ્પલ ટેબલ (નમૂનો ટેબલ) તરીકે ‘Assets’ને લો અને તેને ‘AssetsCopy’ નામમાં બદલી કરો. |
| 08:04 | અને આ પદ્ધતિમાં વિવિધ વિકલ્પોનું અન્વેષણ કરો. |
| 08:08 | અહીં લીબરઓફીસ બેઝમાં ટેબલો (કોષ્ટકો) બનાવવાનું શીખવાડતાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
| 08:14 | સારાંશ માટે, આપણે શીખ્યાં કે કેવી રીતે |
| 08:17 | એક ટેબલ (કોષ્ટક)ને
a) વ્યુંસ બનાવવું અને b) કોપી પધ્ધતિ નો ઉપયોગ. |
| 08:23 | મૌખિક ટ્યુટોરિયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે. |
| 08:44 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |